હરિયાળી ચારે કોર જરૂરી

ગામડે સરકારી વિદ્યાલયમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે આચાર્યજી એ શાળાનાં બચતફંડમાં જમા થયેલી રકમનો સદુપયોગ કરવાનું વિચારીને રાજ્યનાં બે-ત્રણ મોટા શહેરોની મુલાકાત લેવાનું ગોઠવ્યું એ વિચાર સાથે કે બાળકો શહેરો જોઇને કઇંક શીખશે. 

પ્રવાસ ખુબ આનંદ સાથે પતે છે અને પાછાં આવ્યાં બાદ શાળા રાબેતા મુજબ શરુ થાય છે. સવારની પ્રાર્થના બાદ પ્રવાસમાંથી બાળકો શું-શું શીખ્યા અને શહેર કોને કહેવાય એની બાળકોને કેટલી ખબર પડી એ જાણવાની ઉત્સુકતા સાથે આચાર્યજી દરેક વર્ગખંડમાં જઈ અને બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. 

બાળકો તેની કાલી-ઘેલી ભાષામાં જે-જે જોયું એ બધું બોલી રહ્યા છે. સાહેબને પણ મજા આવી કે ચાલો બાળકો કઇંક શીખ્યા ખરા. ત્યારબાદ એક વિદ્યાર્થીને ઉભો કરીને સાહેબ એજ પ્રશ્નો પૂછે છે, અને એ વિદ્યાર્થી જે જવાબ આપે છે એ સાંભળીને સાહેબને એવું લાગ્યું કે એ કઇંક શીખ્યા! જાણવું છે કે એ છોકરો શું બોલ્યો હતો? 

"સાહેબ, શહેરો એટલે એવી જગ્યા જ્યાં વૃક્ષો જોવા ન મળે" 

પૂર્ણવિરામ 

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ