હવે આગળ હું શું કરું?


આગળ કંઇપણ વિચારો એ પહેલા તમને આ અહેવાલનો વિષય સંક્ષિપ્તમાં જણાવી દઉં. આ શીર્ષક ન્યોછાવર છે ધગધગતી ૧૦, ૧૨ની બોર્ડની પરીક્ષાઓની ગરમી સહન કર્યા પછી ઠંડા થયેલા વિદ્યાર્થીઓ માટે.
ભારતીય વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ પછી જનરલી બધાજ ભવિષ્યનાં તારલાઓનાંલગભગ આ જ પ્રકારના પ્રશ્નો હોય છે કે, હવે આગળ હું શું કરું?, મારા માટે શું બેસ્ટ છે? હું શું કરી શકું છું? વગેરે વગેરે... તો આપશ્રીનો સમય વધારે ખરાબ ન કરતા સીધો મુદ્દા પર આવું છું.
તમે જેમની પણ પાસે સલાહ લેવા જશો તો એ તમને મોટાભાગે સીધો રસ્તો બતાવશે. કે તું CA કર, એન્જીનીયરીંગ, MBA કે પછી ડોક્ટરી કર. પણ કેરિયરમાં સફળતા મેળવવા માટે જે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે એ તો ભાગ્યેજ તમારી સામે આવતું હશે!
તમે તમારું ભણતર જે પણ કોર્સમાં પૂર્ણ કરશો, પણ ભણ્યા પછી તમારે કોઈના કોઈ વ્યવસાયમાં જ જોડાવવાનું રહ્યું. એ પછી તમારો હોય કે બીજાનો, DONE?
મારી દ્રષ્ટી એ “પાંચ” પ્રકારના વ્યવસાય હોય છે. જેના દ્વારા આપણે નક્કી કરી શકીશું કે, આપણે ભવિષ્યમાં શું કરી શકીએ છીએ, અને આગળ કઈ રીતે વધવું જોઈએ? જેનાથી એ બધી જ આવડતોની તૈયારીમાં અત્યારથી જ લાગી શકીએ.
મેં વ્યવસાયની દ્રષ્ટિએ પાંચ પ્રકારની ફોર્મુલા તૈયાર કરી છે. જેનાથી એ સમજવામાં વધારે આસાની પડશે કે કોઈ એક પ્રકારનાં વ્યવસાયમાં જોડાવા માટે તમારી પાસે કઈ કઈ આવડતો હોવી જોઈએ. શરૂઆત કરતા પહેલા અમુક શબ્દ પ્રયોગ વિષે પહેલાથી સમજી લઈએ જેનાથી આગળ ફોર્મુલા સમજવામાં સહેલાઇ રહેશે.
૧. Domain Expert (ડોમેઈન એક્સપર્ટ):
એવો વ્યક્તિ કે, જેનામાં કોઈપણ પ્રકારની કારીગરી હોય પછી એ વ્યક્તિ જે પણ શાખામાં અભ્યાસ કે અનુભવ લીધો હોય, અથવા તો એમ કહી શકીએ કે, વિષયનો સંપૂર્ણ જાણકાર.
૨. Soft Skills (સોફ્ટ સ્કીલ્સ):
એટલે કે વિદ્યાજ્ઞાન પ્રદર્શનની આવડત. ટૂંકમાં તમારી પાસે જે પણ હુનર છે એને સમજાવવાની કળા. જેમકે, વાક્ચાતુર્યતા (બોલવાની કળા), તમારી પર્સનાલીટી, તમારી બધીજ આવડતો કે જે તમારા વ્યક્તિત્વને લગતી હોય. જેના દ્વારા તમે કોઈપણ પરિસ્થિતિને સરળતાથી સમજી અને સમજાવી શકો.
૩. Management Skills (મેનેજમેન્ટ સ્કીલ્સ):
કુટુંબ, રહેઠાણ કે પછી સ્કુલના કોઈપણ પ્રસંગો દરમ્યાન કામગીરીમાં થયેલા અનુભવો, એજ તમારી Management Skills છે. એટલેજ તો સામાજિક કાર્યો અને પ્રસંગો દરમ્યાન બાળકોને આગળ પડતા રાખવામાં આવે છે. જેનાથી આ આવડત એમનામાં વૃદ્ધિ પામે.
તો આ રહ્યા પાંચ વ્યવસાયનાં પ્રકાર મારી દ્રષ્ટીએ
1. Education + Domain Expert – Soft Skill = Technician, Accountant, Artist, Nurse, Government Job, Designer Etc.…
2. Education + Soft Skill – Domain Expert = Sales Person
3. Education + Domain Expert + Soft Skill + Management Skills = Engineer, Manager, Doctor, CA, Presenter Etc...
4. Education – Domain Expert – Soft Skill – Money – Management Skills = Hard Work and no other option
5. +/- Education +/- Domain Expert +/- Soft Skill + Finance + Management Skills + Risk + Network = Business Person, કારણકે વેપારી Education, Domain Expertise and Soft Skill ધરાવતી પ્રતિભાઓને પોતાને ત્યાં નોકરી પર રાખી શકે છે.

તો આ હતાં કોઇપણ વ્યવસાય તરફ જવાના પાંચ રસ્તા. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં રસ્તે નીકળવું છે. ખરેખર ફક્ત ભણતરથી કે ડીગ્રી લેવાથી કૈંજ નથી થવાનું. પરંતુ સમજી વિચારીને પોતાના મહત્વનાં પાસાઓ ધ્યાનમાં રાખીને નક્કી કરેલુ ભવિષ્ય ખરેખર સુઘડ હશે.
સફળતા મેળવવા માટે Domain Expertise, Soft Skill and Management Skills એમ બધી જ આવડતો જીવનમાં ખુબ જ જરૂરી છે. હવે તમે વધારે શેમાં પારંગત છો એ તમારે નક્કી કરવાનું છે!
જો તમને લાગે કે આ પોસ્ટ ખરેખર મદદરૂપ થઇ શકે છે તો આ પોસ્ટ ને શેર કરીને બધાજ વિદ્યાર્થીઓ સુધી પહોચશે એવી એક પહેલ છે.
આ પોસ્ટ વાંચવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.
કમલ ભરખડા




ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ