જેવી ડીમાન્ડ એવો જ પ્રોડક્ટ


આ સ્માર્ટફોન મેન્યુફેકચરર્સઓએ ખરેખર ટેલીકોમ કમ ઈન્ટરનેટ ઉપલબ્ધ ડિવાઈસ પર વધારે ધ્યાન રાખવું જોઈએ. હાલમાં લગભગ દરેક બ્રાંડ બસ પોતાના આવનાર મોડલમાં કેમેરો જ સારો કરી રહી છે. 

અલ્યા ભઈ, બેટરી બેકઅપ, કોલ ડ્રોપ, પ્રોસેસર હિટીંગ, મ્યુજિક એક્સપીરીયન્સ અને બીજા ઘણા એવા મુદ્દાઓ છે જેમાં ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. એમાંની કોઈ સર્વિસ ટોપ લેવલની કરો.... 

દિન પ્રતિ દિન.... સેલ્ફી નાં વધતા જતા ચાહકોને લીધે સ્માર્ટફોન કંપનીઓ અને અમદાવાદી વડાપાવ બનાવવાવાળાની વચ્ચે કોઈ જ તફાવત રહ્યો નથી! ઓલા ને ખબર છે કે, પાંવ ને વડુ ભલેને ગમે તેટલું વાંસી કેમ ન હોય પણ ગરમ કરીને આપી દો એટલે ભયો ભયો.... એમ જ આ સ્માર્ટફોન કંપનીઓ ફક્ત કેમેરા સુધારી સુધારીને આ ગ્રાહકોની સ્માર્ટફોન સેન્સની હોજરીને સંકોચી રહ્યા છે. 

હમણાં એક પત્રકારે એપલના CEO ટીમ કુકનું ભવિષ્યમાં લોન્ચ થનાર એપલ 8 ફોન બાબતે થોડી માહિતી આપવા કહ્યું તો એમણે કહ્યું કે, અમે એપલ 8 ફોન સાથે શાનદાર કેમેરા એક્સપીરીયન્સ લાવી રહ્યા છે!

અલ્યા ટોપા... શું કામ શ્રીફોટોગ્રાફરોના ધંધાની એક-બે કરો છો. 

- Kamal Bharakhda

મિત્રએ ગાડી લીધી એ બદલ તેને મારા અભિનંદન


મારા વડીલ કમ પરમ મિત્ર શ્રી ધર્મેશ સરવૈયાજી એ આજે ચાર-ચાર પૈડા વાળી ગાડી લીધી છે. તો આ નીચે લખેલી કવિતા પ્લસ મિત્રને જચે એવા મીઠા ઠપકા એમને સમર્પિત.

લાડી હતી ને નવી ગાડી આવી
આવી મનગમતી મોહની જાળી
ફર ફર ફર ફર ફર ફર કરો
આવે વળાંક ત્યાં વળ્યાં કરો
જો જો ધ્યાનથી દોડાવજો
બમ્પર આવે ત્યાં સાચવજો
અને એક હોર્ન એક્સ્ટ્રા વગાડજો

-કમલ

Congratulations Dharmesh Sarvaiya

હવે આગળ હું શું કરું?


આગળ કંઇપણ વિચારો એ પહેલા તમને આ અહેવાલનો વિષય સંક્ષિપ્તમાં જણાવી દઉં. આ શીર્ષક ન્યોછાવર છે ધગધગતી ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષાઓની ગરમી સહન કર્યા પછી ઠંડા થયેલા વિદ્યાર્થીઓ માટે.
ભારતીય વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ પછી જનરલી બધાજ ભવિષ્યનાં તારલાઓનાંલગભગ આ જ પ્રકારના પ્રશ્નો હોય છે કે, હવે આગળ હું શું કરું?, મારા માટે શું બેસ્ટ છે? હું શું કરી શકું છું? વગેરે વગેરે... તો આપશ્રીનો સમય વધારે ખરાબ ન કરતા સીધો મુદ્દા પર આવું છું.
તમે જેમની પણ પાસે સલાહ લેવા જશો તો એ તમને મોટાભાગે સીધો રસ્તો બતાવશે. કે તું CA કર, એન્જીનીયરીંગ, MBA કે પછી ડોક્ટરી કર. પણ કેરિયરમાં સફળતા મેળવવા માટે જે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે એ તો ભાગ્યેજ તમારી સામે આવતું હશે!
તમે તમારું ભણતર જે પણ કોર્સમાં પૂર્ણ કરશો, પણ ભણ્યા પછી તમારે કોઈના કોઈ વ્યવસાયમાં જ જોડાવવાનું રહ્યું. એ પછી તમારો હોય કે બીજાનો, DONE?
મારી દ્રષ્ટી એ “પાંચ” પ્રકારના વ્યવસાય હોય છે. જેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે, આપણે ભવિષ્યમાં શું કરી શકીએ છીએ, અને આગળ કઈ રીતે વધવું જોઈએ? જેનાથી એ બધી જ આવડતોની તૈયારીમાં અત્યારથી જ લાગી શકીએ.
મેં વ્યવસાયની દ્રષ્ટિએ પાંચ પ્રકારની ફોર્મુલા તૈયાર કરી છે. જેનાથી એ સમજવામાં વધારે આસાની પડશે કે કોઈ એક પ્રકારનાં વ્યવસાયમાં જોડાવા માટે તમારી પાસે કઈ કઈ આવડતો હોવી જોઈએ. શરૂઆત કરતા પહેલા અમુક શબ્દ પ્રયોગ વિષે પહેલાથી સમજી લઈએ જેનાથી આગળ ફોર્મુલા સમજવામાં સહેલાઇ રહેશે.
૧. Domain Expert (ડોમેઈન એક્સપર્ટ):
એવો વ્યક્તિ કે, જેનામાં કોઈપણ પ્રકારની કારીગરી હોય પછી એ વ્યક્તિ જે પણ શાખામાં અભ્યાસ કે અનુભવ લીધો હોય, અથવા તો એમ કહી શકીએ કે, વિષયનો સંપૂર્ણ જાણકાર.
૨. Soft Skills (સોફ્ટ સ્કીલ્સ):
એટલે કે વિદ્યાજ્ઞાન પ્રદર્શનની આવડત. ટૂંકમાં તમારી પાસે જે પણ હુનર છે એને સમજાવવાની કળા. જેમકે, વાક્ચાતુર્યતા (બોલવાની કળા), તમારી પર્સનાલીટી, તમારી બધીજ આવડતો કે જે તમારા વ્યક્તિત્વને લગતી હોય. જેના દ્વારા તમે કોઈપણ પરિસ્થિતિને સરળતાથી સમજી અને સમજાવી શકો.
૩. Management Skills (મેનેજમેન્ટ સ્કીલ્સ):
કુટુંબ, રહેઠાણ કે પછી સ્કુલના કોઈપણ પ્રસંગો દરમ્યાન કામગીરીમાં થયેલા અનુભવો, એજ તમારી Management Skills છે. એટલેજ તો સામાજિક કાર્યો અને પ્રસંગો દરમ્યાન બાળકોને આગળ પડતા રાખવામાં આવે છે. જેનાથી આ આવડત એમનામાં વૃદ્ધિ પામે.
તો આ રહ્યા પાંચ વ્યવસાયનાં પ્રકાર મારી દ્રષ્ટીએ
1. Education + Domain Expert – Soft Skill = Technician, Accountant, Artist, Nurse, Government Job, Designer Etc.…
2. Education + Soft Skill – Domain Expert = Sales Person
3. Education + Domain Expert + Soft Skill + Management Skills = Engineer, Manager, Doctor, CA, Presenter Etc...
4. Education – Domain Expert – Soft Skill – Money – Management Skills = Hard Work and no other option
5. +/- Education +/- Domain Expert +/- Soft Skill + Finance + Management Skills + Risk + Network = Business Person, કારણકે વેપારી Education, Domain Expertise and Soft Skill ધરાવતી પ્રતિભાઓને પોતાને ત્યાં નોકરી પર રાખી શકે છે.

તો આ હતાં કોઇપણ વ્યવસાય તરફ જવાના પાંચ રસ્તા. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં રસ્તે નીકળવું છે. ખરેખર ફક્ત ભણતરથી કે ડીગ્રી લેવાથી કૈંજ નથી થવાનું. પરંતુ સમજી વિચારીને પોતાના મહત્વનાં પાસાઓ ધ્યાનમાં રાખીને નક્કી કરેલુ ભવિષ્ય ખરેખર સુઘડ હશે.
સફળતા મેળવવા માટે Domain Expertise, Soft Skill and Management Skills એમ બધી જ આવડતો જીવનમાં ખુબ જ જરૂરી છે. હવે તમે વધારે શેમાં પારંગત છો એ તમારે નક્કી કરવાનું છે!
જો તમને લાગે કે આ પોસ્ટ ખરેખર મદદરૂપ થઇ શકે છે તો આ પોસ્ટ ને શેર કરીને બધાજ વિદ્યાર્થીઓ સુધી પહોચશે એવી એક પહેલ છે.
આ પોસ્ટ વાંચવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.
કમલ ભરખડા




ડ્રાઈવિંગ અને બેદરકારી

તકલીફ જયારે માણસને થાય છે ત્યારે તે શું કરે છે તેના પર તો આખે આખી લેખન સૃષ્ટિ રચાઈ ચુકી છે પરંતુ જયારે એક "કપી" અથવા "વાનર" જેવા અબુધ સજીવને જયારે તકલીફ થાય છે ત્યારે એ જે રીતે પ્રતિભાવ આપે છે તેના પરથી કુદરતની કમાલ નજરે ચડે છે.

એવો જ એક પ્રસંગ મારા અંકલે મને કહ્યો હતો, થોડો રમુજ લાગશે પણ વાનરની વ્યથા તો એજ જાણતો હશે. તો થયું એમ કે, મારા અંકલે મને આજે એક વિડીયો બતાવ્યો જેમાં એક માણસ વાનરને કઇંક હેરાન કરે છે અને એ જોઇને જ હું બોલ્યો કે,

આ વાંદરાનો મગજ જાય તો એની કેવી હાલત કરશે...!

ત્યાં જ અંકલે જોયેલ એક પ્રસંગ મારી સાથે શેર કર્યો......

એમણે કહ્યું કે, તેઓ જયારે અમદાવાદ, બાપુનગર રહેતા હતા ત્યારે વાનર અને તેની ફેમીલી રસ્તો ઓળંગી રહી હતી અને રીક્ષા વાળથી માતા વાનર સાથે ભટકાઈ અને માતા વાનરની સાથે ચોટેલો તેનો બાળ વાનર નીચે પડી ગયો.....

અંકલે કહ્યું કે, એ ઘડીથી જે પણ રીક્ષા વાળો ત્યાંથી પસાર થાય ત્યારે વાનરો પહેલા રીક્ષા રોકે, રીક્ષા ચાલક ને બહાર કાઢે અને એને બરાબર નો મારે..... hahahaha અને આવું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી લોકો એ પ્રાણીસંગ્રહાલય વાળાને મદદ માટે ન બોલાવ્યા.....

અંકલે આગળ કહ્યું કે, રીતસર રિક્ષાવાળાઓમાં એ થોડા દિવસ એવો ખોફ ચાલી રહ્યો હતો કે, એ રૂટ પરથી રીક્ષા જ ચલાવવાનું બંધ કરી દીધું હતું.... :D

મોરલ ઓફ ધ સ્ટોરી, અંકલના કહેવા પ્રમાણે એ રીક્ષા ડ્રાઈવર જેણે વાનરને ઈજા પહોચાડી હતી ત્યારે એ કોઈપણ પ્રકારની સેન્સ વગરની ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને એ એક્સીડેન્ટ કરી બેસ્યા હતા.

ભારતમાં ફક્ત વાહનચાલકોની બેદરકારીને લીધે દરરોજ પર સ્ટેટ ૩૦૦ જેટલા પ્રાણીઓનું મૃત્યુ થાય છે. અને ૧૦૦૦૦ જેટલા માણસોનું મૃત્યુ સંભવે છે. આ બધા કેસમાં મોટા ભાગે, ઓવરસ્પીડ, ડ્રાઈવિંગ સેન્સનો અભાવ અને બેદરકારી હોય છે.

હા આ મુદ્દો એ સમસ્યાને પણ સામે લાવે છે જેમાં લોકલ ગવર્મેન્ટ બોડી / કોર્પોરેશન રખડતાં પ્રાણીઓને એ લેવલ પર કંટ્રોલ નથી કરી શકી જે લેવલ પર થવી જોઈએ. જંગલો એક પછી એક કપાઈ રહ્યા છે એટલે આ બિચારા પ્રાણીઓ પોતાની ઉજ્જડ થઇ રહેલી જમીનો ને મૂકી ને મૂકી કોન્ક્રીટ અને ડામરોના જંગલો તરફ આવી પહોંચે છે. આ ખુલ્લા રખડતા પ્રાણીઓ માટે ઘણી સંસ્થાઓ કાર્ય કરે છે એમનો પ્રયાસ કેટલો મજબુત છે એ ડેથરેટ ઉપરથી સમજી શકાય છે. આખરે તે મૂંગા પ્રાણીઓ પણ આપણી ઈકોલોજીકલ સિસ્ટમના મહત્વના અંગ છે. આપણે બની શકીએ તો વ્યવસ્થિત ડ્રાઈવિંગ કરીએ.



આ સૃષ્ટિ પર જેટલો હક આપણો જીવવાનો છે એટલો જ એમનો છે. સૌથી બુદ્ધિજીવી તરીકે વિવેક સાથે જ આપણા જ બનાવેલ સંશાધનોનો એ રીતે ઉપયોગ કરીએ જેથી આપણી સૃષ્ટિ તેના કુદરતથી મ્હેકતી રહે.

કમલ ભરખડા

હિપોક્રેટ્સ

(ફેમિનિઝમ પર જોરદાર ચર્ચા ચાલી રહો હતી અને બકો અચાનક જ ધ્રુજવા લાગ્યો અને મોટે મોટે થી બોલવા લાગ્યો)

બકો: તમે આખરે સ્ત્રીઓને સમજો શું? એ શું નોકરાણી બનવા જ જન્મ લે છે? એ શું પુરુષની હથેળી નીચે જ ચાલતી રહશે? તેઓને પોતાની સ્વતંત્રા છે જ નહીં?

(ચકા એ બકાને શાંત પાડવા પાણીનો ગ્લાસ આપ્યો અને છાનો રાખ્યો.....અને ચર્ચાને બીજો વળાંક આપ્યો) ;)

ચકા: હા, બકેશ, એ તારી વાત તો સાચી.... ઠીક છે.....અલ્યા ઓલા ટીફીનવાળાએ જમવાનું બગાડી નાખ્યું છે. શું કરું?

બકો: કામ બોલ?

ચકા: હું શું કેતો હતો, કાલ થી હું તારે ત્યાં જમવાનું ગોઠવવાનું વિચારું છું...બોલ....શું કે છે?

બકો: અલ્યા ટોપા, આમ કેટલો ટાઈમ બહારનું જમીશ...લગ્ન કરી લે ને....એટલે તારું બધું સેટિંગ થઇ જશે.....ખાલી જમવાનું નહીં પણ બધું તારું બૈરું સંભાળી લેશે.. કપડા, વાસણ, ઘર....

ચકો: અલ્યા ટોપા.... કેમ..... તારી ધ્રુજારી ક્યાં ગઈ? કેટલા છે તમારા જેવા..........

- કમલ ભરખડા

थर्ड एलिमेंट



में कुछ वक्त से अपने आप के साथ ही एक प्रयोग में व्यस्त हूँ|

मैंने भूतकाल में बोहोत बार ऐसा महसूस किया है की, कोई तो एक थर्ड एलिमेंट है जो हमसे जुड़ा है जो हमारे हर संकल्प को समजता है| कईबार हमारे संकल्प हमारे ही आत्मा और मस्तिष्क से जुड़े होते है जो पुरे भी हो जाते है परन्तु कई बार ऐसा भी होता है आपका संकल्प आपकी प्राथमिक जरूरतों पर भी हो शकता है जो की एक भौतिक अथवा लौकिक समस्या है जो सिर्फ हम ही महसूस कर सकते है|

में कुदरती और कृत्रीम दोनो ही तरह से वस्तु, राशी और पैसो से खाली हो जाने के बाद बड़ा सुयोगिक समय होता है जब मेरा प्रयोग शुरू होता है| और प्रयोग के दौरान मैने महसूस किया है की कोई तो एक थर्ड एलिमेंट है जो मुझे बाह्य और आतंरिक तौर से वाकेफ है और वो कहिं ना कहिं से मेरी जीवनशैली समज भी रहा है और समय होते ही वह मेरे भोजन, वस्तु और राशी का बंदोबस्त कैसे भी करवा देता है!

यह एक इत्तेफाक भी हो शकता है पर जिस तरह से में अपने सयंम के साथै प्रयोग पे आगे बढ़ता हु तो मुझे मालुम होता है है की १० १० दिनों तक मेरे पास कुछ भी न होने के बावजूद, अपने घर से भी दूर होने के बावजूद मेरी हरतरह की प्राथमिक और भौतिक जरूरतों का समाधान अपने आप ही हो जा रहा है |

उस वक्त मुझे वो थर्ड एलिमेंट की अनुभूति का एहसास होता है |

आपका क्या कहना है इस सोच पर ?

कमल


ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ


પ્રિય,

ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી

મહાનુભાવો તમે ક્યાં ખોવાઈ ગયા છો? અને ગુજરાતી મુવી ને એકલા મૂકીને ક્યાં ચાલી ગયા?

અહી તમારા સમયના મુવી મેકર્સ અને ટેકનીસીયનોની હાલ ખુબ જરૂર છે. હાલના સમયમાં પ્રયત્ન તો થઇ રહ્યા છે પણ મારો અણગમો હજુ એજ કક્ષા એ છે. તમારા સમયની વાર્તાઓ, પ્રદર્શનની કળા, અભિનયની ખોટ ખુબ વર્તાઈ રહી છે.

શું કહેવું છે મિત્રો તમારું?


તા.ક. (Edit 1)


ઘણા મિત્રો એ આ પોસ્ટ વાંચી એવાં રીએક્શન આપ્યા કે, ત્યારની ગુજરાતી ફિલ્મોમાં એવું તો કશુંજ ન હતું. બધું સ્ટીરિયોટાઇપ અને ચાવી ગયેલી સ્ટોરી અને એક જ કાઠીયાવાડી લહેકા. મારે એમને એજ કહેવું છે કે, 

ગુજરાતમાં તમને કન્ટેન્ટ આપણી જ મોનોપોલીની ન મળે તો કોની મળે? બીજું એ કે મને ત્યારે જે કન્ટેન્ટ ઉપર ચલચિત્રો બનતા હતા તે મુદ્દે મને કોઈ ફરિયાદ નથી. મને તો જુના ગુજરાતી ફિલ્મોમાં જે ગમી ગયું એ હતું એમની ટેકનીક, ફિલ્મ પ્રદર્શનની અને સિનેમેટોગ્રાફીની આવડત. 

એકવાત તો આપણે બધા એ માર્ક કરવી જ રહી, કે, એ સમયમાં જે લેવલ, સ્થાન હિન્દી ફિલ્મોનું એ સમયના દર્શકોનું એમના મસ્તિષ્કમાં હતું એજ સ્થાન ગુજરાતી મુવી માટે પણ હતું જ. ત્યારની ગુજરાતી મુવી કન્ટેન્ટ ભલે સ્ટીરિયોટાઇપ કે ઘસેલા હતા પણ લોકો મુવીઝ ને ગભીર લેતા. જેમ અમિતાભનું મુવી રીલીફ સિનેમામાં ૫૦ અઠવાડિયા ચાલે એમ એવાં દાખલાઓ પણ છે કે લોકો ઘણીખરી ગુજરાતી મુવીઝ ૫૦ અઠવાડિયા ચાલી છે એક જ થીયેટરમાં. 

એ સમયની ગુજરાતી મુવીઝ બનાવનાર ડાયરેક્ટરો સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનભેર ઓળખાતા હતા. હાલ એવું નથી રહ્યું. 

હું એ સેન્સની વાત કરું છું જેમાં કિશોરકુમાર, લતા મંગેશકર, મનોજકુમાર, આશાપારેખ, શત્રુગ્નાસિન્હા, અમઝદ ખાન અને એવાં બીજા ઘણાય મહાનુભાવો માટે ગુજરાતી મુવીમાં કામ કરવું એટલું જ માનભર્યું હતું જેટલું એમનું હિન્દી મુવીઝ માટે કામ કરવું હતું. 

રહી વાત કન્ટેન્ટની તો, ફક્ત લોકવાર્તાઓ પરની ફિલ્મોને મુકીએ તો એવી ઘણી બધી મુવીઝ છે જે સામન્ય વાર્તાઓ પર બની છે અને લોકોના માનસપટ પર દીવાર, ઝંઝીર, આનંદ અને એવી બીજી ઘણી સફળ હિન્દી ફિલ્મો જેવી જ ફિલ્મોનું અસર એમના માનસિકતા પર હતી. 

સ્વ. સંજીવ કુમારની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મો સૌપ્રથમ ગુજરાતીમાં રીલીઝ થઇ હતી અને પછી તેનું હિન્દીમાં રીમેક થયું હતું. અને ફક્ત ગુજરાતી જ નહીં તમામ પ્રાંતના લોકોને ગુજરાતી સમજવું એટલું જ જરૂરી હતું એ સમયમાં જેટલું હિન્દી. કારણકે, એ સમયે ઉપેન્દ્રભાઈ, સંજીવ કુમાર અને અન્ય સફળ અભિનેતાઓની ફિલ્મો એટલી ચોટદાર હોતી કે, તેઓ ગુજરાતી મુવી પણ જોવા જતા. 

આજે હાલની તારીખમાં પણ, મેં મુંબઈમાં એવાં ઘણા મારાથી અને અન્ય પ્રાંતના લોકોને એટલા સ્પષ્ટ લહેકા સાથે ગુજરાતી બોલતા જોયા છે કે તમને તેઓ ગુજરાતી જ લાગે. અને કારણ પૂછો તો એ કે, આ બધું દેન છે તમારી ગુજરાતી ફિલ્મો.

Edit 2

ત્યારના સમયમાં અર્બન મુવી ના કલાકારો પણ ફિક્સ હતા......અને મોટે ભાગે એ અમદાવાદની જીવનવ્યવસ્થા પર વધારે બનતા. 

હા, ગુજરાતી ગીત સંગીત વિભાગ ગુજરાતી મુવી ઇન્ડસ્ટ્રીનો મહત્વનો ભાગ ગણી શકાય. પરંતુ હવે થયું છે એ કે, ગુજરાતી મુવી અને ગીતો જોનાર સંભાળનાર વર્ગ એક અલગ જ વર્ગ છે. હવે તેની હાલના અર્બન ગુજરાતીઓને સંપૂર્ણ પસંદ પડે એ જરૂરી નથી. 

છતાં હાલ એ થઇ શકે કે, ગુજરાતી મુવીને આગળ લઇ જવા એક એવી યુનીવર્સીટી ઉભી થવી જોઈએ જે ફક્ત ગુજરાતી મુવી માટે જ રિસર્ચ અને વાર્તાઓ બનાવે. અને તમામ ટેકનીશીયનો સપ્લાય કરે. તો કૈંક થઇ શકે. 

એવું પણ નથી કે, સરકાર પ્રમોટ નથી કરતી. મણે માહિતી મળી છે કે, સરકારે ૧૦૦ એક જેટલી ગુજરાતી ફિલ્મો બનાવવાની જોગવાઈ ચુક્યા છે. અને ફાઈનાન્સ પણ એલોટ થઇ ગયું છે. 

તો પછી....જે રૂપિયે સોનું અને લોખંડ બંને આવી શકે તો સોનું કેમ નહીં. 

ગુજરાતી મુવીઝને ઉપર લઇ જવા માટે પ્રોપર પગલા લેવા જ રહ્યા....અથવા ગુજરાત યુનીવર્સીટીમાં એ ડીપાર્ટમેન્ટ ઓપન કરવો રહ્યો જે ગુજરાતી મુવી જ ને નેશનલ અને ઇન્ટરનેશનલ ઝોન પર લઇ જવા માટેના પ્રયત્નો ચાલુ કરવા જ રહ્યા

Kamal Bharakhda


ગ से ગુજરાતી और વ से વાંચક નહીં પણ વાતોડિયા


હા, સાચી વાત છે...આ આપણા ગુજરાતીઓને વાંચન સાથે કૈંક અલગ જ પ્રકારનો અણબનાવ છે. મોટાભાગના ગુજરાતીઓએ એમના સંપૂર્ણ જીવનમાં બુધવારની પૂર્તિ અને ગુજરાત સમાચારથી વધુ કૈંજ નહીં વાંચ્યું હોય! અને જેઓ કઇંક વાંચે છે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વાંચે છે અથવા ગ્લેમર (દેખાડા) માટે ;) આખરે હાથમાં બુક હોવી પણ સદીઓથી જ્ઞાની દેખાવવાનું પ્રતિક ગણવામાં આવે છે. ;)

ઠીક છે અમુક ગુજરાતીઓને તો એ વાતથી પણ કોઈ ફરક નથી પડતો પણ આપણા ગુજરાતીઓ એટલા વાતોડિયા એટલા વાતોડિયા કે ૩૦ એક મીનીટની ઓટલા-પંચાતમાં બુકર કે પુલિત્ઝર પ્રાઈઝ માટે નોમીનેટ થયેલા લેખક/લેખિકાની બુકનો ફાફડા કે ભજીયાં ખાતાખાતા સંપૂર્ણ રીવ્યુ આપી દે! અને અમુકતો, સાઉથની મુવીમાં ફીઝીક્સના નિયમોની ઐસીતૈસી જેવાં એક્શન સિક્વન્સ જોઇને સીટી મારવાવાળા પાછા એજ પપૈયાના છીણ, મરચાં અને લાલ-લીલી ચટણી સાથે ગરમાગરમ ભજીયાનું બટકું તોડીને પુસ્તકના અતિ-ગંભીર મુદ્દા પર પોતાનો “સ્વતંત્ર” અભિપ્રાય આપે પાછાં. ભાઈ ભાઈ. :p (ગુજરાતી છું એટલે ભજીયા સાથે મને શું પ્રિય છે એ લખવું તો વ્યાજબી જ છે) ગુજરાતી મિત્રો મળે ત્યારે કાંઈપણ બોલવું જરૂરી છે શું બોલવું એ જરાય મહત્વનું નથી. તેની જાણ તો હશે જ બધાને. (રહવા દો, આપણું અવલોકન બોલે છે)

ટુંકમાં, આપણા ગુજરાતીઓ અને વાંચનને કઇંક આવું જ છે. મુળ તો તકલીફ મને ત્યાં થઇ જયારે લગ્નમાં નિમંત્રિત લગભગ ૭૦૦ જણામાંથી ગણીને પાંચએક જેટલા NRI મહેમાનો ને લીધે લોકો કંકોત્રી અંગ્રેજીમાં છપાવી નાખતા હોય છે અને પાછાં તે ગુજરાતી જ હોય છે. એ હરખપદુડાઓ ને મારી નમ્ર અપીલ છે કે, તમે જેને કંકોત્રી આપવાના છો એમણે એમનું આખું જીવન ફક્ત ગુજરાત સમાચારની હેડલાઈન વાંચીને જ વિતાવ્યું છે. અને તેઓને તમે અંગ્રેજીમાં કંકોત્રી મોકલો એટલે બિચારો પહેલા તો ભણેલાને ગોતે. અને એ ઘરમાં હોય તો ઠીક પણ શેરીમાંથી બોલાવેલ ભણેશ્રી જયારે ઘરમાં આવીને કંકોત્રી ને વાંચન માટે ઉપાડે ત્યારે તેની મુખ મુદ્રીકાઓ જોવા જેવી હોય છે. જાણે એને UNમાં ભારત તરફી ભાષણ આપવા માટે સેન્ટર સ્ટેજમાં મહત્વનો મુદ્દો લઈને ન ઉભો હોય એવું પ્રદર્શન કરે!

એક તો ગુજરાતીઓને અંગ્રેજી સાથે બાપે માર્યા વેર અને એમાંય અત્યારે લગ્નકંકોત્રી અંગ્રેજીમાં જ છપાવવી જેવી ફેશનને લીધે ઘણી વખત મારા આત્માના ઊંડાણમાંથી એવો ઉદગાર નીકળી આવે છે કે, કૃપયા કરી જેને ત્યાં લગ્ન છે એવાં ઘર-ધણીને ને પ્રાર્થના કે, કંકોત્રી સાથે સાથે દુભાષિયાઓ પણ પોસ્ટ કરે(!) જેથી મુળ જમવાનો ટાઈમિંગ શું છે એ ખબર તો પડે! :p ;)

કહેવાનું એ કે, ગુજરાતી આપણી ફક્ત ભાષા નથી. એ આપણી ઓળખાણ છે. એ છે તો આપણે ગુજરાતી કહેવાયા છીએ. કંકોત્રી કે અન્ય આમંત્રણ અંગ્રેજીમાં કરવાથી આપણી શોભામાં અભિવૃદ્ધિ થાય એ જમાનો પણ છે જ પરંતુ ગુજરાતીને ભાષાને પ્રથમ પ્રાધાન્ય આપવું એ આપણી ફરજ છે. અહીં ગુજરાતી ભાષાને લઈને કોઈ “ભાષાવાદ” ઉભો કરવાનો મારો અભિગમ નથી. હું ફક્ત એટલું જ કહેવા ઈચ્છું છું કે, આપણે જે છીએ એ જ રહેવાના છીએ અને એ પણ છેલ્લે સુધી.......બસ એ સ્વીકારી લઈએ.

ચાલતા-ચાલતા કોઈ મોર્ડન ગુજરાતી યુવક/યુવતીને પગમાં ઠેસ વાગે અને જો અંગ્રેજીમાં “ઓહ માય ગોડ” જેવા ઉચ્ચારણ કાઢે તો એમને ફરી એકવાર માનવનિર્મિત ઠેસ પહોચાડો અને ત્યાર બાદ એમના મોં માંથી નીકળતો ઉદગાર ૧૦૦% એમની તળપદી ભાષામાં જ હશે. ;) “એ ટોપા, અક્કલમઠા, આંધળીના, ભાન નહીં પડતી તને... શું કામ માર્યું તે મને?” hahahahah અનુભવ છે બકા આપણો.

ચલો ત્યારે હવે મારો લેખનનો સમય પૂર્ણ થયો. હું અમદાવાદમાં જ્યાં રહું છું એ બા ને ત્યાં આજે જ ત્રણ-ત્રણ કંકોત્રીઓ આવી છે અને એ પણ અંગ્રેજીમાં(!) એટલે વાંચનનો સમય થઇ ગયો છે. આસ્ટલા વિસ્ટા. :p

જય જય ગરવી ગુજરાત,

જય હિંદ

લી. કમલ ભરખડા.


માનસિક અંધાપો

વધારે સમજી-વિચારી ચાલવા વાળાને અજીબ પ્રકારનો અંધાપો હોય છે.

તેઓ ફક્ત પરિણામ આપી જાણે છે અને અંધાપાને લીધે આવેલ આંનદ જોઈ નથી શકતાં એટલે માણવાની તક પણ ગુમાવે છે.

શાહબુદ્ધિન સાહેબ સાચું કહે છે ખરો આનંદ તો અવલોકનમાં જ છે. અને સમદ્રષ્ટિ અવલોકન ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગના તમામ પ્રકારના દરવાજા ખુલ્લા હોય.

પૂર્વધારણાઓ એટલે જ એ અંધાપો.

કમલ.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો