વિશ્વ યુદ્ધનાં ભણકારા!

ચીન સાથે ભારતની કોઈપણ નીતિ ભારતને જ નુક્શાનીમાં રાખે એમ છે. ચીન સાથે કોઈપણ પ્રકારનું યુદ્ધ કરવાં ભારત સક્ષમ છે કે નહીં એ જ માપ કાઢવું અઘરું છે.

ચીનને વ્યવસાયિક ફાયદો સૌથી વધારે USA દ્વારા છે.
USA ભારતના પક્ષમાં છે. કારણકે, USA એ ચીનની સુપર પાવર બનવા તરફની મહત્વકાંક્ષાનો અણસાર આવી ગયો છે. 

ભારત હાલ રાજનૈતિક દ્રષ્ટિએ ચીન કરતા આગળ નીકળી શકે  છે પરંતુ શસ્ત્ર યુદ્ધમાં ભારતને પછડાટ જોવી પડે તેનાં સમીકરણો વધુ ફિટ બેસે છે. એ વાતનો ચીનને પણ ખ્યાલ છે એટલે જ સિક્કિમ જેવા મુદ્દે કાંકરીચાળો કરીને ભારતને જમીની યુદ્ધ ક્ષેત્રે ઉશ્કેરવા માંગે છે જેથી ભારતીય રાજનૈતિક પ્રગતિ પર થોડી રોક લાગે અને ચીન પોતાની સુપર પાવર બનવા તરફ ગતિ આગળ ધપાવે.

હાલ, ચીન પોતાના લેબર પાવર અથવા માનવીય સંશાધનનો ઉપયોગ છુટ્ટા હાથે કરી રહ્યું છે. નોર્થ આફ્રિકા, સિરિયા અને અમુક દક્ષિણી એશિયાઈ દેશોમાં લાખોની સંખ્યામાં પોતાનાં માનવીય ટોળાઓને ઉતારી રહ્યું છે અને જે તે પ્રદેશ ની આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ત્યાંની સરકાર સાથે હસ્તક્ષેપ કરી રહ્યું છે. ટૂંકમાં ચીન USA ની જેમ જગત જમાદાર બનવા માંગે છે.

હાલ ચીન ખરેખર ભૂરાયું થયું છે કારણકે ભારત તરફથી મળતી કોઈપણ રાજનૈતિક લપડાકોનું સહેજેય પૂર્વાનુમાન ચીનને ન હતું. ચીન દ્વારા અલકનંદા નદી પર હુકુમત જમાવવી, કૈલાશ યાત્રીઓને હેરાન કરવા એ બધી બાબતો ભારતની વિદેશનીતિનો પ્રશ્ન છે પણ આ ચીન ની એક ઉશ્કેરણી જ સમજવી.

હાલ ભારતનાં ઇઝરાઈલ સાથે વધતાં સબંધો ચીનને ફાવે તેવાં નથી. કારણકે ભારતને ખભો મળી રહ્યો છે. ઇઝરાયલને પાકિસ્તાન પાસે રહેલા અણુ હથિયારોનો ડર સૌથી વધારે છે જ્યારે ચીન પાકિસ્તાનની જીવાદોરી સાબિત થઈ રહી છે.

હાલ આ બધાં સમીકરણો એક જગ્યા મળતા હોય એવું લાગી રહ્યું છે. અને આ એકબીજાનાં સપોર્ટર્સ મળીને બે ભાગમાં વિશ્વને વહેંચવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે! જે ત્રીજા વિશ્વ યુદ્ધનાં ભણકારા  સંભળાઈ રહ્યાં છે.

આખરે જર્મનીનાં મહત્વકાંક્ષી વલને બે વિશ્વ યુદ્ધ નોતરી ચૂક્યું છે. અને હવે ચીન આ વખતે જર્મનીની જગ્યા લઈ રહ્યું છે એવું દેખાઈ આવે છે. અને ત્રીજા વિશ્વ યુદ્ધનાં નગારા વાગવાના શરુ થઇ ગયાં છે કે શું?

ચીનને પોતાની જ નીતિઓ પોતાને હંફાવશે કે પછી એ પોતાની મહત્વકાંક્ષાઓને નેવે મૂકી માનવીય અધિકારોને મહત્વ આપશે?

તમારું શું કહેવું છે..?

કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ