પતિ-પત્ની વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો


સ્ત્રી પુરુષ વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો? શું ખરેખર મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે?

પુરુષને સ્ત્રીની કઈ વાત થી તકલીફ હોઈ શકે?
તેના સ્વભાવથી? ના/કદાચ
તેના મિજાજથી? ના/કદાચ
તેના વર્તનથી? ના/કદાચ
તેના મુડ સ્વીન્ગ્સથી? ના/કદાચ

તો પછી શેનાથી?
પુરુષને સ્ત્રીઓની એક જ આદતથી તકલીફ થાય છે. તેમની દલીલોથી.

પુરુષોને દલીલોથી પણ તકલીફ નથી હોતી પણ દલીલમાં સ્ત્રી જે મુદ્દાને પ્રાથમિકતા આપતી હોય છે એ મુદ્દે સ્ત્રી સાચી જ હોય છે પણ જીવનના બીજા પ્રકરણમાં (વ્યવસાયિક) વ્યસ્ત રહેલ પુરુષ માટે એ મુદ્દો તેની પ્રાથમિકતામાં નથી હોતો. એટલે ટેકનીકલી સ્ત્રી સાચી છે અને પુરુષ પણ.

જયારે હમસફરની પ્રાથમિકતા અલગ પડે ત્યારે વિચારોમાં ભેદ નજરે ચડે છે. એ ભેદ ધીમે ધીમે વકરે અને એક વિકરાળ સ્વરૂપ લે છે. અને છેલ્લે સ્ત્રીઓ માટે એ વકરેલી પરિસ્થતિ માનસિક તણાવ બની જાય છે. અને એ માનસિક તણાવમાં સ્ત્રીના મોઢેથી નીકળેલ તમામ શબ્દો પુરુષ માટે એટલા વેધક સાબિત થાય છે કે પુરુષની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જાય છે. પુરુષ જયારે પોતે હાથમાં લીધેલી પ્રાથમિકતાઓ પર પુરુતુ ધ્યાન ન આપી શકે એટલે એ માનસિક તણાવમાં આવી પહોંચે છે. જેનું રીઝલ્ટ એ આવે છે કે, પતિ પત્ની કે પછી બે સ્ત્રી પુરુષ વચ્ચે માનસિક તણાવો ઉભા થાય છે. અને આગળ જતા સબંધો તુટવા જેવી પરિસ્થતિઓનો સામનો કરવો પડે છે.

થોડા હજુ અંદર ઉતારીએ.

દલીલો એટલે શું? દલીલો એટલે મનોવૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો એક પ્રકારનો સંવાદ કે જેમાં મહત્વના મુદ્દાઓ ઉમેરવા માટે સ્ત્રી પોતાની તમામ (નકામી) ઉર્જાનો ઉપયોગ કરે છે.

“નકામી” શબ્દ ને અહિયાં કોઈ નકારાત્મક ન લેશો. ખરેખર આ બધી સમસ્યાનો ઉકેલ જ તો એ “નકામાં” સમયમાં પડ્યો છે. હું થોડો સમજાવવાનો પ્રયત્ન કરું.

એક વ્યક્તિ કે જેની પાસે માનસિક ઉર્જાનો ભંડાર હોય તેને જો તમે માનસિક સ્વતંત્રતા ન આપો તો એ માનસિકતાનો સ્ત્રોત કે જે પ્રચંડ ઉર્જાથી ભરેલો છે એ ક્યાંક ને ક્યાંક તો એ વ્યક્તિ વાપરશે જ. જયારે તેની પાસે તેને વાપરવાનો રસ્તો જ ન હોય ત્યારે એ વ્યક્તિ એ ઉર્જાને વેડફવાનું શરુ કરે. હવે એ ઘરમાં જ બેસેલી વ્યક્તિ કે જેની પાસે ઘર સંભાળવા સિવાય બીજું કોઈ કામ નથી તે સ્ત્રીઓ પોતાની ઉર્જાના વપરાશ માટે પોતાની જ તકલીફોને કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન કરશે.

હાલની પરિસ્થતિ પ્રમાણે ભણેલી ગણેલી સ્ત્રી પણ લગ્ન કરીને ઘરના કામકાજમાં વધારે પડતી ઇન્વોલ્વ થાય છે. હાલમાં પણ મોટાભાગની સ્ત્રીઓ, જવાબદાર કે નિર્ણાયક તરીકે ઘરમાં સ્થાપિત નથી હોતી. પુરુષનો સ્વભાવ રહ્યો છે દરેક નિર્ણયમાં સ્ત્રીથી આગળ રહેવાનો. અને સ્ત્રી લિબરલ છે એટલે તેના ઉદારવાદી વિચારસરણીનો ઉપયોગ પુરુષો ઘણી સારી રીતે કરી લે છે. સ્ત્રી મોટે ભાગે જતું કરવામાં માને છે. પણ જો કોઈ તકલીફ થાય તો એજ પુરુષો સ્ત્રીઓ પર આક્ષેપનો પોટલો ઢોળતા સેજ પણ વિચાર કરતા નથી. શુકામ?
પહેલાનાં જમાનામાં સ્ત્રીઓને શિક્ષિત કરવામાં નહોતી આવતી એટલે મોટા ભાગની સ્ત્રીઓની દુનિયા એટલે એમનું ઘર જ કહેવાતું અને તેઓની સમસ્યાઓ પણ ઘર સુધીની જ રહેતી. એ મુજબ દુનિયાદારી નિભાવી રહેલ પુરુષની પ્રચંડ ભવ્યતા સામે એ સ્ત્રી હમેશા ઝાંખી પડે. એજ રીતે સ્ત્રીઓમાં પહેલાના સમયમાં માનસિક શક્તિનો પ્રભાવ ઘણો ઓછો હતો એટલે એમને ફક્ત એમની શારીરિક ઉર્જાનો નિકાલ શોધવો રહ્યો. પહેલા સ્ત્રીઓને એ તમામ કામ કરતી જે અત્યારે મશીનોએ જગ્યા લઇ લીધી છે.

જેમકે, અનાજ દળવું, મસાલા ખાંડવા, દૂધ દોહવું, ઢોર ઢાકરની માવજત કરવી વગેરે વગેરે. આ બધી પ્રવુત્તિઓ સ્ત્રી આખા દિવસ દરમ્યાન કરવી પડતી. આ બધી પ્રવુતિઓમાં સ્ત્રીઓની શારીરિક શક્તિનો લગભગ સંપૂર્ણ ઉપયોગ થઇ જતો હતો એટલે ત્યારે સ્ત્રીઓ પાસે દલીલ અથવા શિકાયત જેવું કશુંજ બચે જ નહીં. એટલે જ તો કહેવાય છે કે પહેલાના સબંધોમાં તિરાડો ઓછી પડતી હતી. કારણકે જવાબદારીઓના ચોક્કસ ભાગલાઓ હતા. પણ સ્ત્રી પુરુષમાં અસમાનતા હતી.
એજ પ્રમાણે હાલમાં સ્ત્રીઓમાં શિક્ષણને લીધે વધતું માનસિકતાનું પ્રમાણ જ તેની બધી તકલીફોને આવકારવાનું કામ કરે છે. પહેલાની સ્ત્રીઓમાં જે માનસિકતાનો અભાવ હતો એ અત્યારની સ્ત્રીઓમાં જરાય નથી. ઉલટાની માનસિક ઉર્જા ભરી ભરી ને પડી છે. પરંતુ સ્ત્રીઓ સાથે વ્યવહારતો પહેલા જેવા જ થાય છે. હાલમાં પણ સ્ત્રીઓ પોતાની માનસિકતાનો ઉપયોગ જ નથી કરી શકતી. એટલે એ સ્ત્રી તેની તમામ માનસિકતાનો ઉપયોગ તેના પુરુષ સાથે દલીલોમાં વેડફે છે. જેનું પરિણામ આવે છે સબંધોમાં તિરાડો.

આ બધાનું તારણ એ નથી કે, સ્ત્રીઓ શિક્ષિત જ ન હોવી જોઈએ...! સ્ત્રીઓ એ શિક્ષિત થવું જ પડશે. જે જે સ્ત્રીઓ શિક્ષિત છે અને તેમની પાસે માનસિક ઉર્જાનો ભંડાર છે તેઓ બીજી ઘણી માનસિક જવાબદારીઓ ઉપાડવા સક્ષમ છે. સ્ત્રીઓએ એવાં કાર્યોંમાં પોતાનું યોગદાન આપવું રહ્યું જેમાં તેઓ પોતાની માનસિક ઉર્જાનો ઉપયોગ સારી રીતે કરી શકે છે.

અને સમાજમાં અને બીજા ઘણાબધા ક્ષેત્રોમાં પ્રોફેશનલ સ્ત્રીઓના જીવનનું અનુમાન કરશો તો ખ્યાલ આવશે કે એ સ્ત્રીની વિચારસરણી અને પ્રાથમિકતા તદન અલગ દેખાતી હશે. કારણ જ એ છે કે, એ સ્ત્રીને પોતાની ઉર્જાનો ઉપયોગ કરવાની જગ્યા મળી રહે છે.

માનસિક અને શારીરિક ઉર્જાનો વ્યવહારિક અને જવાબદારી ભર્યો ઉપયોગ એક પ્લાનિંગનો વિષય છે. પુરુષો એ પોતાનો “મેલ ઈગો” (પૌરુષત્વ) ને સાઈડ પર મુકીને અમુક જવાબદારીઓ સ્ત્રીઓને સોંપવી પડશે... જે સમાનતાનો વિષય થયો. જો સ્ત્રી અને પુરુષ સાથે બેસીને ભણી શકતા હોય તો તેઓ સાથે મળીને જવાબદારીઓ માથે કેમ ન લઇ શકે?

પુરુષોની પણ એક તકલીફ છે કે, સ્ત્રી જયારે સામે ચાલીને કોઈ જવાબદારી લેવા જાય ત્યારે પુરુષ તેના પર તમામ જવાબદારી મૂકી દે છે. અને "જોઈએ છીએ તું કઈ રીતે હેન્ડલ કરીશ", જેવા સંવાદોથી સ્ત્રીનું મનોબળ નબળું પાડે છે.

છોકરાઓ, સમાજ-વ્યવહાર, વ્યવસાય અને બીજા ઘણા બધા ક્ષેત્રોની જવાબદારી પુરુષ પોતે માથે લઈને બેઠો હોય છે. પરંતુ જો સમાનતાના સિધ્ધાંત પર સ્ત્રીઓ જ અમુક જવાબદારીઓ માથે લઈ લે તો ઘણા બધા દુષણો સાફ થઇ શકે છે.

Kamal Bharakhda

મોજ માં રહેવું એટલે? અને મોજ માં રહી કોણ શકે?

જે વ્યક્તિ,

વર્તમાનમાં રહે, (to live in Present)
ઉદારમતનો હોય અને (Liberal)
આશાવાદી હોય (Optimistic)

તે જ વ્યક્તિ મોજીલો છે, અને મોજમાં રહે છે, એવું કહી શકાય.

તા.ક. .....અને બાકી બધા "ખોજ"માં જ રહે છે. કોની ? ભાઈલા "મોજ"ની જ તો  

hahaha

- Kamal Bharakhda

સાચું શું? પ્રાચીન કે મોર્ડન સમય?

આજે એક સાહેબ સાથે ચર્ચા થઈ હતી. તેઓને પ્રાચિન ભારતનાં અથવા સનાતન ધર્મ પર અત્યારના લોકોના અવિશ્વાસને લઇને થોડાં માયુસ મેહસૂસ કરી રહ્યા હતા એવું લાગ્યું. આગળ એમણે કહ્યું કે, જ્યાં સુધી કોઈ વસ્તું હમ્બગ પુરવાર ન થાય ત્યાંર સુધી હું એ વિચારોને છોડી શકું એ પરિસ્થતિમાં નથી.


મારું એમને કહેવું હતું કે,


કોઈ પણ વિચારો હમ્બગ પુરવાર થાય પછી જ તેનું મૂલ્યાંકન ઓછું કરવું એજ નિયમ નથી. ઘણી વખત એમ પણ બને... સમય અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને જે આધુનિક સમાજવ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તેનાં માટે જે પ્રાચીન સમયની પ્રથા, નીતિ નિયમો ભલે ઉપયોગી અને અસરકારક રહ્યાં હોય છતાં તેનું સમયની માંગણી પ્રમાણે તેં તમામ પરિબળોનું બિનજરૂરીપણું પણ સાબીત થઈ શકે છે કે હવે એ નીતિ નિયમોની દેશને અને આધુનિક સમાજને જરૂરી નથી.


એક એકદમ સરળ દાખલો આપુ.


પ્રાચિન ભારતની પરંપરાને થાળી સમજો જેમાં રોટલી, શાક, રાયતું અને કચુંબર પીરસવામાં આવ્યુ છે. પરંતુ સમય મુજબ તમે નાસ્તો કરવા બહાર જશો તો એ થાળી તો નહીં જ જમો.


પણ, જો એજ રોટલીમાં પહેલાં થોડું રાયતું લગાડી ઉપર થોડું કચુંબર અને છેલ્લે શાક રાખીને રોટલીનો રોલ વાળીને પીરસ્સો તો આ જ લોકો કે જે એ થાળી જમવા તૈયાર નથી પણ તેઓ આ રોલને " ફ્રેંકી " જેવાં ઉપનામ સાથે હોંશે હોંશે ખાશે...અને ઉપરથી 20 રૂપિયા પણ વધારે આપશે. અંતે તમે જમ્યા તો એજ થાળીને? બરાબર કે નહીં? એવી જ રીતે થાળીના કન્ટેન્ટની જેમ સત્ય નથી બદલાતું પણ તેને સમય અનુસાર લેવાની રીત બદલાય ખરી.


એનો મતલબ એ પણ નથી કે, થાળી આરોગનાર રૂઢીવાદી થયા અને ફ્રેંકી આરોગનાર મોડર્ન થયા. મુળ મુદ્દે બધાય સાચા. બસ ફર્ક એટલો કે કોણ કઈ રીતે પોતાના સત્યને લે છે.


લોકો એ સમય અનુસાર થાળીને બાજુમાં મુકીને ફ્રેંકી સીસ્ટમને અપનાવવી જ રહી. શુકામ થાળીનો બગાડ કરવો.!!! બસ ધ્યેય એજ રહેવો જોઈએ કે સમાનતમ ભાવના વળી સમાજરચનાને લોકોના માનસપટ પર ઉતારી શકીએ.


કમલ ભરખડા

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ



હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. (મતલબ કે, તમામ વિચારસરણીનો સમન્વય)



જે વ્યક્તિકોઈને માને કે ન માને પરંતુ તે પ્રત્યક્ષ કે પરોક્ષપણે હિન્દૂ “સિસ્ટમ”નો જ ગણાતો અને હાલમાં પણ ગણાય જ છે. પ્રાચીન હિંદુત્વ એક સર્ટિફિકેટ લેસ સિસ્ટમ હશે. જેમકે, બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર એટલે કે, કોઈપણ પ્રકારના બંધન વગરની ઉદારવાદીનીતિ અને વ્યક્તિઓથી બનેલું સુઆયોજિત માળખું. માણસાઈ, સંપન્ન સમાજરચના અને સમૃદ્ધ રાષ્ટ્ર બસ એજ એમના લક્ષ્યો હતાં.

હિંદુત્વ એ ત્યારની સ્થાપિત ભારતીય સંસ્કૃતિનો સંપુર્ણ ભાગ હતો, જેમાં કોઈપણ ભૌતિક, લૌકિકસામાજીકવૈચારિક કે પછી ધાર્મિક બંધનો અને અન્ય બંધારણો કે જે માણસને પોતાની સ્વતંત્રતા વિરૂદ્ધ બાંધી રાખે તેવી કોઈ જોગવાઇઓ જ ન હતી. એક એવી અત્યાધુનિક રેશનલ વિચારધારાની સંસ્કૃતિ કે જેણે હર-હંમેશ તમામ બીજી સંસ્કૃતિઓને અને વિચારધારાને આવકાર જ આપ્યો છે.

શું તમે શરાબ પીવો છોતમે માંસ ખાઓ છોતમે મૂર્તિ પૂજામાં નથી માનતાતમે મંદિરમાં નથી જતાંતમે નિત્ય ક્રિયા નથી કરતાતમારાં કોઈ ભગવાન નથીશું તમે માન્યતાઓમાં નથી માનતાશુ તમે નાસ્તિક છોશું તમે અમુક તહેવારોમા નથી માનતાશું તમે તમારી માતૃ ભાષા સિવાય તમામ ભાષાને ગૌણ ગણો છોશું તમે માનો છો કે તમારાથી કોઈ મોટુ નથીતમારે શારિરીક અને માનસિક નગ્ન જ રહેવું છેઆ બધાં પ્રશ્નો ફક્ત એક મુળ હિંદુત્વ ફિલોસોફીમાં પરોક્ષ કે પ્રત્યક્ષ પણે માનનાર વ્યક્તિ ને જ પુછી શકાય છે. કારણ કેફક્ત હિંદુત્વમાં જ એવી જોગવાઈ (મુકતતા) હતી, કે જેને જે પણ કરવું હોય તે એ કરી જ શકે. તેનાં માટે હિંદુત્વમાં દરેક પરિસ્થતીઓ પર સમાજમાં તેમને એક અલગ સ્થાન મળતું હતું, અને હાલમાં પણ અલ્પ પ્રમાણમાં જોઇ શકીએ છીએ. એટલે ટેકનીકલી હિંદુત્વને તમે એક ધર્મમાં તો ન જ ગણી શકો! હિન્દુત્વ એક સંસ્કૃતિ હતી!

હા બીજી એક વાતની ચોખવટ કરી લઉં કે, ભારતમાં “વર્ણવાદ” પણ એટલો જ પ્રાચીન છે જેટલો હિન્દુત્વ. ત્યારે પણ દરેક વર્ણો વચ્ચે આટલી જ તકલીફ હશે એવું અત્યારે માનીને ચાલીએ.

તમામ વર્ણો વચ્ચે ફક્ત એક જ કંડીશન(શરત) અથવા બાઉન્ડ્રી હતી. કોઈપણ વર્ણ “રોટી” અને “બેટી”(દિકરી) બીજા વર્ણને ન આપી શકે કે લઈ શકે. બાકી બીજા તમે ગમે તે વ્યવહાર અથવા સબંધ કરો તેની છૂટ. ત્યારની પરિસ્થતિ અને શિક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમાજવ્યવસ્થાને નિયંત્રિત રાખવા એ નિર્ણય યોગ્ય ગણીએ. હાલના આધુનિક સમાજમાં ફેલાતાં શિક્ષણવાદે તમામ વર્ણોને એક જ પાટલીએ બેસાડીને એ દુષણ પણ લગભગ પૂરું કરી નાખ્યું છે. (રોટી અને બેટીનો વ્યવહાર કેમ ન કરવો એ અતિવિશાળ અને ગંભીર મુદ્દો છે. સ્વતંત્ર અહેવાલ તરીકે સામેલ જરૂર કરીશ)

હિંદુત્વ સિસ્ટમનાં લોકો મૂળમાં ફક્ત કુદરતી પરિબળોને માનનાર હતાં. કુદરતી પરિબળોમાં માનનારનો મતલબ એ ન લઇ લેવો કે તેઓમાં ધાર્મિક વૃત્તિ હતી. પણ માણસાઈ અને ઉદારમતનીતિના ભાવે કુદરત પાસેથી મલ્ટી તમામ સગવડો પ્રત્યે જે કૃતજ્ઞતા હતી તે જ પ્રગટ કરવાનો હેતુ રહ્યો હશે.

આગળ જતાં અનેક સંસ્કૃતિઓનાં સંયોજનનાં હિસાબે હિન્દુત્વ વ્યવસ્થામાં એ લોકો માટે પણ જગ્યા બની ગઇ, કે જેઓ વ્યક્તિ પૂજામાં માનતા હતાં (બ્રાહ્મણો દ્વારા પણ મનાવવામાં આવ્યું અને સમાજના એક ઉચ્ચ વર્ગએ પણ આ વ્યવસ્થા ચાલુ કરી જેથી નીચેના વર્ગે પણ કરવી પડી હશે). ધીરે ધીરે  વ્યક્તિ પૂજારીઓએ બ્રહ્માંડનાં કુદરતી પરિબળોને પણ પોતાનાં જેવાં જ માણસનું રૂપ આપવા લાગ્યા! કાલ્પનિક મૂર્તિઓને કુદરતી પરિબળો જેવા કેજલઅગ્નિવાયુ,પૃથ્વી વગેરે વગેરે ને માણસનું રૂપ આપીને તેઓને એ તમામના રિપ્રેઝેનટેટીવ (પ્રતિનિધિ) બનાવવામાં આવ્યાં. ત્યાંથી શરૂઆત થઈ મંદીર વ્યવસ્થાની, હિંદુત્વમાં એ લોકોને પણ સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યાં.

સમય જતાં જતાં વીશાળ જન સમુદાયનાં પ્રતાપે હિંદુત્વને ધર્મમાં ખપવું પડ્યું હશે. (હિંદુ ધર્મની થીયરી, સિંધુનું આ બાજુ રહેનારા યુરોપમાંથી આવેલા લોકો ભારતમાં પ્રવેશ્યા ત્યારે તેમણે સિંધુનું અપભ્રંશ કરી હિંદુ કર્યું હતું એવી માન્યતાઓ છે) હિન્દુત્વ પોતે એક એ જાયન્ટ સિસ્ટમનો ભાગ હતો કે જેમાં કોઇપણ જાતનાં ભેદભાવ વગર તમામ વિચારસરણીઓને પ્રોપર સ્ટેન્ડ મળતું હતું અને કોઈપણ પ્રકારની આનાકાની વગર આવકાર પણ હતો. હિંદુત્વ ખરેખર એક આધુનિક વિચારસરણી કહીં શકાય. હાલનું હિન્દૂવાદ પણ તે જ સિસ્ટમનો સબ ડોમેઈન જ છે. (હાલનો હિંદુવાદ એમ કહેવા માંગે છે કે, જો તમે ધર્મ સંસ્થાની સામે અથવા બાવાઓની સામે બોલો તો તમારો ખાતમો બોલી જાય પરંતુ ધર્મએ દરેકની વ્યક્તિગત પસંદ હોવી જોઇએ જે હિન્દુત્વ કહેવા માંગે છે.)

મારો આ લેખ લખવાનો તાત્પર્ય જ એ હતો કેઆપણે તમામ એ જ હિંદુત્વ સિસ્ટમના મણકાઓ છીએ, જે પોતે જ પોતાનામાં એક સંપન્ન ન્યાયિક નીતિશાસ્ત્ર અને સમાજ વ્યવસ્થા હતી, કે જેને અત્યારે ફક્ત ધર્મની રાજનીતિ રમવા માટેનું મેદાન બનાવી નાખવામાં આવ્યું છે. કારણકે એ મૂળ હિંદુત્વવાદનાં તળિયે જ એક મોટું ગ્રાઉન્ડ છે જયાં તમામ વાદનો સહર્ષ સમાવેશ થાય છે.

“સમાવેશ” શબ્દનો અહિં બહું મોટો મહિમા છે. જે સિસ્ટમનાં મૂળમાં જ તમામ વિચારધારાનો સ્વીકાર થતો હોય ત્યાં ઊંચ નીચકે કોઇપણ પ્રકારનો ધર્મવાદ, પ્રાંતવાદ કે જાતિવાદ જેવા બીજાં કોઇપણ “વાદ” ને એક બીજાથી વધારે સ્ટેન્ડ મળતું જ નથી. (મહત્વની વાત એ છે કે, આજે ધર્મએ જ આ ઉંચ-નીચના ભેદભાવ ચાલુ રાખ્યા કારણકે, બ્રહ્મણોનો એમાં અંગત સ્વાર્થ હતો. અને આજે પણ એજ રીતે અનેક લોકોના અંગત સ્વાર્થ જોડાયેલા હોય છે.)

જ્યારે સિસ્ટમ પોતે જ એટલી વીશાળ હોય ત્યારે એક બીજા સાથેનું અલગપણું સંપુર્ણપણે નાબૂદ થઈ જાય છે. (એ અલગપણું એટલે તમામ "વાદ" નો જન્મદાતા) ત્યાર પછી લોકો પોતાની આર્થિક અને માનસિક ઉન્નતિ વધારવાના દ્વાર ખખડાવે છે. જે થયું પણ ખરૂં. એટલે જ તો ભારત એક સમયે સુખી સંપન્ન હતું.

જે તેં મોભીઓનાં પ્રતાપે હિંદુત્વ જેવી સિસ્ટમ ધીમે ધીમે હિન્દૂ ધર્મમાં રૂપાંતરિત થવાં લાગી. હવે જ્યારે મૂળ સિસ્ટમનો સમાજ જ એક સબ ડોમેઈનની વિચારધારા અપનાવી લે એટલે સ્વાભાવિક છે કે તણખાઓ તો દેખાશે જ.

મૂળમાં એ કેજયાં સુધી તમામ વિચારધારાઓ ને અપનાવતા નહીં શીખીએ ત્યાં સુધી તેં અણગમતી વિચારધારાઓ ને ન્યાયિક ફેરબદલનો સ્પેસ જ નહીં મળે. જયારે એ થસે ત્યારે ધીમે ધીમે એ તમામ સબ ડોમેઈનો મેઈન સિસ્ટમના ભાગ બનતા જ જશે. જે સંપુર્ણ ન્યાયિક ઠરશે.

જ્યારે કોઈ પણ ધર્મ ન હતો ત્યારે જે હતું એજ તત્વ હતું, ભવિષ્યમાં ભારત જ્યારે પણ સુવર્ણકાળમાં હશે ત્યારે સર્વત્ર એ જ તત્વ હશે.

Written Kamal Bharakhda

What it should be?

Since, sitting government has been arrived, people of India get back their lost enthusiasm for their country, which has been graved since we got independent.

People, maximum people are taking part in politics... and they are increasingly self educating their self to rationalise what's good and what's wrong.

Due to some heavy decisions, People are facing trouble but they do know what is going on...

People do know, most major people who protesting against sitting government are propagandistic.

We know our country is in unstable zone...but what the point of making people scared?

Come out with the solutions (if you think you have)..or .....or...... or......

help people to get out from their helpless zone. And that's how sympathy would earn. We People do know difference between real Protest and negative Criticism

Kamal Bharakhda

Modi, Opposition and India


"મોદી વિરુદ્ધ કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ નથી એટલે મોદીને હર વખતે ચુંટણી જીતવાનો લાભ મળે છે." - વિપક્ષ

એક મિનીટ, મોદી કોઈ સ્કુલ કે કોલેજનો લીડર નથી...એ દેશનો લીડર છે. જો વિપક્ષો પાસે મોદીને ટક્કર આપનાર વ્યક્તિ ન હોય તો ઉભો કરો. મોદી જયારે રાજનીતિમાં આવ્યા ત્યારે એમની પાસે પણ એટલા જ શાસ્ત્રો અને શસ્ત્રો મોજુદ હતા જેટલા વિપક્ષ પાસે છે.

વિપક્ષ અત્યારે મોદી વિરોધી રાજનીતિ રમે છે. જેનાથી કદાચ એમને આવનાર ચુંટણીઓમાં લાભ મળે.

લોકો એટલા પણ મૂરખ નથી રહ્યા કે તેઓ એ ન સમજી શકે શું ચાલી રહ્યું છે. જો મોદી સામે જીતવું હોય તો મોદી થી મોટું બનવું પડશે.

દરેક આવનાર ઉમ્મેદવારોને મોર્ડન ભારતનાં પ્લાન અને ગરીબીની સામે પ્રોપર એક્શન પ્લાન્સ રજુ કરવા પડશે. જે મોદીના પ્લાન્સથી મજબુત અને અસરકારક હોવા જોઇશે. જો એ નહીં થાય ત્યાં સુધી મોદી તેના હથિયાર મૂકી શકે એમ નથી.

રાહુલ ગાંધીએ એમની શરૂઆતમાં એક વાક્ય બોલ્યા હતા કે, "આગળ વધવા માટે કોઈને પાછળ કરવાની જરૂર નથી પણ પોતે આગળ વધવાની જરૂર છે. એટલે ઓટોમેટીકલી તમારા વિરોધીઓ તમારી પાછળ રહી જશે."

રાહુલગાંધીને એમના જ શબ્દો કોઈ યાદ કરાવે એવી આશા રાખીએ. અને જયારે એવું થશે ત્યારે સંપૂર્ણ ભારતનો વોટ દરેક પ્રયત્ન કરનારને જશે. એટલે અત્યારે જે કરે છે એમને એમનું કામ કરવા દઈએ.

(English Translation)

What is the point of telling every time that, "Due to lack of effective person in opposition, Modi usually takes an advantage of elections! "

Does oppositions are seriously stand with above excuses? if your party has not effective persons available then kindly create one.

Even Modi has same or less available tools which has been already available to all of other members of party? by always opposing, effective member of the nation, you are creating legging for the country. only one thing, if you don't have effective guys, then you must have to create it. don't excuse on that and I believe in intentions....

for instance, Mr. Rahul Gandhi is a eligible candidate for future nation...but he is just ruing his own effectivity by competing his own self with modi.. by opposing him....

instead, Mr. Rahul has to concentrate over future plans of the Modern India and Poverty management Ideas. Tell him to work on that issue where modi currently is not able to perform well due to other foundation work.

I bet, we are not fools but we are even not blind. we will appreciate whomsoever will think good for the country.


- Kamal Bharakhda

ભારત, ડિજીટલ સિક્યોરિટી, આધારવૃતિ અને શિક્ષણ!


રા
હુલ ગાંધી સાથે થોડા દિવસ પહેલા બનેલી ઘટના કે જેમાં એમના TWITTER એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હતું. ભારત અને તેના આવનાર પ્રકલ્પો માટે સાયબર સિક્યોરીટી અને ડીજીટલ સિક્યોરીટી આંખ ઉઘાડનાર મુદ્દો તો કહેવાય. હેકીંગ એટલે શું? હેકીંગથી દેશને શું અને કેવી રીતે ફરક પડે છે? અને ક્યાં પરિબળોને લીધે હેકીંગ થાય છે? આ પાયાના પ્રશ્નોના જવાબ સમજવા જરૂરી.



કોઈપણ ડીઝીટલ સીસ્ટમ હેક થવી એટલે વાપરનારના તેની જાણબહાર તેના ડેટા/માહિતી સાથે ચેડાં કરવા. જે લગભગ કોઈની પણ સાથે થઇ શકે છે. ડિજીટલ સિક્યોરીટી એટલે એવી વ્યવસ્થા કે જે તમને અને તમારા તંત્રને હેકીંગ જેવા દુષણથી બચાવે.

ડિજીટલ સિક્યોરિટીનાં મુદ્દે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવી રહ્યુ છે. પરિસ્થતી એવી છે કે, જે નવી ડિજીટલ પ્રોડક્ટ બજારમાં આવે કે તેનાં અમુક ક્ષણોમાં જ તેની સુરક્ષા તોડવાના રસ્તાઓ એક નહીં પણ ઘણાંય નીકળી આવે છે. એ તો વાત થઈ બ્રેઈન સ્ટોરેજની કે જેની પાસે વધારે હશે એ જ આગળ રહેશે. તંત્ર ઘડનારની નબળાઈ એ કે તેને પોતાનું પત્તુ પહેલાં ખોલવું રહ્યું અને તંત્ર તોડનારનું જમાપાસું એ કે, તેને તંત્રની શુરક્ષાઓ અને આંતરિક સીમાઓની ખબર રહે છે. એટલે તોડનાર માટે એ આસાન છે. બીજું એ કે, તેઓ એ વર્ષોનાં વર્ષો પસાર કરીને એવાં હેકિંગ યંત્રો વિકસિત કર્યા છે જેનાં લીધે કોઇપણ સિસ્ટમને તોડવી એમનાં માટે કાંઈ  હિમાલય ચડવા જેવી વાત નથી.

હવે વાત કરીએ ડિપેંડેન્સિની. એટલે કે, પોતાની બીજા પર આધાર રાખવાની વૃત્તિની. સમગ્ર ડિજિટલ દુનિયા સુરક્ષિત નથી તેનું કારણ જ એ કે, પોતાની વપરાશ માટે બીજા પર રખાતી આધારવૃત્તિ. ભારત આ ડિજીટલ યુગમાં લગભગ દરેક ક્ષેત્રોમાં બીજા બહારના તંત્રો પર જ આશ્રિત છે.

ડિજીટલ સીસ્ટમનાં ચાર મહત્વના ભાગ.  
૧. ઓપરેટિંગ સિસ્ટમ(User Interface) : (એક એવી વ્યવસ્થા, જ્યાંથી વપરાશકાર યંત્રને નિયંત્રિત કરી શકે)
૨. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ: યંત્ર પોતે
૩. ડેટા સ્ટોરેજ હાઉસ(સર્વર, ડેટા બેંક, મેમરી ડિવાઇઝ): માહિતીની આપ-લે માટે માહિતીને સંગ્રહિત કરતું સ્થાન.
૪. સેન્સર્સ. (યંત્રની કાર્યકુશળતા જેમ કે, કાર્ડ સ્વાઇપીંગ સીસ્ટમ)  

ઉપરોક્ત જણાવેલ ચારેય વસ્તુઓ ડિજીટલ સિક્યોરિટી બનાવી રાખવા માટે પોતાની માલિકીની હોવી ઘણી જરૂરી છે. બધી નહીં પણ ચારમાંથી એક અથવા બે તો આપણી હોવી જ જોઈએ. હેકર્સનું કામ છે ઉપર જણાવેલ ચારેય વસ્તુઓમાં એક ખોટ ગોતવાનું. કે જે એમની પાસે પહેલીથી તૈયાર યંત્રો દ્વારા મુશ્કેલ નથી રહ્યું. કોઈપણ સિક્યોરીટીનો એક જ પાયાનો મુદ્દો, તોડનાર જયારે તંત્રથી સંપૂર્ણપણે વાકેફ ન હોય ત્યારે સિક્યોરીટી સીસ્ટમ જીતે. અને સિક્યોરીટી નિષ્ણાંતો એ ઉપર જણાવેલ ચારેય યંત્રો પર નવી શોધ કરવી રહી. પણ તકલીફ એ છે કે, એ ચારેય યંત્રોમાંથી એક પણ યંત્રમાં ભારતનું યોગદાન લગભગ શૂન્ય છે. હા એ વાત અલગ છે કે, એ યંત્રની બનાવટમાં ભારતીયોનું યોગદાન ઘણુ આગળ પડતું છે. પણ દુર્ભાગ્યવશ તેઓ બીજા દેશ માટે કાર્યરત છે. પરંતુ તેનો અર્થ એ જરાય નથી થતો કે, તેમાં ભારતને પણ ક્રેડિટ મળે છે. એવી અપેક્ષા પણ ન રાખી શકાય.

આ અહેવાલ લખવાનો મુળ મુદ્દો જ એ હતો કે, ડિજીટલ સિક્યોરીટી મુદ્દે તો તમે કદાચ ઘણું જાણતા હશો અને ક્યાંક વાંચવા પણ મળી જશે પરંતુ એ ડિજીટલ મુદ્દે ભારતનું પ્રદાન અને મજબુરીઓની વાત કહેવી આ અહેવાલનો કેન્દ્ર છે.

દુનિયા ભરમાં હેકરઓ ત્યાં સુધી આગળ વધી ગયા છે કે, તમારાં ખિસ્સામાં પડેલ ક્રેડિટ/ડેબીટ/વિસા/માસ્ટર કાર્ડ ને સ્કેન કરીને તમારાં કાર્ડની તમામ માહીતીઓ એ લોકો ક્ષણવારમાં જ મેળવી શકે છે. અને આ તકલીફ ફક્ત ભારતની જ નથી પરંતુ સમગ્ર દુનિયાની છે. એ મુજબ જેટલાં આપણે ડિપેન્ડેન્ટ(આધાર) રહીશું એટલું જ આપણે સુરક્ષાથી દુર જતા જ રહીશું.

ડિજીટલ સુરક્ષા બાબતે રશિયા, ઉત્તર કોરિયા, ચાઈના અને જાપાન વિશ્વમાં સૌથી આગળ છે. તેઓનું દુનિયાના કોઇપણ હેકર્સ વાળ પણ વાંકા કરી ન શકે. કારણકે તેઓ પોતે જ એ ચારેય યંત્રો પોતાનાં દેશમાં પોતાનાં જ લોકોની મદદથી ડેવલપ કર્યાં છે. જેનાં પ્રતાપે આજે તેઓનું ડિજીટલ વર્લ્ડ લગભગ અભેદ ગણી શકાય. અને ભારતને પણ જો આવનાર સમયમાં પ્લાસ્ટિકમની અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવા તંત્રને વશ થવું હોય તો સુરક્ષા સૌથી મોટી જવાબદારી તરીકે સ્વીકારવી રહી.

તેની સામે ભારત એક નાના પાર્ટ્સ માટે પણ બીજાં દેશો પર આશ્રિત છે. અત્યારે તો ભારતમાં ડિજીટલ સુરક્ષા તુટી હોય એવાં દાખલાઓ બહું ઓછાં જોવા મળે છે. પણ જે. ભારતને સંપુર્ણ ડિજિટલ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે સુરક્ષા વિષયે દાખલાઓ વધતાં જ રહેશે તેમાં કોઈ મોટી વાત નથી. આ જવાબદારી આપણી છે. કોઇપણ સરકાર એટલી સ્માર્ટ તો ન જ હોઇ શકે કે એ તેમનાં નાગરિકોની તમામ જરૂરિયાતો ને સમજી શકે. એટલે અંતે આપણે જ એમને ટકોર કરવી રહી.

ભારત સરકારે IIT Bombay સાથે સંગઠિત થઈને National Center of Excellence in Technology for Internal Security (NCETIS) જેવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે. જેમાં ભારતની જેતે સુરક્ષાને લગતા તમામ ક્ષેત્રોમાં પોતાના નવા રીચર્સ અને સંશોધનોને પ્લેટફોર્મ મળશે. National Technical Research Organization (NTRO) સાથે મળીને પણ સાઈબર સુરક્ષાના પ્રયત્નો ચાલુ છે. પરંતુ આ બધા પ્રયત્નો સ્થાપિત ટેકનોલોજી પર જ કાર્ય કરશે જે આટલા મોટા તંત્ર માટે ઈફેક્ટીવ સોલ્યુશન નથી. ધારી લો કે, અત્યારે ફ્રોડ થવાના ચાન્સીસ ૧% છે. પણ જયારે ભારતમાં મોટાભાગનાં લોકો કેસલેસ વહીવટ કરશે ત્યારે ૧% બહુ મોટો ભાગ થઇ શકે છે.

સાઈબર સિક્યોરીટી ફક્ત એક  દીવાલ ઉભી કરવાનું જાણે છે. પરંતુ આપણી ટેકનોલોજી જ જો હેકરો માટે એક ચીનની દીવાલ સમક્ષ બની જાય તો...એને તોડવા હેકરોને લાંબો સમય લાગવો રહ્યો. એવું ન સમજી લેતા કે, ભારત પાસે એવાં સંશોધકોની કમી છે. આજે બીશ્વની તમામ ટેકનોલીજીની પાછળ કમસે કમ એક ભારતીય તો છે જ.

આ લેખ સરકાર માટે નથી લખ્યો પણ આપણા ભારતીયો માટે લખ્યો છે. આપણે જ એ પરિબળ સાબીત થઈશું જે ઉપર જણાવેલ ચારેય યંત્રોનું સ્વતંત્ર રીતે ભારતમાં ઉત્પાદન શરું કરી શકીશું. સરકાર પાસેથી ટેક્નોલોજીની અપેક્ષા રાખવાં કરતાં તેમની પાસે ટેક્નોલોજી બનાવવા પાછળ થતો ખર્ચની અપેક્ષા રાખવી વધારે ચાતુર્ય ભર્યું છે.

ક્યુબામાં ફિડેલ કાસ્ત્રોની લીડરશીપમાં મેડીકલ ક્ષેત્રે જે પ્રગતિ જોવા મળી છે એ જ્વલંત છે. આજે નશાખોરી, ડ્રગ માફિયા, અને બીજા દુષણોથી ખદબદતું ૬૦ વર્ષ પહેલાના કયુબાને એ રીતે મેનેજ કરવામાં આવ્યું કે હાલની પરિસ્થતિ એ છે કે દુનિયાભરમાં મેડીકલ સાયન્સ અને ડોક્ટર્સની સૌથી વધારે વેલ્યુઝ છે. આ બાબતે આપણે ટચુકડા એવાં ક્યુબા દેશમાંથી શીખવા જેવું ખરું.

ભારતમાં શિક્ષણ મોંઘુ પણ છે. જેનાથી શિક્ષણમાં સામન્ય કક્ષાનો વિદ્યાર્થી ઉચ્ચકોટીની યુનિવર્સીટીમાં ભણી શકતો નથી. સારી યુનીવર્સીટીમાંથી ભણેલા વિદ્યાર્થીઓ સીધા બહારની વાટ પકડે છે. અને રહી જાય છે એ ફાલ કે જેનાથી દેશને કશુંજ એવું નથી મળવાનું કે જેનાથી દેશને સારી પોલીસી કે ટેકનોલોજી મળે. આ દેશ આગળ નહીં વધે. દેશને જરૂર છે ઉચ્ચ કક્ષાનાં શિક્ષણની અને ટ્રેનીંગની. જોકે ભારત સરકારના આ ક્ષેત્રે દરેક રાજ્યોમાં સારી શિક્ષણ શાખાઓ ઉભી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે. દેશના વિદ્યાર્થીને જરૂર છે સારા શિક્ષકની.

ફક્ત એટલું જ નહીં પણ, દરેક વિદ્યાર્થીને જોબ સિક્યોરીટી આપવાનું કામ પણ સરકારે કરવું જ રહ્યું. અને શુકામ નેતાઓ જ પ્રોટેસ્ટ કરે કે લડે..? શું આપણે વિદ્યાર્થીઓ સારા શિક્ષણ અને જોબમાટે સરકાર સામે ન લડી શકીએ? ભારત જેવા દેશમાં લોકોને અને વિદ્યાર્થીઓને સામાજિક મુદ્દા એવાં દલિત, સ્ત્રી રક્ષણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે ભેગા થઈને લડતા જોયા છે પણ શિક્ષણ અને પાયાની જરૂરીયાત એવાં જોબ સિક્યોરીટી જેવા મુદ્દે ભાગ્યે જ ક્યાંય લોકો સરકાર સામે થયા હોય! શિક્ષણમાં કોમ્પીટીશનની જરૂરીયાત નથી. એક સામન્ય વિદ્યાર્થી પણ ઉચ્ચ શિક્ષણને અને ક્વોલીટી શિક્ષણને લાયક છે.

ટુંકમાં, ફક્ત ડીજીટલ ઇન્ડિયા જેવા હાઈ વોલ્ટેઝ ટાઈટલ સાથે આપણે કૈંજ નહીં કરી શકીએ જો પાયાની જરૂરિયાતો પૂર્ણ નહીં થાય. પાયાની જરૂરિયાતો નથી એ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. આપણે જેટલી શોધ કરી દેશને ડિજિટલ સ્વતંત્ર બનાવીશું એ એટલું જ ઉન્નત અને સુરક્ષિત રહેશે. 

જય હિંદ

Kamal Bharakhda 

Life Means A Change

Life takes you to the way where you have to choose one option from the many. sometimes your have only two option indeed, Progressive approach or Stand still approach.

Same stage you need lots of courage to choose one because you have to burry one and have to choose an option which makes your life more comfort.

Well excuse me, what ? A comfort? I'm sorry comfort ness is the last stage of the heavy struggle downtime. And what I feel right now is just a randomness but defiantly not a independent.

If I go with stand still option I would have to continue to my randomness and all the situations will be the same as...you would no deserve to blame or change.

one last option you have is a progressive approach, where you need real person inside you. that is the only way how you could re-originate your self throughout.

you may have lots of hurdles during progression but they all are harmonic.

Indeed life is a harmonic in the core side.

#LifeMeansChange

Kamal Bharakhda

કામ થવું જોઈએ!

એક ગામમાં ત્રણ જ ખેડુત હતાં.

આખા ગામનાં અનાજ પાણીની વ્યવસ્થાની જવાબદારી એ ખેડુતો પર જ હતી. એ લોકો જે ઉગાડે એજ લોકો ખાઇ શકે...

ત્રણમાંથી એક એ તો મહેનત કરવાનું બંધ કર્યુ અને પહેલો ન કરે તો મારે કરવાની ક્યાં જરૂર છે એવી ભાવનાથી બીજા ખેડુતે પણ મહેનત કરવાનું બંધ કર્યુ.

હવે આખા ગામની જવાબદારી આવી પડી ત્રીજા ઉપર. એ પણ છટકી શક્તો હતો પણ એણે મહેનત બમણી ચાલુ કરી... લોકો ને ઓછું મળતું પણ મળતું ખરાં.

ધીમે ધીમે ત્રીજા ખેડુતની ગામમાં લોક ચાહના અને માનપાન વધવા લાગ્યાં. અને એ ગામનો પટેલ થયો.

હવે ઓલા બન્ને ને લાગ્યાં મરચા. અને ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં એ બન્ને યે પણ પુરપાટ ખેતી કરવાનું ચાલું કર્યુ.

અને જોતજોતામાં એટલું બધું અનાજ પેદા કર્યુ કે ગામનાં લોકોની આખા વરસની ખપત પુરી થઈ અને સાથે સાથે આગળ પાછળનાં ગામડાઓને પણ વહેંચીને એ વેપાર વધાર્યો.
ઈર્ષ્યા તો ઈર્ષ્યા....અંતે થયો તો ગામને જ ફાયદો ને!

નજીકનાં ભવિષ્યમાં ભારતમાં પણ આવુ જોવા મળે તો નવાઈ ન પામતા. ;)

Kamal Bharakhda

ભારત, એક મહાન દેશ (?)

મા
ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ?


યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા,
ઇસ દેશ કે યારો લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ!
-     ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી



દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે!

દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept) છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ.  

દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર કરી દેવામાં આવે તો કોઈ તકલીફ નહીં થાય. પરંતુ ભારત સાથે એ થયું છે. ભારતના જ નાગરિકો એ એમના દેશ સાથે એજ કર્યું છે. ભારતની ચડતીનો ખોટો ઉપયોગ કરી વર્ષો પહેલા આધ્યાત્મિક, ધર્મવાદનાં, જાતિવાદના અને બીજા અનેક અમાનવીય દુષણોને રવાડે એવો ચડ્યો કે પછી હજુ સુધી બહાર જ નથી નીકળી શક્યો. ચાલો દેશ એક પાયાથી લઈને ઉન્નતિની રસ્તો કેવો હોય છે એ સમજીએ.    

કોઈ પણ રાષ્ટ્રનું નવનિર્માણ થાય ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રના દરેક વ્યક્તિએ મજૂરીને રાષ્ટ્રીય સંશાધન પુરવઠા તરીકે લેવું પડે છે. મજુરી એટલે ખેતી, સમાજ રચના વગેરે વગેરે. ધીરે ધીરે રાષ્ટ્ર મજુરી કરી કરીને પોતાના પગ ભેર થાય છે અને એ સમય એવો હોય છે જયારે રાષ્ટ્રએ ફક્ત પોતાના આંતરિયાળ પરિસ્થતિઓને જ પગભેર કરવાની હોય છે અને બીજા કોઈ પરદેશી વહીવટો કરવાના હોતા નથી એટલે રાષ્ટ્ર પાસે ભંડોળ જલ્દી ભેગું થાય છે.

ભંડોળને નવાનવા કામ અને કમાણીના રસ્તાઓ શોધવામાં ઉપયોગમાં લેવાય છે. એ પછી યુગ આવે છે કારીગરીનો. જેમાં દરેક વ્યક્તિ ફક્ત શારીરિક નહિ પણ માનસિક રીતે પણ રાષ્ટ્ર સાથે આગળ વધે છે અને રાષ્ટ્રને આગળ વધારે છે. જેમાં નવાનવા વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્ય, કળા જેવી સોને પે સુહાગા જેવી પરિસ્થતિઓનું નિર્માણ થાય છે. આ કાળમાં રહ્યા બાદ રાષ્ટ્ર સંપન્ન થાય છે.

રાષ્ટ્રના સંપન્ન થયા બાદ રાષ્ટ્રમાં એક એવો વર્ગ ઉભો થાય છે જે એક માનસિક અને સામાજિક રીતે વડીલ હોય છે. જે પોતાના રાષ્ટ્રને પ્રગતિના પંથ પર આગળને આગળ લઇ જવા હેતુસર પોતાની છબીને દુનિયા સામે સુધારવા માટે ધરખમ પ્રયત્નો કરે છે. અને એ છબી એટલે લાફો મારીને ગાલ લાલ રાખવાની કળા. પણ સત્ય એ નથી. સત્ય એ છે કે એ બધું કર્યા પછી રાષ્ટ્ર ખરેખર દુનિયાનાં તમામ રાષ્ટ્રો સાથે સ્પર્ધામાં આવે છે.

હવે જે પેલ્લી પેઢી હતી જેણે આ કાર્ય કર્યું હતું એ લગભગ ૨૦૦૦ વર્ષો પહેલાનો સમય હતો. હા સાચી વાત છે. આપણી ભારતીય સંસ્કૃતિ કઈ અત્યારની નથી પણ આદિકાળથી સંપન્ન છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને મધ્યકાળ સુધીનું ભારત કે જે આંતરરાષ્ટ્રિય કક્ષાએ મારીમસાલા અને બીજા અનેક પ્રોડક્ટસ અને કળાને લીધે ઔદ્યોગિક કેન્દ્ર બન્યું હતું. ભારતે એ દરેક પરિસ્થતિઓનો સામનો કર્યો કે જે એક ઉન્નત રાષ્ટ્રેને કરવું જ પડે. અમેરિકાએ તો એ સમયે જનમ પણ નો’તો લીધો.

રાષ્ટ્ર સંપન્ન થયા પછી રાષ્ટ્રનો દરેક વ્યક્તિ તાકાતવાન અને માનસિક ઢબે પરિપક્વ બને છે. રાષ્ટ્ર જયારે પોતાના આર્થિક સ્વચાલિત ચક્રો ફરવા લાગે ત્યારે નાગરિકો પર દેશની જવાબદારી પર ધરખમ ઘટાડો થાય છે. પછી ઉદય થાય છે રાષ્ટ્રવહીવટ, રાજકારણ, મૂડીવાદ અને માફીયારાજનો. કે જેઓ મહેનત નહીં પણ શોર્ટકટ લે છે. દરેકના પોતપોતાના કારણો હોય છે પણ ક્યાંકને ક્યાંક રાષ્ટ્ર દુષિત જરૂર થાય છે. આજ લોકો પોતાની કમાણી લોકો પાસેથી ઉઘરાવે છે અને તેના માટે સમાજ રચનાની જરૂર પડે છે. જેનો પ્રતાપે છે આ જાતિવાદ, ધર્મની રાજનીતિ જેવા દુષણો આપણે સહન કરવા રહ્યા.

OK તમને પ્રશ્ન થવો રહ્યો કે, રાજકારણ, મૂડીવાદ અને માફિયારાજ આ બધા તત્વો અમેરિકા અને બીજા અનેક વિકસિત દેશોમાં પણ છે છતાય આપણા બધાયને એ પાક્કા પાયે અનુમાન છે કે, એ દેશોને એવી તકલીફ ક્યારેય નહીં પડે જે આપણે ભોગવી રહ્યા છીએ. આ બાબતે મેં ઊંડાણમાં વધારે સમજવાનો પ્રયત્ન કર્યો તો કારણ મળ્યું ભારતીયોનાં સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હદ વગરનું અધ્યાત્મવાદ અને ધર્મવાદનું પ્રમાણ! (કોઈપણ જાતની ગ્રંથી રાખ્યા વગર આગળ વાંચવું)  

વ્યક્તિ જયારે ઉન્નત બને છે ત્યારે છેલ્લે સુખ અને શાંતિની શૈયા ગોતવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ એ માણસનો ભેટ થાય છે આત્મજ્ઞાન સાથે. પછી આગળ વ્યક્તિ આત્મા અને સ્વાનંદનાં ઉંડા ચક્કરમાં પડે છે. અને એ પ્રોસેસને સાધુ-સંતોએ અધ્યાત્મ અને ઝેન જેવા નામો આપ્યા. શરૂઆતની પેઢી એ જ્ઞાનને બરાબર સમજી હતી પણ જેમ જેમ ભાષામાં અપભ્રંસ જોવા મળે છે તેમજ પેઢી દર પેઢી જ્ઞાનની સમજણમાં પણ લોકો પોતાના સ્વાર્થને જોડીને અપભ્રંસ ઉભો કરે છે. ત્યારબાદ બે ત્રણ સદીઓ પછી લોકો પોતાના સુખ અને શાંતિના સ્વાર્થ ખાતર સામજિક અને પારિવારિક જવાબદારીમાંથી છૂટવા માટે અધ્યાત્મનો ખોટી રીતે ઉપયોગ કરવા લાગ્યા. જે એક રીતે ભ્રષ્ટાચાર થયો. ધીમે ધીમે લોકોના હાડકાં તો નબળા પડ્યા જ પણ આગળ જતા પોતાનું જમીર અને મુલ્યોને નેવે મુકીને અમાનવીય કાર્યોંમાં લાગી ગયા.

ધર્મવાદ સારો અને ખરાબ પણ. (ધર્મવાદ સારી કઈ રીતે એ અહીં ચર્ચાનો વિષય નથી.) ધાર્મિક મોભલાઓ એ જાતિવાદ જેવો દુષણ ઉભો કર્યો. (કેમ કર્યો એ પોતે પોતાનામાં સ્વતંત્ર વિષય છે) અને જાતિવાદનાં લીધે જ એક જાતિના લોકો બીજી જાતીનાં લોકો શું કરે છે, તેની સાળસંભાળ લેતા બંધ થયા. લોકો માટે પોતાનો સમાજ જ પ્રાથમિકતા બન્યો અને દેશ ગૌણ. બસ અને એ ચાલતું રહ્યું. 

લોકોમાં દંભ, પરિવારવાદ, દહેજ, કોમી ઝગડાઓ અને ભ્રષ્ટાચાર ફળતો ફુલતો ગયો અને ભારતના લોકો ધીમે ધીમે આત્માથી નબળા બન્યા. બસ આજ માનસિક નબળાઈઓને લીધે જેતે યુગપુરુષો લોકોની માનસિકતા અને નબળાઈનો ફાયદો ઉપાડતા જ ગયા.

પણ જે પ્રમાણે આપણે આપણા ઈતિહાસને સમજીએ છીએ એ રીતે ભારત સોનાની ચીડિયા તરીકે ખ્યાતનામ થયા પછી અને રાજાઓની એક પછી એક ઘણી પેઢીઓ બદલાયી પછી જે અમેરિકા એ જે કર્યું એ આપણે ન કરી શક્યા. પણ એથી ઉલટું ઉપર સમજ્યા એમ આપણા પૂર્વજો એ ભોગ-વિલાસમાં તાકાત, શોર્યતા અને જમીર એમ બધુ ગુમાવ્યું. (અમુક પ્રતિભાઓને છોડીને) જેથી કરીને ચંગેઝખાન, મુઘલો અને અંગ્રજો જેવા વહવાયા વારંવાર ચડાઈ કરી ને દેશની રીતસર પત્તર ઠોકી નાખી.

પરંતુ જેમ રસ્સી સળગે પણ વળ ન છોડે એ રીતે એ સદીઓ જુની જી-સાહેબીને ટકાવી રાખવા માટે ઉનાળામાં કૃત્રિમ ઠંડક આપતા એ.સી.ની માફક પોતાને મહાન બનાવી રાખવાના ભારતીયોના પેતરા જરાય પચે એમ નથી.

ફરી એક વખત આ લેખની પહેલી લાઈન વાંચો. આ દેશ મહાન નથી એ વિચારીને નિરાશ થવાની જરૂર જરાય નથી. દેશને મહાન બનાવવું કે નહીં એ આપણો અભિગમ નક્કી કરશે. નમાલાની જેમ બેસ્યા રહીને બીજા દેશોની વાહ વાહ કરવાથી કૈંજ નહીં મળે. અમુક શસક્ત લોકો એ મોટા ઔદ્યોગિક જોખમ લેવાં જ પડશે જેનાથી સામાન્ય જનતા ને રોજગાર મળી રહશે, જેથી આગળની પેઢી શિક્ષિત થશે જે ક્રમ પ્રમાણે વહીવટો સંભાળશે.

હવે ફરી વખત એજ મજુરીની જરૂર છે ભારતને અને એજ ક્રાંતિની જરૂર છે. અને જ્યાં વિષય ક્રાંતિ અને વિકાસ પર જશે ત્યાં જ લોકોનું ધ્યાન આપોઆપ દુષણ પરથી હટવું રહ્યું.
જય હિંદ.

Written by Kamal Bharakhda

  

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ?
ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ?

ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે?

આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ.

આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં?

આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે?

એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે છોડના આંતરિક માળખા સાથે અમુક પ્રયોગો કરીને એજ પ્રજાતિનું એવું બીજ ડેવલોપ કર્યું કે જે કોઈપણ સિઝનમાં ફળ આપી શકે. તેના માટે તેણે નિયંત્રિત વાતાવરણનું ઇન્કયુબેટર ડેવલોપ કરવું પડ્યું. હવે એ ઇન્કયુબેટરમાં જે છોડવા ઉગ્યા તે તમામ બીજને બહાર ખેતરમાં રોપણી કરવાનું શરુ કર્યું. અને છેવટે એ છોડ મેળવવામાં કામયાબ થયો અને એ ફળ કોઈપણ સીઝનમાં મળતું થયું.

આપણે પણ સામન્ય જનતામાં જ આવીએ છીએ. જેમ મેં વાત કરી એ પ્રમાણે જનતાની ગ્રાઉન્ડ રીયાલીટી એ છે કે, એમને એમની પ્રાથમિક જરૂરિયાતો મળવી જ જોઈએ. જો એ ન મળે તો તેના માટે તેઓ જે પગલું ઉપાડે તેના જવાબદાર ગવર્મેન્ટ.  

પ્રાથમિક જરૂરિયાતો એટલે શું? કે જેને અંતિમવાદની જનેતા કહી શકાય. મુળ પ્રાથમિક જરૂરિયાતો માણસને કુદરતી પણે ઊભીને ઉભી જ હોય છે. તેના માટે વ્યક્તિ કોઈપણ મજુરી કરી લે અથવા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરે. પણ જયારે કોઈ ટોળાનો સરદાર રાષ્ટ્રીય કે ધાર્મિક બાબતોની અસુરક્ષિતતાને લોકો સમક્ષ ગળે ઉતારી દે એટલે લોકોના માનસપટ પર એ અસુરક્ષિતતા એમની પ્રાથમિક જરૂરિયાતોમાં આવી ગઈ. તો વાંક કોનો? લોકોનો કે એ સરદારોનો કે જે આ અંતિમવાદીઓની ફોજ તૈયાર કરે છે?

તમે, હું અને બીજા તમામ લોકો માણસોને આ રીતે ચુંટણીનાં જવાબદાર ગણીને છૂટી જઈએ છીએ પણ એ અંતિમવાદનાં નાબુદી તરફનાં પગલાઓ લઈએ છીએ ખરા?

જેમ આગળ વાત કરી એ પ્રમાણે આપણે એવાં એવાં શિક્ષિત સમાજ તૈયાર કરવા પડશે કે જે, સારું શું અને સાચું શું તેની વચ્ચેનો ફરક્ર સમજી શકે અને સમજાવી શકશે.  

અને માસ લેવલ પર જવાની જરૂર નથી પણ આવા ઇન્કયુબેટરો ઉભા કરીને એ તમામ લોકોને સમાજમાં છુટા મુકવાની જરૂર છે.

અને એજ તો એ અંતિમવાદીઓની સ્ટ્રેટેજી છે. તેઓ પણ મુલ્લાઓ, પંડિતજી, સરદારોને સમાજમાં ખુલ્લા મૂકી દે છે.

હાલમાં પણ શિક્ષિત લોકો સમાજમાં બધુંય સમજે છે પણ કઈ કરી નથી શકતા કારણ કે તેઓને કોઈ પણ પ્રકારનું બેકઅપ નથી. કે જે એ અંતિમવાદીઓના સરદારોને ભરપુર મળે છે.

રહી વાત અમેરિકાની, તો કોઈપણ જનતાને હક છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેવાની. અમરિકાની જનતા છેલ્લા ત્રણ ટર્મથી આત્યંતિક કહી શકાય એવાં રાજનૈતિકોને જ પ્રમુખ બનાવી રહ્યા હતા. ધીમે ધીમે લોકો એ સમજવા લાગ્યા. અને તેઓને આ બધાનું જ પ્રતિબિંબ હિલેરીમાં દેખાયું.

હા અમેરિકાની જનતા રિસ્ક લીધું છે. પણ મુર્ખામી નથી કરી. જો ટ્રમ્પ કોઈ ગડમથલ કરશે તો આવતી ટર્મમાં એને એનું ઓરીજનલ સ્થાન મળી જ જશે. પણ આ આપણા અંતિમવાદીઓનું એવું જરાય નથી. તેઓ કોઈ રીતે જાગૃત નથી. તેઓના માનસપટ પર બસ આજ ધાર્મિક અરાજકતા અને રાષ્ટ્રવાદી અસુરક્ષિતતાની ભાવનાઓ એટલી બેસાડી દેવામાં આવી છે કે લોકો પોતાની ઓળખ ભૂલી ગયા છે. લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ યાદ નથી આવતી.

એ સમયમાં આપણે એવાં ઇન્કયુબેટરો તૈયાર કરવા રહ્યા જેમાંથી ઉત્તીર્ણ થતાં શિક્ષિતને બેકઅપ મળતું હોય. અને તેં લોકોને અને સમાજને જાગૃત કરી શકે.

Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો