વાસ્તવિક સોસિયલ માનસિકતા

થોડા દિવસ પહેલાં એક ગુજરાતી વ્યક્તિને ગુજરાતીમાં મિમ બનાવવાનું ઘેલું લાગ્યું. એણે બનાવ્યું પણ ખરાં. કમ્યુનિટી વધવા લાગી અને શરૂઆતમાં અમુક જાણકાર ગ્રુપનાં મિત્રો જ મિમ બનાવતાં. એ જોતાં ધીરે ધીરે દરેક જોડાયેલ વ્યક્તિ મિમ બનાવવા તરફ હાલી નીકળ્યાં. અને લોકો દ્વારા બનેલા ગુજરાતી મિમ પાછાં જેવા-તેવાં પણ નહીં..ધીરે ધીરે એ મિમ ગ્રુપ વધવા લાગ્યું અને તેમાંથી એક ગ્રુપ સ્પેસિફિક વિચારધારા વાળું જુદું પડ્યું અને નવું ગ્રુપ બનાવ્યું. લ્યો કરો વાત.

હવે હાલની તારીખમાં નાનાં-નાનાં ઘણાંય ગુજરાતી મિમ ગ્રુપ તૈયાર થઇ ગયાં છે. જોકે આ તો ભારતીય તરીકે આપણે સામાન્ય તરીકે લેવાય એવી ઘટનાં છે. એકની દુકાન કે પ્રોડક્ટ ચાલે એટલે પછી દરેક નિર્ભર પ્રાણીની જેમ એ કન્સેપ્ત પર ઝપટી જ પડવાનું. એ પછી સામાન્ય વેપારીથી લઈને મુકેશભાઈ સુધીની વાત છે. ઈન્ટરનેટનું ઘેલું વોડાફોન, એરટેલ અને અન્ય કમ્પનીઓએ લગાડ્યું અને પછી તેના બનેલા પ્લેટફોર્મ પર સૌથી વધારે પ્રોફાઈલ સાથે પ્રોડક્ટ લોન્ચ કરી પોતે રાજા બની ગયા.

ઠીક છે એ શક્ય છે. કારણકે એક સામાન્ય ભારતીયમાં ઇનોવેશન કરી માર્કેટ ડેવલોપ કરવાની હેસિયત નથી તેના કારણો સોસિયો-ઇકોનોમિકલ છે.

પણ મેં એક બીજી વાત પણ નોટ કરી અલગ અલગ એઓ જ પ્રકારના ગ્રુપ બનવા પાછળ.

100 જણા એક જ વિચારધારા ધરાવતાં હોય તો તેઓ એક ગ્રુપ બનાવે છે. પછી એમાંથી પણ 50 જણા પોતાની વિશેષ આવડત સરખી હોવાને લીધે 50નું ગ્રુપ બીજા 50થી અલગ પડે છે. એમ એ 50માં હજી 25 લોકો પોતાના જેવા સાથે 25નું ગ્રુપ બનાવી અલગ થાય છે. અને એ 25માં 12 લોકો પોતાની જેવા લોકોને ભેળવી અલગ ગ્રુપ તૈયાર કરે છે.

એમ થતાં થતાં માણસ છેવટે એકલો આવીને ઉભો રહે છે અને ગ્રુપ મેકેનિઝમના વાસ્તવિક સ્ટ્રક્ચરની વાટ લગાવી દે છે. અને પછી નિમણો થઈને બેઠાં બેઠાં વિચારતો રહે કે, "સાલું આપણાં દેશમાં ક્યાં એકતા જેવું કઈંક છે જ?"

પૂર્ણવિરામ

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ