સામાજિક અનાદોલાનોમાં પ્રદર્શનની ખોટી પદ્ધતિ



સામાજિક વ્યવસ્થામાં, જો કોઈ પ્રથા કે તંત્ર/વાદ નો વિરોધ કરવો પડે તો જનરલી એવું જોવામાં આવ્યું છે કે, આંદોલનકારીઓ નો એજન્ડા ત્રસ્ત/વિકટીમ ગ્રુપને કેન્દ્રમાં રાખીને પ્રદર્શિત કરવાનો રહે છે. અહીં પ્રથા/વાદ કે જેનો વિરોધ થવો જોઈએ એ સાઈડમાં રહી જાય છે....અને ત્રસ્ત લોકો પોતે જ એક વાદ ને ઉભો કરવામાં "અજાણતા" સફળ થઇ જાય છે.

જેમકે, દલિત અંદોલન અને રેલીને એ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે જેનાથી તેઓ ફક્ત એ જ ગ્રુપને જાણે જણાવી ન રહ્યા હોય કે, આ તમારી લડાઈ છે અને તમારે જોડાવું રહ્યું.... અને અંતે થાય પણ એજ છે કે, એજ ગ્રુપના વ્યક્તિઓ દ્વારા જ આંદોલન થયા કરે છે. અને એમ જ થવું જોઈએ...

પરંતુ અહીં મને સમસ્યા એ વાત થી છે..કે, દલિત મુદ્દો એ જાતિવાદના કેન્દ્રનો મુદ્દો છે. એટલે તેને તમામ લોકો એ સપોર્ટ કરવો રહ્યો..... એટલે આંદોલનો અને રેલીના પ્રદર્શન મુદ્દે એવું થવું જોઈએ કે, તેઓ તમામ સમાજને તરફેણ કરવા સંબોધન કરી રહ્યા છે. તેઓના આ કાર્ય થી ફક્ત ત્રાહિત ગ્રુપ ને જ નહીં પણ આખું તંત્ર સાફ થશે એવો ખ્યાલ આપવો જ રહ્યો.

આવું નથી જ થતું....એટલે ત્રાહિત ગ્રુપ વધારે અલગ પડતું જાય છે.....મુખ્ય સમાજ થી....! આ મુદ્દો મને એવો લાગે છે કે, સદંતર બદલાતા સમયે ગમે તેમ પણ રુજ આવી રહી છે...પરંતુ પ્રદર્શનની ખોટી પદ્ધતિથી રુજ ઉપર જ માર વાગે છે જેથી હતા ત્યાં નાં ત્યાં જ જેવી પરિસ્થતિ આવી ને ઉભી રહે છે.

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ