મોર્ડન હોવું એટલે?

જો કોઈ મોર્ડન છે તો એનો અર્થ એ થયો કે જે મોર્ડન નથી એ દેશી છે? ખરેખર?

આમ જોવા જઈએ તો એ ખોટું પણ નથી પરંતુ મોર્ડન શબ્દનો મતલબ જ છે કે સમયની સાથે ચાલવાવાળા! અને અંગ્રેજીમાં તેનો મતલબ છે કે, new and different from traditional styles!

મારા મુજબ તમે મોર્ડન બની નથી શકતા. મોર્ડન તમે હોવ છો. જેમ અમુક લોકો કરોડોપતિ હોય પણ એમનું દેશી અને જૂની વિચારધારા હજુ તેમની સાથે વળગેલી હોય છે.

પણ જીવનમાં એવી કેટલીક પરિસ્થિતિઓ અને લક્ષણો છે જે મોર્ડન અને દેશી એમ કોઈપણ લાઈફ સ્ટાઈલથી ઉપર છે. જે છે વિનમ્ર હોવું, વ્યવહારિક હોવું.

વ્યવહારિક હોવાનો એ મતલબ નથી કે, સમાજને ગમે એ રીતે રહેવું. પરંતુ પરીસ્થીતી મુજબ રહેવું એ વધારે યોગ્ય પરિભાષા છે.

બીજું કે તમે દેશી હોવ કે મોર્ડન પણ જો તમે તમારી વાત રાખતા સમયે વિનમ્ર નથી તો બંને માંથી એક પણ જગ્યા એ તમે ઉભા નહીં રહી શકો કે કોઈ ઉભા નહીં રાખે.

મોર્ડન હોવું એટલે મોર્ડન છો એવું દેખાડવું અત્યંત વિરોધાભાસી છે.

મારા મત મુજબ, અમરેલી જીલ્લાના કોઈ નાનકડા ગામમાં ખેડૂત ભાઈ એની દીકરીને રાજકોટ અથવા અમદાવાદ ઉચ્ચ ભણતર માટે ગર્વ સાથે દીકરીને મોકલે અને એ ખેડૂત ભાઈ પછી ભલે ગમે તેટલો દેશી કેમ ન હોય એના દેખાવ અને રહેણીકરણીથી પણ એ ભાઈ મોર્ડન છે.

૫૦ એક વર્ષ પહેલા તો એ સમય જ નહતો કે બાપ તેના દીકરાને કોઈ શિખામણ આપે કારણકે જ્યાં જુઓ ત્યાં મર્યાદા જ હતી અને એ બધી મર્યાદાઓ વશ દરેક પુરુષ/વ્યક્તિ તેની મર્યાદામાં જ રહેતા જેથી પોતાના કોઈ કર્મથી પોતે અને સમાજ દુખી ન થતું પરંતુ આ સમયમાં જો બાપ દીકરાને ૧૫ મેં વર્ષે દીકરો નહીં પણ મિત્ર તરીકે માની લે અને એ તમામ ચર્ચા કરે જે તેના દીકરાને ફાયદારૂપ થાય અને દીકરો જો તેના બાપના ખભેથી તેનું જીવન શરુ કરી શકે તો એ મોર્ડન છે.

એક ભાઈ બહેન બે મિત્રો ની જેમ રહે એ મોર્ડન છે.

એક પતી તેની પત્નીની અને પત્ની તેના પતિની માનસિક જરૂરિયાતો ને સમજી શકે એ મોર્ડન છે.

ટૂંકમાં મોર્ડન એ છે જે પોતાની ઉર્જા પોતાને મોર્ડન દેખાડવામાં ન વેડફી પોતાની મોર્ડન સમસ્યાઓને મોર્ડન પદ્ધતિ થી ઉકેલી રહ્યા છે એ છે.

બાકી તો જે માણસ ને આજથી બે હજાર વર્ષ પહેલા પણ જે પરિબળોથી તકલીફ થતી હતી એજ પરિબળો થી આજે પણ તકલીફ થાય જ છે. એટલે મુદ્દો તમે શું છો એનો નથી પરંતુ તમે શું દેખાડો છો એનો છે.

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ