સ્વભાવ, ધર્મ અને જન્મભૂમિ ના સંસ્કાર

મારુ માનવું છે કે, ધર્મ સાથે માણસની કટ્ટરતાને જોડવી એ અન્યાય છે. કટ્ટરતા ધર્મ નથી આપતું પણ તેની જન્મભૂમીના સંસ્કાર આપે છે.

આપણે અહીંયા જાગૃત વ્યક્તિઓ છીએ. ચોક્કસ, મન અને મગજને સુન્ન કરી નાખે એવા પ્રવચનો સાંભળીને કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી જાય અને અપ્રાકૃતિક કાર્ય કરી બેસે તેમાં કોઈ જ નવાઈ નથી. એવા પ્રવચનો ફક્ત ધાર્મિક લીડરો જ નહીં પણ સમાજના જે તે ક્ષેત્રોમાં અવારનવાર યોજાતા હોય છે.

આ પોસ્ટ ઇસ્લામને લગતી જણાય છે પણ ફક્ત ઇસ્લામની જ વાત નથી. દરેક ધર્મની વાત છે. 

ઉદાહરણ લઈએ. 

ઉત્તર પશ્ચિમ ચીન લગભગ ઇસ્લામિક છે. તેની પર ચીની રાજકીય પોલીસીનું દબાણ છે એટલે તેઓ શાંત પ્રવૃત્તિના છે એવું કહી શકાય પણ ખરેખર એવું નથી. તેઓની માનસિકતા જ ત્યાંની ભૌગોલિક અવસ્થા પર ટકી હોય છે. એટલે ત્યાંના મુસ્લિમો કહો કે બુદ્ધિસ્ટ એ બંનેના સામાજિક લક્ષણો લગભગ સરખા દેખાઈ આવે. 

એની સામે આપણા ગુજરાતી મુસ્લિમો વિષે થોડી વાત કરીએ

લગભગ શાંતિપ્રિય પરંતુ ઉત્તર પૂર્વ ભારતીય શરીયા પદ્ધતિ વશ અર્ધજાગૃત હોવાના લીધે ક્યારેક કટ્ટરતા દેખાઈ આવે છે. 

ભારતના અમુક ઉત્તર પૂર્વી પ્રદેશોમાં માણસોના દેખાવ પર જઈએ તો ખબર પડે કે એ ક્યાં ધર્મ નો છે બાકી જો એ ધર્મનું ફિલ્ટર કાઢી નાખીએ તો વાણી, સ્વભાવ અને વિચારોમાં સેજ પણ ફરક નહીં

હા, આપણે ભગવાન શ્રી રામ, કૃષ્ણની લીલાઓ સાંભળીએ અને એનું મનોમંથન કરીએ અને પછી ત્યારબાદ આપણામાં પાંચથી દસ ટકા સ્વાભાવિક ફેર પડે બાકી નફા-નુકશાનની વાતમાં એકી ગુજરાતી માણહ હિન્દૂ હોય કે મુસલમાન, મગજ તો બંને નો સરખો જ જાય. 

અફઘાનિસ્તાન, ઈરાન, અને સાઉદી જેવા પ્રદેશો કદાચ ઇસ્લામિક ન પણ હોય તોય ત્યાંના રહીશોના વર્તન અને સ્વભાવમાં કોઈ જજો ફર્ક ન પડે. 

વિચારો આવકાર્ય છે. 

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ