Lets have a single attitude for all!

You are seeing people wearing Suits and Tie, who'd been came for watching a cricket only, on the ground, in The London.

Are they respecting a next to seated person or a cricket?

Whatever would be the reason... I even enjoy a cricket and those people by observing their lifestyle.

But in the core, it's not only concerned to lifestyle. It's about their commitment and discipline that we should have for our self.. as a single and constant attitude for everyone. Even for other species too!

I'm not saying that, we have to copying them, but atleast we could try to be like them in a positive way for all.

#Lets_have_single_attitude_for_all

Kamal Bharakhda

ચક-દે-ઇન્ડિયા

આ વખતે, “ચક-દે-ઇન્ડિયા” જેવા હેવી શીર્ષક સાથે કોઈ ખેલ-રમતને નહીં પણ ભારતીય ઉદ્યોગ પ્રણાલીને પ્રાણ આપવાનું કાર્ય કરવું છે. લેટ્સ ગો...

“અમદાવાદ” સ્થાપ્યું ત્યારે વત્તા ઓછા પ્રમાણે સ્વચલિત કાપડ ઉદ્યોગ તો ચાલુ જ હતો પરંતુ જેવો મિલ અને કારખાનાઓનો જમાનો આવ્યો ત્યારે અમદાવાદ શહેર ફક્ત ભારતનું જ નહીં પણ વૈશ્વિક કક્ષાએ કોટન(ખાદી) કાપડનું મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) કેન્દ્ર બન્યું હતું!

રણછોડલાલ છોટાલાલ દ્વારા ઇ.સ.૧૮૬૧નાં આસપાસ અમદાવાદને મળી તેની પહેલી કાપડની મિલ. પછી જોતજોતામાં ઈ.સ.૧૯૦૫ સુધીમાં તો અમદાવાદમાં “૩૩” જેટલી જાયન્ટ મિલો અને મબલખ મેકેનીકલ વર્કશોપોના સહારે સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ બની રહી હતી. (સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ એટલે, વિચારથી માંડી તેના ઉત્પાદન સુધીની તમામ જરૂરિયાતો દેશમાંથી જ પૂરી થતી હોય) હા, જોકે કાપડના ઉદ્યોગને-અર્જુનને નારાયણ જેવો ગાંધીજીરૂપે પ્રથમ વિશ્વયુદ્ધનાં ગાળામાં સ્વદેશી અભિયાનનો લાભ મળ્યો, જેમાં લોકો એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની જ જમીનમાં કપાસ જેવા પાકને લણી, ખાદી કાપડ તૈયાર કરવું અને પહેરવું જેવા નિયમો લીધા. અમદાવાદમાં કાપડનું પ્રોડક્શન એ હદે વધી ગયું હતું કે તેને વિશ્વમાં પૂર્વ ભાગનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવા લાગ્યું હતું. 

મને ક્યારેક વિચાર આવ્યા કરે કે, એ વખતની “રાજકીય વ્યવસ્થા” જાણે કેવી હશે કે, અમદાવાદ તો ઠીક પણ ભારત પાસે એક એવી કોર્પોરેટ વ્યવસ્થા હતી જ્યાંથી ઉત્પાદન થતાં કાપડનો વ્યાપાર ફક્ત ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં થતો! ચાલો માની લઈએ કે, એ સમયમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર કરવા માટે લોકો દ્વારા એ કરાવવું જરૂરી હતું! તો શું દેશ સ્વતંત્ર થયા બાદ કોઈ લક્ષ્ય જ નથી(?) કે જેના દ્વારા લોકોમા ફરી ક્રાંતિ આવી શકે અથવા દેશ વૈશ્વિક કક્ષાએ નવી સિધ્ધિઓ સર કરે?

તે સમયે કોટન જ નહિ પરંતુ એવીતો કેટલીયે પ્રોડક્ટ્સ ભારતથી એક્સપોર્ટ(નિકાસ) થતી હતી અને ભારતમાં પણ એટલાં જ પાયે ઉપયોગ થતો હતો. ગળી, મરી-મસાલા, લોખંડને કાટ રહિત કરવાની પ્રોસેસ, તાજા-ફળો, ડ્રાય-ફ્રુટ, ચામડા, લાકડા, ઔષધી, કાગળ, આમલી, ગોળ, કેસર, ઘઉં, ચોખા વગેરે વગેરે.

બીજુ એ કે, આ બધા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાં માટે અત્યંત આવશ્યક એવી માહિતી-સંશોધન, રો-મટીરિયલ્સ (કાચો માલ), વિશેષજ્ઞો, કારીગરો, જન-મજુર અને દેશી પદ્ધતિવાળા યંત્રોની વ્યવસ્થા પણ ભારત પોતે જ કરતું હતું! જી હા! ઉત્પાદન હેતુ લાગતા-વળગતા સંશાધનોની વ્યવસ્થા પણ જયારે દેશ પોતે જ પોતાના ઉપખંડમાંથી કરે ત્યારે દેશ ખરા અર્થે સ્વતંત્ર, સમૃદ્ધ અને શક્તિશાળી બને છે.

આ મુદ્દાને વિસ્તૃતપણે સમજવા અમેરિકાનો દાખલો લઇ શકીએ. શરૂઆતમાં અમેરિકાએ તેની સંપૂર્ણપણે તેની શક્તિ ખેતી ઉત્પાદન પર ખર્ચી હતી. આગળ જેમ જેમ દેશમાં વિદેશી વસાહતો વધતી ગઈ એમ ખપત વધતા અમેરિકન સરકારે ઓછી કાર્યક્ષમતા સામે વધારે ઉત્પાદન લઇ શકાય એવાં યંત્રોની શોધ ચાલુ કરી. અને આગળ તો તમને ખબર જ છે શું થયું અને શું નહીં. નાની મોટી એવી ઘણી પ્રોડક્ટ ભારતમાં હશે જ પણ એવી એકપણ પ્રોડક્ટનું ઉત્પાદન ભારત હવે નથી કરી રહ્યું જેના પર ભારતની અર્થવ્યવસ્થા ચાલતી હોય! ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોડક્ટ બનાવવો જ રહ્યો જેને તે એક્સપોર્ટ કરી સારું એવું માળખું અહિયાં ઉભું કરી શકે.

આજે જાપાન, કોરિયા, જર્મની, ફ્રાંસ અને તમામ વિકસિત દેશો પોતાની જ ટેકનોલોજી અને પોતાના જ સંશાધનોનું ઉત્પાદન કરી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ માર્કેટમાં આપે છે. ભારતની જેમ ફક્ત ઉત્પાદન કરી અથવા એસેમ્બલ કરીને દેશ ઉંચો ન આવે. લોકોનું શિક્ષણ અને સમજણ એ લેવલ પર લાવવું પડશે જેથી તેઓની ખરીદ શક્તિમાં વધારો થાય, જેથી તેઓ નીતનવીન પ્રોડક્ટ્સ અને સર્વિસીસને આવકાર્ય આપી શકે જેથી તેમની જીવનશૈલીમાં સુધારો આવે. 

હાલમાં ભારતમાં કોઈપણ પ્રોડક્ટ્સનાં ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રિય પેટન્ટની જરૂર પડે છે. ઉત્પાદનનું કાર્ય શરુ કરાવવા માટે પણ વિકસિત દેશોને વિશેષજ્ઞોની જરૂરિયાત ઉભી જ રહે છે! તો ઉત્પાદનમાં ભારતની ભાગીદારી શું? ફક્ત મજુરી? શું ભારતના શિક્ષણમાં કે સંશાધનોમાં એ ક્ષમતા જ નથી કે તે પોતાની પેટન્ટ ઉપર કાર્ય કરે અને એક એવો પ્રોડક્ટ ઉભો કરે જે સંપૂર્ણ ભારતીય હોય?

ડો. સી.વી.રામન, ગણિતજ્ઞ રામાનુજન, જગદીશ ચંદ્ર બોઝ, હોમી ભાભા, ચંદ્રશેખર, વિક્રમ સારાભાઇ અને બીજા અનેક ધુરંધરોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ભલે ભારતમાં પૂર્ણ કર્યું હોય પણ પોતાની થીયરી અને પેટન્ટસ માટે એમને યુરોપ અથવા અમેરીકન યુનીવર્સીટીઝનો જ દ્વાર ખખડાવવો પડ્યો હતો. શું ભારત પાસે એ સુવિધા ન હતી? શું ભારત પાસે ખરેખર એ ક્ષમતા નથી કે એ પોતાની સંપૂર્ણ સ્વચલિત સીસ્ટમ ઉભી કરી શકે જેમાંથી દુનિયાના નહીં પણ બ્રહ્માંડનાં દિગ્ગજ તૈયાર થઇ શકે? અહીં વાત સાથે કામ કરવાની નથી અહીં વાત છે સંપૂર્ણપણે “પરાવલંબી” રહેવાની સડી ગયેલી આદત બાબતે. એમ તો અમેરિકનો પણ ઇઝરાયલ, કોરિયન, જાપાનીઝ, ચાઇનીઝ અને યુરોપીયન દિગ્ગજો વગર કૈંજ નથી પણ છતાં તેઓ સંપૂર્ણ પરાવલંબી નથી હોતા. તેઓ સાથે મળીને કાર્ય કરે છે. તો ભારતનો વૈજ્ઞાનિક કેમ નહીં? ભારતીય વિશેષજ્ઞો પોતાનું બેસ્ટ આપે ત્યાં પહેલા તો એમને અમેરિકા અથવા બીજા દેશની સીટીઝનશીપ(નાગરિકત્વ) મળી ચુકી હોય છે.   

ભારતનો દરેક વ્યક્તિ જેટલો ઉત્સાહી; રાજકારણ, સમાજ અને અધ્યાત્મિક ગુણો ને લઈને હોય છે એટલો એ વિજ્ઞાન અને બીજા પ્રગતિદાયક મુદ્દાઓ પ્રત્યે ઓછા જ હોય છે. ગમે તેમ કરી એ માનસિકતામાં ધરખમ ફેરબદલની જરૂર છે.

હાલ તો ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ફક્ત ડીગ્લી (ડીગ્રી)  ધારી મજુરો તૈયાર કરે છે પણ વિશેષજ્ઞ નહીં. ભારતમાંથી ઉતીર્ણ થયેલ દરકે વિદ્યાર્થી ફ્રેશર જ હોય છે. જયારે અમેરિકન અને યુરોપીયન યુનિવર્સીટીઝ માંથી ઉતીર્ણ થતા વિદ્યાર્થીઓ એક અનુભવ સાથે બહાર આવે છે. કોઈપણ મલ્ટી લેવલ કોર્પોરેટ કંપની તેમને સ્વીકારવા હંમેશા તત્પર જ રહે છે.

જે પ્રયત્ન કરતા હશે એમને એ ખ્યાલ જ હશે કે, જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો છે એમને અનુસ્નાતકના ભણતર માટે પણ હવે જેતે ક્ષેત્રોનો મીનીમમ ૨ વર્ષનો અનુભવ માંગતા થઇ ચુક્યા છે(!)

ભારતની સૌથી મોટી ખામી એ છે કે, અત્યારે દરેક વ્યક્તિ જે વ્યવસાય કરવા ઈચ્છે છે તે સ્ટોક કરી વેચાણ કરવાનો જ પ્રયત્ન કરશે અથવા ચાઈના અથવા બીજી ઉત્પાદક દેશોમાંથી તૈયાર પાર્ટ્સ મંગાવીને એસેમ્બલીંગ હાઉસ તૈયાર કરશે જેને તેઓ ઉત્પાદન ખાતું એવું નામ આપી રહ્યા છે(!) શું ખરેખર તેને ઉત્પાદન કહીં શકાય?

વિચાર, પ્રોડક્ટ-ડીઝાઇન, કાચો-માલ, કાચા-માલનું ઉત્પાદન, વ્યક્તિ સંશાધન, આઈડિયા મોડલ, કાર્યરત પ્રોટોટાઈપ (મીની કાર્યરત પ્લાન્ટ), પેટન્ટ, વગેરે વગેરે પ્રોસેસો પ્રોડક્ટનાં ડેવલોપમેન્ટમાં સામેલ થાય ત્યારે એક સ્વદેશી કહી શકાય એ કક્ષાનો પ્રોડક્ટ તૈયાર થાય છે. અને આ બધી જ પ્રોસેસમાં સરકારે સાથ આપવાનો હોય છે.

કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલનાં હેઠળ સૌરઊર્જાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકાર ઘણુંખરું મથી રહી છે. દેશને મોટાપાયે કાર્બન-લેસ (પ્રદુષણ રહિત) ઉર્જા મળવાના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસની નોંધ હાલમાં તમામ વિશ્વ લઇ રહ્યું છે, જે દેશ માટે ગૌરવવંતી વાત કહીં શકાય. પણ, સૌરઊર્જાના ફેલાવ માટે ઉપયોગી એવી સોલાર પેનલ(સૂર્ય ઉર્જાને ઈલેક્ટ્રીકલ ઉર્જામાં ફેરવનાર યંત્ર) અને અન્ય સોલાર પ્રોડક્ટ્સ ભારત હાલ અમેરિકાથી ઈમ્પોર્ટ કરે છે!

સરકારને મારો પ્રશ્ન છે કે, શું ભારત સોલાર પેનલનું પ્રોડક્શન અહીં ન કરાવી શકે? અત્યારે સોલાર પેનલને લાગતીવળગતી દરેક પેટન્ટસ હવે ઓપન છે. એટલે કે, કોઈપણ દેશને ઉત્પાદન હેતુ મૂળભૂત તકનીકનો ઉપયોગ યોગ્ય લાઇસન્સ હેઠળ કરી શકે છે. તો ઉત્પાદન કરવા માટે સરકારને શું નડી રહ્યું છે? શું સરકાર પોતે કોઈ પ્રોડક્શનની મથામણમાં ન પડી શકે? શું જરૂરી છે કોઈ પ્રાઇવેટ કોર્પોરેટ સંસ્થા જ પ્રથમ પગલું ભરે? શું સરકાર પ્રોડક્ટનાં ઉત્પાદન હેતુ કોઈ રિસ્ક લેવા સક્ષમ જ નથી? શું સરકાર પાસે જરૂરી એવાં વિશેષજ્ઞો નથી? તો પછી અહીં થી એક્સપોર્ટ થતા બ્રેઈનપાવર કોણ છે?

આજે જો ભારત એ જ સોલાર પ્રોડક્ટનું ઉત્પાદન અહી દેશમાં જ કરવા લાગે તો કેટલો બધો વિકાસ થઇ શકે છે. યુવાન ફ્રેશર્સને રોજી મળી રહેશે અને દેશમાં દરેક વર્ષે ઘેટા-બકરાની જેમ નીકળતા એન્જીનીયરોનો અને અન્ય વિશેષજ્ઞોનો ઉપયોગ કરી શકે છે. અંતે તેઓ માટે પણ ભણતર બાદ તુરંત જ કમાણીના દ્વાર ખુલવા માંડે અને ફ્રેશર્સને પ્રેસર તો આપવું જ પડે. ફ્રેશર્સને અભ્યાસ દરમ્યાન જ હેવી ટાર્ગેટ આપવા પડશે. તો જ એમની દાનત અને એમના નસીબમાં સુધારો આવશે. આ મુજબની સરકારની દ્રષ્ટી હોવી ખુબ જરૂરી છે.

હું સ્વીકારું છું કે, ગ્રાઉન્ડ લેવલ પર આ વાત કરવી જ સરળ હોઈ શકે કાર્ય નહીં! પણ જો ખરેખર અઘરું અને અશક્ય જ હોત તો અમેરિકા અને અન્ય પ્રગતિ પામી ચૂકેલ રાષ્ટ્રો, શું કામ એ કરી શકે છે અને આપણે કેમ નહીં?

લોકો કહેશે રાજનીતિ! અરે, શું રાજનીતિ.....એ રાજનેતા ઓ મારી-તમારી માંગણીઓને નિશાન બનાવીને વોટબેંક ઉભી કરે છે. આજે દેશનાં જ દરેક વ્યક્તિની પ્રાથમિકતા જ જો તેનો ધર્મ હોય તો રાજકારણીઓ બીજો મુદ્દો લાવે જ શુંકામ? એ આપણા સૌને એ જ મુદ્દે ઘસેટીને ફરી એજ કાદવમાં લાવ્યા કરશે.

અનામત, બળાત્કાર, અને બીજા અનેક દુષણો નાથવા માટે ભારતીય યુવાનો અનેક અભિયાનમાં જોડાયાં છે, તેની સામે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રેશર્સને રોજગાર જેવા મુદ્દાઓ માટેના અભિયાનો ઉભા થયા હોય એવાં દાખલાઓ લગભગ નહીંવત છે. જેવી રોજગારની વાતો નીકળે ત્યાં ફરી પાછી અનામતની વાત આવી બેસે છે. પણ એ રીતે તો ગાડું નહીં જ ચાલે!

દેશ જો ભવિષ્યમાં આગળ હશે તો એ યુવાનો ને લીધે જ, જેઓ ભવિષ્યની એ ઝુંબેશો અને અભિયાનોનાં ભાગ હશે જે રોજગાર અને શિક્ષણ માટેના હશે.

ભૂતકાળમાં કદાચ પ્રાચીન ભારતનાં સમૃદ્ધ હોવાનાં કારણો પણ ઉપર જણાવેલ વ્યવસ્થા પર જ નભતી હશે. તો જ કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ નીવડે. શું એ વ્યવસ્થા ભારતમાં ફરી પાછી ઉભી થઇ શકે છે?

એવું તો એ સમયમાં શું હતું જે અત્યારે નથી?  ચક-દે-ઇન્ડિયા. ફરી જરૂર છે એક થવાની અને દેશ માટે કઇંક કરવાની.

- કમલ ભરખડા

શાસ્ત્રીય સંગીત, શાળાઓ અને ભારત

કેટલી ભારતીય શાળાઓમાં શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવે છે?

અને કેટલા ભારતીયો, શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે અને તેનો આનંદ લે છે?

જેમ ગણિત વિજ્ઞાન માં રસ હોય કે ન હોય પણ જો શીખ્યાં હોઈએ તો એ વિષયો જીવનભર સાથ આપે છે કોઈપણ ક્ષેત્રે!

એ મુજબ ભારતીય સંગીત એ ભારતીયની માનસિકતાને અનુરૂપ છે. એ જ સંગીત આપણને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણી માનસિક શક્તિઓ ને વિકસવામાં મદદરૂપ થઇ શકે છે.

કમલ

સાતત્યની ગેરહાજરી, હાલની ગુજરાતી ફિલ્મોમાં!

હાલની ગુજરાતી ફિલ્મો સાતત્ય વગરની હોય છે. ક્યારે રિધમ મૂકી દે, એ ડાયરેક્ટરને પણ કદાચ ખ્યાલ નથી રહેતો. લગભગ પ્રયત્ન અને બનાવટી વધારે લાગે છે.

મને લાગે છે... પ્રોપર ચોખ્ખી ગુજરાતી ભાષાનો ઉપયોગ જ બનાવટીપણું વધુ ઉભું કરે છે.

કોઈપણ વિષય તેની તળપદી સંસ્કૃતિ સિવાય નક્કામો છે. એ જ ભારે પડી રહી છે હાલ ગુજરાતી મૂવીઝ ને.

જુના ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા હતી.. એટલે જ ચાલી.

Objection Allowd!

કમલ

નોળિયો, સાંપ, ઘર્ષણ અને આયોજન

નોળિયો અને સાંપ
એ બંને ખરા દુશ્મન છે એક બીજાના.
પણ ક્યારે?
જ્યારે એક બીજાની સામે આવે ત્યારે? જ્યારે તેઓ સામ સામે નથી હોતા ત્યારે તે બંને પ્રજાતિ પોતપોતાનામાં જીવનમાં મસ્ત હોય છે.
નોળિયો અને સાંપ કદાચ એકબીજાની સામે આવી જાય એ "બિનઆયોજિત" પણ હોઈ શકે.

એમ જ...આપણાં દેશમાં પણ અલગ અલગ પ્રકારની માનસિકતાઓ પોતપોતાનામાં જીવનમાં મસ્ત જ હોય છે અને આનંદ લેતાં જીવન પસાર જ કરતાં હોય છે. પણ......
એ બધાં નોળિયા અને સાંપની જેમ જ્યારે ભટકાય છે ત્યારે એ "આયોજીત" હોય શકે છે.

એટલે આપણે જનતા એ જ સમજવું જોઈએ કે આપણી તકલીફ સાચી પણ કોઈની યોજનામાં પ્યાદા બનીને ઉપયોગમાં ન આવવું.

કોઈ ગમે એટલું ભરમાવે પણ આપણી ગતિ અને ધ્યાન, આપણી આર્થિક સ્થતી પર જ ટકી રહેવી જોઈએ.

આખરે કોઈપણ દેશ તેની આર્થિક સ્થતીથી જ મજબૂત હોય છે. હે તેની જનતાના હાથમાં હોય છે.

જય હિન્દ.

કમલ

દોઢડાહ્યો

દોઢડાહ્યા કોને કે'વાય એ જોઈએ.

આજે હું જૂનાગઢથી બાંટવા ગામ માટે બસસ્ટેન્ડથી બસમાં બેસ્યો. ત્યાં મારી બાજુમાં એક બકો આવી ને બેઠો! 😶

એ બકા ને પણ બાંટવા જ જવું હતું. અમારી બસ માણાવદર પહોંચ્યા પહેલા, પાછળનાં કોઈ એક ટાયરમાં પંક્ચર થયું એટલે એ બકો બોલ્યો..

*બકો:* હે ભગવાન, આ પંક્ચર થયું સે ને... કોણ જાણે ક્યારેય પહોંચાડશે! નક્કી આ માણાવદર ઉભી રાખીને આખું પંક્ચર કરશે અને આપણાં ટાઇમની પથારી...

*હું:*અરે એવું છે. કેટલી વાર લાગશે?

*બકો:* કલાલ તો પાક્કી!

*હું:*અરે યાર મારે ય મોડું થાય છે.

*બકો:* આ પંક્ચર અત્યારે નો કરે તો હારું! બસમાં પાછળ બે ટાયર હોય સે...એકમાં પંક્ચર થાય એટલે બીજા ઉપર હાલે... એમ ગાડીને ઉભી નો રાખી દેવાય પંક્ચર હાટુ... ડ્રાઇવર નબળો પડે..

*હું:* અરે પણ એમ જોખમતો ખરું જ ને?

*બકો:* કાંઈ નય...એ આખું ગામ એક ટાયર ઉપર હલાવતું અમને તો કાંઈ નથી થયું હજી...

માણાવદર બસસ્ટેન્ડ આવ્યું એટલે બસનાં કન્ડક્ટર એ જાહેરાત કરી કે, *"જેને મોડું થાતું હોય એ નો ચડતાં.. પાછળ પોરબંદર વાળી આવે છે એમાં બેહી જાજો.. બાંટવા માં ગાડીનું પંક્ચર થાહે એટલે ટાઈમ લાગશે."*

*એટલે બકો તરત જ બોલ્યો:* હા બરોબર જ છે. એમ પંક્ચર વાળી ગાડી થોડી ચલાવતી હયશે.... ભલે થાય મોડું પણ જીવના જોખમે નઈ. તમતારે બાંટવા ઉભી રાખીને પંક્ચર કરીને જ ઉપાડજો.

આને કહેવાય દોઢડાહ્યા 😉😉

પુર્ણવિરામ

😂😂😂😂

- કમલ ભરખડા

અંતે નિર્ણય એજ આધારે લેવાતો હોય છે!

કોઈપણ વિષય, વસ્તુ, વ્યક્તિ કે પછી વ્યવસ્થા,
એમનું સંપૂર્ણ થઈ જવું એ તો દુરની વાત છે પરંતુ મારા માનવા મુજબ, કોઈ એક જ નું સંપૂર્ણ થવું છે એવા 100% નિશ્ચય અથવા સંકલ્પ માત્રથી, વ્યક્તિને પોતાની હેસિયત ખ્યાલ આવી જતી હોય છે. બસ નિર્ણય એજ આધારે લેવાતાં હોય છે. અને વ્યક્તિ સફળ અને નિષ્ફળ એજ આધારે બનતો હોય છે.

કમલ

અંતે જવું કયાં?

સ્વતંત્રતા અથવા આઝાદી એ ફક્ત શબ્દો રહી જતા હોય છે જ્યારે આપણે ગમતાંની સાથે જોડાવવા માટે અણગમા વિરુદ્ધ બાંગ પોકારીએ. એક સમય એવો આવિ જાય જ્યારે અણગમા માં ગમતો વસવાટ કરે. હવે જાવું ક્યાં?

ફક્ત પોતાની પોલીસી ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાં જોઈએ. કારણકે અંતે તો તમારે પોતેજ પોતાને સાથ આપવાનો છે. અને ત્યાંથી સ્વતંત્ર થઈ જશો ક્યાં?

(ઉપરનાં શબ્દો રેફરન્સ વગરનાં છે એટલે જેને જે વિષયમાં આ વિચાર મુકવો હોય એને છૂટ. આ એક નિષ્કર્ષ છે.)

કમલ

ઠંડી, સૂર્ય, વાતાવરણ અને માનવીય સ્વભાવ!

જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચમકતો રહે છે, ત્યાં સુધી ઠંડીની તાકાત નથી કે તે પોતાની પૂર્ણ તાકાત બતાવી શકે! ઠંડી તો સૂર્યની ગેરહાજરીમાં જ પોતાનો સાચો રંગ બતાવે! અને એ સત્ય પણ છે જે આપણે વાતાવરણમાં થતાં અનુભવો દ્વારા સમજી શકીએ છીએ.

પરંતુ, એ ઠંડી અને સૂર્ય દ્વારા વાતાવરણમાં થતાં ફેરફારો એ વાતાવરણનો સ્વભાવ દર્શાવે છે એવી જ રીતે માનવીય સ્વભાવમાં પણ આવાં લક્ષણો જોવા મળે છે.

ઠંડી એટલે આપણો મૂળ સ્વભાવ! અને અનુભવ, સમજણ, ગુરુ ચીંધ્યો માર્ગ અને સત્સંગ ને હું સૂર્ય પ્રકાશ ગણું છું. જ્યાં સુધી સૂર્ય પ્રકાશ રૂપી એ જ્ઞાન અને સમજણની ધારા સ્વાભાવિક નથી થતી ત્યાં સુધી અનંત અજ્ઞાન, ભ્રષ્ટાચાર, અશિસ્તતા અને બેદરકારી રૂપી ઠંડી જ માનવીય સ્વભાવ બની રહે છે.

એવું નથી કે, ફક્ત સૂર્યની હાજરીથી જ ઠંડીનો નાશ થવા લાગે છે એ તો ચેઇન પ્રોસેસ છે! વાતાવરણના તમામ અણુઓ જ્યાં સુધી એ જ્ઞાન રસ અને શુદ્ધ સાત્વિક સમજણથી તરબોળ ન થાય ત્યાં સુધી ઠંડી તેનું કામ કરતી જ રહે છે.

એક વખતની વાત છે, મારે સવારમાં મિત્રને ત્યાં જવાનું થયું અને સમય હતો જાન્યુઆરી આસપાસનો અને ઠંડી તેની સોળે કળાએ હતી. સવારમાં 6 વાગ્યે ઠંડી લગભગ મહતમ હોતી હશે એવું મને લાગતું હતું. કારણકે ઠંડીના તંત્રનો નિયમ છે એ વાતાવરણમાંથી જેમ ધીમે ધીમે ગરમી શોષાતી રહે છે એમજ ઠંડીનું પ્રમાણ વધતું રહે છે.

એ દિવસે, સવારે 6 વાગ્યે ઘરેથી નીકળ્યાં બાદ કામ પતાવીને લગભગ 8 વાગ્યે પરત ફર્યો પણ મેં અનુભવ્યું, 8 વાગ્યે અજવાળું થઈ ગયું હોવા છતાંય મને ઠંડી વધારે લાગી રહી હતી. લગભગ ઠંડી દોઢ એક ગણી વધારે હતી 6 વાગ્યાં કરતાં!

હવે અજવાળામાં પણ ઠંડી વધારે લાગી રહી હતી તેનું કારણતો વૈજ્ઞાનિક જ હતું પણ તરત સમજમાં ન આવ્યું! થોડો અભ્યાસ કર્યો અને ગોષ્ટિ કર્યા બાદ સમજાયું કે, દરેક તત્વનું કાર્ય છે તેને જેટલી જગ્યા અને સમય મળે તો તે પ્રમાણે વિસ્તરતું રહે અને દબાણ મળે એ મુજબ પ્રમાણસર સંકોચાતું રહે!

શિયાળામાં ભલે સવાર 7 વાગ્યે થઈ જાય છે પરંતુ શહેરોમાં સૂર્ય દર્શન અને સૂર્ય ઉદય તો લગભગ 9 વાગ્યા પછી જ થાય છે. પછી સૂર્ય દ્વારા તેના ફોટોન્સનું પ્રમાણ વધે અને ઠંડી પ્રમાણે ઘટે એ કુદરતી પ્રક્રિયા થઈ.

હવે, આ આખા અનુભવથી એ શિખવા મળ્યું કે,

- જ્ઞાન સર્વ વ્યાપી છે
- સમજણ જ્ઞાનનો કન્ટ્રોલર છે જેમ સ્વેટર ઠંડી સામે રક્ષણ આપે છે.
- ફક્ત આકાશમાં અજવાળું થયે ઠંડી દૂર થશે એ વાતમાં માલ નથી. ઉલટું જો યોગ્ય સમયે સૂર્યનો પ્રકાશ ધરતી પર ન પહોંચે તો ઠંડીનું સ્તર વધતું જ રહેશે! એજ રીતે થોડું-ઘણું સાંભળી-અનુભવી ને મેળવેલા જ્ઞાનથી આપણો ઘડો અધુરો જ રહે છે. ફક્ત તે દેખાય આવે છે કે એ જ્ઞાનરસથી ભરપૂર છે અને અઝવાળું થઈ ગયું છે પણ જ્યાં સુધી યોગ્ય સમજણ અને જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ જીવનની દરેક બાબતોમાં હસ્તગત નહીં કરે ત્યાં સુધી આપણી સ્વાભાવિક ઠંડી/અવગુણો (સામજિક અને માણસાઈની દ્રષ્ટિ એ) બરકરાર રહેશે!

એટલે જ જેનો સૂર્ય ઉદય થયો છે તેનાં દૈનિક જીવનમાં, વિચારસરણીમાં, પૂર્વ ધારણાઓમાં અને વ્યવહારમાં સાત્વિક ફેરફાર થાય એ યોગ્ય છે. સૂર્ય રૂપી તેની ગરમી ઠંડી સામે હૂંફ આપશે, પરંતુ એક સમય એવો પણ આવશે કે જ્યારે ગરમી શરૂ થશે. ઠંડીનું નામોનિશાન નહીં હોય ત્યારે સૂર્યની ગરમી તમને હેરાન કરશે અને વ્યવહારિક જીવનમાં પણ એવું જ કઈંક થાય છે. જ્ઞાન જ્યારે સમજણ બનવા લાગે ત્યારે વ્યક્તિ ને પોતાનાં જ નીતિ નિયમોને લીધે તકલીફ અનુભવાય છે. પરંતુ એજ તો પરીક્ષા છે.

અન્યાય સામે લડનારો એજ ગરમી અનુભવતો હોય છે. યોગ્ય અને ક્રાંતિકારી વિચાર ધરાવતો એ જ ગરમી અનુભવતો હોય છે. જે એ ગરમીને બરકરાર રાખે છે એ જ તો આઝાદ છે. એ જ તો માણસ છે. એ જ તો પરમ છે.

જય હિન્દ

કમલ ભરખડા

Every spices deserves equal importance and participation!

આ ગ્રહ પર "સ્ત્રી" તરીકે ઓળખાતો સજીવ,
ક્રિકેટ નામનો ખેલ રમી રહ્યાં છે.
અને હાલ ભારત નામનાં પ્રદેશ વતી જે સ્ત્રી સજીવો રમી રહ્યાં છે તેઓ અન્ય ઉપખંડિય ના જેતે પ્રદેશોની સરખામણીએ
સરખી ઓળખાણ ધરાવતાં સજીવો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. એ બદલ એમને આભાર.

Every spices deserves equal importance and participation!

Kamal Bharakhda

પોતાની અને દેશની જ છબીને અને મુડીને નુકશાન પહોંચાડવાનું બંધ કરીએ

બે અમરિકી મિત્રો, હાલમાં જ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી ખટપટ બાબતે ચર્ચા કરી રહ્યાં હતાં..
A: ચીન પણ આપણી જેમ ઉશ્કેરવાનું શીખી ગયું છે! આપણે જોઈ શકીએ કે, ચીને ભારત સાથે સિક્કિમ મામલે કરેલું વર્તન?
B: hmm ખ્યાલ છે. આપણે પણ ધ્યાન રાખવું પડશે! પણ મને ભારત પર વિશ્વાસ છે. એ જવાબ આપશે.
A: હાં, ભારતે જવાબ આપ્યો ને! અમુક ભારતીયો એ મળીને ચીની કંપનીઓની દુકાનમાં ભાંગફોડ શરૂ કરી દીધી છે.
B: વાહ! ભારત શીખ્યું ખરા ઇઝરાયેલ પાસેથી! ચીનમાં જઈને ત્યાંની જ દુકાનોમાં ભાંગફોડ! વાહ!
A: ચીનની નહીં...ભારતમાં, ભારતની જ માલિકીની દુકાનોનું નુકશાન કર્યું!
B: હેં..?? 
પૂર્ણવિરામ
# પોતાની અને દેશની જ છબીને અને મુડીને ને નુકશાન પહોંચાડવાનું બંધ કરીએ.
જય હિન્દ
કમલ ભરખડા

શીખીએ કઈંક ચીન પાસેથી....

ચીનની એક કમ્પની કે જે ફક્ત દાવો જ નથી કરતી પરંતુ તેઓ 30 માળનું બિલ્ડીંગ, કે જેમાં 2000 થી વધુ લોકોનો સમાવેશ થઈ શકે છે તેને ફક્ત 15 દિવસમાં જ ઉભું કરી શકે છે! અને તેઓ એ કરે જ છે! અદ્ભૂત.

ચીન તેની એન્જીનીયરીંગ અને વર્કમેનશીપ ને એ હદે લઈ ગયું છે તે આવાં કારનામાં કરી શકે. અને કરે જ છે.

જે તે યુવાન મિત્રો કે ઉદ્યોગ સાહસિકો કે જેઓ દુનિયા સામે ભારતને વધારે ખ્યાતિ અપાવવા માંગે છે તો તેઓ ફાસ્ટ પ્રોડક્શન સ્કીલ્સ અને ટેક્નિક ડેવલોપ કરવામાં યોગદાન આપે. જેથી આવનાર સમયમાં ભારત ફક્ત આંતરિક જ નહીં પરંતુ તમામ વિશ્વનાં મોટા ભાગનું ઉત્પાદન કરી શકે અને એ પણ ઝડપી.

ઇનોવેટિવ ફક્ત પ્રોડક્ટ જ નથી હોતા. કોઈપણ પ્રકારની સમસ્યાને કે મેનજમેન્ટને અપગ્રેડ કરતો વિચાર પણ ઇનોવેશન જ છે!

થિંક ટેન્ક બનીએ અને ઇન્ડસ્ટ્રીમાં સર્વે કરીએ અને પોતાનું જુગાડી દિમાગ લગાવી બેસ્ટ અને પ્રોફેશનલ સોલ્યુશન મળે એવું કઈંક કરીએ.

ચીનને ગાળો ન આપીએ પરંતુ એમને પ્રેરણાસ્ત્રોત સમજીએ અને એમનાથી પણ સારું કાર્ય કરી પોતાની લિંટી ને મોટી કરીએ.

જય હિન્દ.

કમલ ભરખડા...

આર્થિક સ્થિતિનો પાયો

કોઈપણ વ્યવસાયનાં પાયાસ્તંભ,

- ફંડ, કેપિટલ અથવા માર્કેટ ક્રેડીટ
- રીસર્ચ ટુલ્સ
- ટેક્નોલોજી
- મટીરીયલ
- માનવ સંશાધન
- ટ્રાન્સપોર્ટ
આ બધું જ જરૂરી છે ઇન્ડસ્ટ્રી લીડર બનવા માટે. જે અમેરિકા પાસે છે અને રહશે!

કોઈપણ દેશ તેની આર્થિક સ્થીતિથી મોટો નથી. અને જો આર્થીક સ્થીતિ મજબુત કરવી હોય તો, કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં આ પાયાના સ્ત્રોત મળી રહે આપણા જ દેશમાંથી એવી સગવડતા અને મેનેજમેન્ટ ઉભું કરવું રહ્યું.
- કમલ ભરખડા

દ્વેષ

आग न बुझे द्वेष की
भले बरसे मेघ महान

- महाभारत

કહેવાનો તાતપર્ય એજ હશે કે,

ગુસ્સો યોગ્ય હોઈ શકે
દ્વેષ ક્યારેય નહીં.

ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે.
જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે.

કમલ

Delivering the Truth is Key!

If you speak the truth
You have space at place who understands you.

If you speak too loudly...
You have space at place who don't understands you mostly.

If you speak the truth too loudly...
You have space at place where people understands nothing about what you are up to.

So delivering the truth is a key.

Kamal Bharakhda

મેક ઇન ઇન્ડિયા!

મેક ઇન ઇન્ડિયા નો મતલબ એ નથી થતો કે દરેક વ્યક્તિ પ્રોજેકટ સાથે જોડાયેલી હોય એ ભારતીય જ હોય...! આપણે ઉત્પાદન ક્ષેત્રે ઘણાં વિભાગમાં પાછળ છીએ...એટલે મેનેજમેન્ટ, રિસ્ક, મટિરિયલ, એન્જીનીયરીંગ અને એપ્લિકેશન બાબતોએ જો નિષ્ણાંતો ને બોલાવવા પડે તો એમાં કોઈ જ નીચું જોવાની વાત નથી. એમ જ તો આપણી જનરેશન તૈયાર થશે અનુભવ લઈને.

આખરે અમેરિકા પણ એજ કરતું આવ્યું છે અત્યાર સુધી અને એજ કરે છે. દેશદેશવર માંથી નિષ્ણાંતો ને બોલાવે છે.

- કમલ ભરખડા

બૌદ્ધિક સ્થળાંતર

ગણીને ભારતથી 7 ગણું નાનું ભૌગોલિક અને લગભગ 10 એક ગણી નાની વસ્તી ધરાવતું  પાકિસ્તાન ભારતને ઉશ્કેરે તેમાં કોઈ મોટી વાત નથી.
આપણું 50% ઉપરનું સાચું બુદ્ધિ ધન તો એ જગ્યાએ વિદેશમાં બેસેલા છે જ્યાં તેઓ જેતે દેશની પૂરતી જરૂરિયાતનો સ્ત્રોત ઘણો ખરો ભારતીય ભેજા બાજોની જ ઉપજ છે.
અને એ દેશો પોતાની અર્થ વ્યવસ્થા અને જગત આધિપત્ય જળવાઈ રહે એટલે આંતકવાદ જેવા સંગઠનો ઉભા કરીને મૂકી દીધાં છે.
એટલે દોષરોપણ કરવાનો કોઈ ભારતીયો પાસે સ્પેસ જ નથી.
જો બંધ જ કરવું હોય તો સ્થળાંતર બંધ કરવું.! આ હાલ તો અતિશયોક્તિ ભર્યું લાગે પણ મૂળ મુદ્દે તકલીફ આ જ છે.

- કમલ ભરખડા.

પેટ્રોલિયમ, વાહનવ્યવહાર, વાસ્તવિકતા અને ભારતનું ભવિષ્ય

Jay Pathak જી ની બેટરીથી ચાલતાં વાહનો પરની પોસ્ટ ખૂબ જ વાઇબ્રન્ટ હતી. એ પોસ્ટ બદલ ધન્યવાદ.

એમણે એ પોસ્ટમાં બેટરી થી ચાલતા વાહનોનું ભવિષ્યમાં સ્થાન અને તેની માંગ બાબતે ઘણી સારી બાબતો સામે મૂકી.

પરંતુ આ બાબતે મારે થોડું વિશેષ પણ પડદા પાછળની રિયાલિટી વિશે કઈંક કહેવું છે.

- ઓરિસ્સાના એક વ્યક્તિ એવાં બાયો ડીઝલની શોધ કરી હતી જેની કિંમત જ 5 રૂપિયા પ્રતિ લીટર આવતી હતી. એ ભાઈ એ પ્રોજેકટ લઈને જે ઓફિસમાં ગયાં હતાં એ ભાઈ હજુ એ ઓફિસની બહાર જ નથી નીકળ્યા. એમનું શુ થયું એ ભગવાન જાણે અમે એ ઓફીસ વાળા.

- ભારતનાં જ ખેડૂતે એ બેટરીથી પણ ઇફએક્ટિવ ચાલી શકે એવી પાણીથી ચાલતા એન્જીનની શોધ કરી હતી. ગણીને TRP માટે એક વખત મીડિયા વાળાઓએ ડોક્યુમેન્ટરી બનાવી પછી રામ રામ.

- બેટરી જ નહીં પણ સૌર ઊર્જાથી ચાલતી અતિ ઇફએક્ટિવ કારની શોધ મારા મિત્ર દિલ્લીના અભિષેક પાંડે એ જ કરી છે. એમના કહેવા પ્રમાણે ગાડી એક વખત ચાર્જ થયાં બાદ લગભગ સોલાર પેનલને લીધે ફરી ચાર્જ કરવાની જરૂર નહીં પડે એવી ડિઝાઇન તૈયાર કરી હતી.

વગેરે વગેરે... આવા સંશોધનો તો એક મુકો ને બીજા 10 મળે એ હાલતમાં છે. કોલેજો અને સંસ્થાઓ ગ્રાન્ટ મેળવવા માટે પ્રોજેકટ ડેવલોપ પણ કરે છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ક્યારેય નથી મળતું.

કારણ...?

વર્લ્ડ પોલિટિક્સ ઓન પેટ્રોલિયમ
પેટ્રોલિયમ પરનું આંતરરાષ્ટ્રીય રાજકારણ.

- દુનિયાની ઘણીય મૂડીવાદી પ્રજાનો ધંધો પેટ્રોલિયમ પેદાશો પર ચાલે છે. અને અંદરખાને તેમની રાજનીતિક તાકાત પણ.

-પેટ્રોલિયમ પેદાશોથી ચાલતા વાહનનો પણ વ્યવસાય બિલિયન્સ ઓફ ડોલરનો છે

- કોઈપણ તંત્ર પોતાનાં જ પગ પર કુલ્હાડી ન મારવા દે એ વ્યાજબી છે એટલે બેટરી થી ચાલતી વાહન વ્યવસ્થા કે જેનો ઉકેલ લગભગ 20 વર્ષ પહેલાથી જ આવી ગયો હતો તેને યોગ્ય પ્લેટફોર્મ ન મળે એ મૂડીવાદીઓના અનુસાર વ્યાજબી હતું. 

- હવે સુપરપાવર અને વિકસિત રાષ્ટ્રો મળીને ગ્લોબલ વોર્મિંગ જેવો કન્સેપ્ટ ઉભો કરે છે જેમાં એ લોકો સાબિત કરે છે કે, દુનિયામાં કાર્બનની વધતી જતી માત્રા ને ધ્યાનમાં રાખીને હવેથી પેટ્રોલિયમ પેદાશો પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવે. જેથી વિકાસશીલ દેશોની પ્રગતિ પર રોક લાગે અને વિકસિત દેશોનુ આધિપત્ય જામ્યું જ રહે.

- પેટ્રોલિયમ ફક્ત પેટ્રોલ અને ડીઝલનું જ ઉત્પાદન કરે છે એવું નથી. તેમાંથી ઘણાં પ્રકારના પ્રોડક્ટ્સ બને છે જે ગણાય એમ નથી. પરંતુ પેટ્રોલીયમના બેફામ વપરાશને લીધે ઘટી રહેલા સ્ત્રોત પર સૌથી વધારે પ્રમાણમાં નીકળતાં ડીઝલ અને પેટ્રોલની માત્ર ઓછી કરીને પેટ્રોલીયમની માંગ ઓછી કરવા પાછળ હેતુ પણ મૂડીવાદીઓનો મોટો લાગે છે. એ હેતુ એટલે જેતે પેટ્રોલીયમના પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વિકસિત દેશો પોતાની ઇકોનોમી અથવા અર્થ વ્યવસ્થા નીચે લાવવા માંગતા નથી.

- હવે આ બધામાં આગળ જતાં એવાં કાયદાઓ પણ આવશે કે ફક્ત બેટરીથી જ ચાલતા વાહનોનો ઉપયોગ કરવો એવી જોગવાઈઓ પણ નીકળશે. અને જયભાઈ એ કહ્યું એ પ્રમાણે આપણે જેમ અત્યારે પેટ્રોલિયમ ઈમ્પોર્ટ કરવું પડે છે તેમ પછી બેટરીઓ અને અન્ય વાહન વ્યવહારના સંસાધનોને ઈમ્પોર્ટ કરવા પડશે. એટલે મૂળ મુદ્દે વિકસિત દેશો ઓર વિકસિત થશે અને વિકાસશીલ દેશો ફરી ત્યાં ના ત્યાં.

- આપનો બુદ્ધિશાળી વર્ગ ભણીને વિદેશ જશે ત્યાં ઉપર બતાવેલ ભવિષ્યને સાચું પાડવામાં લાગી પડશે

હાલ નરેન્દ્ર મોદીજી મેક ઇન ઇન્ડિયના કન્સેપટથી આ વિકસિત રાષ્ટ્રોની ભારત માટે ઘડાયેલી રમતોને તોડવાનું જ કાર્ય છે.

હાલ બની શકીએ તો આપણે એજ કરી શકીએ કે, ભણેલો વર્ગ વિદેશ જવાના સપના ન જુએ... અને એમના આઈડિયાઝ ને મેક ઇન ઇન્ડિયાના સુમેળ થી સિદ્ધ કરીએ.

જય હિન્દ.

કમલ ભરખડા.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો