શું ટુથપેસ્ટ, દાંત માટે ખરેખર યોગ્ય છે?

એક અમેરિકન વૈજ્ઞાનીકે ટેબલ પર બે માણસની ખોપડી મૂકી. એક ખોપડીના દાંત એકદમ સ્વસ્થ હાલતમાં હતા. જયારે બીજી ખોપડીમાં દાંત લગભગ સડીને નાશ થવાની જ તૈયારીમાં હતા.

ત્યાર બાદ તેણે સ્વસ્થ દાંત વાળી ખોપડી ઉપાડી, અને કહ્યું કે, આ ખોપડીના દાંત માં સડો ન લાગવાનું કારણ શું?

આગળ કહ્યું કે, આ ખોપડી જે વ્યક્તિની છે એમનુ મરણ, સુગર/સાકાર/ખાંડની શોધ પહેલા થયું અને જે ખોપડીના દાંત સડી ગયા હતા તેનું મરણ લગભગ હમણાં જ થોડાં વર્ષો પહેલા થયું જયારે સુગરની શોધ થઇ ચુકી હતી!

આગળ તથ્ય ને સામે લાવતા એ કહે છે કે, આપણા દાંતમાં એક પ્રકારનો જીવાણું રહે છે જેનો ખોરાક સુગર છે. હા અને એ જીવાણું સુગરને આરોગીને એક પ્રકારનું એસીડ પેદા કરે છે જે ધીમે ધીમે દાંત માં સડો ઉત્પન્ન કરે છે. જે ધીમે ધીમે દાંતમાં તમામ પ્રકારની ઉણપ ઉભી કરે છે. જેમાં દાંતનું ઉપરનું કવચ ખવાઈ જવું, દાંતમાં સડો અને દાંતનું મૂળમાંથી ઢીલું પડવું વગેરે વગેરે. 

આ થીયર કે જે 100% સાયન્ટીફીક છે અને સાબિત થયેલી છે એ મુજબ સુગર આપણા દાંત અને પરોક્ષપણે આપણા શરીર માટે વિલન સાબિત થયો. હવે આગળ એ વૈજ્ઞાનિક કહે છે, એ જીવાણું ઓ બ્રશ કરવાથી પણ સંપૂર્ણ નાશ નથી થતો! એનો મતલબ એ સમજવો દાંતની એ પરમેનેન્ટ સમસ્યા થઇ. અને જેમ જેમ આપણે વધારે ને વધારે સુગર ગ્રહણ કરતા જઈએ એમ એમ એ જીવાણુઓ એનું કાર્ય કરતા રહેશે અને દાંતના ડોક્ટર્સના ખીચા ભરતા રહેશે.

પરંતુ અહીં રમત ચાલુ થાય છે. ફક્ત ધંધો ચાલતો રહે અને અબજો રૂપિયાની ટુથપેસ્ટના ધંધાને માર ન લાગે એટલે તેઓ આ સત્યને આપણાથી છાનો રાખ્યો છે. હવે તો હદ ત્યારે થાય છે જયારે ટુથપેસ્ટમાં જ ફક્ત સ્વાદ માટે સુગરનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે દાંતનું રક્ષણ કરવા માટે ટુથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ આખરે એજ મોટો વિલન છે.

કદાચ એટલે જ ભારતમાં દાતણ અને મીઠાંથી દાંત સાફ કરવામાં આવતાં હશે. જોકે એમને આ વાતની ખબર નહીં જ હોય કે આવું કૈંક કારણ હોઈ શકે પરંતુ આ બધાથી એ તો જરૂર સાબિત થાય છે કે, એજ જૂની દાતણ અને મીઠું ઘસવાની પ્રોસેસ જ ઉત્તમ હતી. હા હવે એ હાલમાં શક્ય નથી જૂની પ્રોસેસને અપગ્રેડ કરી ઉપયોગમાં લેવાની. પરંતુ જેતે સ્વદેશી સંસ્થાઓ કહે છે કે, તેઓ જાતજાતના મરીમસાલાનો ઉપયોગ કરી ટુથપેસ્ટ બનાવે છે તેઓ પણ તેમની પેસ્ટમાં જાણતા અજાણતા સુગર કન્ટેન્ટનો ઉપયોગ કરી જ રહ્યા છે.

ફક્ત દાંત પર સડો લાગવાથી શરીરની કામગીરી પર શું અસર થાય છે એ કોઈ રહસ્ય નથી. પરંતુ પાચન શક્તિ પર ખુબ મોટી અસર કરે છે. જે દરેક રોગનું મૂળ છે. હાલમાં જો આપના ઘરમાં મોટી ઉમરના વડીલો હોય અને જો એમના દાંત મજબુત હોય તો તેમને પૂછી લેવું કે, તેમણે તેના બાળપણ માં દાંત સાફ કરવા માટે શું ઉપયોગમાં લેતા!
હવે થોડે ઘણે અંશે એ વાત પરતો હું આવી ગયો કે ટુથપેસ્ટનો ઉપયગો હાનીકારક જ છે દાંત માટે. પરંતુ એમ ટુથપેસ્ટ બંધ પણ કરાતી નથી જ્યાં સુધી શોધ ન થાય!

જેમને પણ આ ક્ષેત્રે રીસર્ચ કરવું હોય એ જરૂર થી આગળ વધે. તમામ માણસ માત્રને મદદરૂપ થઇ થઈ શકો છો.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ