ચમત્કાર એટલે આંતરિક શક્તિઓ કે પછી ધતિંગ?

થોડી જૂની થઈ ગયેલી વાતને ફરી લાવવાનો પ્રયાસ કરૂ છું. જોકે મારી આ પોસ્ટ પહેલા એક કમેન્ટ જ હતી પણ રાજુજી એ મને સ્વતંત્ર પોસ્ટનો વિષય કહ્યો એટલે આ પોસ્ટ તૈયાર કરીને અહિં મુકું છું.

મધર ટેરેસાને સંતનુ બિરુદ જે સ્ટેન્ડ પર મળ્યું એ બાબતે અડ્ડામાં ઘણી ચર્ચા થઇ અને છેલ્લે સામે આવ્યું કે, "ચમત્કાર" એ ફક્ત આડંબર અથવા લોકોને મૂરખ બનાવનાર ધતિંગ જેવું છે. બની શકે લોકો આડંબરને જોઇને જ સમજી જતા હશે પરંતુ તે વિષયમાં દરેક વિદ્યા આડંબર નથી હોતી. વ્યક્તિની દાનત ધતિંગ કરવાની હોય શકે પણ વિદ્યા પોતે ધતિંગ તો ન જ હોય!

જે પણ ધાર્મિક સમુદાયે મધર ટેરેસાને સંતનું બિરુદ આપ્યું તેઓનું એવું માનવું હશે કે, પોતાની આંતરિકશક્તિઓનાં બળે જે વ્યક્તિ "માણસાઈ "માટે અસામાન્ય કાર્યો કરી શકે એ ખરેખર પૂજનીય અને વંદનીય ''અસામાન્ય'' વ્યક્તિ જ હોઇ શકે જેને તેઓ સંત તરીકે ગણે છે. આપણી માન્યતાઓ અને એમની માન્યતાઓ સંત શબ્દનાં બંધારણે સરખી જ હોય એ માની લેવું પણ એક માન્યતા જ છે.

આપણી માન્યતાઓ મુજબ, ભારતમાં સંત એટલે ફક્ત આધ્યાત્મ અને ધર્મ, જોકે એ સત્ય પણ છે કારણ કે, સદીઓ પહેલા આપણાં સંતો એ વિજ્ઞાનને સમજીને આગળ વધ્યા હતાં અને છેલ્લે એમનાં વિચારો ફિલ્ટર થઇને "આત્મા" અને "જીવની પરમ શાંતી" જેવાં માઈલસ્ટોન પર આવીને અટકી ગયાં. આપણાં સંતો અને વિશેષજ્ઞો જ્યારે પ્રાચિન ભારતીય સંસ્કૃતિ માટે વિજ્ઞાન, ચિકિત્સા અને સિવિલ જેવા વિષયો પર રિસર્ચ કરી રહ્યાં હતાં ત્યારે પશ્ચિમ સંસ્કૃતિ હ્જી કાચું માંસ ખાતી હતી. આપણે આગળ વધ્યાં અને તેઓની માનસિક ઉત્ક્રાંતિ હવે જઇને આધ્યાત્મ ઉપર આવી છે જે આપણે સદીઓ પહેલા સમજી ગયેલાં. ( હું કોઈને પણ મહાન સાબીત કરવાનાં પ્રયાસમાં નથી.)

બીજો એક પોઇન્ટ, પ્રાચિન સંશોધનો જ આધુનિક સંશોધનોનાં પિતામહ છે પણ લોકોનાં માનસપટ પર આધુનિક વિજ્ઞાન અને તેમનાં સંશોધનો જ અસર બતાવે છે. જેમ ઇતિહાસમાં આપણી સંસ્કૃતિની અસર એમનાં માનસપટ પર હતી એટલે જ તુર્કીનુ કોનસ્ટન્ટિપોલ બંધ થતાં જ એ લોકોને ભારત આવવા માટેનાં બીજાં માર્ગો ગોતવા નીકળવું પડ્યું. તેનાં કારણો સ્વાભાવિક છે. બસ એ મનોવૈજ્ઞાનિક ઇફેક્ટને લીધે આપણે ભારતીયો એવું માનીએ છીએ કે તેઓ રિસર્ચ કક્ષાએ ઘણાં સમૃદ્ધ છે. પરંતુ એવું નથી. (હજું આગળ લેખ ઘણો મોટો અને રસપ્રદ છે. અત્યારે સાબીત કરીશ તો વધારે લાંબો થઇ જશે. )

આપણાં માટે આંતરિક શક્તિઓનો ઉપયોગ નવી વાત નથી. ભારતમાં સદીઓ પહેલા કહેવાતા સંતો અને મહાનુભાવોએ પોતાની આંતરિક શક્તિઓનાં પ્રતાપે પ્રાચીન વિજ્ઞાનનાં ક્ષેત્રે જે જે માઇલ્સટોન ઉભા કર્યા છે તેનાં જોરે જ પશ્ચિમ જગત આધુનિક વિજ્ઞાન ઉભું કરી શક્યું છે. બની શકે આપણે એ ચમત્કાર અથવા અસામાન્ય વિદ્યાને સમજી શકતા હોઇએ પરંતુ ફક્ત આધુનિક અને પ્રત્યક્ષ અવલોકનોનાં આધારે જ આગળ વધેલા એ પશ્ચિમી સંસ્કૃતિના લોકો માટે ચમત્કાર ફક્ત શબ્દપ્રયોગ જ હોઇ શકે છે. અરે સાહેબ, યોગ અને ધ્યાન, કે જે આંતરિક શક્તિઓને ઉત્પન્ન કરનાર છે તેની ઓળખાણ જ સમગ્ર જગતને ભારતે કરાવી છે.

પશ્ચિમ જગત આધુનિક વિજ્ઞાનનાં ઘડવૈયા છે અને સ્વાભાવિક છે તેઓ ચમત્કાર જેવા વિજ્ઞાનમાં ન જ માને કારણકે આંતરિક શક્તિઓ તેમનાં માટે હજુ પણ કાલ્પનિક કથા સમાન જ છે. જ્યારે હાલનો ભારતીય સમાજ પશ્ચિમની જ સમજ પર ઉભો થયો છે એટલે એમની માન્યતાઓ એ આપણી પણ માન્યતાઓ.
એક ભગવાન, એક કથા, અમુક સાંસારિક જીવનની સલાહો અને વાતે વાતે લોકોની સામે આંખ બંધ કરીને બેસી જવાની આવડત! બસ આટલી વસ્તું ભેગી કરો એટલે ભારતમાં સંત તૈયાર. (આવું હું નથી કહેતો.... લોકો જ આવુ માને છે.) પશ્ચિમમાં આ આવડતો મનોવૈજ્ઞાનિક પાસે હોય છે.

ભારતનાં સફળ અને ઐતિહાસિક સાધુ, સંતો અને વ્યક્તિ વિશે થોડી વાત કરૂ.

ખુર્શીદ બાટલીવાલા (બાવા)નું એક વક્તવ્ય સાંભળ્યું હતું. તેમાં એમણે નક્ષત્રો અને ગ્રહોનાં પરિભ્રમણ જેવી માહિતી નરી આંખે આપતાં સાધુ સંતોની વાત કરી હતી. ત્યારે એમનો મુદ્દો એ લોકોની આવડતને ચમત્કારમાં ફેરવવાનો ન હતો. પરંતુ તેઓ એ સાબિત કરવા માંગતા હતા કે ઉચ્ચ કક્ષાનાં યોગ અને ધ્યાન જેવી માનસિક અને શારીરિક કસરતોથી ત્યારનાં લોકોએ એવી એવી આવડતો પામી લીધી હતી કે જે અત્યારના હાઈ એન્ડ ટેકનોલોજી જ ફક્ત એમના જેવું રીઝલ્ટ આપી શકે. હવે એ આવડત કહો કે વિદ્યા એમના માટે સામાન્ય હતી. પરંતુ એક રીતે જોવા જઈએ તો એ સામાન્ય વ્યક્તિ કે જે પોતાની સંગ્રહિત બુદ્ધિથી જેટલું તારણ કઢી શકે એ અનુસાર એ આવડત એમના માટે ચમત્કાર ગણી શકાય. જેમકે, નાડી પકડીને ઈલાજ કરતા હકીમ અને વૈદ્યોની આવડત મારા માટે ચમત્કારિક જ છે.

ભારત 2000 વર્ષોથી લોખંડને કાટ રહિત બનાવવાની પ્રોસેસનાં જાણકાર પણ છે અને જન્મ પણ આપ્યો છે, અને ઉપયોગ પણ કરતાં આવ્યાં છે. અશોક સ્તંભ તેનો દાખલો છે. વાસ્કૉ-દ-ગામા સાઉથ આફ્રિકાથી નિરાશ થઇને ભારતની ખોજનો પ્રયાસ પૂરો કરવાનાં હતાં ત્યારે જ એમને ભારતીય વેપારીઓએ ભારત આવવાનો રસ્તો બતાવ્યો હતો. પશ્ચિમમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે વાસ્કૉ-દ-ગામાનું જહાજ વિશ્વમાં સૌથી મોટુ હતું પરંતુ જે વેપારીઓ એ એમને ભારતનો રસ્તો બતાવ્યો હતો તેમની પાસે વાસ્કૉ-દ-ગામાનાં જહાજ કરતાં 12 ગણા મોટાં અને એક નહીં પણ એવાં 4 જહાજો હતાં! (મેસ્સિવ કન્સ્ટ્રક્શનનો નમૂનો અને તેં પણ સામુદ્રિક વિજ્ઞાનમાં! કે, જેમાં અતીસુક્ષ્મ વિજ્ઞાનની સમજ જરૂર પડે છે.)

મારું પોતાનું એ માનવું છે કે, “વ્યક્તિની દ્રષ્ટી અને આવડત તેના દ્વારા નક્કી કરાયેલ ઓબ્જેક્ટ પર નિર્ભર છે”. પહેલા ઓબ્જેક્ટ ઘણાં ઓછા હતા અને તેની સામે તકલીફો વધારે હતી એટલે શંશોધનોની જરૂરિયાતો પણ વધારે જ હતી. હવે એ એક જ ઓબ્જેક્ટ પર વારંવાર રીસર્ચ અથવા તત્વ ચિંતન કરવાથી એક સમય એવો આવે છે જયારે ઓબ્જેક્ટ અને વ્યક્તિ બંને એક થઇ પડે છે. પછી તે વ્યક્તિ એ ઓબ્જેક્ટ સાથે એટલો કનેક્ટ થઇ જાય છે કે સવાલ જવાબનાં દરેક દરવાજા ખુલા થઇ રહે. (આ પરિસ્થતિ દરેકનાં જીવનમાં કોઈનાં કોઈ મુદ્દે જરૂર અનુભવાતી હોય છે. તેના કારણો વિચારવા જશો તો નહીં મળે પણ કઇંક અજુગતું પોતાના કંટ્રોલમાં આવી રહ્યું છે એવો ભાસ થયા રાખે છે જે આપણા માટે પણ પ્રશ્નાર્થ ચિન્હ જેવું જ હોય છે. પરંતુ બસ એજ ક્ષણ ને આપણે ચમત્કાર અથવા જાદુ જેવા શબ્દો સાથે બિરદાવી આપીએ છીએ!)

અત્યારના સમયમાં લોકોની દિનચર્યા અને સંગતને જોઈને ફક્ત એટલું જ સમજમાં આવે છે કે, લોકો પોતાની બાહ્ય પાંચ ઇન્દ્રિયોનો (આંખ-કાન-નાક-જીભ-ચામડી) પણ ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે જે જે પરિસ્થ્તિઓને ચમત્કારમાં ગણીએ છીએ એ ચમત્કાર નથી પરંતુ મારા મત મુજબ એ વ્યક્તિની "છઠ્ઠી ઈન્દ્રિય" નો કમાલ છે. જે કાર્ય કરવા માટે છઠ્ઠી ઇન્દ્રિયોની જરૂર પડે તેને મોટે ભાગે ચમત્કારનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે. જોનાર અને સમજનાર પોતાના મત અને બુદ્ધિ પ્રમાણે જ અનુમાન કરશે. હાં ચમત્કારના નામે ધતીંગો પણ થતા જ આવ્યા છે પરંતુ તે ધતીંગોમાં પણ જોનાર સમજનારની નબળાઈઓ કરતા એ આવડત વધારે મહાન હોય છે. દાનત બાજુ પર મુકીએ ત્યારે ખ્યાલ આવે કે કોઈ પણ વિસ્મય પમાડે એવી વિદ્યા ચમત્કારમાં જ ગણાતી હતી. હવે શિક્ષણમાં એ લેવલ નથી રહ્યું. હવે સમાજની રચનાનાં હિસાબે લોકો પાસે શારીરિક અને માનસિક શસ્ત્રોનો ઉપયોગ કરી કોઈ પણ વિદ્યા મેળવવા જેટલી માનસિકતા જ વધી નથી.

હું માનું છું એમ ચમત્કાર શબ્દનો પ્રયોગ નેગેટીવ છે. હું એરોનોટીકલ એન્જીનીયર છું એટલે કોમર્સના વિદ્યાર્થી માટે એરોફોઈલ અને શોકવેવ ડીઝાઇન મિથ્યા જ છે. તેના પ્રમાણે હું ચમત્કારિક સાબિત થયો. ;)

મધર ટેરેસાને સંતનું બિરૂદ આપનાર લોકો પાસેથી એવી અપેક્ષા રાખું છું કે, તેમનાં માટે ચમત્કાર શબ્દનો સમાનાર્થી ધતિંગ તો નહીં જ હોય પણ આપણે માની બેસીએ એમાં વાંક આપણો.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ