आज पता चला की हम बडें हो गए है |

ના... ના... ના... એવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયો નથી કે નથી એવી કોઈ ઉપાધી મળી કે જેને લઈને આવી અનુપમ અનુભૂતિ થાય!

જેમ ભૂત આમલડી એ મળે એમ હું અને મારા જેવા વડાપાંઉનાં ગર્ભદ્વાર પર મળીએ!

આજે દહીસર, મુંબઈનાં ફેમસ ચંગુ-મંગુ વડાપાંઉની મુલાકાત લેવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને આ પ્રકારના પ્રોગ્રામ ને કોઈ મોટીવેશનની જરૂર નથી પડતી! વિચારો કે તરત જ અમલ 😃

ચંગુ-મંગુ ને ત્યાં લાઈન જ હોય! એવું ક્યારેય નથી થયું કે ગયા હોય ને ૧૦ જ સેકેન્ડમાં નરમ પાઉંમાં અદ્ભુત ચટણીઓની સગાઈ કરી વડું હાથમાં આવ્યું હોય!

એટલે આજેય એવું જ હતું. જઈને લાઈનમાં ઉભા રહી ગયો. જેમ રાક્ષસો અમૃત લેવા પેલી અપ્સરાની આગળ લાઈન લગાવી હતી, હા બરાબર એમજ..! 🙁

મારો વારો આવ્યો ત્યાં જ મારા જ ક્લાસમાં ભણતી સ્કુલની જ છોકરી મને દેખાયી. મને નામ યાદ ન આવ્યું પણ હું જોઇને ઓળખી તો ગયો જ. એ પણ મારા જ કુળની જણાઈ આવી રહી હતી! પણ મારા કરતા તેનામાં ધીરજ ઓછી હતી એટલે લાઈન કાપી ને તરત જ કાઉન્ટર પાસે આવી ને ઉભી રહી જ્યાં હું હતો જ, એટલે મને સાઈડમાં જવા માટે એણે કહ્યું કે, "अंकल, जरा जगा दीजिए!"

મારા તો ભવાં ઉભા થઇ ગયાં "અંકલ" શબ્દ સાંભળી ને જ 😐

હવે હું એને ક્યાં કેહવા જાઉં કે, બેન આપણે એક જ વરહના છીએ! 😃

પણ આવી અનુભૂતિ થાય અને પ્રિયજનો ને જણાવીએ નહીં તો એક અવસર ચુકી ગયાનું પાપ લાગે!

હાલો ત્યારે જય શ્રી ગોપાલ... ઉમર થઇ ગઈ છે. હુવા જાઉં છું.

જય શ્રી કૃષ્ણ

પૂર્ણવિરામ

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ