ભારતીયોની “કિંગ કેન ડુ નો રોંગ” જેવી માનસિકતા

ભવેન કચ્છી “વિવિધા” ટાઇટલ સાથે અર્ધ-સાપ્તાહિક પૂર્તિ શતદલમાં ઓપનિંગ બૅટિંગ કરે છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલા શતદલમાં એમણે એક ખૂબજ ચોટદાર વાત વખોડી હતી જેમાં ભારતીયોની “કિંગ કેન ડું નો રોંગ” જેવી માનસિકતા અંગેના વિચારો રજુ કર્યા છે.

એમનું કહેવું છે કે, “ તંત્ર, નેતાઓ અને અધિકારીઓ જ નહીં પણ ખાનગી સંસ્થાના હોદ્દેદારોમાં એવી તુમાખી આવી ગઈ કે તેઓ ગમે તેવી લાપરવાહી બતાવે , દેશને લુંટે કે નિષ્ફળ જાય તો પણ તેઓની ટીકા કરવાની જ નહીં. પણ હવે સામાજિક સ્તરે એક એક વ્યક્તિ , એક એક ટીનએજ, યુવાન-યુવતી, પતિ-પત્ની, મમ્મી-પપ્પા, ઇવન સેલીબ્રીટીમાં એ હદે સ્વકેન્દ્રી ઘમંડ આવી ગયું છે કે તમને તેઓને સદભાવનાથી ના તો કોઈ સલાહ આપી શકો કે ખોટું કરતુ હોય તો બતાવી શકો. અબોલા, રીસામણા, આત્મહત્યાની વધતીજતી ઘટનાઓ પાછળ સાવ કાચ જેવી બની ગયેલી સહનશક્તિ છે. “

આવી માનસિકતા તો ભારતમાં પહેલેથી હતી પણ રિપોર્ટ અત્યારે કેમ મળે છે? આવી વરાળ અત્યારે નીકળે તેનાં કારણો છે કે, પોતાનાં કમ્ફર્ટ ઝોન માટે બિનજરૂરી ધોરણે ઉપયોગથી આવી માનસિકતા અત્યારે વધારે પકડ જમાવી રહ્યું છે. ભવેનજી એ ફક્ત ચિત્ર રજુ કર્યું. પરંતુ આવી માનસિકતાની આગળપાછળ ક્યાં પરિબળો હોઈ શકે? સહનશીલતા નબળી પડી છે એ ખ્યાલ છે પણ એના કારણો કયા?

અયોગ્ય અને દેખાડા પુરતું જ સીમિત થયેલું મોર્ડન શિક્ષણ, અપૂર્તિ કેળવણી, સામાજિક જીવનનું સતત ઘટતું પ્રમાણ જેવા મુદ્દાઓ એ આ ચિત્ર ઉભું કર્યું છે. પહેલાના સમયમાં ઘરનો મુખી કિંગ કહેવાતો અને ઘરના દરેક સભ્યો કે જેને નિર્ણય સાથે વિરોધાભાસ હોવા છતાં પણ વડીલો કહે એ માન્ય રાખતા. કોઈ પણ મોટી મોટી પરિસ્થતિઓ ઘરના વાતાવરણમાં જ પહેલા જન્મે છે પછી એ આગળ જતા વિકરાળ સ્વરૂપ લે છે. એ સમયમાં ભલે શિક્ષણ ન હતું પણ અત્યારની શિક્ષણ વ્યવસ્થા કરતા તો એ સારી પરિસ્થતિ હતી. વ્યક્તિગત કેળવણી પર વધારે ધ્યાન અપાતું. જેનાથી એક વ્યક્તિમાં યોગ્ય સંસ્કાર અને વિધિ ગત હોવા જોઈએ એ તમામ ડહાપણ નાનપણ માં જ વિકસિત થઇ જતી હતી. પોતાના વ્યક્તિગત જીવન કરતા તે સમયે સામાજિક જીવનમાં વધુ શ્રદ્ધા હતી. દરેક વર્ગ એકબીજાની મુશ્કેલીમાં સાથે મળીને કામ કરતા. એવામાં સહનશક્તિ ઓછી કે વધારે હોવાની જરૂરિયાત જ નથી. ત્યારે ફક્ત બે જ ધોરણ હતા. એક અનુભવી અને બીજો બિનઅનુભવી 

અત્યારનું શિક્ષણ વ્યક્તિને દરેક પરિસ્થતિને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા આપવી જેવા મહત્વના મુલ્યો શીખવવામાં તસ્દી લેતું નથી. પરંતુ અધૂરી અને અયોગ્ય શિક્ષણ પદ્ધતિ અને ઘરમાંથી અને સામાજિક જીવન માંથી મળતી કેળવણીનો ભેદ સીધો નજરે પડે છે. એટલે જ જયારે પોતાના કમ્ફર્ટ ઝોન પર હુમલો થતા જુવે છે ત્યારે આજનો વ્યક્તિ દરેક મર્યાદા ભૂલીને પોતાનામાં રહેલી સહનશક્તિની ખામી નજરે ચડાવે છે.

ફક્ત શાળાઓ નહિ પણ દરેક સંસ્થાઓ કે જ્યાં આજનો શિક્ષિત સમાજ ભેગો થાય છે ત્યાં યોગ્ય કેળવણી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જરૂરી છે. જેથી ભારતનું ભવિષ્ય જોખમમાં નહિ પણ યોગ્ય વ્યક્તિઓ ના હાથમાં પહોંચે.


-     કમલ ભરખડા.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ