પોસ્ટ્સ

ફેબ્રુઆરી 4, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉપવાસ

ઉપવાસ એટલે કે આધુનિક વિજ્ઞાનમાં AutoPhagy. કોલંબિયા યુનિવર્સિટીના Nutrician Department માં પી.એચ.ડી. એવાં પ્રિયા ખુરાનાનાં કહેવા મુજબ, નવા અને સ્વસ્થ કોષોને નવજાત કરવા માટે, ક્ષતિગ્રસ્ત કોષોને સાફ કરવાની શરીરની રીત એટલે ઓટોફેજી. "Auto" નો અર્થ સ્વ અને "ફેજી" નો અર્થ છે ખાવું. તેથી ઓટોફેજીનો શાબ્દિક અર્થ છે "સ્વ-આહાર." ઉપવાસ એટલે પેટને આરામ નહીં પણ બાહ્ય ખોરાકથી શરીરને બાકાત રાખવાનો સમય. પેટને તો જોકે આરામ નથી જ મળતો કારણકે પ્રિયા ખુરાનાના હાલના થયેલા રીસર્ચ અનુસાર ઉપવાસ રાખવાથી શરીરનાં ક્ષતિગ્રસ્ત કોષો એટલે કે ખરાબ અથવા કુશળતાથી કામ ન કરી શકનાર કોષોને મોક્ષ આપવાનું કાર્ય કરે છે અને તેની જગ્યા એ નવા કોષો ને જગ્યા આપવાનું કાર્ય કરે છે. અને આ જ પ્રક્રિયામાં કેન્સર અને ઇન્ફેકશન જેવા રોગી કોષોનો પણ આસાની થી નિકાલ થાય છે. જે કેન્સર જેવા જીવલેણ રોગોનો સૌથી સરળ અને સીધો ઉપાય છે. નસીબ જોગે આપણે એ ઓટોમેશન તકનીક સાથે જ જનમ લીધો છે. આ તો આ પ્રિયા ખુરાનાએ સાબિત કર્યું બાકી આપણા દેશમાં લગભગ પ્રાચીન સમયથી ઉપવાસનું મહત્વ દર્શાવાયું છે.  અમુક મોડર્ન શિક્ષણ પામેલા