વિરોધ, અભિપ્રાય અને સબંધ

વિરોધ હમેશા ૧૦૦% કોઈ માનસિકતા અથવા અભિપ્રાયનો હોય છે.

અને એ ચર્ચા એક એવું શસ્ત્ર છે જે, કોઈપણ અભિપ્રાય અથવા માનસિકતાને બદલી શકે. એ મુજબ જયારે ચર્ચાથી નિવેડો ન આવે ત્યારે વ્યક્તિની માનસિકતા અથવા તેના અભિપ્રાય સાથે નથી હોતો પણ ખુદ વ્યક્તિ સાથે હોય છે.

એટલે, જયારે તમને કોઈપણ અભિપ્રાય પ્રત્યે વિરોધ ઉભો થાય ત્યારે એક હોમવર્ક કરી લેવું. તમને ખરેખર એ વાત સાથે વિરોધ છે તમને કે એ વાત કહેનાર વ્યક્તિ સાથે?

ઘણી વખત એવું પણ બને છે કે, શરૂઆત અભિપ્રાયના વિરોધ થી જ શરુ થાય છે પણ અંત વ્યક્તિના વિરોધથી પૂર્ણ થાય છે.

અને લગભગ દરેક પ્રકારના અણબનાવમાં મેં અનુભવ્યું છે કે, અભિપ્રાય જયારે વ્યક્તિથી મોટો થઇ જાય ત્યારે સબંધ નું મહત્વ નથી રહેતું.

ટૂંકમાં,

સબંધ મહત્વનો હોય ત્યાં અભિપ્રાય જરૂર બદલે છે અને વિરોધની કરવાની કક્ષા ઉંચી અને નીતિપૂર્ણ બની રહે છે અંતે નિવેડો બંને પક્ષના હાથમાં રહે છે.

પૂર્ણવિરામ

- કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો