ધાર્મિક ટીકા ટિપ્પણીઓ અને અભિપ્રાય

આ જગતમાં અત્યાર સુધી જેટલી પણ સંસ્થાઓ કે પછી ધર્મો શરૂ થયા છે તેનો મૂળ પાયો જે તે સમય અને પરિસ્થિતિને અનુકૂળ હતો. સમય બદલાતા દરેક વ્યવસ્થાઓએ સમાધાન પણ આદર્યા છે જે નથી કરી શક્યા તેઓ પાછળ છૂટી ગયા છે. 

કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનાં સમાન અભિપ્રાયને લીધે આજ સુધી એક પણ એવી વ્યવસ્થા ભાંગી પડી નથી. 

એટલે અભિપ્રાય લેવામાં કે આપવામાં કોઈને હાનિ ન થવી જોઈએ. જેને કોઈના અભિપ્રાયને લઈને તકલીફ થાય છે ત્યારે તેમણે પોતાની વૈચારિક ક્ષમતા ને વધારી અભિપ્રાય આપતાં વ્યક્તિની માનસિક/અનુભવિક પરિસ્થિતિ સમજી સમાધાન કરી લેવું જોઈએ. 

કારણકે અભિપ્રાય આપનાર વ્યક્તિ જો રિસર્ચ કરીને અભિપ્રાય આપતો હોય તો એ યોગ્ય છે બાકી કોઈને ફરક નથી પડતો. 

રહી વાત આપણાં ધર્મની.. તો સ્વાભાવિક છે ટીકા ટિપ્પણી તકલીફ આપે પણ આપણે આપણો ધર્મ બતાવવાનો સમય ત્યારે જ શરૂ થાય છે. 

સત્ય મેવ જયતે.. 

સત્ય નો જ વિજય થાય છે. જો આપણી વ્યવસ્થા કે ધર્મ સાચો છે અને સત્ય છે તો ચિંતા શેની? 

😊

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ