વર્ક કલ્ચર અને આંતરરાષ્ટ્રીય છબી?


મિત્રો શું કહેવું છે તમારું એ બાબતે કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી યોગ્ય રાખવાનું કાર્ય ફક્ત નેતાઓ, રમતવીરો અને ફિલ્મસ્ટારો પર જ નભે છે?

નાં, નાં, નાં. બિલકુલ નહીં. મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ દેશની છબીનો એક ભાગ છે એક યા બીજી રીતે.

થયું એમ કે, અમેરિકાથી મને એક પ્રોજેક્ટ માટે ઈમેઈલ આવ્યો અને તે તેના મેનેજર સાથે મારી વાત થઇ. મારો રેફરન્સ એ લોકોને મારી જ ફિલ્ડનાં અને સિંગાપુરમાં રહેતા એક નામચીન વ્યક્તિ એ એમને આપ્યો હતો. એટલે બીજી બધી ફોર્માલીટી લગભગ કરવી ન પડે એટલે કામ સમજ્યા પછી સીધી પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે મારી ફીસ બાબતે જ ચર્ચા કરવાની રહી.

એમનું કામ સમજ્યા પછી મેં એમને જે તે કોસ્ટ સાથે ઈમેઈલ કર્યો અને મારી ફીસ એમને વધારે લાગી એટલે એમને મારી સાથે થોડું નેગોશિયેટ કરવાનો ટ્રાય કર્યો. મેં એમને ચોખ્ખું કહ્યું કે, બાંધછોડની કોઈ જગ્યા જ નથી. પરંતુ આપણે જોઈએ ફીસ બાબતે શું કરી શકીએ આગળ!

ત્યાર બાદ એમનો મને સમજાવતો એક મેસેજ આવ્યો કે જેનાથી હું એમની સાથે ઓછી પ્રાઈઝમાં કામ કરવા રેડી થઇ જાઉં. એ મેસેજમાં એમણે આપણી ઔકાત બતાવી દીધી એવું કહીએ તો પણ ચાલે.

એમણે લખ્યું કે, "કમલ, અત્યાર સુધી અમારો તમારા ઇન્ડિયન્સ સાથે કામ કરવાનો અનુભવ બીલોવ એવરેજ રહ્યો છે.. તમે જે પ્રાઈઝ આપી છે એ ખુબ જ વધારે છે અને અમને ભારતીયો સાથે કામ કર્યા પછી અપ્રમાણિકતાનો અનુભવ સૌથી વધારે થયો છે. એટલે આ બધા પોઈન્ટ ને ધ્યાનમાં રાખીને અમે તમને ફલાણી-ઢીકણી પ્રાઈઝ સાથે જ કામ કરવા તૈયાર છીએ"

હવે મેં એમને વળતા જવાબમાં એવું તો શું લખ્યું કે એમણે મારી માફી માંગી અને એ મારી જ પ્રાઈઝમાં કામ કરવા રેડી પણ થયા એ કહેવું અહી જરૂરી નથી પણ અહી એક મુદ્દો જરૂર ટાંકવો રહ્યો આપણા બધા માટે કે,

બની શકે ત્યાં સુધી જે કાર્યો પુરા કરી શકીએ એટલું જ કાર્ય હાથમાં લેવું જેથી અંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સામે આપણી છબી સારી ન બને તો કોઈ વાંધો નથી પણ નીચે ન જાય એ જરૂરી બની ગયું છે. હવે આ જમાનો ડીજીટલ થઇ રહ્યો છે એટલે દુનિયાના લોકો સાથે કામ કરવું એકદમ આસન થઇ ગયું છે. આપણી રેપ્યુટેશન આપણે જ યોગ્ય રાખી શકીએ છીએ.

ફરી એકવાર નમ્ર વિનંતી કે, ફક્ત અંતરરાષ્ટ્રીય કક્ષા એ જ નહીં પણ આપણા દેશમાં આપણા જ લોકો સાથે આપણું વર્ક કલ્ચર શ્રેષ્ઠ બને એ તરફનો પ્રયત્ન જાળવી રાખવો આપણી ફરજમાં આવે છે.

- #કમલમ

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ