ઉપવાસ

ઉપવાસ એટલે કે આધુનિક વિજ્ઞાનમાં AutoPhagy.

કોલંબિયા યુનિવર્સિટીના Nutrician Department માં પી.એચ.ડી. એવાં પ્રિયા ખુરાનાનાં કહેવા મુજબ, નવા અને સ્વસ્થ કોષોને નવજાત કરવા માટે, ક્ષતિગ્રસ્ત કોષોને સાફ કરવાની શરીરની રીત એટલે ઓટોફેજી.

"Auto" નો અર્થ સ્વ અને "ફેજી" નો અર્થ છે ખાવું. તેથી ઓટોફેજીનો શાબ્દિક અર્થ છે "સ્વ-આહાર."

ઉપવાસ એટલે પેટને આરામ નહીં પણ બાહ્ય ખોરાકથી શરીરને બાકાત રાખવાનો સમય. પેટને તો જોકે આરામ નથી જ મળતો કારણકે પ્રિયા ખુરાનાના હાલના થયેલા રીસર્ચ અનુસાર ઉપવાસ રાખવાથી શરીરનાં ક્ષતિગ્રસ્ત કોષો એટલે કે ખરાબ અથવા કુશળતાથી કામ ન કરી શકનાર કોષોને મોક્ષ આપવાનું કાર્ય કરે છે અને તેની જગ્યા એ નવા કોષો ને જગ્યા આપવાનું કાર્ય કરે છે. અને આ જ પ્રક્રિયામાં કેન્સર અને ઇન્ફેકશન જેવા રોગી કોષોનો પણ આસાની થી નિકાલ થાય છે. જે કેન્સર જેવા જીવલેણ રોગોનો સૌથી સરળ અને સીધો ઉપાય છે.

નસીબ જોગે આપણે એ ઓટોમેશન તકનીક સાથે જ જનમ લીધો છે.

આ તો આ પ્રિયા ખુરાનાએ સાબિત કર્યું બાકી આપણા દેશમાં લગભગ પ્રાચીન સમયથી ઉપવાસનું મહત્વ દર્શાવાયું છે.  અમુક મોડર્ન શિક્ષણ પામેલાઓ હવે ભારતીય રૂઢી ને સમજ્યા વગર જ તેનો અનાદર કરવામાં માહેર થયા છે.

સદગુરુ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક સરસ વાર્તા લાપ થયો હતો આ બાબતે...

ભારતીય વિદ્યાર્થી: સદગુરુ, ભારતીય પરંપરામાં ઉપવાસ કરવો એ પ્રાચીન સમયથી સામાન્ય જીવનનો એક ભાગ છે. હમણાં જ ઉપવાસ એટલે કે Autophagy પર થયેલા રીસર્ચ ને નોબેલ અવોર્ડ મળ્યો છે અને લોકો વિશ્વાસ કરતા થયાં છે. અને હું પણ આ વર્ષ થી થોડા થોડા સમય અંતરાલે ઉપવાસ કરતો થયો છું. મારે જાણવું છે કે આપણે ભારતીયો જ હવે આપણી અમુલ્ય શોધો જે આપણી જીવનશૈલી તરીકે બની ચુકી છે એના પર સંદેહ કરીએ છીએ અને એજ પ્રવૃત્તિ પર જો પશ્ચિમ દુનિયા સિક્કો મારે છે તો દરેક વ્યક્તિ એને ખુશી થી અપનાવે છે. આનું કારણ શું છે?

સદગુરુ : તમારી અને એની ચામડીનો કલર અલગ છે એટલા માટે.... (હસીને કટાક્ષમાં)

પૂર્ણવિરામ

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ