મીઠું

સૌરાષ્ટ્રના જુનાગઢ પાંહે એક ગામમાં ઉદાર એવા રામજી શેઠ રહે, અને એના જીવ જેટલી જ મોટી એની પેઢી. એમને 4 દીકરા ને 3ના ઘર બંધાયેલા અને સૌથી નાનાનું બાકી. વર્ષો નીકળી ગયાં પણ નાના દિકરાનું ક્યાંય ગોઠવાતું નહોતું..

એજ ગામની સરકારી શાળા ના મોટાં માસ્તર. ઈ ભણાવે સીધુ ને બોલે આડું.

એકવાર સાંજે સંધ્યા પતાવીને માસ્તર શેઠની પેઢીએ જઈને બેઠાં..

------

શેઠ : આવો આવો સાહેબ...પધારો પધારો... 

માસ્તર : કેમ છો રામજીલાલ...!

શેઠ : ઠાકોરજીની કૃપા...હો...! સાહેબ એક વાત કરું. ઘણા વખતની એક મૂંઝવણ છે... કોઈ ડાયા માણહ ને જ કરાય એટલે તમને કરું... 

માસ્તર : અરે અરે...બોલો બોલો શેઠ, શું થયું ઈ કયો...

શેઠ : થવા માં તો શું થવાનું છે અમને. ઠાકોરજીની ઘણીયે કૃપા છે. ૪૦૦ની વીઘા ખેતી, મોટી જીનીંગ મિલ છે, જેતપુરમાં સાડીના બે કારખાના.... મોટા બે ય દીકરા ઈ સંભાળે છે... ત્રીજા નંબરનો આયા પેઢી એ આવે છે. આટલી બધી જાહોજલાલી, અન્નપુર્ણા જેવી વહુ દીકરીઓ અને આ હવેલી....! આટલું બધું હોય ને સૌથી સાથી નાના ના માંગા આવે પણ ક્યાય કોઈ ગોઠવાતા નથી. કોને ખબર હું ઘટે છે...!

જેવું શઠે પતાવ્યું ત્યાં તરતજ માસ્તર બોલ્યા....

માસ્તર : શેઠ!, મીઠું ઘટે છે મીઠું....

------

:P

શેઠ પછી બધુય હમજી ગયા....

પૂર્ણવિરામ

- કમલ ભરખડા

જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!

એક પ્રચલિત કહેવત, કે...

"જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!"

આ એક પૂર્ણ સત્ય છે. જે એક સિસ્ટમ કે પછી કોઈપણ વ્યવસ્થાની સંપૂર્ણતા દર્શાવે છે. પરંતુ જ્યારે એક યોગ્ય અને "આદર્શ" સિસ્ટમની વાત કરીએ ત્યારે તે સિસ્ટમમાં, એટલે કે, ગામમાં, ગંદવાડ ન અથવા એકદમ જૂજ કક્ષાનો હોય એવો થાય છે!

હવે "જ્ઞાન" એ આખા બ્રહ્માંડ નું એકમાત્ર સત્ય છે, જે સર્વત્ર છે. જ્ઞાન કોઈ ઉચીત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો સદુપયોગ થાય છે. જ્યારે એજ જ્ઞાન અનુચિત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો દુરુપયોગ થાય તેની સંભાવનાઓ વધારે છે. એટલે જ ઉપરની કહેવત આ રીતે સાર્થક સાબિત થાય છે કે, ગામ હોય ત્યાં ગંદવાદ હોય જ.

પરંતુ આ જ્ઞાન આવે છે ક્યાંથી?

જ્ઞાન એક સમૃદ્ધ અને નિરંતર વધતું જ જતું તત્વ છે. બ્રહ્માંડની દ્રષ્ટીએ જોવા જઈએ તો તેના માટે સમસ્ત પ્રકારનું જ્ઞાન એક સરખું છે. તે નથી ઉચિત કે નથી અનુચિત. બસ એક માહિતી જ છે.

પરંતુ જયારે એક જીવ, કે જે પોતાની એક પ્રણાલીને વિકસિત કરે છે ત્યારે તે અજાણતા જ એક પ્રકારના બંધનમાં ઓસરી જાય છે. જે તેને કાયમી ઓઢેલું રાખવું પડે જો તેને તે પ્રણાલીનું સુખ અથવા ફળ જોતું હોય તો!

હવે એ પ્રણાલી, એ જીવ ના જ્ઞાન અને તેના ઉપયોગ થી વિકસિત થાય છે.

એટલે આ બ્રહ્માંડમાં કોઈપણ ખૂણે, કે કોઈપણ કક્ષાએ જ્ઞાન સૌથી મહત્વનું પાસું થયું.

હવે જયારે કોઈ જીવ પોતાના જીવન નિર્વાહ માટે કોઈ એક પ્રણાલી પર નભવાનું શરુ કરે છે ત્યારે તેને તે જ્ઞાનની જરૂરિયાત ઉભી થઇ પડે છે. જે તેનું અને તેની આવનાર પેઢીનું ભવિષ્ય સાબિત કરે છે.

હવે જોઈએ કે, આ જ્ઞાનનાં આવનાર માર્ગ ક્યાં ક્યાં છે. શાળા અને ઉચ્ચ વિદ્યાલયો પણ એક પ્રણાલી નો જ ભાગ છે. પરંતુ આપણું ઘર, આપણું વર્તુળ અને આપણા અન્ય સબંધો જ આપની અંદર જ્ઞાનના જન્મ દાતા છે.

એટલે ગામમાં જો ગંદવાડ હોય તો પણ એ વ્યવસ્થાના ના હિસાબે જ છે. અને ન હોય તો પણ! એટલે મૂળે સુધારો ક્યાં સંભવ છે એ ખ્યાલ નજરે ચડે છે.

હવે, વાત કરીએ એક બીજા એલીમેન્ટની કે જે છે શિષ્ટાચાર અથવા વિવેકીપણું. હમેશા ઉચિત જ દેખાવું એજ એક શિષ્ટાચારીના વર્તનની સીમા નથી. પરંતુ એક વિવેકી જીવ હમેશા તેના જ્ઞાનનો ઉપયોગ જે પણ સિસ્ટમમાં કરશે ત્યાં એ એક વાત નું ખાસ ધ્યાન રાખશે કે, ત્યાં પોતાના કોઈપણ પ્રયાસના જોરે "ગંદવાડ " ઉભો ન થઇ જાય!

અને આપણી વ્યવસ્થામાં જો એ ગંદવાડ દેખાતો હોય તો એ જ સત્ય છે કે આપણી વ્યવસ્થામાં શિષ્ટાચાર ક્યાંક ખૂટી રહ્યો છે. હા એ વાત પણ ખરી છે કે, હાલ, જે શિષ્ટાચાર અને વિવેકીપણામાં દંભ જોવાય છે તે ખરેખર યોગ્ય છે કે નહીં એ બ્રહ્મ તત્વ જાણે પરંતુ જો તેના આ વ્યવહારથી સિસ્ટમને ઉચ્ચતા પ્રાપ્ત થતી હોય તો એ વ્યાજબી છે.

આ મુજબ, ગંદવાડની સંપૂણ જવાબદારી સિસ્ટમના દરેક એલિમેન્ટની બની રહે છે.એ એ ચાહે એક ફૂલનું પત્તું પણ કેમ ન હોય!

હાલમાં એક અતિસામાન્ય "પદ્માવતીના" ફિલ્મના મુદ્દે જે પણ પ્રકારનો ગંદવાડ દેશને સહન કરવો પડ્યો એ આપણો ભાગ જ છે. અને સ્વીકારી લેવું, જો એ આપણે આગળ પણ સહન કરી શકતા હોય તો!
આજે તમે એ ગંદવાડ થી સિક્યોર રહી ગયા પરંતુ આવનાર સમય એ જ ગંદવાડ ફેલાવનાર વ્યક્તિઓના જ્ઞાનમાં એક પ્રકારની વૃદ્ધિ જોવા મળશે. જે તમારી આવનાર પેઢીની વિરુદ્ધમાં હશે.

શાળા અને કોલેજો ખરેખર ફક્ત જ્ઞાન મંદિર જ બની ગયા છે. પરંતુ એ જ્ઞાનનો વપરાશ અને તેનાથી ઉદભવતું શ્રેષ્ઠ વિવેકીપણું બતાવવામાં લગભગ કોઈને રસ નથી. આજે ઘરનો વ્યક્તિ પણ જે જ્ઞાન આપે છે એ પોતાની પર્સનલ જે ઘર સુધી સીમિત છે ત્યાં સુધીની શિક્ષા આપે છે. બહારની નહીં. એજ રીતે એ જ બાળક આવનાર સમયમાં ગંદવાડ નો ભાગ બને તો નવાઈ નથી.

પૂર્ણવિરામ.
- કમલ ભરખડા.

સમય એક ડોક્ટર


સમય એક એવો ડોક્ટર છે જેની પાસે બે પ્રકારની પ્રકારની દવા છે. સસ્તી અને મોંઘી.

જો તમને સસ્તી જ પોસાય એમ હોય તો પરિસ્થતિ સુધારવા માટેે આ સ્ટેટમેન્ટ યોગ્ય છે કે, " સમય કોઈ માટે રાહ નથી જોતો"

અને જો પરિસ્થતિ સુધારવા માટે મોંઘા ઇન્જેક્શન પોસાય એમ હોય તો આ સ્ટેટમેંટ યોગ્ય છે કે, "ધીરજ નું ફળ મીઠું હોય છે"

એટલે પરિસ્થતિ પ્રમાણે નિર્ણય લેવો... સોલ્યુસન તો બંનેથી આવવાનું છે. સવાલ ત્યાં છે કે, તમારી પ્રાથમિકતા સૌથી વધારે કોના પર છે?

આગળ વધવા પર કે પછી વસ્તુને પૂર્ણ કરવા પર!

- કમલ

ભારતીયો અને તેમના સામાજિક અને ખાનગી જીવનથી થતી પ્રગતિ પર અસર

કાલે જ મારી એક જ્ઞાની સાથે વાત થતી હતી. એ બોલ્યા કે, કમલ,

"ગુગલ, માઈક્રોસોફ્ટ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ કમ્પનીઓ ચીફ મેનેજર આપણાં ભારતીયો છે. જે હવે કોઈપણ ભોગે ભારતીયો રહ્યા નથી. એમનાં પ્રત્યે ગર્વ લઈને કોઈ પ્રદર્શન કરવાની જરૂર નથી."

મેં કહ્યું કે, હા એ વાત તમે સાચી કરી, હવે તેઓ  ભારતીયો રહ્યાં જ નથી. અને કોઈને પ્રદર્શન કરવાની પણ જરૂર નથી. કારણકે તેનાથી આપણા ભારતીયો પર કોઈ જ ફરક પડવાનો નથી.

મેનેજમેન્ટ સ્કીલ્સ અને માણસોને સાચવવાની આવડત આપણા માં નથી જ એટલે બહારના લોકો આપણા બુદ્ધિ જીવીઓને સાચવે છે. અને તક આપે છે. આપણા જીવનનું લક્ષ્ય ફક્ત આગળ વધતાં વિદેશીઓને જોઈજોઈ ને તાળી ઓ પાડવાનું જ છે.

વિદેશના રાષ્ટ્રોમા માનવીય જરૂરિયાતો ક્યારેય દેશની પ્રગતિની પ્રાથમીકતામાં અડચણ રૂપ થતી જ નથી. શિક્ષિત વ્યક્તિની પર્સનલ અને સામાજિક જીવનની સ્વતંત્રતા એ પ્રગતિશીલ રાષ્ટ્રો માટે ખૂબ જ અનિવાર્ય પગલું છે. જે અહીં ભારતમાં થઈ શકે એમ નથી. એટલે ભારતનો બુદ્ધિજીવી કઈંક અનોખું કરવા જતાં જ આવતી અડચણોનો ભોગ બની રહે છે.

કમલ

આવનાર સમયમાં શું રોબોટ માનવીનું સ્થાન લઇ શકશે?

જરૂર લેશે, જો માનવી, માનવીનું સ્થાન નહીં લેશે તો! અને એ વાતમાં કોઈ આશંકા નથી મને કે, જો માણસ ને માણસ કામ આવતો હોય તો મજાલ છે કોઈને રોબોટની જરૂર પડે...!

માનવી તેનું ઉત્કૃષ્ટ નથી આપી શક્યો એટલે મશીનની જરૂર પડી. ઠીક છે અહીં વધારે ઊંડું ઉતારવાની જરૂર જણાતી નથી પરંતુ જ્યાં ફક્ત જરૂરીયાત જ રહી ગઈ હોય ત્યાં લાગણી અને સંવેદનાના સ્ત્રોત સમાન માણસની જરૂર નહીં રહે... ત્યાં... રોબોટ જ કામ લાગશે.

- કમલ ભરખડા

આજે મારી બેનનો જન્મદિવસ છે

આજે મારી બેનનો જન્મદિવસ છે...
એ ભલે ને સાસરે ગઈ અને કોઈની વહુ તો કોઈની કાકી બની... પણ મારા માટે તો હજી એ વાંદરી જ છે... જે આખા ઘરને માથા પર રાખે... આજે મારી બેનનો જન્મ દિવસ છે....

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલે ને સિવિલ એન્જીનીયર કેમ ન બની પણ રોટલી કેમ બને એનું ગણિત હજીયે મમ્મી પાસેથી શીખી નથી....આજે એજ મારી બેનનો જ દિવસ છે.....

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલે ને આજે પોતાની મેળે મોટી થઈ જાય પણ મારા માટે તો એજ બેનકુડી છે નાનકી... જે મને જોઈ જોઈને મોટી થઈ ગઈ... એજ મારી બેનનો જન્મ દિવસ છે.

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલેને મોટી મોટી વાતો કરતી અને બધાને કાબુ માં રાખતી પણ આજેય નાની નાની વાતમાં રડી પડે છેે.... એજ મારી બેનનો જન્મદિવસ છે.

આજે મારી બેનનો જન્મદિવસ છે....
એ ભલેને થોડાં ટાઈમમાં દેશ બહાર રહેવા નીકળી જશે....પણ વાતો તો મારા મહોલ્લા ની જ કરશે... એ જ મારી બેનનો જન્મદિવસ છે.

તું ખૂબ ખુશ રહે....

- કમલ

પાક્કી ઉતરાયણ

ઉત્તરાયણ પહેલા દર વખતે લોકોને અને પક્ષીઓને પહોંચતી હાનિ વિશે ના સમાચારો અને લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અતિસંવેદનશીલ જાહેરાતો મુકવી લગભગ સામાન્ય થઈ ગયું છે.

કદાચ ગણીને 5 લોકોને ફરક પડ્યો હશે આ જાહેરાતોથી. અને કદાચ એક કે બે વ્યક્તિઓએ પતંગ ઉત્સવનો બહિષ્કાર કર્યો હશે.

હવે આ રીતે બંને વસ્તુને એક સાથે જોડીને શું લોજિક ઉભું થાય છે એ ખ્યાલ નથી આવતો.

યાતો પતંગ ઉત્સવ પર રોક લગાવો અથવા
કાચી દોરીનો વપરાશ જ કરવો એવી જાહેરાતો નહીં પણ કડક કાયદો અમલમાં લાવવો પડે.

હમણાં ગયા જ વર્ષે અમારી પોળના છોકરાનો પતંગ બાજુ વાળી પોળના છોકરા એ કાયપો તો જોર જોર થી બોલ્યો કે આવતા વર્ષે સ્ટીલનો દોરો લઈને આવું. પછી જોઈ લેજે.

હવે આ લોકો ને ક્યાં રોકવા જાવા. આ તો સ્ટીલ ને ઉડાડી ન શકો બાકી જો એ સંભવ હોય તો લોકો પોતાના ખંડિત અભિમાન ખાતર એનો ય ઉપયોગ કરવામાં પીછે હઠ ન કરે.

મૂળ મુદ્દે "પાકી દોરી" અને "પાકો માણહ" જ આ દેશની પત્તર ઠોકવા બેઠા છે.

તમતમારે બિન્દાસ પતંગ ઉત્સવ મનાવે રાખો. હાનિ જાય એના ગોમે.

પાકી દોરીએ તો બધા કાપે.... કાચી તલવારે માથા વાઢે ઇ ભડનો છોરો. બોવ દોરી નો ઘસાવતા. અને કાચ ઓછો રખાવજો.

જય હિન્દ.

- કમલ ભરખડા.

શું તમને દુઃખ લાગ્યું?

જે વાતથી આપણને મનદુઃખ થતું હોય એ વાતથી તો દુખ લગાડવું જ જોઈએ. દુઃખ લગાડવું આસન છે પરંતુ ત્યારબાદ ના પ્રયાસો જ મહત્વ ના છે.

મને દુઃખ લાગ્યા બાદ એ પરિસ્થતિ માં યાતો મારા સ્વભાવ ઉપર કાર્ય કરું અથવા સીસ્ટમ પર.

અમારા મિત્રને એ વાત થી તકલીફ થઈ કે લોકો એને વાણીયો કહીને બોલાવે છે. ;) આજે વાણીયો તો ફક્ત શબ્દ છે પરંતુ તેની પાછળ નો અર્થ એમને કોરી ખાય છે. એ એટલા માટે કે વર્ષો થી એમના વર્તુળમાં આવતા વ્યક્તિઓ એ જે માનસિકતાથી સમાજમાં કાર્ય કર્યું છે તેની છાપ ઉભી થઇ હશે. તેને લીધે આ તકલીફ રહેતી હશે.

અને આવું જ બીજા ઘણા સમાજના વ્યક્તિઓ ને થયા કરે છે.. મને પેલો ફલાણું કહે છે ને પેલો ફલાણું...!

પરંતુ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે ખરી કે ફક્ત એક વ્યક્તિ આવી ને તમામ સમાજ ની કે વર્તુળની છાપ સુધારી શકે છે! 

જેમ અંગુલીમાનના એક જ નિર્ણયથી એમણે રામાયણ રચી શકે એ કક્ષાના થયા. ગાંધીજીને અંગ્રેજ દ્વારા થયેલ મનદુઃખને હિસાબે અંગ્રેજોનું ભારતમાંથી પલાયન ન થયું ત્યાં સુધી તેઓ મંડ્યા રહ્યા. બાબા સાહેબ સાથે થયેલ કોઈપણ પ્રકારના અપમાન ના જવાબ માં તેઓએ પોતાનું સામર્થ્ય સાબિત કરવા ત્યાં સુધી પહોંચ્યા કે આખરે નવનિર્મિત ભારત દેશનું બંધારણ એમણે ઘડ્યું. આ બધા કાર્યો આલોચનાથી પીડિત થઈને નહીં પણ ખરેખર કઈંક સુધારવાની દ્રષ્ટિ એ થયા હતા.

દુઃખ લાગ્યાં બાદના પ્રયાસો જ નક્કી કરે છે કે આગળ લોકો દ્વારા કરવામાં આવતાં એવા કોઈપણ પ્રયત્નોથી તકલીફ રહે કે મટે.

વિરોધ રસ્તો નથી પરંતુ માનવીય અને વૈશ્વિક ક્ષેત્રે નોંધનીય રહે એવા કાર્યો જ છાપ સુધારે છે. બાકી આલોચક અને નીંદક વધતાં વાર ન લાગે.

એક વસ્તુ નક્કી છે......સારા કર્મોનું  "જ" સારું ફળ મળે છે....!

- કમલ ભરખડા.

ચાર વર્ણો અને સ્ત્રી

એક રીતે જોવા જઈએ તો દરેક વ્યક્તિ એક સ્પષ્ટ વર્ણનો હોય એ રીતે જ તેનું વર્ગીકરણ જન્મજાત થયેલું હોય છે.

વર્ણ નામનું લેબલ વ્યક્તિની મૂળભૂત આવડત અથવા કારીગરીની વિશેષતા જોઈને ચોંટાડવામાં આવે છે.

ચાર વર્ણો

- બ્રાહ્મણ
- ક્ષત્રિય
- વૈશ્ય
- શુદ્ર

એક પુરુષ આ ચારમાંથી કોઈ એક વર્ણ નો હોઈ શકે... પરંતુ એક સ્ત્રી આ ચારેય વર્ણની ઉપર છે. આ ચારેય વર્ણોની આવડત તેના પોતાનામાં ફૂટી ફૂટી ને ભરેલી હોય છે.

- તે સવારે સ્નાન કરી પોતાના ઇષ્ટ દેવની સેવા પૂજા દરમ્યાન સ્પષ્ટ બ્રાહ્મણ હોય છે.
- ઘરની સાફ સફાઈ અને તમામ બીજા કાર્યો કરી ચોથા વર્ણની ભૂમિકા અદા કરે છે.
- ઘરમાં ખૂટતી વસ્તુઓ બજારમાંથી ખરીદવા માટે નીકળે ત્યારે એક વાણિયો પણ ભૂલ ખાઈ જાય એવી આવડતથી ખરીદી કરે છે
- અને આખો દિવસ સમાજ, પોતાની ઈચ્છાઓ અને અંતર આત્મા સાથે લડાઈ લડી ને અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપી શકે એ હેતુ થી એક ક્ષત્રિય બની બધાને પરાજીત કરી જીવન જીવતી રહે છે.

શું આ રીતે સ્ત્રી આ બધાથી ઉપર નથી?

તમામ સ્ત્રી તત્વોને પ્રણામ.

- કમલ ભરખડા.

લોકો શું કહેશે?

"લોકો શું કહેશે?" કદાચ એવા પ્રતીકારો ના ભય ને લીધે જ ઘણાંય કલાકારો એ પોતાની કલ્પના અને વાસ્તવિકતાને પોતાનું ગમતું સ્વરૂપ નહીં આપી શક્યા હોય! એટલે જ વિશ્વમાં સારા લેખકો. અભિનેતા, નેતા, અને અન્ય ક્ષેત્રોના કલાકારો ખુબ જ જુજ છે.

લોકો તો ઘણુય સંભાળીને જ ચાલે છે એટલે જ અલગ ચાલવાવાળાને પોતાનો રસ્તો ગોતવો નથી પડતો.... જ્યાં કોઈ ન હોય એ દેખાઈ જ આવે છે. પરંતુ ત્યાં ચાલવાની હિમ્મત.......

શુભ રાત્રી વડીલોને અને મિત્રોને

- કમલ.

કોઈન જેણે બીટ કરી દીધા બધાને

#બીટકોઈન

બાપ રે શું માયા છે. લોકો ને કાગળના કમાવવામાં ફાંફાં છે ને વાતો વર્ચ્યુલ કરન્સી ની કરે છે.

ભારતની લગભગ 80% પબ્લિક મિનિમમ આવક પર પહોંચે ત્યારે આ સંદર્ભ વિચારવું રહે.

નોંધ: જ્યાં સુધી ગણિત ન સમજાય ત્યાં સુધી દાખલા ગણી જ ન શકો... આવું અમારા સાહેબ કે'તા..

કમલ ભરખડા

कदर किसकी?

कदर न होती है कार्य की,
न होती है पैसे की, और
न होती है ईमानदारी की!

कदर तो होती है "गुरु" की और
उनके सबसे प्रिय "अनुयायियों" की ;)

- कमल भरखड़ा

शुभ रहे आपका दिन।

अपने इतिहास को हराना पड़ता है

"पहले अपने इतिहास को हराना पड़ता है!"

अगर हारना ही मुक़्क़द्दर होता तो,
यूँही नहीं लगे होते आप कुछ पाने को।
संयोग ही सत्य था जो आप न समझ पाए!
सिर्फ कड़ी महेनत और विश्वास का मांजरा है,
बाजी अगर हम जीते तो "क्या कहेना"!
अगर हारे भी तो भाई "क्या कहेना"?
लोग यूँही नहीं कहलाते है विजेता,
किसी और को छोड़ कर, पहले अपने इतिहास को हराना पड़ता है।

- कमल भरखडा

शुभ दिन रहे आप सभीका!

"દિકરી મારુ અભિમાન" ???

"દિકરી મારુ અભિમાન" ???

શું આવું લખવાની જરૂરિયાત છે ખરા?

એ સાચું ત્યારે સાબિત થશે જ્યારે પુરુષ પોતાના અભિમાનના દબાણે દિકરીના સ્વાભિમાનનું શોષણ નહીં કરે.

દિકરી પહેલા પણ પોતાનું સામર્થ્ય સાબિત કરતી આવી છે અને કરતી રહશે. જરૂર છે એને આપણું અભિમાન નહીં પણ સ્વાભિમાન બનાવવાની.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો