દુધાળા પશુઓ અને ભારત

દુધાળા પશુઓ અને ભારત
- કમલ ભરખડા

ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો માટે એટલો મહત્વનો શું કામ બન્યો?

કારણકે, ગાય એક પ્રચલિત પાલતું પ્રાણી છે. તે અન્ય પાળતું જીવ કરતા સારા પ્રમાણમાં સભ્ય અને સંવેદનશીલ છે જે માનવીય કુટુંબ શૈલીમાં ફીટ બેસે છે. આ ઉપરાંત ગાય પોતાનાં ઉછેરની સામે તેના પાલકને દૂધ જેવો વર્સેટાઈલ ખોરાક આપે છે. જેમાંથી દરેક કક્ષાના અને અનેક પ્રકારના અતિ પૌષ્ટિક ખાધ પદાર્થ મળી રહે છે. આ બધું ફક્ત ગાયમાં જ નહીં પરંતુ બકરી, ઘેંટા અને ભેંસ માંથી પણ મળી જ રહે છે. તદ ઉપરાંત ઘેંટા તેના દૂધ સાથે સાથે તેનું રૂ પણ આપે છે. તો પછી ફક્ત ગાય ને જ કેમ આટલું મહત્વ?

શું ગાય અને ભેંસની વસ્તી બકરી અને ઘેંટાથી વધારે છે એટલા માટે? નાં જરાય નહીં.

NATIONAL DAIRY DEVELOPMENT BOARD દ્વારા છેલ્લે ૨૦૧૨માં અપાયેલા આંકડાઓ મુજબ, ૩૦ કરોડ જેટલા ગાય-ભેંસ અને અંદાજીત ૨૦ કરોડની આસપાસ ઘેટાં-બકરા નો "લાઈવસ્ટોક" ભારતમાં મોજુદ છે. 

ગાય અને ભેંસ પ્રમાણે, ઘેટાં બકરાની સરખામણીએ દૂધનું ઉત્પાદન સારી એવી માત્રામાં કરી આપે છે. માનવજાતિ ગાય અને ભેંસનું દૂધ પેઢીઓથી વાપર્યા આવ્યા હોવાથી તેની દૈનિક ખોરાક તરીકે માંગ, ઘેટાં બકરાના દૂધ કરતા વધારે જ રહે છે.

હવે આખરે શું રહ્યું? જી હા, ગાયને ભારતમાં અમુક તેના “સભ્ય” કારણોસર ગાયનું ધાર્મિક મહત્વ વધારે છે. ગાય, પ્રમાણે વધારે સંવેદનશીલ હોવાને લીધે ભેંસ, ઘેટાં બકરા કરતા સામજિક દ્રષ્ટિએ વધારે સાનુકુળ છે. ઉપરાંત દુકાળમાં જો એક ગાય તમારા ઘરે બાંધેલી હોય તો તે તમામ પરિવારની જરૂરિયાત પૂરી કરી શકતી ફક્ત મામુલી ચારો આરોગી ને. બીજું આપણાં ઘરમાં ચાલી રહેલી ગતિવિધિઓની અસર પણ ગાય ને થતી. જે બીજા બધાં દુધાળા પશુંઓ કરતા ઉત્કૃષ્ટ જ કહેવાય.

ભારતીયો પહેલેથી જ પોતાના નિર્ણયોમાં, પોતાનાં સામાજિક જીવનને વધારે પ્રાથમિકતા આપતા આવ્યા છે અને તેની પાછળનું કારણ આપની લાગણીશીલતા અથવા ભાવનાત્મકતા પણ હોઈ શકે (જે વાતાવરણ અને ભૌગોલિક અસરનાં લીધે પણ વર્તાઈ શકે છે). જે ને લીધે ભારતીયોમાં મૂર્તિ પ્રથા, સેવા સંસ્કૃતિ, પૂજા પાઠ, રીતી રીવાજ વગેરે વગેરેનું મહત્વ વધુ રહ્યું છે. ટૂંકમાં ભારતીયો માનવ હોય કે પ્રાણી, દરેક માટે એક જ દ્રષ્ટિ ધરાવતી પ્રજા હતી. 
ગાય હાલમાં રાજનૈતિક મુદ્દો કેમ બની છે?

ભારતમાં અવારનવાર આવતાં-જતા બાહ્ય સંસ્કૃતિના લોકો એ સ્પષ્ટ જાણતા હશે કે, ભારતીયોને માટે પોતાનાં રીતિ રિવાજો, અને સમાજિકતા બાબતે કઈંક વિશિષ્ટ સ્થાન હતું અને એ મુજબ ગાયનું પણ વિશિષ્ટ સ્થાન હતું અને છે.

ભારત પર પોતાની કુદ્રષ્ટિ અને અધિપત્ય જમાવવા હેતુ અને જે તે સમયે પોતાની સંસ્કૃતિને ફક્ત ભારતીય હિંદુ સંસ્કૃતિથી ઉપર બતાવવા ગાયનો મુદ્દો કેન્દ્રમાં લાવ્યા. જેથી ગાય એક રાજનૈતિક સ્વરૂપ બની ગઈ.

હિંદુ સંસ્કૃતિમાં ફક્ત ગાય જ નહીં પણ દરેક પ્રાણીને ક્યાંક ને ક્યાંક ધાર્મિક સ્થાન અપાયું જ છે. છેલ્લે નહીં તો ઉંદરને તો અતિ મહત્વના ગણાય એવા શ્રી ગણેશજીના આસન તરીકે સ્થાન આપી દીધું છે. તો શું ત્યારે હિન્દુઓને એ ઉંદરોથી પણ કોઈ ફાયદો હતો? ના જરાય નહીં! તો પછી શુંકામ? શ્રી ગણેશજી પોતે પણ એક પ્રાણી-માનવનો સુમેળ માનવામાં આવે છે. (ચાલો આ વાતો તો થઇ દંતકથાઓની કે જે ને સાબિતી માટે નથી રાખવામાં આવી પણ પ્રેરણા માટે જરૂર છે.)

હિંદુ સંસ્કૃતિમાં જીવદયાનું મહત્વ વધારે હતું. પ્રાણીઓ ને આ રીતે પોતાની સંસ્કૃતિમાં ઓવરી લેવાનું એક બીડું હતું જે હાલ પણ ચાલતું આવે છે. પરંતુ આ બધામાં ગાય જ એક એવું મોહરું હતું જે ફક્ત એક બે નહીં પણ ભારતમાં વસ્તી તમામ જનતા અને સમાજ ક્યાંકને ક્યાંક એમના પરિવારનો ભાગ હતી. જે કોઈપણ ભૌગોલિક અવસ્થા કે કુદરતી અવસ્થામાં રહી શકે એમ છે.

જે તે બાહ્ય સંસ્કૃતિઓ કે હવે ભારતનો એક અજોડ ભાગ બની ચુકી છે અથવા (હજુ બનવાનો પ્રયાસ કરી રહી છે) તેઓ આજ ગાયને હલકી અથવા અપવિત્ર ગણાવી હિંદુ સંસ્કૃતિઓના લોકોની માનસિકતાને ક્ષતિ પહોંચાડવાનું કાર્ય જ કરી રહી છે. જે ન થવું જોઈએ.

આ મુજબ ગાય ને રાજનીતિનો મહોરું અથવા એ ગાય ને રાજનૈતિક રૂપ આપવાનું કાર્ય હાલના ગૌ રક્ષકો એ નહીં પણ જે તે બાહ્ય સંસ્કૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે. 

આજે હાલમાં પણ જે તે ડેરી ઉદ્યોગને લીધે ઘણી ભારતીય જનતા ગાય ભેંસના દૂધને લીધે પોતાનું રસોડું ચલાવે છે. અને એ તમામ જનતા ગ્રામ્ય સમાજનો જ મોટો ભાગ છે. જે જીવનને સીધું અને સાદું જોવામાં વધારે માને છે. માણસ એક સમાજિક પ્રાણી છે અને એ સામાજિકતાને વધારેને વધારે પ્રબળ બનવવા હેતુ હિંદુ સંસ્કૃતિ એ હમેશા યથાર્થ પ્રયત્નો કર્યા છે. જ્યાં સ્ત્રીઓનું મહત્વ છે ત્યાં સ્ત્રીઓને આગળ સ્થાન છે જ્યાં પુરુષની જરૂરીયાત છે ત્યાં પુરુષને અને જ્યાં પ્રાણીઓની જરૂર છે ત્યાં પ્રાણીઓને.

આવી રીતે ભારતીય સમાજ વર્ષોથી આ તમામ મુદ્દાઓને સાંકળીને બનેલો એક સભ્ય દેશ હતો. પરંતુ ભારત હાલ સુધી જે રીતે અહીં સુધી પહોંચ્યો છે તેમાં આપણા ભારતીયોની માનસિકતા અને કાર્યશૈલીને ધ્યાનમાં લઈને જ સામજિક રીતી રીવાજો બન્યા હશે. જેમાં સમય જતા થોડી ઘણી અપડેટ આવી શકે પણ આખી પ્રણાલીને બદલવાની વાત એ અશક્ય છે. કારણકે ભારત ફક્ત એક નહીં, પણ તમામ પ્રકારની માનસિકતાઓથી બનેલો દેશ છે. આ રીતે કોઈપણ આપણા જેતે બંધારણને તોડવાનો પ્રયત્ન કરશે તેને શાંતિથી જોઇને જવા ન દેવો એ પણ આપણું કર્તવ્ય કહી શકાય.

અહીં રાજનીતિ નહીં પણ હિંદુ સંસ્કૃતિનાં તમામ પાસાંને સાંકળી લેવાની વૃત્તિને ધ્યાનમાં લેવાની જરૂર છે.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો