મેં એવું સાંભળ્યું છે કે, ડેવલપ દેશોમાં 18 વર્ષ પછી પેરેન્ટ્સ તેનાં બાળકોને પોકેટમની આપવાનું બંધ કરે છે. ખરૂં કે ખોટું?
ચાલો જે પણ હોય પણ એ પ્રથાના ફાયદા ઘણાં છે.
જેમકે પોતાની પોકેટમની માટે બાળક જે પણ પાર્ટ ટાઈમ જોબ કરે છે તેનાં પરથી તેને એ ફાઉન્ડેશન વાળી ઉંમરમાંજ તેને ઘણીખરી દુનિયાદારી સમજાઈ જાય છે. મોટા ભાગે તો તેને ખ્યાલ આવી જાય કે આ બધામાં મહેનત કરવાં કરતા આપબળે ભણી લેવું સારૂં.
એટલે એ છોકરો સીધો એ પ્રયત્ન કરશે કે, મને ગમે છે શું અને હું કેમ કરીને જલ્દીથી જલ્દી મારૂં ભણતર પુરું કરીને મારી તમામ જવાબદારીઓ હું પોતે જ લઇ શકું એટલી સક્ષમતા આવે.
આ ખરેખર વ્યક્તિગત રીતે એપ્લાય કરવા જેવો મજબૂત આઈડિયા હોઇ શકે.
એ બાળક તેની જાતે જ પ્રોબ્લમ સોલ્વ કરતા શીખશે...અને જે વસ્તું અત્યારે ભારતમાં ગ્રેજ્યુએટ થયાં પછી વિચારવાનું ચાલુ કરે અને અંતે લાઇન બદલે એ લાઇન લીધાં પહેલાં જ થસે.
આવું મારૂં માનવું છે. તમારાં બધાનાં વિચારો જાણવા છે.
Kamal Bharakhda