જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!

એક પ્રચલિત કહેવત, કે...

"જયાં ગામ હોય ત્યાં ગંદવાડ પણ હોય!"

આ એક પૂર્ણ સત્ય છે. જે એક સિસ્ટમ કે પછી કોઈપણ વ્યવસ્થાની સંપૂર્ણતા દર્શાવે છે. પરંતુ જ્યારે એક યોગ્ય અને "આદર્શ" સિસ્ટમની વાત કરીએ ત્યારે તે સિસ્ટમમાં, એટલે કે, ગામમાં, ગંદવાડ ન અથવા એકદમ જૂજ કક્ષાનો હોય એવો થાય છે!

હવે "જ્ઞાન" એ આખા બ્રહ્માંડ નું એકમાત્ર સત્ય છે, જે સર્વત્ર છે. જ્ઞાન કોઈ ઉચીત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો સદુપયોગ થાય છે. જ્યારે એજ જ્ઞાન અનુચિત વ્યક્તિ/જીવ પાસે હોય તો તેનો દુરુપયોગ થાય તેની સંભાવનાઓ વધારે છે. એટલે જ ઉપરની કહેવત આ રીતે સાર્થક સાબિત થાય છે કે, ગામ હોય ત્યાં ગંદવાદ હોય જ.

પરંતુ આ જ્ઞાન આવે છે ક્યાંથી?

જ્ઞાન એક સમૃદ્ધ અને નિરંતર વધતું જ જતું તત્વ છે. બ્રહ્માંડની દ્રષ્ટીએ જોવા જઈએ તો તેના માટે સમસ્ત પ્રકારનું જ્ઞાન એક સરખું છે. તે નથી ઉચિત કે નથી અનુચિત. બસ એક માહિતી જ છે.

પરંતુ જયારે એક જીવ, કે જે પોતાની એક પ્રણાલીને વિકસિત કરે છે ત્યારે તે અજાણતા જ એક પ્રકારના બંધનમાં ઓસરી જાય છે. જે તેને કાયમી ઓઢેલું રાખવું પડે જો તેને તે પ્રણાલીનું સુખ અથવા ફળ જોતું હોય તો!

હવે એ પ્રણાલી, એ જીવ ના જ્ઞાન અને તેના ઉપયોગ થી વિકસિત થાય છે.

એટલે આ બ્રહ્માંડમાં કોઈપણ ખૂણે, કે કોઈપણ કક્ષાએ જ્ઞાન સૌથી મહત્વનું પાસું થયું.

હવે જયારે કોઈ જીવ પોતાના જીવન નિર્વાહ માટે કોઈ એક પ્રણાલી પર નભવાનું શરુ કરે છે ત્યારે તેને તે જ્ઞાનની જરૂરિયાત ઉભી થઇ પડે છે. જે તેનું અને તેની આવનાર પેઢીનું ભવિષ્ય સાબિત કરે છે.

હવે જોઈએ કે, આ જ્ઞાનનાં આવનાર માર્ગ ક્યાં ક્યાં છે. શાળા અને ઉચ્ચ વિદ્યાલયો પણ એક પ્રણાલી નો જ ભાગ છે. પરંતુ આપણું ઘર, આપણું વર્તુળ અને આપણા અન્ય સબંધો જ આપની અંદર જ્ઞાનના જન્મ દાતા છે.

એટલે ગામમાં જો ગંદવાડ હોય તો પણ એ વ્યવસ્થાના ના હિસાબે જ છે. અને ન હોય તો પણ! એટલે મૂળે સુધારો ક્યાં સંભવ છે એ ખ્યાલ નજરે ચડે છે.

હવે, વાત કરીએ એક બીજા એલીમેન્ટની કે જે છે શિષ્ટાચાર અથવા વિવેકીપણું. હમેશા ઉચિત જ દેખાવું એજ એક શિષ્ટાચારીના વર્તનની સીમા નથી. પરંતુ એક વિવેકી જીવ હમેશા તેના જ્ઞાનનો ઉપયોગ જે પણ સિસ્ટમમાં કરશે ત્યાં એ એક વાત નું ખાસ ધ્યાન રાખશે કે, ત્યાં પોતાના કોઈપણ પ્રયાસના જોરે "ગંદવાડ " ઉભો ન થઇ જાય!

અને આપણી વ્યવસ્થામાં જો એ ગંદવાડ દેખાતો હોય તો એ જ સત્ય છે કે આપણી વ્યવસ્થામાં શિષ્ટાચાર ક્યાંક ખૂટી રહ્યો છે. હા એ વાત પણ ખરી છે કે, હાલ, જે શિષ્ટાચાર અને વિવેકીપણામાં દંભ જોવાય છે તે ખરેખર યોગ્ય છે કે નહીં એ બ્રહ્મ તત્વ જાણે પરંતુ જો તેના આ વ્યવહારથી સિસ્ટમને ઉચ્ચતા પ્રાપ્ત થતી હોય તો એ વ્યાજબી છે.

આ મુજબ, ગંદવાડની સંપૂણ જવાબદારી સિસ્ટમના દરેક એલિમેન્ટની બની રહે છે.એ એ ચાહે એક ફૂલનું પત્તું પણ કેમ ન હોય!

હાલમાં એક અતિસામાન્ય "પદ્માવતીના" ફિલ્મના મુદ્દે જે પણ પ્રકારનો ગંદવાડ દેશને સહન કરવો પડ્યો એ આપણો ભાગ જ છે. અને સ્વીકારી લેવું, જો એ આપણે આગળ પણ સહન કરી શકતા હોય તો!
આજે તમે એ ગંદવાડ થી સિક્યોર રહી ગયા પરંતુ આવનાર સમય એ જ ગંદવાડ ફેલાવનાર વ્યક્તિઓના જ્ઞાનમાં એક પ્રકારની વૃદ્ધિ જોવા મળશે. જે તમારી આવનાર પેઢીની વિરુદ્ધમાં હશે.

શાળા અને કોલેજો ખરેખર ફક્ત જ્ઞાન મંદિર જ બની ગયા છે. પરંતુ એ જ્ઞાનનો વપરાશ અને તેનાથી ઉદભવતું શ્રેષ્ઠ વિવેકીપણું બતાવવામાં લગભગ કોઈને રસ નથી. આજે ઘરનો વ્યક્તિ પણ જે જ્ઞાન આપે છે એ પોતાની પર્સનલ જે ઘર સુધી સીમિત છે ત્યાં સુધીની શિક્ષા આપે છે. બહારની નહીં. એજ રીતે એ જ બાળક આવનાર સમયમાં ગંદવાડ નો ભાગ બને તો નવાઈ નથી.

પૂર્ણવિરામ.
- કમલ ભરખડા.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ