પોસ્ટ્સ

મે, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આસ્તિક અને નાસ્તિક એવા ક્લાસ શું કામ ઉભા કરો છો....?

આસ્તિક અને નાસ્તિક એવા ક્લાસ શું કામ ઉભા કરો છો....? બધા એક જ છે. આસ્તિકતા અને નાસ્તિકતા એમ બંને વસ્તુ બધાની અંદર છે જ. બધાને ખબર છે કે, કામ ન થાય તો નાસ્તિકમાંથી આસ્તિકમાંથી બનતા સેજ પણ વાર નથી લગતી. અને જો કામ થતું હોય તો લોકોને નાસ્તિક બની રહેવામાં કોઈ જ વાંધો નથી! વ્યક્તિ "ડરપોક" છે કે "નીડર" એ જ સાચો ક્લાસ હોઈ શકે. નીડર વ્યક્તિ પોતાના પર આવેલી તમામ મુસીબતોનો સામનો પોતે કરવાનો જ બંધાણી હોય છે. અને તેને એ પણ ખબર જ હોય છે કે, મારા દ્વારા આગળક્યાંક ભૂલો થયેલી હશે! એટલે જ આ પરિણામ મારે ભોગવવું પડ્યું છે. અને નીડર વ્યક્તિ જીવનના અમુક સત્યને પણ સાથે લઈને જ ચાલે છે. જેમ કે, મૃત્યુ, માંદગી, ગરીબી વગેરે વગેરે. એ ક્યારેય આ બાબતો ને લઈને કોઈને દોષ નથી આપતા. એક વ્યક્તિ નીડર ત્યારે જ બને જયારે એ પોતાનાં માણસ હોવાના તમામ સત્યને સ્વીકારી લે. બાકી ડરપોક વ્યક્તિ નીડર બનવાનો ડોળ કરે એ ખોટું. - કમલ ભરખડા

લોકોને શીસ્તમાં રહેવું અને રાખવામાં શું મજા આવતી હશે?

ઘરમાં કૈંક નવું ફર્નીચર લાવીએ અથવા મકાન નવું લઈએ એટલે ધડ દઈને આપણે નવા કડક નિયમો અને તેના વિધિસર પાલનનું ગતકડું ચાલુ કરીં નાખીએ છીએ. હવે આપણા ઘરમાં ગણીને હોય ચાર, અને એ પણ સરખી સૂઝ-સમજણ વાળા, છતાય લોકોને શીસ્તમાં રહેવું અને રાખવામાં શું મજા આવતી હશે? હવે, આ ઉપર મેં જે "શું મજા આવતી હશે" એ શબ્દો વાપર્યા તેનાથી ઘણાને તકલીફ થઇ હશે....કે, શિસ્તતા અને તેના પાલન વગર સીસ્ટમ કેમ ચાલે? પરંતુ થોડું વિચારીએ તો ખ્યાલ આવે કે, આપણે આ પ્રશ્ન તો રોજ આપણા દેશ ઉપર કરીએ જ છીએ. કે આ લોકોને આ યોજનાઓ અને પ્રથાઓ , ધર્મ અને રીતી-રીવાજો રાખવાથી શું મળતું હશે? અરે મારા ભાઈ, આ લોકો ને ચાર નહીં પણ કરોડો સાચવવાના છે. અને એમાં એક નહીં પણ અઢળક અલગ અલગ પ્રકારની રીતિરીવાજો, સંસ્કૃતિ, ભાષાઓ, વિચારોનો સમૂહ હોય છે. અને તેઓને સાચવવા શું ન કરવું પડે? તે બધાને સુયોજિત રાખવા અને સામાજિક સુરક્ષિતતા જાળવવા બદલ એ સમયમાં જે શક્ય હતું અને અપડેટેડ હતું એ થયું. - કમલ

જન હિત મેં જારી

ચકો સવાર સવારમાં દવાખાને ભાગ્યો...અને ડો. બકેશની કેબીનમાં ઘુસી ગયો. ----- ચકો: ડો. બકેશ...મારી મદદ કરો..મને આ જમણાં હાથની આંગળીમાં દુખાવો અત્યંત પીડા દાયક છે. કૈંક કરો. ગમે તેમ કરીને મટાડો. ડો. બકેશ: એ તારી આંગળીનો વાંક નથી. એ તારા સંપૂર્ણ જમણા હાથનો જ વાંક છે ચકો: સમજાયું નહીં ડો. સાહેબ.... આમાં હાથનો શું વાંક. ડો. બકેશ: આ એ જમણો હાથ જ છે જેના લીધે તને આ આંગળીમાં દુખાવો થાય છે. બસ એને જ કાપી નાખીએ. એટલે તને સંપૂર્ણ આરામ. ---- ચકો બેભાન થઇ ગયો પણ ડો. બકેશ મજાક નહોતા કરતા. એ ખરેખર એવું જ કરવા માંગતા હતા. આવા ડો. બકેશથી બચતા રહો. જે આંગળીનું સમાધાન કરવામાં આખો હાથ કાપી નાખવાની વાત કરે એ ડો. કમ કાર્પેન્ટર વધારે હોય. ;) જન હિત મેં જારી. એ કયાંય ન જતા. જાણવું નથી પછી ચકા એ શું કર્યું ? પછી તો ચકો કોઈ હાડવૈધ પાસે ગયો અને તેણે થોડી માલીશ કરી આપી, થોડી ચીસાચીસી કરાવી, થોડાં એક્યું પ્રેશર પોઈન્ટ આપ્યા અને આંગળીનો દુખાવો દુર કર્યો. - Kamal Bharakhda

શિક્ષક

એક ગુરુ શિક્ષક આ માનવજાતિની ખુબ જ મોખરાની વ્યક્તિ અથવા શ્રેષ્ઠ વ્યક્તિ કહી શકાય. કારણકે? કે તેઓ બાળકો અને યુવાનો ને શિક્ષિત કરીને એવું ઉન્નત કાર્ય કરી શકે છે જે કદાચ દેશનો પ્રધાન અને કોઈ મોટી કમ્પનીનો વડા પણ નથી કરી શકતો. કારણકે તેઓને પણ શીક્ષીણ આપવાનું કાર્ય એ શિક્ષક કરે છે. એટલે એમનું કદ હંમેશા ઉચ્ચતર રહેશે. એ કદની આમન્યા જાળવવી એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ વ્યક્તિની જવાબદારીમાં આવે છે. અને તેને ક્યારેય નીચે ન પડવા દે એ વાત નું ખાસ ધ્યાન રાખવું પડે. હાલમાં શિક્ષણ વ્યવસ્થામાં હું શિક્ષક કરતા વ્યવસાયિક વ્યક્તિઓ ને વધારે જોતું હોઉં છું. પરંતુ વ્યવસાયિક જ બનવું હોય તો વ્યવસાય જ કરો..પરંતુ શિક્ષણ જેવા અતિ ઉચ્ચતર ડોમેઈનમાં ખાનગીકરણ અને વ્યવસાય ઘૂસેડીને તેને ગંદો ન કરો. કારણકે, શિક્ષક એ એ તળાવ છે જેમાંથી તરસ છીપવાય છે. અને તેને ગંદુ કરતા જ પ્રાથમિકતામાં જ ગંદકી ફેલાય છે. અને વખત જતા એ બાળક કોઈપણ પ્રકારના કાર્યો કરતા અચકાતો નથી. કારણકે તેના મૂળમાં જ ગંદકી છે. શિક્ષક એ ઈશ્વર કરતા પણ ઉચ્ચતર પડવી પામેલ વ્યક્તિ વિશેષ છે. કદાચ મારા તમારા જેવો આખું જીવન એક, બે અથવા દસને સાચવશું જયારે એ શિક્ષક પો

શિસ્તતાનો અભાવ

Right to Education હેઠળ યોજનામાં ૧ થી ૮ ધોરણ સુધી કોઈપણ બાળકને વિનામૂલ્યે શિક્ષણ મળી રહેશે. એ બધું તો ઠીક, પણ આજે એક એવો દાખલો બન્યો કે, જેમાં બાળકના વાલી કે જેઓ આ યોજના નો લાભ લેવા માટેઅરજી કરવા ગયા ત્યાં ફોર્મ ભરનાર શિક્ષકે એડ્રેસ લખવામાં એવા લોચા માર્યા કે, બાપુનગરના તેઓ રહેવાસી થઇ ને એમને સ્કુલ મળી ઘોડાસર. પછી આજે અમદાવાદ જીલ્લા પંચાયતમાં જીલ્લા શિક્ષણ અધિકારીને મળવા ગયો એ બાબતે અમને પરિસ્થતિ સમજતા માપ એ નીકળ્યું કે, ભૂલ ફોર્મ ભરનાર ની હતી. જી હા. અને એ ફોર્મ ભરનાર શિક્ષિત હતા. જેમણે, એડ્રેસમાં સોસાયટી બાપુનગર ભીડભંજનની નાખી, એરિયા ઠક્કરનગર નાખ્યો હતો અને પીનકોડ કઠવાડાનો નખ્યો હતો. ગુગલ મેપ પર રહેઠાણ મણીનગર સેટ કર્યું. હવે તેઓ એમના બાળકને રોજ ૯ કિમી મુકવા નહીં જ જાય એટલે આ યોજના તો એમના માટે એળે ગઈ. હવે મારો મુદ્દો આ બાબતે એ છે કે, વાંક કોનો? એ વ્યક્તિનો કે જે શિક્ષક છે? કે એ શિક્ષકનો કે જેમાં શિસ્તતાનો અભાવ છે? અને ભારતમાં પ્રોબ્લેમ ભષ્ટાચાર નથી.... પણ યોગ્ય વ્યક્તિઓમાં શીસ્તતા નો અભાવ છે, એ જ પ્રોબ્લેમ છે. - કમલ

Only you better know what you are delivering!

છબી
Don't follow a Person just on the basis of what She/He delivers... because you will never know from where and how they had passed their journey and perhaps you will never create same journey as they did for their self, so a finest way to listen some body is YOU.... Just follow your dreams and listen your self...because you better know what you are delivering and only you can correct it. :) Kamal Bharakhda

શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ?

શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ? જેથી લડવાનું બંધ થાય? નાં અહીં પોતાને ન્યાય ન મળતા વર્ગ ને અનામત આપી બેસાડી દેવામાં આવ્યા એવું થયું. કારણકે એ વર્ગ ને ખરેખર જરૂરીયાત સામાજિક સમાનતાની છે. જે હજુ પણ મળી નથી. તો પછી અનામત એ કર્યું શું? આ બાબત શીખ સમુદાયે જે કર્યું હતું આરબ અને ઇસ્લામી સમુદાયની સામે લડવા માટે એવું કરવાની જરૂર હતી પોતાને દલિત સમજતા ભાઈ બહેનોને - કમલ

India is still breathing

India is still breathing Just because of Few good things are still alive... So never loose a hope If We can see… nation is still alive even with lots of harming elements... Then Its just you and me... a smallest unit of the nation.. we shall never be broke until and unless if we manage to keep few more good things within! That's how it works.. I always believe... just because of few good things in me... I'm still alive... and I'm breathing... And something is working correctly. Kamal bharakhda

જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો

જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો... સમુદ્રી પક્ષીઓ જેવું નહીં.  શાર્ક એક એવું વ્યક્તિત્વ છે કે, જેને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે પોતાની આવડત ને કેન્દ્રમાં રાખીને કોઈપણ ગોલ તરફ આગળ વધવા સક્ષમ છે. જયારે સમુદ્રી પક્ષી ઓ એટલે કે, સીગલ.... એ એવા પક્ષી ઓ છે જે શાર્ક દ્વારા વધેલા માંસના ટુકડાઓ સમુદ્રની સપાટી પર આવે ત્યારે એક જ જાટકે એ ટુકડા પર તૂટી પડવા વાળા જીવ છે. હવે તમે વિચારો શું બનવું જરૂરી છે. જી હાં, દરેકની પ્રાથમિકતાઓ અલગ હોય છે અને માનસિકતા પણ. પરંતુ વ્યક્તિમાં સમુદ્રી પક્ષી અને શાર્ક એમ બંને પ્રકારનું વ્યક્તિત્વ સમાયેલું હોય છેl જ. પસંદગી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ એ બંનેમાંથી પ્રાધાન્યતા એક ને વધારે આપે છે આખરે રિઝલ્ટ એજ પ્રમાણે નું આવીને ઉભું રહે છે. શાર્ક જેવા કીલર વ્યક્તિત્વ સાથે કોઈપણ ક્ષેત્રમાં આગળ રહેવું એ જન્મજાત નથી. તેના માટે તપસ્ચર્યા કરવી જ પડે છે. જયારે સમુદ્રી પક્ષી બનવું ઘણું આસન છે. પરંતુ એ કાંઈ જીવન નથી. અહીં આપણે કાંઈ સાબિત કરવા માટે નથી જ આવ્યા પરંતુ વગર સાબિતી વગર મેદાન છોડવું પણ વ્યાજબી નથી. શાર્ક બનવા માટે, નેગેટીવ બનવા