ખેતી, ઉત્પાદન ક્ષેત્ર અને ભારત.


ઘણા સમય થી આ ખેતી જેવા વિષય પર કઇંક કહેવું હતું.

ભારત અંગ્રેજોના આવ્યા પહેલા પણ ખેતી પ્રધાન હતો અને આજે પણ.
શશી થરુરના એક વક્તવ્યમાં એમણે કહ્યું હતું કે, અંગ્રેજો જયારે ભારત આવ્યા ત્યારે ભારતનું એક્સપોર્ટ વર્લ્ડનું ૨૫% હતું અને જયારે તેઓ ભારતમાંથી ગયા ત્યારે ફક્ત ૪% રહી ગયું હતું!

આ એક શરમજનક વાત કહી શકાય.!

હું હમેશા એ પ્રયત્ન વધારે કરું છું કે સમસ્યાના સમધાનના આઈડીયાઝ માં થોડો ભાગ ભજવું.

લુક એટ અમેરિકા અને યરોપ. મિત્રો તેઓ ભલે મશીન સાથે પ્રોડક્શન સારું કરી રહ્યા છે પરંતુ તેઓ ખેતી ક્ષેત્રે પણ એમનું બેસ્ટ આપી રહ્યા છે જે વર્લ્ડ નું પણ બેસ્ટ વર્જન છે.

કોઈપણ દેશ પાસે જમીન હોઈ શકે છે. પરંતુ ભારત એ દેશો માંથી એક છે જેની પાસે ખાસ્સા પ્રમાણમાં ખેતી ઉપયોગી જમીન છે.

મૂળ પ્રશ્ન તો એ છે કે, શું ખરેખર આપણે આપણી તમામ ખેતી લાયક જમીન નો સદુપયોગ કરી રહ્યા છીએ?

ભારત જયારે વર્લ્ડનું ૨૫% એક્સપોર્ટ લેવલ પર હતું ત્યારે તે ૧૦૦% ખેતી ઉત્પાદક પ્રોડક્ટ્સ ને સેલ કરતું હતું. યસ.

તો એ અત્યારે કેમ ન થઈ શકે?

ભારત ખેતી ક્ષેત્રે કેટલું કામ કરી રહ્યું છે તેના પર વર્ક કરવું જરૂરી છે. આજે અન્ન માણસ માત્ર ની પણ પશુ ઓ માટે પણ ખુબ જ જરૂરી છે. અન્ન આવતા સમયમાં પ્રદુષણ ને લીધે તેની ઉત્પાદકતામાં ઘટાડો આવી શકે છે ત્યારે ભારત જો ખેતી ક્ષેત્રે સારું કરી રહ્યા હશે તોઆપણે એક્સપોર્ટ કરી શકીશું.

અને કેમ ન કરવું જોઈએ?

મેં ક્યારેય ખેડૂત મિત્રોને ટેક્નોલોજી માટે દિલ્લી માં માર્ચ કરતા નથી જોયા. પ્લીઝ કરો. માંગો સરકાર પાસે.

શું આપણે આપણી જરૂરીયાત પૂરી કરી સ્પેશીયલ એક્સપોર્ટ ક્વોલીટીનું ઉત્પાદન ન કરી શકીએ જે દુનિયાના તમામ દેશો ને પૂરું પાડી શકીએ? શું એ શક્ય નથી? જો નથી તો કેમ નથી?

અન્ન આવતા સમયની સૌથી મોટી જરૂરીયાત બની રહેશે. એટલે આ એક પ્રોગ્રેસીવ પ્રોડક્ટ છે. હું આજે પણ યોગ્ય વિદ્યાર્થી ને એગ્રીકલ્ચર પર ભણતર લેવા કહું છું.

ભારતીય ખેતી ને સ્માર્ટ લોકો ની જરૂર છે. એક ખેડૂત પાસે એ દરેક વ્યક્તિ હોવા જોઈએ જે એમણે એ તમામ વસ્તુ અપાવી શકે જેના તેઓ ખરેખર લાયક છે.

થેંક્યું.

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ