કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.


કુદરત ને સાથે રાખીને ચાલતું આવતું જ્ઞાન હવે આપણા નવી પેઢીના ભારતીયો માટે મિથ્યા સમાન છે. તેને રૂઢી અને જુના રીતી રિવાજોમાં સામેલ કરીને જીવનનિર્વાહની પદ્ધતિમાંથી બાકાત કરી નાખવામાં આવી રહ્યું છે. આપણે ભારતીયો દરેક કાર્યમાં કુદરતની ક્ષમતાઓને અને તેમની હાજરી ને હમેશાં સાથે રાખતા આવ્યા છીએ. આપણા કલ્ચરમાં એ પહેલેથી હતું. હવે કદાચ એ જોવા નહીં મળે.


પરંતુ... જાપાનીઝ વાનગી "સોબા" એ ખુબ જ પ્રચલિત વાનગી છે. સોબા એટલે એક પ્રકારના નુડલ્સ. લગભગ આપણે ત્યાં જે લોટથી રોટલી બને છે એજ લોટના ઉપયોગથી તેઓ ફ્રેશ અને વગર કોઈ કેમિકલ નાખે, ફક્ત લોટ અને પાણીની સાથે કડક લોટ બાંધે છે. અને તેને ત્યારબાદ એક છરીથી પતલા લાંબા એમ નુડલ્સ શેપમાં કટિંગ કરી દેવામાં આવે છે.


હવે જાપાનમાં સોબા નુડલ્સ બનાવનાર લોકોનું મહત્વ ખુબ વધારે હોય છે. તેઓ ને ત્યાં એ બનાવવા માટે કોમ્પીટીશન થાય છે. અને તેઓ એ કોમ્પીટીશનમાં જીતનાર ને વર્લ્ડ સોબા માસ્ટરની ઉપાધી આપે છે.


એવા જ એક વર્લ્ડ સોબા માસ્ટરનો મેં એક વિડીયો જોયો...એણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ વગર નીતિ નિયમોને ધ્યાનમાં રાખી, આ સોબા બનાવી ન શકે. સૌપ્રથમ જયારે તમે લોટમાં પાણી નાખી ગૂંથવાનું શરુ કરો ત્યારે તમારે જમીન સાથે જોડાયેલા રહેવું પડે. જેથી જમીનની ઉર્જા તમને મળતી રહે. ઉપરાંત, ગૂંથતી વખતે પ્રથમ તમારે તેને જવાળામુખી માંથી રસ નીકળતો હોય એ રીતે ઉછાળવાનું. પછી સમુદ્રની લહેરો જેમ એક બીજા સાથે ભટકાય એ એ રીતે ગૂંથવાનું. અને અંતમાં સૂર્ય જેવો આકાર આપવો.


મારો ધ્યાન એ વાનગીની કરામત ઉપર તો હતું જ પણ, તેઓ એને જે રીતે કુદરતી પરિબળો સાથે સરખાવીને રૂપ આપતા હતા એ પણ મને મહત્વનું લાગ્યું. મને તમને દરેક ને ખબર છે કે, આ ફક્ત એક પ્રેક્ટીસનો સવાલ છે. પણ ફક્ત પ્રેક્ટીસથી આ કુશળતા હાંસલ થાય એ જરૂરી નથી. કુશળતા હાંસલ થાય છે પ્રોસેસમાં ભળતા તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને બનાવવાથી.


આપણે હજુ સુધી આપણા રસોડાને આપણે સૌથી મહત્વનું સ્થાન આપતા આવ્યા છીએ. આપણે ત્યાં પણ આવા જ નિયમો હતા વાનગી બનાવતી વખતે. જયારે અથાણાં બને ત્યારે કોઈની નજર નાં લાગે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. આ બધું એક રીતે અતિશયોક્તિ લાગે પણ.. તમે જે બનાવી રહ્યા છો એ એટલી જ કુદરતી અને સવેદનશીલ છે એ સમજવું પણ એક વિશેષતા છે. તેનાથી એ વાનગીને એક વિશિષ્ટ ઓળખાણ મળે છે અને તેમાં સંસ્કાર આવે છે તેના બનાવનાર નાં. કુદરત બધી રીતે આપણી તમામ બાબતોમાં જોડાયેલી છે. આપણે ધીમે ધીમે આવતા નવા મોર્ડન ભણતર નાં હિસાબે આપણી સંવેદનશીલતા ને ગુમાવી રહ્યા છીએ. હાલ પણ ભારતમાં દક્ષીણભારતે પોતાની રૂઢીને અમુક ક્ષેત્રોમાં કડક થઇ ને જાળવી રાખી છે. પરંતુ, આ બધા પરિબળોનું જ પરિણામ હતું કે, આપણે ઘણા એવા વિષયો પર ગ્રંથો અને રીસર્ચ કરી શક્ય છીએ પ્રાચીન કાળમાં. કુદરત તરફ વળ્યા સીવાય ખોજનો કોઈ મતલબ નથી. આખરે ત્યાં જ આવી ને અટકવાનું છે. તો પછી એને બાકાત શુ કામ કરીએ?


આ બધી વાતો હાલની પેઢીને સમજાય એમ નથી. પણ, આટલું મારે કહેવું જરૂરી હતું એટલે કહ્યું.


- કમલ ભરખડા



ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ