તાળા-તિજોરી બનાવનાર એક નામચીન કમ્પની એ એમના જનરલ મેનજર તરીકે શ્રી બકા ની નિમણૂક કરી.
બકાનું હાચુ નામ, બકલેશ ચ. બગસરાવાળા ;)
પેલ્લી જ મિટિંગમાં બકો...
બકો: તો મિત્રો, આ કમ્પની ના આગળના તમામ રેકોર્ડ જોયા બાદ ખબર પડી કે આપણું સેલ્સ કેમ ઘટી રહ્યું છે. કોઈ જણાવશે, કારણ શું છે? કેમ આપણી નવી રેન્જના વધારે સિક્યોર પ્રોડક્ટ વહેંચાતા નથી?
ચકો : મને લાગે છે કે, આપણું ડિજિટલ માર્કેટિંગ અને પ્રોડક્ટ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ કસ્ટમર સુધી પ્રોપર પહોંચી નથી રહ્યું. લાગે છે ડિજિટલ માર્કેટિંગ વિભાગમાં નવા મેનેજરને અપોઇન્ટ કરવા પડશે. મારા ધ્યાનમાં છે એક ચીંકી ચાપલી. એનું ડિજિટલ વર્લ્ડમાં નામ સારું છે. તમે કહેતા હોય તો મિટિંગ....
ચકી : હા, હું સહમત છું ચકા સાથે. અને જે પણ ઇન્ફોર્મેશન પહોંચે છે એનું કન્ટેન્ટ પણ એટલું બધું અપગ્રેડ નથી. એટલે સારા કન્ટેન્ટ રાઇટર ને અપોઇન્ટ કરીએ. મદહોશ લાલ્યો નામ છે એનું.
બકી : હા સહમત. અને પબ્લિક રિલેશન પણ ખાસ નથી. એટલે એક પી.આર. મેનજરને અપોઇન્ટ કરીએ. નર્યો બધાંસેટિંગવાલા નામ છે એનું.
બકો : આવા ચાપલા, સેટિંગવાળા ના હાલે.... તાળા અને તિજોરી વહેંચવા કન્ટેન્ટ નહીં પણ માર્કેટમાં "ચોરો"ને અપગ્રેડ કરો. એમને જુના તાળાં અને તિજોરીઓ કેમ ખોલવી એ શીખવાડો. અહીંયા ખંડાલામાં એક રિસોર્ટ બુક કર્યો છે. ત્યાં ટ્રેનિંગ શેશન ચાલુ કરો. ઉપરાંત એક બે જવેલર્સ સાથે વાત કરો અને ધાડ પાડવાની તારીખ નક્કી કરો અને ડીલ ફાઇનલ કરો.
બધા : વાહ!
બકો : તો વળગી જાઓ કામે. ;) ફલાણા શહેર ના ચોરોની સાથે પહેલા મિટિંગ સેટ કરો. ;)
તો આને કહેવાય શરીફ ચોર!!!
#Just_Kidding
- કમલ ભરખડા.
#Just_Kidding
- કમલ ભરખડા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો