કદર


મને એક વિચાર આવ્યો કે, વિશ્વમાં દરેક વ્યક્તિની કદર થવી જરૂરી છે પરંતુ રીયાલીટીમાં એ થતું નથી. કદર કરનાર વર્ગને અહીં કેન્દ્રમાં નથી. પરંતુ એવા બે જ પ્રકારનાં લોકો છે જેમાં એકની કદર લોકો કરે છે અને બીજાની નહીં.

અચ્છા, કદર એટલે? કદર એટલે કોઈપણ વ્યક્તિને તેના કાર્યો બદલ આપવામાં આવતું સૌથી મોંઘુ મહેનતાણું. એ મહેનતાણું સબંધ/કાયમી વ્યવહાર/વિશ્વાસ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે, અને સન્માન પણ હોઈ શકે. અહીં આ મુદ્દાને ફક્ત પ્રોફેશનલ લેવલ પર જ લેવાની જરૂર નથી. સમાજિક, પારિવારિક અને અન્ય દરેક પ્રકારના પ્રવાહમાં ઉપયોગી નીવડી શકે છે.

હવે કદર મેળવવી કઈ રીતે એ સંશોધન મારા માટે ઘણું રોચક રહ્યું.

કદર મળે કઈ રીતે? જયારે તમે તમારું બેસ્ટ આપો ત્યારે તમને તમારું બેસ્ટ વળતર મળે છે?

બેસ્ટ આપી કઈ રીતે શકીએ? શારીરિક શ્રમ દ્વારા, ઘણી વ્યક્તિઓના શારીરિક શ્રમના ઉપયોગ દ્વારા અને પોતાની ક્રિએટીવ અને હમેશા કઇંક અલગ રીતે વિચારી સમસ્યાઓના પાસાઓને સુધારતી બુદ્ધિ દ્વારા.

હા, તમે ધ્યાન આપ્યું હશે કે સૌથી વધારે કદર પામનાર વ્યક્તિની સલાહ-સુચન હંમેશા પ્રાભાવિક અને દળદાર હશે? કારણકે હાલ સુધી એમણે જે પણ કર્યો કર્યા છે કે સબંધો ડેવલોપ કર્યા છે તેના ગોલખમાં તેમની તીક્ષ્ણ બુદ્ધિ, કઇંક અલગ વિચાર, કઇંક ઊર્ધ્વગામી પ્રયાસો એ જ તેમને કઇંક અપાવ્યું છે. જે અન્ય સામાન્ય લોકો માટે એ અઘરું છે.

સારું, તીક્ષ્ણ અને ક્રિએટીવ વિચાર અને બેસ્ટ આઉટપુટ માટે એ વ્યક્તિ નું શસ્ત્ર તેની પોતાની બુદ્ધિ અને પોતાની અલાદ વિચાર ધારણાઓ જ હોય છે.

અને એ કક્ષા સુધી પહોંચવા માટે, બે પરિબળો ને ધ્યાનમાં લેવા જરૂરી બને છે.

૧. અભ્યાસ
૨. પ્રયોગ

સફળતા અધુરી છે અભ્યાસ અને પ્રયોગ બંને વગર. હાલની ભારતીય શૈક્ષણિક પદ્ધતિમાં મોટેભાગે એ પ્રયોગ અને અભ્યાસ બંને મુદ્દે ક્યાંક બહુ મોટી ખામી નજરે ચડે છે. અને જેઓ ખરેખર અભ્યાસ અને પ્રયોગ બંને મુદ્દે ચડિયાતા રહે છે તેઓની કદર દરેક ક્ષેત્રે ભારોભાર થાય છે.

સારો અભ્યાસ, અને પ્રયોગ કરી શકીએ એ માટે સતત પ્રયાસ જરૂરી બની રહે છે. જે સફળતા કે અસફળતાને ધ્યાનમાં રાખ્યા વગર જ કરવા રહે.

તમારા દ્વારા બનાવેલ મશીન, પુસ્તક, પ્રોડક્ટ, કે પછી અન્ય કોઈપણ વસ્તુની ડીઝાઇન કોપી કે ચોરી થઇ શકે છે પરંતુ તમારા ફળદ્રુપ ભેજામાંથી આવતાં તડામાર વિચારોને કોઈ રોકી શકે તેમ નથી. તમે જે એક વખત કરી શકો છો એ બીજી વખત અને દરેક વખત કરી શકો છો. એટલે સૌથી વધારે ખ્યાલ તમારી પ્રોપર્ટી કે અન્ય ભૌતિક વસ્તુનો ખ્યાલ રાખવા કરતા તમારા ફળદ્રુપ ભેજનો ખ્યાલ રાખવો જરૂરી છે.

એ ભેજાની ફળદ્રુપતા જાળવવા માટે તમારે તમારા આજુબાજુના વાતાવરણને કંટ્રોલ કરવું પડશે અને સાથે સાથે તમારા વિચારોના દરવાજા ખોલવા પણ પડશે. જેથી અન્ય સારા વિચારો આવી પણ શકે. અને એવું ફિલ્ટર પણ રાખવું પડશે જેથી નકામાં વિચારોને રોકી શકો.

અહીં સમય સાથે જન-મેદની પણ વધી રહી છે. એટલે, જે તે ક્ષેત્રોમાં આપણા સ્પર્ધકો પણ એજ ગતિએ વધી રહ્યા છે. આ ખતરનાક સ્પર્ધામાં આપણી પાસે મેદાન નહીં હોય પણ પતલી તિરાડો હશે જે આપણે આપણી બુદ્ધિ થી ભરવાની રહેશે. બસ આજ તો છે ચાવી અને ત્યારે જ તો મળે છે કદર સાચી કદર.

બુદ્ધિ, દરેકની પોતાની હોય છે અને તેનો સ્વાદ પણ અલગ જ હોય. બુદ્ધિ પોતે જ પોતાનામાં એક મોનોપોલી છે. જેની કોઈપણ કોપી કરી શકે તેમ નથી. જ્યાં સુધી ચલાવે રાખશો ત્યાં સુધી લોકોમાં ડીમાન્ડ ચાલુ રહશે.

-કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ