ભારત, ડિજીટલ સિક્યોરિટી, આધારવૃતિ અને શિક્ષણ!


રા
હુલ ગાંધી સાથે થોડા દિવસ પહેલા બનેલી ઘટના કે જેમાં એમના TWITTER એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હતું. ભારત અને તેના આવનાર પ્રકલ્પો માટે સાયબર સિક્યોરીટી અને ડીજીટલ સિક્યોરીટી આંખ ઉઘાડનાર મુદ્દો તો કહેવાય. હેકીંગ એટલે શું? હેકીંગથી દેશને શું અને કેવી રીતે ફરક પડે છે? અને ક્યાં પરિબળોને લીધે હેકીંગ થાય છે? આ પાયાના પ્રશ્નોના જવાબ સમજવા જરૂરી.



કોઈપણ ડીઝીટલ સીસ્ટમ હેક થવી એટલે વાપરનારના તેની જાણબહાર તેના ડેટા/માહિતી સાથે ચેડાં કરવા. જે લગભગ કોઈની પણ સાથે થઇ શકે છે. ડિજીટલ સિક્યોરીટી એટલે એવી વ્યવસ્થા કે જે તમને અને તમારા તંત્રને હેકીંગ જેવા દુષણથી બચાવે.

ડિજીટલ સિક્યોરિટીનાં મુદ્દે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવી રહ્યુ છે. પરિસ્થતી એવી છે કે, જે નવી ડિજીટલ પ્રોડક્ટ બજારમાં આવે કે તેનાં અમુક ક્ષણોમાં જ તેની સુરક્ષા તોડવાના રસ્તાઓ એક નહીં પણ ઘણાંય નીકળી આવે છે. એ તો વાત થઈ બ્રેઈન સ્ટોરેજની કે જેની પાસે વધારે હશે એ જ આગળ રહેશે. તંત્ર ઘડનારની નબળાઈ એ કે તેને પોતાનું પત્તુ પહેલાં ખોલવું રહ્યું અને તંત્ર તોડનારનું જમાપાસું એ કે, તેને તંત્રની શુરક્ષાઓ અને આંતરિક સીમાઓની ખબર રહે છે. એટલે તોડનાર માટે એ આસાન છે. બીજું એ કે, તેઓ એ વર્ષોનાં વર્ષો પસાર કરીને એવાં હેકિંગ યંત્રો વિકસિત કર્યા છે જેનાં લીધે કોઇપણ સિસ્ટમને તોડવી એમનાં માટે કાંઈ  હિમાલય ચડવા જેવી વાત નથી.

હવે વાત કરીએ ડિપેંડેન્સિની. એટલે કે, પોતાની બીજા પર આધાર રાખવાની વૃત્તિની. સમગ્ર ડિજિટલ દુનિયા સુરક્ષિત નથી તેનું કારણ જ એ કે, પોતાની વપરાશ માટે બીજા પર રખાતી આધારવૃત્તિ. ભારત આ ડિજીટલ યુગમાં લગભગ દરેક ક્ષેત્રોમાં બીજા બહારના તંત્રો પર જ આશ્રિત છે.

ડિજીટલ સીસ્ટમનાં ચાર મહત્વના ભાગ.  
૧. ઓપરેટિંગ સિસ્ટમ(User Interface) : (એક એવી વ્યવસ્થા, જ્યાંથી વપરાશકાર યંત્રને નિયંત્રિત કરી શકે)
૨. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ: યંત્ર પોતે
૩. ડેટા સ્ટોરેજ હાઉસ(સર્વર, ડેટા બેંક, મેમરી ડિવાઇઝ): માહિતીની આપ-લે માટે માહિતીને સંગ્રહિત કરતું સ્થાન.
૪. સેન્સર્સ. (યંત્રની કાર્યકુશળતા જેમ કે, કાર્ડ સ્વાઇપીંગ સીસ્ટમ)  

ઉપરોક્ત જણાવેલ ચારેય વસ્તુઓ ડિજીટલ સિક્યોરિટી બનાવી રાખવા માટે પોતાની માલિકીની હોવી ઘણી જરૂરી છે. બધી નહીં પણ ચારમાંથી એક અથવા બે તો આપણી હોવી જ જોઈએ. હેકર્સનું કામ છે ઉપર જણાવેલ ચારેય વસ્તુઓમાં એક ખોટ ગોતવાનું. કે જે એમની પાસે પહેલીથી તૈયાર યંત્રો દ્વારા મુશ્કેલ નથી રહ્યું. કોઈપણ સિક્યોરીટીનો એક જ પાયાનો મુદ્દો, તોડનાર જયારે તંત્રથી સંપૂર્ણપણે વાકેફ ન હોય ત્યારે સિક્યોરીટી સીસ્ટમ જીતે. અને સિક્યોરીટી નિષ્ણાંતો એ ઉપર જણાવેલ ચારેય યંત્રો પર નવી શોધ કરવી રહી. પણ તકલીફ એ છે કે, એ ચારેય યંત્રોમાંથી એક પણ યંત્રમાં ભારતનું યોગદાન લગભગ શૂન્ય છે. હા એ વાત અલગ છે કે, એ યંત્રની બનાવટમાં ભારતીયોનું યોગદાન ઘણુ આગળ પડતું છે. પણ દુર્ભાગ્યવશ તેઓ બીજા દેશ માટે કાર્યરત છે. પરંતુ તેનો અર્થ એ જરાય નથી થતો કે, તેમાં ભારતને પણ ક્રેડિટ મળે છે. એવી અપેક્ષા પણ ન રાખી શકાય.

આ અહેવાલ લખવાનો મુળ મુદ્દો જ એ હતો કે, ડિજીટલ સિક્યોરીટી મુદ્દે તો તમે કદાચ ઘણું જાણતા હશો અને ક્યાંક વાંચવા પણ મળી જશે પરંતુ એ ડિજીટલ મુદ્દે ભારતનું પ્રદાન અને મજબુરીઓની વાત કહેવી આ અહેવાલનો કેન્દ્ર છે.

દુનિયા ભરમાં હેકરઓ ત્યાં સુધી આગળ વધી ગયા છે કે, તમારાં ખિસ્સામાં પડેલ ક્રેડિટ/ડેબીટ/વિસા/માસ્ટર કાર્ડ ને સ્કેન કરીને તમારાં કાર્ડની તમામ માહીતીઓ એ લોકો ક્ષણવારમાં જ મેળવી શકે છે. અને આ તકલીફ ફક્ત ભારતની જ નથી પરંતુ સમગ્ર દુનિયાની છે. એ મુજબ જેટલાં આપણે ડિપેન્ડેન્ટ(આધાર) રહીશું એટલું જ આપણે સુરક્ષાથી દુર જતા જ રહીશું.

ડિજીટલ સુરક્ષા બાબતે રશિયા, ઉત્તર કોરિયા, ચાઈના અને જાપાન વિશ્વમાં સૌથી આગળ છે. તેઓનું દુનિયાના કોઇપણ હેકર્સ વાળ પણ વાંકા કરી ન શકે. કારણકે તેઓ પોતે જ એ ચારેય યંત્રો પોતાનાં દેશમાં પોતાનાં જ લોકોની મદદથી ડેવલપ કર્યાં છે. જેનાં પ્રતાપે આજે તેઓનું ડિજીટલ વર્લ્ડ લગભગ અભેદ ગણી શકાય. અને ભારતને પણ જો આવનાર સમયમાં પ્લાસ્ટિકમની અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવા તંત્રને વશ થવું હોય તો સુરક્ષા સૌથી મોટી જવાબદારી તરીકે સ્વીકારવી રહી.

તેની સામે ભારત એક નાના પાર્ટ્સ માટે પણ બીજાં દેશો પર આશ્રિત છે. અત્યારે તો ભારતમાં ડિજીટલ સુરક્ષા તુટી હોય એવાં દાખલાઓ બહું ઓછાં જોવા મળે છે. પણ જે. ભારતને સંપુર્ણ ડિજિટલ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે સુરક્ષા વિષયે દાખલાઓ વધતાં જ રહેશે તેમાં કોઈ મોટી વાત નથી. આ જવાબદારી આપણી છે. કોઇપણ સરકાર એટલી સ્માર્ટ તો ન જ હોઇ શકે કે એ તેમનાં નાગરિકોની તમામ જરૂરિયાતો ને સમજી શકે. એટલે અંતે આપણે જ એમને ટકોર કરવી રહી.

ભારત સરકારે IIT Bombay સાથે સંગઠિત થઈને National Center of Excellence in Technology for Internal Security (NCETIS) જેવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે. જેમાં ભારતની જેતે સુરક્ષાને લગતા તમામ ક્ષેત્રોમાં પોતાના નવા રીચર્સ અને સંશોધનોને પ્લેટફોર્મ મળશે. National Technical Research Organization (NTRO) સાથે મળીને પણ સાઈબર સુરક્ષાના પ્રયત્નો ચાલુ છે. પરંતુ આ બધા પ્રયત્નો સ્થાપિત ટેકનોલોજી પર જ કાર્ય કરશે જે આટલા મોટા તંત્ર માટે ઈફેક્ટીવ સોલ્યુશન નથી. ધારી લો કે, અત્યારે ફ્રોડ થવાના ચાન્સીસ ૧% છે. પણ જયારે ભારતમાં મોટાભાગનાં લોકો કેસલેસ વહીવટ કરશે ત્યારે ૧% બહુ મોટો ભાગ થઇ શકે છે.

સાઈબર સિક્યોરીટી ફક્ત એક  દીવાલ ઉભી કરવાનું જાણે છે. પરંતુ આપણી ટેકનોલોજી જ જો હેકરો માટે એક ચીનની દીવાલ સમક્ષ બની જાય તો...એને તોડવા હેકરોને લાંબો સમય લાગવો રહ્યો. એવું ન સમજી લેતા કે, ભારત પાસે એવાં સંશોધકોની કમી છે. આજે બીશ્વની તમામ ટેકનોલીજીની પાછળ કમસે કમ એક ભારતીય તો છે જ.

આ લેખ સરકાર માટે નથી લખ્યો પણ આપણા ભારતીયો માટે લખ્યો છે. આપણે જ એ પરિબળ સાબીત થઈશું જે ઉપર જણાવેલ ચારેય યંત્રોનું સ્વતંત્ર રીતે ભારતમાં ઉત્પાદન શરું કરી શકીશું. સરકાર પાસેથી ટેક્નોલોજીની અપેક્ષા રાખવાં કરતાં તેમની પાસે ટેક્નોલોજી બનાવવા પાછળ થતો ખર્ચની અપેક્ષા રાખવી વધારે ચાતુર્ય ભર્યું છે.

ક્યુબામાં ફિડેલ કાસ્ત્રોની લીડરશીપમાં મેડીકલ ક્ષેત્રે જે પ્રગતિ જોવા મળી છે એ જ્વલંત છે. આજે નશાખોરી, ડ્રગ માફિયા, અને બીજા દુષણોથી ખદબદતું ૬૦ વર્ષ પહેલાના કયુબાને એ રીતે મેનેજ કરવામાં આવ્યું કે હાલની પરિસ્થતિ એ છે કે દુનિયાભરમાં મેડીકલ સાયન્સ અને ડોક્ટર્સની સૌથી વધારે વેલ્યુઝ છે. આ બાબતે આપણે ટચુકડા એવાં ક્યુબા દેશમાંથી શીખવા જેવું ખરું.

ભારતમાં શિક્ષણ મોંઘુ પણ છે. જેનાથી શિક્ષણમાં સામન્ય કક્ષાનો વિદ્યાર્થી ઉચ્ચકોટીની યુનિવર્સીટીમાં ભણી શકતો નથી. સારી યુનીવર્સીટીમાંથી ભણેલા વિદ્યાર્થીઓ સીધા બહારની વાટ પકડે છે. અને રહી જાય છે એ ફાલ કે જેનાથી દેશને કશુંજ એવું નથી મળવાનું કે જેનાથી દેશને સારી પોલીસી કે ટેકનોલોજી મળે. આ દેશ આગળ નહીં વધે. દેશને જરૂર છે ઉચ્ચ કક્ષાનાં શિક્ષણની અને ટ્રેનીંગની. જોકે ભારત સરકારના આ ક્ષેત્રે દરેક રાજ્યોમાં સારી શિક્ષણ શાખાઓ ઉભી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે. દેશના વિદ્યાર્થીને જરૂર છે સારા શિક્ષકની.

ફક્ત એટલું જ નહીં પણ, દરેક વિદ્યાર્થીને જોબ સિક્યોરીટી આપવાનું કામ પણ સરકારે કરવું જ રહ્યું. અને શુકામ નેતાઓ જ પ્રોટેસ્ટ કરે કે લડે..? શું આપણે વિદ્યાર્થીઓ સારા શિક્ષણ અને જોબમાટે સરકાર સામે ન લડી શકીએ? ભારત જેવા દેશમાં લોકોને અને વિદ્યાર્થીઓને સામાજિક મુદ્દા એવાં દલિત, સ્ત્રી રક્ષણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે ભેગા થઈને લડતા જોયા છે પણ શિક્ષણ અને પાયાની જરૂરીયાત એવાં જોબ સિક્યોરીટી જેવા મુદ્દે ભાગ્યે જ ક્યાંય લોકો સરકાર સામે થયા હોય! શિક્ષણમાં કોમ્પીટીશનની જરૂરીયાત નથી. એક સામન્ય વિદ્યાર્થી પણ ઉચ્ચ શિક્ષણને અને ક્વોલીટી શિક્ષણને લાયક છે.

ટુંકમાં, ફક્ત ડીજીટલ ઇન્ડિયા જેવા હાઈ વોલ્ટેઝ ટાઈટલ સાથે આપણે કૈંજ નહીં કરી શકીએ જો પાયાની જરૂરિયાતો પૂર્ણ નહીં થાય. પાયાની જરૂરિયાતો નથી એ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. આપણે જેટલી શોધ કરી દેશને ડિજિટલ સ્વતંત્ર બનાવીશું એ એટલું જ ઉન્નત અને સુરક્ષિત રહેશે. 

જય હિંદ

Kamal Bharakhda 

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ