સંપ્રદાયોનું ખરું કાર્ય

ગઈકાલની મારી સંપ્રદાયની પોસ્ટ પર Harikrushna Kotak એ પ્રશ્ન પૂછ્યો.
"પણ થોડો પ્રશ્ન છે...
છેલ્લે ના સમજાયું...
સંપ્રદાયોએ બદલાઈને ભક્તિ માર્ગ પાછો અપનાવવાનો કે માણસોએ બદલાઈને એમને કાઉન્સિલર બનાવી દેવાના..."

જવાબ: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છે.
"થોડો પ્રશ્ન છે"
કેમ થોડો જ? યા તો આખો પૂછો યા ન પૂછો. :D
તમે તમારા સંપ્રદાયને યાતો ન માનો યાતો આખો માનો. જો કોઈ એક વસ્તુ તરફ સંપૂર્ણ પ્રાથમિકતા હશે ત્યારે જે તે વ્યક્તિ તમને મદદ કરે છે તેના પર તમને કોઈપણ પ્રકારનું લેબલ લગાડવાની જરૂર નહીં પડે. કે આ મારો ધર્મ છે, સંપ્રદાય છે કે પછી કાઉન્સેલર. કારણકે જે ખરેખર મદદે આવે એ પોતાના જ હોય. એને કોઈ લેબલ ની જરૂર નથી.
બીજું કે સંપ્રદાયો નું બે કામ હતું અને રહેશે.
૧. લોકો ને એક ખાસ પ્રવૃત્તિમાં જોડવા અને એ બધા વચ્ચે આત્મીયતા જાગૃત કરાવવી જેથી માનવતા જેવા ગુણ આપોઆપ પ્રફુલિત થાય.
2. લોકોનાં જોડાવવાના લીધે ગ્રુપમાં અનુભવનો વધારો થાય છે. જેમકે, પાંચ મિત્રોનું ગ્રુપ હોય અને એમાં જો એક મિત્ર ઇલેક્ટ્રિક બાબતે જાણકાર હોય તો એ પાંચે પાંચ વ્યક્તિ ને ઇલેક્ટ્રિક સમસ્યાઓ બાબતે સારામાંસારો સલાહકાર મળી જ ગયો સમજો.
હવે એ જ રીતે સંપ્રદાયોમાં તો લાખો લોકો ભેગા થાય છે. અને તેઓ જયારે સામુહિક પ્રવૃત્તિઓ યોજે છે ત્યારે તેમનો મૂળ ઉદ્દેશ લોકો ને એકબીજા સાથેનાં સંપર્કનો પણ ખરો જ. જેથી વ્યક્તિ પોતે પોતાની મૂળ પ્રાથમિકતાઓ એટલે કે વ્યાવસાયિક પ્રાથમિકતાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શકે અને એને ત્યાં જયારે પણ પર્સનલ કે સામાજિક પ્રસંગવાર સલાહકારો અને સાથીઓની જરૂર ઉભી થાય ત્યારે સંપ્રદાયનાં સાથીઓ એમની સાથે જ આવી ને ઉભા રહે છે.
તમે જોયું હશે તો આપણે ત્યાં લગ્ન, મનોરથ કે પછી અન્ય પ્ર્સંગવાર ક્યારેય પ્રોફેશનલ કન્સલ્ટન્ટની જરૂરીયાત ઉભી નથી થઇ કારણકે એ બધું આપણે બધા ભેગા મળીને જ કરી લઈએ છીએ.
જયારે વિદેશમાં આ સંપ્રદાય પ્રથા ન હોવાને લીધે લોકો નાની એવી પાર્ટી માટે પણ ઇવેન્ટ મેનેજમેનટ વાળા ને કોન્ટેક કરે છે.
અને ફક્ત ધર્મિક જ નહીં સંપ્રદાયો ઘણાં પ્રકારના હોય છે.
અહિયાં મેં ધાર્મિક સંપ્રદાયો ની જ કેમ વાત કરી કે, આપણે ત્યાં મોટી સંખ્યામાં લોકો ધર્મિક સંપ્રદાયો સાથે જોડાયેલા છીએ. અને એ સંપ્રદાયો મેં કહ્યું એ પ્રમાણે ત્યારે ઉભા થયા છે જયારે એક વ્યક્તિનાં જીવનમાં સામજિક પ્રાથમિકતાઓ કરતા ક્યારેય કોઈ બીજી પ્રાથમિકતાઓ હતી જ નહીં.
હા એ જમનામાં સંગીત જ એક એવું માધ્યમ હતું જેનાથી લોકો રીલેક્સ થતા. એટલે સંગીત સાથે જયારે પ્રભુ ભલે ત્યારે એ ભજન થઇ જતું જે ભક્તિમાર્ગનો એક અતુટ ભાગ છે.
એટલે કશું જ બદલવાની કે પોતે બદલાઈ જવાની જરૂર નથી. તમને લાગે છે કે તમે પોતે જ તમારી બધી સમસ્યાઓને એકલે હાથે ન્યાય આપી શકો છો તો કરો ને ભાઈ તમને કોણ રોકે છે, જલસા કરો ને. અને જો નહીં, તો આ દુનિયામાં ઘણી સંસ્થાઓ છે જ તમારી મદદે. ;)

-કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ