ભારતીયો અને તેમના સામાજિક અને ખાનગી જીવનથી થતી પ્રગતિ પર અસર

કાલે જ મારી એક જ્ઞાની સાથે વાત થતી હતી. એ બોલ્યા કે, કમલ,

"ગુગલ, માઈક્રોસોફ્ટ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ કમ્પનીઓ ચીફ મેનેજર આપણાં ભારતીયો છે. જે હવે કોઈપણ ભોગે ભારતીયો રહ્યા નથી. એમનાં પ્રત્યે ગર્વ લઈને કોઈ પ્રદર્શન કરવાની જરૂર નથી."

મેં કહ્યું કે, હા એ વાત તમે સાચી કરી, હવે તેઓ  ભારતીયો રહ્યાં જ નથી. અને કોઈને પ્રદર્શન કરવાની પણ જરૂર નથી. કારણકે તેનાથી આપણા ભારતીયો પર કોઈ જ ફરક પડવાનો નથી.

મેનેજમેન્ટ સ્કીલ્સ અને માણસોને સાચવવાની આવડત આપણા માં નથી જ એટલે બહારના લોકો આપણા બુદ્ધિ જીવીઓને સાચવે છે. અને તક આપે છે. આપણા જીવનનું લક્ષ્ય ફક્ત આગળ વધતાં વિદેશીઓને જોઈજોઈ ને તાળી ઓ પાડવાનું જ છે.

વિદેશના રાષ્ટ્રોમા માનવીય જરૂરિયાતો ક્યારેય દેશની પ્રગતિની પ્રાથમીકતામાં અડચણ રૂપ થતી જ નથી. શિક્ષિત વ્યક્તિની પર્સનલ અને સામાજિક જીવનની સ્વતંત્રતા એ પ્રગતિશીલ રાષ્ટ્રો માટે ખૂબ જ અનિવાર્ય પગલું છે. જે અહીં ભારતમાં થઈ શકે એમ નથી. એટલે ભારતનો બુદ્ધિજીવી કઈંક અનોખું કરવા જતાં જ આવતી અડચણોનો ભોગ બની રહે છે.

કમલ

આવનાર સમયમાં શું રોબોટ માનવીનું સ્થાન લઇ શકશે?

જરૂર લેશે, જો માનવી, માનવીનું સ્થાન નહીં લેશે તો! અને એ વાતમાં કોઈ આશંકા નથી મને કે, જો માણસ ને માણસ કામ આવતો હોય તો મજાલ છે કોઈને રોબોટની જરૂર પડે...!

માનવી તેનું ઉત્કૃષ્ટ નથી આપી શક્યો એટલે મશીનની જરૂર પડી. ઠીક છે અહીં વધારે ઊંડું ઉતારવાની જરૂર જણાતી નથી પરંતુ જ્યાં ફક્ત જરૂરીયાત જ રહી ગઈ હોય ત્યાં લાગણી અને સંવેદનાના સ્ત્રોત સમાન માણસની જરૂર નહીં રહે... ત્યાં... રોબોટ જ કામ લાગશે.

- કમલ ભરખડા

આજે મારી બેનનો જન્મદિવસ છે

આજે મારી બેનનો જન્મદિવસ છે...
એ ભલે ને સાસરે ગઈ અને કોઈની વહુ તો કોઈની કાકી બની... પણ મારા માટે તો હજી એ વાંદરી જ છે... જે આખા ઘરને માથા પર રાખે... આજે મારી બેનનો જન્મ દિવસ છે....

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલે ને સિવિલ એન્જીનીયર કેમ ન બની પણ રોટલી કેમ બને એનું ગણિત હજીયે મમ્મી પાસેથી શીખી નથી....આજે એજ મારી બેનનો જ દિવસ છે.....

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલે ને આજે પોતાની મેળે મોટી થઈ જાય પણ મારા માટે તો એજ બેનકુડી છે નાનકી... જે મને જોઈ જોઈને મોટી થઈ ગઈ... એજ મારી બેનનો જન્મ દિવસ છે.

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલેને મોટી મોટી વાતો કરતી અને બધાને કાબુ માં રાખતી પણ આજેય નાની નાની વાતમાં રડી પડે છેે.... એજ મારી બેનનો જન્મદિવસ છે.

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલેને થોડાં ટાઈમમાં દેશ બહાર રહેવા નીકળી જશે....પણ વાતો તો મારા મહોલ્લા ની જ કરશે... એ જ મારી બેનનો જન્મદિવસ છે.

તું ખૂબ ખુશ રહે....

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો