જયારે ભાગલા પડ્યા ત્યારે પણ ભારતને પાકિસ્તાનમાં કોઈ રસ ન હતો, અને એટલે જ એમને છુટ્ટા કરી દીધા કારણકે એમને એમાં જ શાંતિ મળતી હતી એવું લાગ્યું હશે. જયારે વચ્ચ ગાળામાં યુધ્ધો થયાં ત્યારે પણ ભારતને કોઈ રસ ન હતો અને ન રસ હતો હાલ પણ.
ઉદાહરણ લઈએ કે, એક નાનું બાળક કે જયારે એને એમ લાગે કે એનાં માતા પિતા કે એના ભાઈ બહેન કે જે હમેશાં એની આજુ બાજુ હોય છે એ હવે એને ઇગ્નોર કરી રહ્યા છે અથવા એને કોઈ મહત્વ જ નથી આપી રહ્યા એટલે એ પોતાનું મહત્વ વધારવા એવા ધમપછાડા કરે કે ન પૂછો ને વાત. હાલ પાકિસ્તાન ખરેખરએવાં જ ધમપછાડા કરી રહ્યું છે.
અરે યાર એ લોકોને કેમ નથી સમજાતું કે ભારતને કોઈ દિલચસ્પી જ નથી પાકિસ્તાન શું કરે છે? અને શું કામ હોય પણ? આખરે સબંધ ત્યાંથી જ તુટ્યો હતો...જુદું એમને થવું તું અને આપણે એ સમયે પણ લોઈનાં દસ્તાવેજે મંજુરી પણ આપી. હવે શું છે એ લોકોને?
કોઈ પાકિસ્તાની ને પૂછીએ કે ભાઈ કાશ્મીરમાં શું કામ રસ છે તમને? તો એ લોકો કહે કે એ લોકો તકલીફમાં છે એમને આઝાદ કરો. તો મેં એમને તુરંત જ કહ્યું કે, આ દુનિયામાં ઘણાં એવા દેશો છે જેમને આઝાદ થવું છે. લડો એમનાં માટે પણ. પ્રોટેસ્ટ કરો એમનાં માટે ત્યાં જઈને. આવી દલીલનો જવાબ આખરે એ મળ્યો કે, " એ લોકો મુસ્લિમ છે."
હે ભગવાન!
અને ખરેખર મિત્રો આપણે એમણે ગાળો આપીને પણ એમનું મહત્વ શું કામ વધારીએ છીએ? જેમ ઉજ્બેગીસ્તાન, તુર્કમેનિસ્તાન અને મોન્ગોલોયા જેવા દેશો સાથે આપણને કશુંજ લેવા દેવા નથી એમ જ પાકિસ્તાન સાથે પણ કોઈ પ્રકારની સમજ કે ગેરસમજ રાખવામાં મજા નથી. સાહેબે ખાલી ૨૦૦% ડ્યુટી વધારી દીધી તો ટમેટાનાં ભાવ ત્યાં આસમાન પર પહોંચી ગયા. ટીક્કા મસાલા હવે ખાલી કાંદાની ગ્રેવીમાં બનતા હશે....! :D
પાકિસ્તાન સાથે તો હવે ભેદ નીતિ નો પણ ઉપયોગ કરીને કોઈ મતલબ નથી. કારણકે આ જે થયું છે એનું જ આ પરિણામ છે.
સાહેબ આપણે દેશને આગળ લાવવામાં ધ્યાન આપીએ અને આપણી કુદરતી ધરોહર જેટલી છે એનો સદુપયોગ કરીને એક અગ્રણી ઉત્પાદક દેશ તરફ આગળ વધવાનો ખુબ અનેરો અવસર છે.
જય હિન્દ
જય જવાન
જય કિસાન
- કમલ ભરખડા
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
અબ આગે બઢો

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...