પોસ્ટ્સ

ઑક્ટોબર 2, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્ત્રી, બારોટજી અને વંશવેલો

અસામાન્ય વિચાર  ભાટ/બારોટ જી વિષે લગભગ આપણે જાણતાં જ હશું. તેનું કારણ એ છે કે તેઓ સદીઓથી પરિવારના વંશ વેલા સાચવે છે. તેઓ એક પુસ્તકમાં લખતા હોય છે. લગભગ વિસ ત્રીસ પેઢીની વિગત એમની પાસે સાચવેલી હોય છે. રોચક અતિ રોચક. તેઓ જયારે જયારે આવે ત્યારે ત્યારે અવનવી વાતો ભૂતકાળની ખુલે અને જાણવા મળે અને અત્યંત રોચક હોય છે. એટલે જ લગભગ જેઓ આ વિષે જાણે છે તેઓ તો ભાટ/બારોટજી પધારે એની રાહ જોતા હોય છે.  એ બધું તો ઠીક કે વંશ વેલા સચવાય છે પણ તેમાં સ્ત્રીઓની માહિતી નથી હોતી. ફક્ત પુરુષની જ એન્ટ્રી  અંકિત થાય છે. મને વિચાર આવ્યો કે આવું કેમ?  ઘણું વિચાર્યું અને મને આશા છે કે મારી આ પોસ્ટ વાંચીને ઘણા ખરા મિત્રો મને સચોટ જવાબ પણ આપશે પરંતુ હું મારો ઉત્તર આપી દઉં જેથી મારી જવાબદારી પૂર્ણ થાય.  સ્ત્રી તો સ્વયં વૃક્ષ સમાન છે. જેને સાચવવાની કે ટેકાની જરૂર નથી પડતી તે આપો આપ વેલાઓને આધાર આપે છે અને એમને સાચવે છે.  #પૂર્ણવિરામ #કમલમ