સંગીત અને માનસિકતા

ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યો તરફ યુવાનોનો ઓછો થઇ રહેલો રસ અને પસંદગી એ એમની બદલાઈ રહેલી માનસિકતાનો સીધો પરિચય આપે છે. વાદ્ય એટલે કે સંગીત પીરસતું ઈન્સ્ટ્રૂમેન્ટ. આપણા પ્રાચીન ભારતીય સંગીત તરફ નજર કરીએ તો હાલ શાસ્ત્રીય સંગીત ફક્ત જુજ લોકોની પસંદગીમાં રહી ગયું છે. આખરે તે શું દર્શાવે છે? તે દર્શાવે છે સંસ્કૃતિમાં અને માનસિકતામાં આવેલ ધરખમ ફેરફાર.



સંગીત એટલે કે તાલ અને રાગ સયુંકત એક ધ્વની. અને કોઈપણ પરિસ્થતિમાં દરેક પ્રકારનાં સંગીતનું સર્જન શક્ય નથી. કારણકે સંગીતનો સીધેસીધો મેળ તેના પીરસનારની માનસિકતા પર નભેલો છે. માણસ જયારે એક અવસ્થામાં સ્થિર થાય એ પછી ભલે તીવ્ર અવસ્થા હોય કે મંદ અવસ્થા પણ એ જે તે અવસ્થામાં સંપૂર્ણતઃ સ્થિરતા આવ્યાં બાદ જ જે ધ્વની ઉપજે છે એ તે પરિસ્થતિનો રાગ બને છે. અને એ રાગ ને પ્રદર્શિત કરવા જે સાધનની જરૂરીયાત ઉભી થઇ રહે એને કહેવાય સંગીતના ઉપકરણો એટલે મૃદંગ, માટલા, જાન, વીણા, જલતરંગ, વાંસળી વગેરે વગેરે.

આતો જોકે સામાન્ય વિજ્ઞાન છે જે મેં હાલ જણાવ્યું જે લગભગ સંગીતમાં રૂચી ધરાવનાર દરેક વ્યક્તિને જાણ હોય જ છે. પરંતુ તેને ભારતીય શાસ્ત્રીય સંગીત અથવા પશ્ચિમી સંસ્કૃતિના સંગીત સાથે શું લેવા દેવા છે? આખરે કોઈપણ પ્રકારનું સંગીત તો સંગીત છે. તેને નથી કોઈ સીમા કે બાધા નડતી. હા, ખરું. સંગીત પાણી અને હવા જેવું છે. તેને નથી કોઈ રોક-ટોક. એ તો પ્રસરે છે જ્યાં તેને ઘાટ મળે.

તો પછી આ અહેવાલનો મૂળ મુદ્દો કે ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતનાં વાદ્યો તરફ ઘટી રહેલો હાલનાં યુવાનો નાં રસનો સીધો અર્થ શું?

તેનો સીધો સબંધ છે, ભારતમાં શાસ્ત્રીય સંગીત જે-તે સમયે ઉદ્ભવ્યું તે સમયનાં માણસોની માનસિક પરિસ્થતિ અને સામાન્યતઃ મળી રહેતા પદાર્થોમાંથી બનાવવામાં આવેલ સંગીતના વાદ્યો. તો પછી કોઈ કહેશે કે આધુનિક શોધો પ્રમાણે જે જે વસ્તુઓ ઉપલબ્ધ થતી ગઈ તે મુજબ વાદ્યોનું નિર્માણ થતું ગયું અને તે જ મુજબ જે તે પ્રકારનું સંગીત. તો પછી પશ્ચિમ અને ભારતીય સંગીતમાં આટલો ફેર શું કામ?

કારણકે, ભારતીય શાસ્ત્રીય સંગીતનો ઉદભવ જે કાળથી થયો એ ભારતનો આધ્યાત્મિક દ્રષ્ટીએ સૌથી સુવર્ણ કાળ હતો જયારે આદીશંકરાચાર્ય દ્વાર વેદોનું નિર્માણ કર્યું જેમાં સામવેદમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની પુષ્ટિ મળી આવે છે. આધ્યાત્મિક જ્ઞાનની ફળદ્રુપતાએ ત્યારના જનસંચાલકો અને સામાન્ય લોકોનાં સામાજિક અને વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન કર્યું અને ત્યારબાદ સંગીતનો સંપૂર્ણતઃ ઉપયોગ ઈશ્વર તરફનો કરી વ્યક્તિ સંપૂર્ણતઃ ભક્તિમાર્ગી બન્યો હતો જેના લીધે ત્યારનાં લોકોની માનસિક અવસ્થા એટલી શાંત અને સોમ્ય હતી કે તેઓની એ અવસ્થામાં જે સંગીત નીકળે એ એજ કક્ષાનું અને એજ પરિસ્થતિ ઉભી કરનારું હોય. જેમકે, ભારતીય શાસ્ત્રીય સંગીત શાંત અને નદીના શાંત પ્રવાહની વહેતી શાખા જેવું છે. જયારે આધુનિક સંગીતનાં જ્ન્મદાતાઓએ હાલની કેટલી સદીઓથી રાજકીય યુધ્ધો, ધર્મ યુદ્ધ, ઔધ્યોગીકરણ, રાજકીય પ્રપંચ જેવી અનેક આધુનિક સમસ્યાઓમાંથી થઇને નીકળવું પડ્યું છે જેની સીધી અસર એમનાં થઇ રહેલાં અશાંત માનસિકતા તરફ નિર્દેશ કરે છે. જેથી તેમના દ્વારા જન્મેલું સંગીત પણ એજ કક્ષા નું હોય છે જે અશાંત માનસિકતા, ડિપ્રેશન, ગ્લાની અને આંતરિક અગ્નિથી ભરેલું રહે છે. જેને લીધે હાલના યુવકોને એ સંગીત તુરંત જ ફીટ થઇ જાય છે અને તેઓ એ જ દિશામાં આગળ નીકળવા લાગે છે.

અને સંગીત અને માનસિકતા બંને એકબીજાને જનમ આપનાર પરિબળો છે. માનસિકતાને લીધે સંગીતનો ઉદ્ભવ થાય છે અને સંગીતને લીધે માનસિકતામાં બદલાવ. બસ આ ચક્ર ચાલ્યા કરે છે અને પરિસ્થતિઓ વધુને વધુ એ તરફ જતી રહે છે. અને એટલે જ આજના યુવાનો કે જેઓ કોમ્પીટીશન, રસાકસી, અને અન્ય આધુનિક સમસ્યાઓનાં કાદવમાં ઘસી ચુક્યા છે એમને આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત ધીમું અને શાંત લાગે એ વાત સેજપણ ખોટી નથી. એટલે જ આજનો યુવાન જે રીતે આધુનિક સંગીત સાંભળે છે એ રીતે શાંતિ થી બેસી શાસ્ત્રીય સંગીત નથી સાંભળી શકતો. કારણકે એ કરવા માટે એ પ્રકારની આધ્યાત્મિક ગુણો અને શાંત અવસ્થાની જરૂરીયાત ઉભી થઇ રહે છે. પરંતુ એ અશક્ય નથી કારણકે આગળ સમજાવ્યુ એ મુજબ બંને સાયકલની એક જ રિંગમાં છે. બંને એક બીજાને ધક્કો મારે છે. જો આપણે પ્રયત્ન કરશું તો ભારતીય શાસ્ત્રીય સંગીત આપણું થઇ શકશે ફરીથી અને એજ મુજબ આપણી માનસિકતા ફરીથી એ આધ્યાત્મિક ગુણોથી ભરપુર થઇ રહશે.

અને આમ પણ કહેવાયું છે કે જીવન એક ધ્રુજારીથી વિશેષ કશું જ નથી. એ મુજબ સંગીતનો આપણી માનસિકતા પર પ્રભાવ રહે એ વ્યાજબી છે. આજે દેશો દુનિયામાં જે જે દેશોએ પોતાનું સંગીત જાળવી રાખ્યું છે એ લોકો એ પોતાની સંસ્કૃતિ પણ જાળવી રાખી છે. એટલે દરેક વાંચનારને પ્રાર્થના કે પોતાના ઘરમાં યુવાન સભ્યોને ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યોનો ઉપયોગ સામાન્ય જીવનમાં એટલો વધારે કે જેટલો આધુનિક સંગીતનો વધ્યો છે.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો