પોસ્ટ્સ

એપ્રિલ 24, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં

બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં.. નકર પડી જવાય. :D આજે જ એકટીવા લઈને મીરારોડ સ્ટેશન જતો હતો. વચ્ચે ટ્રાફિક નડ્યો. પણ મારી આગળ એક ફોરવ્હીલ ગાડી, હોન્ડા સીટી હતી. એ બાપુ મને કાઠીયાવાડી લાગ્યો. કારણકે, એણે લાઈન તોડીને સાઈડમાંથી એવો રસ્તો કાઢ્યો મારો હાળાએ કે, એક બાજુ આખું ટ્રાફિક અને એક બાજુ અમે બે જણાં મેં તો ચલાવી રાખી. પણ હું અંધશ્રદ્ધા સાથે એની પાછળ પાછળ ચાલતો રહ્યો. મને એકાએક વિચાર આવ્યો કે, બંદાને ખુદા મળી જાય એટલે કદાચ આવી રીતે જ દરેક સમસ્યાના રસ્તા મળી જતાં હશે. પણ, નશીબમાં મોટો ખાડો હતો. એ તો બાપુ હોન્ડા સીટી વાળો મોટાં માથાં વાળો હતો અને ખમી જાય એમ હતો એટલે એણે તો આવેલા ખાડાને ચારેય પૈડા વચ્ચેથી સોંસરવો કાઢી નાખ્યો... પણ વધ્યો છેલ્લે હું. અને ગયો સીધો ખાડામાં. પણ સમયસુચકતા અને ત્વરિત જાગૃતિનાં પ્રતાપે મેં ખાડામાં પડતી ગાડી અને કમલ એમ બંને ને બચાવી લીધા. છેલ્લે છેલ્લે લાલચ અને અંધશ્રદ્ધાનો આ મોટો દાખલો મને એ સમયે મળી ચુક્યો હતો. અને એ પણ સમજી ગયો હતો કે, ગમે તેવા મોટાની સાથે ચલાય પણ બાપુ પાછળ નઈ - કમલ ભરખડા