ભારતીયોની “કિંગ કેન ડુ નો રોંગ” જેવી માનસિકતા

ભવેન કચ્છી “વિવિધા” ટાઇટલ સાથે અર્ધ-સાપ્તાહિક પૂર્તિ શતદલમાં ઓપનિંગ બૅટિંગ કરે છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલા શતદલમાં એમણે એક ખૂબજ ચોટદાર વાત વખોડી હતી જેમાં ભારતીયોની “કિંગ કેન ડું નો રોંગ” જેવી માનસિકતા અંગેના વિચારો રજુ કર્યા છે.

એમનું કહેવું છે કે, “ તંત્ર, નેતાઓ અને અધિકારીઓ જ નહીં પણ ખાનગી સંસ્થાના હોદ્દેદારોમાં એવી તુમાખી આવી ગઈ કે તેઓ ગમે તેવી લાપરવાહી બતાવે , દેશને લુંટે કે નિષ્ફળ જાય તો પણ તેઓની ટીકા કરવાની જ નહીં. પણ હવે સામાજિક સ્તરે એક એક વ્યક્તિ , એક એક ટીનએજ, યુવાન-યુવતી, પતિ-પત્ની, મમ્મી-પપ્પા, ઇવન સેલીબ્રીટીમાં એ હદે સ્વકેન્દ્રી ઘમંડ આવી ગયું છે કે તમને તેઓને સદભાવનાથી ના તો કોઈ સલાહ આપી શકો કે ખોટું કરતુ હોય તો બતાવી શકો. અબોલા, રીસામણા, આત્મહત્યાની વધતીજતી ઘટનાઓ પાછળ સાવ કાચ જેવી બની ગયેલી સહનશક્તિ છે. “

આવી માનસિકતા તો ભારતમાં પહેલેથી હતી પણ રિપોર્ટ અત્યારે કેમ મળે છે? આવી વરાળ અત્યારે નીકળે તેનાં કારણો છે કે, પોતાનાં કમ્ફર્ટ ઝોન માટે બિનજરૂરી ધોરણે ઉપયોગથી આવી માનસિકતા અત્યારે વધારે પકડ જમાવી રહ્યું છે. ભવેનજી એ ફક્ત ચિત્ર રજુ કર્યું. પરંતુ આવી માનસિકતાની આગળપાછળ ક્યાં પરિબળો હોઈ શકે? સહનશીલતા નબળી પડી છે એ ખ્યાલ છે પણ એના કારણો કયા?

અયોગ્ય અને દેખાડા પુરતું જ સીમિત થયેલું મોર્ડન શિક્ષણ, અપૂર્તિ કેળવણી, સામાજિક જીવનનું સતત ઘટતું પ્રમાણ જેવા મુદ્દાઓ એ આ ચિત્ર ઉભું કર્યું છે. પહેલાના સમયમાં ઘરનો મુખી કિંગ કહેવાતો અને ઘરના દરેક સભ્યો કે જેને નિર્ણય સાથે વિરોધાભાસ હોવા છતાં પણ વડીલો કહે એ માન્ય રાખતા. કોઈ પણ મોટી મોટી પરિસ્થતિઓ ઘરના વાતાવરણમાં જ પહેલા જન્મે છે પછી એ આગળ જતા વિકરાળ સ્વરૂપ લે છે. એ સમયમાં ભલે શિક્ષણ ન હતું પણ અત્યારની શિક્ષણ વ્યવસ્થા કરતા તો એ સારી પરિસ્થતિ હતી. વ્યક્તિગત કેળવણી પર વધારે ધ્યાન અપાતું. જેનાથી એક વ્યક્તિમાં યોગ્ય સંસ્કાર અને વિધિ ગત હોવા જોઈએ એ તમામ ડહાપણ નાનપણ માં જ વિકસિત થઇ જતી હતી. પોતાના વ્યક્તિગત જીવન કરતા તે સમયે સામાજિક જીવનમાં વધુ શ્રદ્ધા હતી. દરેક વર્ગ એકબીજાની મુશ્કેલીમાં સાથે મળીને કામ કરતા. એવામાં સહનશક્તિ ઓછી કે વધારે હોવાની જરૂરિયાત જ નથી. ત્યારે ફક્ત બે જ ધોરણ હતા. એક અનુભવી અને બીજો બિનઅનુભવી 

અત્યારનું શિક્ષણ વ્યક્તિને દરેક પરિસ્થતિને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા આપવી જેવા મહત્વના મુલ્યો શીખવવામાં તસ્દી લેતું નથી. પરંતુ અધૂરી અને અયોગ્ય શિક્ષણ પદ્ધતિ અને ઘરમાંથી અને સામાજિક જીવન માંથી મળતી કેળવણીનો ભેદ સીધો નજરે પડે છે. એટલે જ જયારે પોતાના કમ્ફર્ટ ઝોન પર હુમલો થતા જુવે છે ત્યારે આજનો વ્યક્તિ દરેક મર્યાદા ભૂલીને પોતાનામાં રહેલી સહનશક્તિની ખામી નજરે ચડાવે છે.

ફક્ત શાળાઓ નહિ પણ દરેક સંસ્થાઓ કે જ્યાં આજનો શિક્ષિત સમાજ ભેગો થાય છે ત્યાં યોગ્ય કેળવણી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જરૂરી છે. જેથી ભારતનું ભવિષ્ય જોખમમાં નહિ પણ યોગ્ય વ્યક્તિઓ ના હાથમાં પહોંચે.


-     કમલ ભરખડા.

બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન અને ભારતનાં સંચાલકોમાં પ્રાથમિક સમસ્યાઓ માટેનું એન્ટી-વલણ

મથાળાની બંને બાબતોમાં ઘણી સામ્યતા છે. જેમ દેશમાં ગરમીનો પારો ચડતાજ નિષ્ણાંતો પાસે કારણો ગોતાવવાની ફરજ પાડી એવી જ રીતે ભારત દેશનાં આઝાદ થયા પછી વધી રહેલી ગરીબી, ભ્રષ્ટાચાર અને બીજી અનેક પાયાની સમસ્યાઓનું નિરાકરણતો ઠીક પણ જો પ્રામાણિકતાથી કારણો ગોતાવવાની ફરજ પાડવામાં આવી હોત તો એ બધી સમસ્યાઓનાં સમાધાનની બુલેટ ટ્રેન ક્યારનીયે દોડતી થઇ ગઈ હોત.
જ્યાં સુધી કુદરતનો માર નથી પડતો ને ત્યાં સુધી કોઈ જ સરવળતું નથી. શું ભારતની બધીજ સમસ્યાઓ કુદરતી છે ? ના સેજ પણ નહી. જો સમસ્યાઓ કુદરતી હોત તો સેજ પણ સમય લીધા વગર બધી જ સરકારો એ પોતાના કમરતોડ પ્રયાસો હાથ ધર્યા હોત. આ પ્રમાણે સાબિત થાય છે કે, કોકના હાથે કર્યાનાં દેશ ભોગવે.
બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન એ કુદરતી સમસ્યા છે. અને એ પરિસ્થતિ વૈશ્વિક કલાઇમેટ ચેન્જની અઘરી સમસ્યાનો એક ભાગ છે. જયારે ભારતની સમસ્યા પણ વૈશ્વિક સમસ્યાનો લગભગ મોટો ભાગ છે. સમસ્યાઓ અને તે પર લેવાતા નિર્ણયો અને હાથમાં આવતા પરિણામોને પારદર્શક બનાવવા જરૂરી છે. જેમ કલાઈમેટ ચેન્જ જેવી સમસ્યાને સુધારવા વ્યક્તિગત કાર્બનનાં ઉત્સર્જન પર કંટ્રોલ આવી શકતો હોત તો આ બાબતે કેમ નહી?
જનતાની પ્રાથમિક સમસ્યાઓ પ્રત્યેનું દરેક સરકારો અને ભારતીય જનતાઓનું એન્ટી-વલણ ધ્યાનમાં લઇને આપણે બધાએ બંધારણીય ફેરફારો કરવા પડે એમ છે.


સ્પષ્ટ નીતિજ પરિણામકારક છે.

કોઈ પણ પ્રકારનાં મુદ્દાઓ પરની ચળવળો, એ પછી ભારતની આઝાદી બાબતે ગાંધીજીની અહિંસક નીતિઓથી ગૂંથાયેલી ચળવળ કે પછી અમેરિકા અને જાપાનનો એકબીજાને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંસક જવાબ.
ઉપર જણાવેલ બંને મુદ્દામાં લડનારનાં ખાતામાં સારું કે ખરાબ પણ મહત્વનું એ છે કે પરિણામ આવ્યું. બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે એ ઘટનાઓની પાછળ એક સ્પષ્ટ નીતિ ને પકડી રાખી કાર્ય પાર પડ્યું હતું. એ પછી અમેરિકા અને જાપાને ભલે હિંસાનો સાથ લીધો અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ અહિંસક ચળવળનો. પરંતુ કાર્યપદ્ધતિ સંતુલિત અને સપષ્ટ નીતિથી છલોછલ ભરેલી હતી. અરવિંદકેજરીવાલએ પણ અન્નાજી સાથે મળીને અહિંસક ચળવળો કરી અને એક જ નીતિથી ચાલવું છે એ બાબતે કેજરીવાલ અને એમનાસાથીદારો સ્પષ્ટ હતા એટલે જ AAPનું સર્જન શક્ય બન્યું.
પરંતુ આ વખતે પાટીદાર અનામત આંદોલન એ "મિશ્ર નીતિ" નો ભોગ બની રહ્યું છે. સવારમાં અહિંસક ચળવળ અને રાત્રે તોફાની પ્રવુત્તિઓ. આવી રીતે કોઈપણ સરકાર એમના પ્રશ્નોને ગંભીરતાથી લે એ બાબતો સ્પષ્ટ નથી. પોલીસ વિભાગ પોતાની નીતિઓથી સ્પષ્ટ છે. એમેણે જે સમયે જે કરવાનું છે એ એમેણે ગાંધીજીના સમયમાં પણ કર્યું હતું અને આજે પણ કરશે. એટલે એમેને વચ્ચે લાવીને મુદ્દાને ભટકાવવાની જરૂર નથી. પરંતુ મુદ્દો એ છે સરકાર પાસેથી પોતાની યોગ્ય માંગ ને એક જ નીતિથી જકડી રાખવાની જરૂર છે. આમ આવી રીતે હાલતા ચાલતા રાષ્ટ્રનાં માલમત્તાને નુકશાન પહોચાડી કોઈ પરિણામ આવે એની શક્યતાઓ દિવસે અને દિવસે ખુબજ અલ્પ થતી જાય છે. સમય જતા સરકારને ચળવળ વિરોધી મુદ્દાઓ મળશે ત્યાર પછી એનો ભોગ આંદોલન કારીઓએ જ બનવું રહ્યું.
મારી એક જ અપીલ છે પાટીદાર અનામત આંદોલન કારીઓને કે પછી કોઈ પણ ભવિષ્યની ચળવળોને કે, મિશ્રનીતિનાં ઉપયોગથી બિનજરૂરી સમસ્યાઓમાં વધારો થશે. એક જ સ્પષ્ટ નીતિ ને લઈને સ્પષ્ટ એઝંડા તૈયાર કરવામાં આવે તો નજીકના ભવિષ્યમાં જ આંદોલનની માંગો પ્રત્યેની સરકારની ગંભીરતામાં પણ ફરક પડવો રહ્યો.
- કમલ ભરખડા

શિક્ષણ અને ખાનગીકરણ

તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “.
એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી અને ઉભરતી યોગ્ય પ્રગતિ છે પરંતુ તમને પ્રશ્ન થશે કે “અંધારા”નું શું? કેમ તેના માટે મને કોઈ રૂપક ન મળ્યો!
ખાનગીકરણ.....એજ તો છે અંધારું!
થોડા સમય પહેલાની વાત છે. હું, મિત્ર જીગર અને મિત્ર ચેતન ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે હતા. ત્યાં ચીન દ્વારા આપેલી પરમ ભેટની ચૂસકી મારતા મારતા આ વિષય પર પ્રથમ વખત વિસ્તૃત ચર્ચાનાં અંકુર ફૂટ્યા હતા. જો કે આ અહેવાલને સંક્ષિપ્ત જ સમજવો.
મૂળ વાત, કોઈપણ રાષ્ટ્રનાં નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ રાષ્ટ્રના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા બદલ નિમાયેલા પણ છે. (માફ કરશો મારો પ્રયાસ “નેતાઓ” લખવાનો હતો)
આપણે ભારતીય છીએ એટલે ભારતની જ વાત માંડુ કે, ભારત દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી કેન્દ્રીય સત્તા પર આવનાર દરેક સરકારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લોકો સુધી પહોચાડવા માટે બનતા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. (બનતા પ્રયત્નો એટલે કે પ્રજાની જરૂરીયાત મુજબ જ કાર્યો થયા હોય એવું જરૂરી નથી. આ તો સરકારની “ઈચ્છા”ઓ મુજબ કાર્યો થયાની વાત છે!)
પ્રાથમિક શિક્ષણનાં ભાગ રૂપે સરકારે “સરકારી શાળા“ જેવા વિશેષણથી જે પ્રયત્નો ચાલુ કર્યા એ એટલા બધા ઠંડા ઠર્યા કે એક થી સો સુધીમાં એક પણ સરકારી શાળાઓ પોતાની ક્રમાંક લાવી શકી નથી. અરે ક્રમાંક છોડો અહીંયા તો સરકારી શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતો જ પૂરી નથી થતી. પણ ફંડ તો પૂરેપુરા જ લેવાય છે. હવે આવી પરિસ્થિતિમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં આર્થિક દ્રષ્ટીએ પહોંચી શકતા વાલીઓ પોતાના ભૂલકાઓનાં ભવિષ્ય માટે ખાનગીકરણનો પાલવ જીલે એ સંભવ છે.
ચાલો હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણની. IIT, IIM, સરકારી મેડિકલ કોલેજ, LAW કોલેજ વગેરે. ટૂંકમાં દરેક પ્રકારની શાખાઓ માટે સરકારે ઉચ્ચ કોટીની વ્યવસ્થા ઉભી કરી છે. (બીજા દેશોની સરખામણીએ રીસર્ચ અને ડેવલોપમેન્ટ ક્ષેત્રે કોડીની વ્યવસ્થા)
દેશનો દરેક ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય વિદ્યાર્થીઓ પોતાના સરકારી શાળાના અભ્યાસનાં જોરે ઉપર જણાવેલી જે તે લગતી સંસ્થાઓમાં એડમીશન પણ મેળવતા જ હશે. આવું જો તમે માનતા હો તો જણાવી દઉં કે, મારા માટે હેરી પોર્ટરની વાર્તાઓ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓનું ઉચ્ચ સરકારી સંસ્થાઓમાં એડમીશન (ખાનગીકરણ વગર) લગભગ કાલ્પનીક જ છે.
કોઈપણ પ્રકારની ખાનગી સંસ્થામાં (ટ્યુશન)માં પ્રશિક્ષિત થયા વગર હાલના સમયમાં સરકારી સંસ્થા માટે નીમાયેલા વિદ્યાર્થીઓ ખરેખર જુજ છે. કદાચ એક લાખે એક મળે.
કહેવત છે ને કે, ડોકટરનો છોકરો જ ડોક્ટર થાય. પણ શું કામ ન થાય! શિક્ષણ ક્ષેત્રમાં થતું ખાનગીકરણ એ કહેવતને સાચું સાબિત કરી રહ્યું છે. આજે ખાનગીકરણને લીધે વિદ્યાર્થીઓ સરકારી કોલેજોમાં એડમીશન લેવા લાખો રૂપિયા ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં એન્ટ્રન્સની તૈયારી કરે છે. મૂળમાં તકલીફ્તો એ છે કે શિક્ષણમાં આ પ્રકારના ખાનગીકરણનો ઉપયોગ દેશના દરેક વર્ગ કરી શકે એ જરૂરી નથી. અને જો દરેક વર્ગ એ ન કરી શકતું હોય તો એ અન્યાય છે એ તમામ દેશના વિદ્યાર્થીઓ સાથે જેઓ બૌધિક રીતે એ ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ માટે લાયક છે.
મને તકલીફ ખાનગીકરણથી નથી. મને તકલીફ છે ખાનગીકરણનાં વાવાજોડામાં ભારતીય વિદ્યાર્થીઓમાં વિચારશીલતા અને બૌધત્વમાં ખામી નજરે ચડે છે. એટલેજ આપણા જ દેશનો શિક્ષિત વર્ગ આપણાજ દેશના હિતમાં કામ આવતો નથી. બેરોજગારીનું મૂળ ખાનગીકરણમાં જ હોઈ શકે. અને એ જ વિચારશીલતાની ખામી ભ્રષ્ટાચારનો ઉદય કરાવે છે.
સરકારે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણને ડામવા સખત નિર્ણયો લેવા પડશે. અત્યારની શિક્ષણ પદ્ધતિને ધ્યાનથી જોઈએતો ખ્યાલ આવશે કે મુળીય માંજ ખામી હોય તો થડ નબળા પડે એમાં કોઈ નવાઈ નથી.
છેલ્લે છેલ્લે:
આજનો વિદ્યાર્થી અને સ્કીલ્ડ (પ્રશિક્ષિત) મજુરમાં કોઈ જ તફાવત નથી.

મેં જયારે કાબુલીવાલા વાંચી...

મેં જ્યારે રવીન્દ્રનાથ ટાગોરની "કાબુલિવાલા" વાંચી
- કમલ

હું વિજ્ઞાનશાખાનો અભ્યાસી છું એટલે ધોરણ ૧૦ પછી કોઈપણ પ્રકારનાં ગુજરાતી કે અન્ય ભાષાનાં સાહિત્ય સાથે મારો ૩૬ નો આંકડો થઇ ગયો હતો. એટલે જ તો અત્યાર સુધી રવીન્દ્રનાથ ઠાકુર જેવા મહાન વ્યક્તિની રચનાઓથી વંચિત રહ્યો છું.

પરંતુ હવે ઘણા પ્રકારના અભ્યાસીઓ સાથે મિત્રતાનો વ્યવહાર બંધાયો છે અને એ જ મિત્રોમાંથી અમુક ગુજરાતી અને બીજી તમામ ભાષાના સાહિત્યને પોતાનો પડછાયો માનવાવાળા પણ સામેલ છે અને એમાંથી જ એક મિત્ર એ મને આ કાબુલીવાલા જેવી ઉત્કૃષ્ટ રચના વાંચવાની તક આપી.

અત્યાર સુધી રવીન્દ્રનાઠ ઠાકુરજી એટલે એજ વ્યક્તિ તરીકે મગજમાં છાપ હતી કે, એ મહાપુરુષ જેમણે ભારતીયોને એમનું રાષ્ટ્રગીત “ નેશનલ એન્થમ” આપ્યું છે. કાબુલીવાલા જેવી રચના એમ જોવા જઈએ તો મારા માટે વાંચનની દ્રષ્ટીએ રવીન્દ્રનાથ ઠાકુરજીની દુનિયામાં પ્રથમ પગલું કહી શકાય. મેં શરૂઆત જ અહિયાંથી કરી હતી. દિર્ગદર્શક અનુરાગ બસુ એ પણ પ્રયત્ન કર્યો છે આ વાર્તાઓને ચલચિત્ર રૂપે સમાજની સામે મુકવાનો. એ પ્રયત્ન ખરેખર વખાણવા યોગ્ય છે અને થોડામાં ઘણું કહી જાય એ રીતે પ્રસ્તુત કરે છે.

આ વાર્તા છે ત્રણ વ્યક્તિની. એક તો ૮ એક વર્ષની મિની, તેના પિતાજી અને કાબુલીવાલા કે જે કલકતા શહેરમાં રહે છે. મિનીના પિતાજી એક લેખક છે અને એમની વ્યવસાયિક બેઠક પણ ઘરમાં જ છે. મિનીને ખુબજ નટખટ અને બોલકણી સ્વભાવની બતાવી છે. કાબુલીવાલા ઉર્ફ રહેમાન, એ સમયે અફઘાનિસ્તાનથી ધંધો કરવા ભારત આવતા વ્યક્તિનું પાત્ર છે. જે આખું વર્ષ પોતાના દેશની પ્રચલિત વસ્તુઓને ભારતમાં વહેંચીને ધંધો કરે છે, જેથી પેટ પરનાં પાટા ઢીલા પડે. એ લોકો આખું વર્ષ ધંધો કરે અને વર્ષના અમુક દિવસો પોતાના પરિવાર સાથે પસાર કરવા પાછાં પોતાના દેશ ફરે.

મને તો કાબુલીવાલા વાર્તા વાંચ્યા પછી એજ અનુભવ થયો કે, આ મિનીના પિતાજી પોતે રવીન્દ્રનાથ જ હોવા જોઈએ! આટલો શાક્ષીભાવ અને એ પણ એક રચયિતા તરીકે, એ ઘણું અઘરું છે અને આટલાથી બધું પૂર્ણ નથી થતું, પરંતુ આ શાક્ષીભાવ સાથે સાથે વાર્તાની પકડ પણ જાળવી રાખવાની છે જે એ કામ ઠાકુરજી એ ખુબજ ચિવટતાથી પાર પાડ્યું છે. દરેક પાત્રોને સમાન મહત્વ આપવું એ કોઈ ઠાકુરજી પાસેથી શીખે.

કાબુલીવાલા વાર્તા એ બાપ-દીકરીના સબંધોની ચરમ સીમાનો ભાસ કરાવી જાય છે. એક બાપ માટે દીકરી શું હોઈ શકે એ કદાચ કાબુલીવાલાથી શ્રેષ્ઠ બીજી કોઈ જ રચનાઓ એ અનુભૂતિ કરાવી નથી. ક્ષિતિજની સામે મીટ માંડતા માંડતા જેમ સૂર્યની ચાલ જોવાનો અનેરો આનંદ આવે છે એવી જ રીતે આ રચનાનો પણ એવો જ કૈંક અલગ પ્રકારનો આનંદ છે.

એક બાળક જીવની હઠ, તાલાવેલી, જીજ્ઞાસા, ભોળપણ અને કાલ્પનિક વાતોને વળગી રહીને નિર્ણયો લેવાની સમજણ જેવા સહજ મુલ્યોને ઠાકુરજી એ ગલગલીયા કરાવી દે એ અંદાજમાં રજુ કર્યા છે. એક દીકરીના પિતા તરીકે નહી પણ એક જાજરમાન, સમજદાર, શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ તરીકે મિનીના પિતાને મુલ્યવાન કર્યા છે. નટખટ છોકરીના પાલનપોષણ અને તેણીની સંપૂર્ણ જવાબદારી ફક્ત તેના પર જ છે એવી યોગ્ય પણ અતીવૈચારિક માતાને વાર્તા અનુસાર યોગ્ય ઠબે રજુ કરી છે. ક્યારેક એવું લાગી આવે છે કે મિનીના પિતાજીના આટલા સમજાવ્યા પછી પણ શું કામ મિનીની માતાને મીનીને કાબુલીવાલા પ્રત્યે સબંધો ખાટા પડે એમાં જ રસ હતો? એજ તો સ્ત્રી હઠ છે જે વાર્તામાં બતાવી છે. વ્યક્તિ ભલેને દુનિયાના કોઈપણ છેડાનો હોય પણ તેની દીકરી માટે તેનો વ્યવહાર હંમેશા કુણો હોય છે. એક બાજુ દુનિયા અને એક બાજુ એની વ્હાલસોયી દીકરી. મિનીના પિતાજી અને કાબુલીવાલા બંનેનો વ્યવહાર મિની માટે જે બતાવ્યો છે એ વાંચે એ જ જાણે.

કાબુલીવાલા અને મિનીની પ્રથમ મુલાકાતમાં ઠાકુરજીએ એક પિતાની ફરજ, એક બાળકની માન્યતા અને એના પર જ વિશ્વાસ કરવાના અભિગમને ખુબજ વ્યવહારિક રીતે રજુ કર્યું છે. કાબુલીવાલા અને મિનીની વચ્ચેના સબંધો અને વ્યવહારતો વાર્તામાં જ માણવી જરૂરી છે. એક બહારગામનો વ્યક્તિ શું કામ પોતાના દરેક દર્દ અને સમજણ એક બાળકી પાસે આવીને ભૂલી જતો અને એની કાલી-ઘેલી ભાષામાં ઓતપ્રોત થઇ જતો એ ઠાકુરજીએ વાર્તામાં ખુબજ સરસ રીતે વર્ણન કર્યું છે.

ઠાકુરજીએ આ વાર્તાથી ધાર્મિક સહિષ્ણુતાનો પણ ખુબજ સચોટ દાખલો આપ્યો છે. કાબુલીવાલા અને મિનીની ગાઢ મિત્રતા થયા બાદ એક વખત કાબુલીવાલા મિનીને રોજીંદા સમયે મુલાકાત લઇ ન શક્યા તો મિનીએ સમય અનુસાર રાહ જોઈ પણ કાબુલીવાલા આવ્યો નહિ એટલે મિનીએ એમના પિતાજીને પૂછ્યું કે, આ કાબુલીવાલો હજી સુધી કેમ મને મળવા ન આવ્યા ? એટલે એમના પિતાજી મિનીને કઇંક સમજાવે છે અને તરતજ મીની નીચે બેસીને નમાઝ પઢતી હોય એમ એવી મુદ્રામાં બેસીને પ્રાર્થના કરવા લાગે છે અને પિતાજી પૂછે છે કે,  “મિની આ તું શું કરે છે?” - ત્યારે મીની કહે છે કે, “આ કાબુલીવાલાએ મને કહ્યું હતું કે હું જયારે મુસીબતમાં હોવ છું ત્યારે મારા ભગવાન પાસે આ રીતે બેસીને માંગી લઉં છું”-. પણ એ સમયે એક બ્રાહ્મણ કુટુંબનાં હોવા છતાય એ સમયમાં મિનીની આ પ્રક્રિયાને તેના ભોળપણમાં લઈને ઠાકુરજીએ ધાર્મિક સહિષ્ણુતાનો બહુ મોટો દાખલો આપ્યો છે. આ એક વ્યક્તિ તરીકેની માણસાઈ અને સમજણ શક્તિનો પાઠ ખુબજ સરળતાથી સમજાવી દીધો.

જ્યાં વસંત હોય ત્યાં પાનખર ને આવવું જ રહ્યું એવી જ રીતે ઠાકુરજીએ વાર્તામાં એક દુખદ વળાંક આપ્યો છે જ્યાં લુચ્ચા ગ્રાહકે કાબુલીવાલાના હકની મૂડી આપવાની ના પાડે છે ત્યારે કાબુલીવાલાએ તેમના સ્વભાવ અનુસાર અને પોતાના પેટ ખાતર ન કરવાનું કરી બેશે છે. જેનાથી કાબુલીવાલાને ૮-એક વર્ષની જેલની સજા થાય છે.

હવે આ કપરા કાળમાં એક વ્યક્તિએ કઈ રીતે પોતાના જીવ સમાન છોકરી વગર સતત ૮ વર્ષ જેલમાં કાઢ્યા એનું ચિત્રણ પણ ખુબજ ભાવથી થયું છે. કાબુલીવાલા જયારે જેલ માંથી પાછો ફરે છે ત્યારે બધુ પહેલા હતું એવું ન હતું. મિની હવે મોટી થઇ ગઈ છે અને એના લગ્ન પણ એજ દિવસે છે જયારે કાબુલીવાલા જેલ માંથી છૂટે છે. કાબુલીવાલા મિનીને મળવા એટલા આતુર છે કે એ મિનીના ઘરે જઈ પડે છે. પરંતુ ત્યારની શિક્ષિત વર્ગની પણ કુશંકાઓ અને સંકુચિત માન્યતાને ઠાકુરજીએ મિનીના પિતાજી દ્વારા ખુબજ સારી રીતે બતાવી છે.

મિનીના પિતાજી એમ માની બેશે છે કે મિનીના પ્રસંગમાં કાબુલીવાલા અશુભ નીવડી શકે છે. એટલે મિનીના પિતાજી કોઈ કારણો સર મિની તમને મળી શકશે નહિ એવું કહી ને એમને વળતા કરે છે પણ જતા જતા કાબુલીવાલા અને મિનીના પિતાજી વચ્ચે જે સંવાદ અને ચિત્રણ જે ઠાકુરજીએ ઉભું કર્યું છે એ જેટલી વાર વાંચો એટલી વાર નયનમાં અશ્રુની ધાર ઉભી કરે છે. પરંતુ એ સંવાદ પછી કાબુલીવાલા માટે થયેલા મિનીના પીતાજીમાં આંતરિક બદલાવ એ આ વાર્તાનું હાર્દ છે. જે હું અહી લખી શકું એમ નથી!

રવીન્દ્રનાથ ઠાકુરએ વાસ્તવિક પરિસ્થતિઓને ગૂંથીને જે માણસાઈનું કાપડ તૈયાર કર્યું છે એ અતિ મુલ્યવાન છે. ઠાકુરજીએ એમના જીવનના ક્ષણે ક્ષણનો ઉપયોગ સામાજિક પરિસ્થતિઓ અને સંવેદનાઓ સાથે શાક્ષી ભાવે રહીને સમાજને ઉપયોગી થઇ રહે એવી રચનાઓનું ચિત્રણ કંડારવામાં કર્યું છે. જેમ કે, આ કાબુલીવાલા જેવી રચનાથી માણસાઈ, વિશ્વાસ, પ્રેમ, બાપ-દીકરી વચ્ચેનો પ્રગાઢ પ્રેમ, અતિ તાલાવેલી, એક વિદેશી સાથે થવો જોઈએ એવો અને એક ભારતીય તરીકે શોભે એવો વ્યવહાર જેવા અમુલ્ય સંસ્કારો અને માનવીય મુલ્યો કે જે બીજે ક્યાં મળવાના છે.

રવીન્દ્રનાથ ઠાકુરને ફરી ધન્યવાદ આવી ઉત્કૃષ્ઠ કાબુલીવાલા જેવી રચના બદલ.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો