પોસ્ટ્સ

માર્ચ 14, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઈમાનદાર, આદર્શવાદ અને વ્યક્તી

આદર્શવાદ એટલે એક એવું તત્વ જો એ વ્યક્તિમાં હોય તો એ પરિવર્તન અથવા પરંપરાઓનો વિરોધ કરે. તો પછી ઈમાનદાર હોવું એ સત્ય છે કે ફક્ત મગજની એક ઉપજ? થોડા ઘણાં અવલોકન બાદ જે નીચોડ આવ્યો એ એ હતો કે, "માનવીય જીવન તેની મટીરીયલ લાઈફ એટલે કે "વાસ્તવિક જીવન" કરતા વિશેષ નથી. અને તેને બહારની કોઈપણ વસ્તુ અથવા વસ્તી સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી. અને વ્યક્તિ પોતાની મટીરીયલ લાઈફને સમતોલિત રાખવા માટે જ આદર્શવાદ અથવા ઈમાનદારપણું સ્વીકારતા હોય છે."

વિરોધ, અભિપ્રાય અને સબંધ

વિરોધ હમેશા ૧૦૦% કોઈ માનસિકતા અથવા અભિપ્રાયનો હોય છે. અને એ ચર્ચા એક એવું શસ્ત્ર છે જે, કોઈપણ અભિપ્રાય અથવા માનસિકતાને બદલી શકે. એ મુજબ જયારે ચર્ચાથી નિવેડો ન આવે ત્યારે વ્યક્તિની માનસિકતા અથવા તેના અભિપ્રાય સાથે નથી હોતો પણ ખુદ વ્યક્તિ સાથે હોય છે. એટલે, જયારે તમને કોઈપણ અભિપ્રાય પ્રત્યે વિરોધ ઉભો થાય ત્યારે એક હોમવર્ક કરી લેવું. તમને ખરેખર એ વાત સાથે વિરોધ છે તમને કે એ વાત કહેનાર વ્યક્તિ સાથે? ઘણી વખત એવું પણ બને છે કે, શરૂઆત અભિપ્રાયના વિરોધ થી જ શરુ થાય છે પણ અંત વ્યક્તિના વિરોધથી પૂર્ણ થાય છે. અને લગભગ દરેક પ્રકારના અણબનાવમાં મેં અનુભવ્યું છે કે, અભિપ્રાય જયારે વ્યક્તિથી મોટો થઇ જાય ત્યારે સબંધ નું મહત્વ નથી રહેતું. ટૂંકમાં, સબંધ મહત્વનો હોય ત્યાં અભિપ્રાય જરૂર બદલે છે અને વિરોધની કરવાની કક્ષા ઉંચી અને નીતિપૂર્ણ બની રહે છે અંતે નિવેડો બંને પક્ષના હાથમાં રહે છે. પૂર્ણવિરામ - કમલ