"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન.

આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી બાપુ યાદ આવીયા.

શિવ ની વાર્તા કરીને એમની કેસેટ શરુ કરી અને મેં મમ્મી ને પૂછ્યું કે, "કોનો અવાજ છે?"

મમ્મી એ કીધું કે, ગમે ઈ "એકાદો" ગઢવી જ છે.

મેં મમ્મી ને કીધું, "એકાદો" નહીં આ એક જ છે ગઢવી. "ઈશ્વરદાન ગઢવી"


મારા માટે ઈશ્વરદાન બાપુ ઈ સાહિત્યનો સ્વર, ઇતિહાસનો ત્રાડ, અને સૌરાષ્ટ્રનો અનાહતનાદ!

#કમલમ

બાળકમાં સંસ્કાર સિંચન

રોટલી ચવડ થાય એટલે કે, જલ્દી સુકાઈ જતી હોય, તો મમ્મી રોટલીનો લોટ બાંધતી વખતે મોણ (એટલે કે ધી કે તેલ) ગુંથણ વખતે જ ઉમેરી દે છે. જેથી રોટલી ખાસ્સા સમય સુધી નરમ રહે! અને પછી ઉપરથી ગમે તેટલું ચોપડો, તેની કોઈ અસર રોટલી સુધી પહોંચતી નથી.


આવું જ થતું હોય છે બાળકો સાથે. બાળક મોટું થાય અને પછી તેની રીત-ભાત, આવડત, સંસ્કાર ઉપર ટીપ્પણીઓ કરીએ તેના કરતા તેમની અંદર બાળપણ થી જ સદગુણોનું મોણ ભેળવવું જરૂરી છે.

પણ મોણ ભેળવવું જ પડે એ જરૂરિયાત નથી. એટલે જ મેં રોટલી નું ઉદાહરણ લીધું. એ નભે છે ઘઉં ક્યાંના છે એના પર. ઘણી વખત બાળક સાંભળી અને જોઇને શીખતા હોય છે એટલે ઘઉં (પરિવાર જનો) પોતાનું માનસિક અને વ્યવહારિક સ્વાસ્થ્ય જાળવી રાખે એ પણ ખુબ જ જરૂરી છે.

સંસ્કાર જો કોઈ દિશમાં આપવા જ પડે તો જ! અને આપવાનું મુલ્ય અને ગુણવત્તા પણ ખુબ જરૂરી થઇ રહે છે.

મૂળ મુદ્દે સમજી ગયા હશો.

પૂર્ણ વિરામ

#કમલમ

મેળ વગરનો હું

ઘણા એ કીધું કે લખવાનું કેમ મુક્યું?
મેં કહ્યું વાંચનારનું ધ્યાન રાખું છું એટલે.

વાંચનારની ગરિમા નું ખંડન મને શોભે નહીં
પણ વાંચનાર જયારે કોઈની ગરિમાનું ખંડન કરે ત્યારે

અરીસો બતાવે કોણ?
અરીસો જોવે તો વાંચે કોણ?

છટકવાના રસ્તા કરી આપું છું એટલે લખતો નથી.
બળી રહ્યાં છે તેની આગ ઓલવવાનું પાપ માથે લેવું નથી

અનુકુળ શબ્દો થી સાનુકુળતા જીવનમાં આવતી હોત
કબીરની દુકાનો અને રહીમની બજારો હોત

પાપીની કબુલાત જ ગંગા તરફનું પેલું પગલું છે
ગંગા નું ઠંડુ પાણી શરીર ને ઉકાળે અને મનને બાળે છે

મનની વરાળો રસ્તો ગોતે છે
વરાળ જતાં-જતાં કલાકાર છોડતી જાય છે.

આવા મેળ વગરનાં જ હોય છે વરાળના રસ્તાઓ
રસ્તાઓ જ બનાવે છે કવિતાઓ અને પાપી બને છે ખસ્તા

હું કોણ કેવા વાળો તું પાપી તું પ્રેમી
પેલા તું છો કોણ એ તો જોઇલે દંભી

- મેળ વગરનો

જૂનાં થીએટરો, જીવન અને શીખ

"ક્ષમ્ય ગુનો અજ્ઞાનતા,
અક્ષમ્ય ગુનો અભિમાન"
#કમલમ

જેટલી મનોકાંક્ષા "અપ્સરા" અને "આરાધના"ની એક વ્યક્તિના જીવનમાં હોય એટલી જ મેદની આ બે સિંગલ સ્ક્રીન થીએટરો માટે એક જમાનામાં હતી. કેટલો અભિમાન હશે અમદાવાદનાં તમામ થીએટરો ને કે, "મારા જેવું કોઈ નહીં?" વ્યક્તિ થાકી પાકીને, કે પોતાના પ્રિય જન સાથે, કે ફક્ત આનંદ લેવા ભક્ત જેમ મંદિરે જાય એ રીતે મારા દરવાજે આવતો હવે એ તમામ થીએટરો કાટ ખાતા થઇ ગયા છે.

જયારે આ થીએટરોનો જમાનો હતો ત્યારે તો મારો જન્મ પણ ન્હોતો થયો પણ આપણા વડીલો પાસેથી જે કિસ્સાઓ અને પરબીડિયા ખુલ્યા હોય ત્યારે ન અનુભવેલ ભૂતકાળની ઝાંખી પણ આંખો સામે તરી આવે. અને તે સમયનાં થીએટરો ના વૈભવ અને સફળતાની ઝાંખી પણ.

મારા મામા, મને કે'તા કે, મિલથી ૮ વાગે છૂટી ને ૯ થી ૧૨ નો શો જોઇને જ ઘરે જાતો. માણસ સુખી હોય કે દુઃખી, એ સમયે આ એકમાત્ર મંદિરો હતા જે માણસની માનસિક અવસ્થામાં પ્રભાવ ભરી દેતા.

ત્યારના થીએટરોને તો સપનામાંય આવાં દ્રશ્યો નહીં જોયા હોય જે મેં અહી પોસ્ટમાં મુક્યો છે.




દરેકનો સમય આવે છે. દરેકનો સમય આથમે પણ છે. પરંતુ જે વ્યક્તિ સદાકાળ વિનમ્ર રહી પ્રામાણિકતા સાથે સમય અનુસાર ચાલે છે તેનો સુરજ આથમતો નથી. તેવી વ્યક્તિનાં મગજના દરવાજા ખુલ્લા રહે છે અને ઈશ્વર અવારનવાર ભવિષ્યની સંભાવનાઓના વિચારો મોકલ્યા કરે છે.

તમારા વર્તમાન માટે તમારો ક્ષોભ કે અભિમાન બંને તમારી માનસિક મામુલીયત કે સાધારણતા બતાવે છે.

જો આ સંભવ થઇ શકે છે તો બધું જ સંભવ છે.

#કમલમ

નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ

નિશાળેથી મળેલી અવર્ણનીય એવમ અમુલ્ય ભેટ

પ્રભાતિયાં: પ્રાચીનથી અર્વાચીનથી અનાદી કાળ સુધી પ્રફુલ્લિત


પ્રભાતિયાંમાં સંગીત અને સંસ્કાર એક સાથે ગૂંથાયેલા છે. બાળપણમાં સંગીત માનસપટમાં અંકીત થયેલું હોય એટલે સંગીત યુવાની તથા ત્યારબાદની અવસ્થા માટે ઔષધીય પુરક તત્વ બને છે.

જયારે આ અવસ્થામાં, કર્ણપ્રિય સંગીતનાં મોહમાં, આ પ્રભાતિયાં સાંભળીયે એટલે તેની અંદર કોતરાયેલા અમુલ્ય શબ્દો બ્રહ્મસત્ય તથા વ્યવહારિક સત્યની ઝાંખી કરાવી જાય છે. અને એમ થાય કે, આ તો કુબેરનો ખજાનો હતો અને હજી સુધી ક્યાં હતો!!

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો