જે વાતથી આપણને મનદુઃખ થતું હોય એ વાતથી તો દુખ લગાડવું જ જોઈએ. દુઃખ લગાડવું આસન છે પરંતુ ત્યારબાદ ના પ્રયાસો જ મહત્વ ના છે.
મને દુઃખ લાગ્યા બાદ એ પરિસ્થતિ માં યાતો મારા સ્વભાવ ઉપર કાર્ય કરું અથવા સીસ્ટમ પર.
અમારા મિત્રને એ વાત થી તકલીફ થઈ કે લોકો એને વાણીયો કહીને બોલાવે છે. ;) આજે વાણીયો તો ફક્ત શબ્દ છે પરંતુ તેની પાછળ નો અર્થ એમને કોરી ખાય છે. એ એટલા માટે કે વર્ષો થી એમના વર્તુળમાં આવતા વ્યક્તિઓ એ જે માનસિકતાથી સમાજમાં કાર્ય કર્યું છે તેની છાપ ઉભી થઇ હશે. તેને લીધે આ તકલીફ રહેતી હશે.
અને આવું જ બીજા ઘણા સમાજના વ્યક્તિઓ ને થયા કરે છે.. મને પેલો ફલાણું કહે છે ને પેલો ફલાણું...!
પરંતુ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે ખરી કે ફક્ત એક વ્યક્તિ આવી ને તમામ સમાજ ની કે વર્તુળની છાપ સુધારી શકે છે!
જેમ અંગુલીમાનના એક જ નિર્ણયથી એમણે રામાયણ રચી શકે એ કક્ષાના થયા. ગાંધીજીને અંગ્રેજ દ્વારા થયેલ મનદુઃખને હિસાબે અંગ્રેજોનું ભારતમાંથી પલાયન ન થયું ત્યાં સુધી તેઓ મંડ્યા રહ્યા. બાબા સાહેબ સાથે થયેલ કોઈપણ પ્રકારના અપમાન ના જવાબ માં તેઓએ પોતાનું સામર્થ્ય સાબિત કરવા ત્યાં સુધી પહોંચ્યા કે આખરે નવનિર્મિત ભારત દેશનું બંધારણ એમણે ઘડ્યું. આ બધા કાર્યો આલોચનાથી પીડિત થઈને નહીં પણ ખરેખર કઈંક સુધારવાની દ્રષ્ટિ એ થયા હતા.
દુઃખ લાગ્યાં બાદના પ્રયાસો જ નક્કી કરે છે કે આગળ લોકો દ્વારા કરવામાં આવતાં એવા કોઈપણ પ્રયત્નોથી તકલીફ રહે કે મટે.
વિરોધ રસ્તો નથી પરંતુ માનવીય અને વૈશ્વિક ક્ષેત્રે નોંધનીય રહે એવા કાર્યો જ છાપ સુધારે છે. બાકી આલોચક અને નીંદક વધતાં વાર ન લાગે.
એક વસ્તુ નક્કી છે......સારા કર્મોનું "જ" સારું ફળ મળે છે....!
- કમલ ભરખડા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો