ક્રાંતિતત્વ


વ્યક્તિમાં આર્થીક સ્વતંત્રતા આવશે ત્યારે જ તેમનામાં રાજનૈતિક વિદ્રોહ કરવાની શક્તિ ધરાવશે. અને જયારે સંપૂર્ણ દેશમાં આ તાકાત આવશે ત્યારે જ બદલાવ આવશે.

અહિયાં આ વિષય સાથે હું એ કહેવા ઈચ્છું છું કે, એ ક્રાંતિતત્વ આખરે કેટલાના વિચારોમાં જન્મ લે છે? અને લે છે એ આંબેડકરજી, સુભાષજી, સરદાર પટેલ, ગાંધીજી, ગોખલે, ભગતસિંહ અને બીજા તમામ ક્રાંતિકારો જેવા લીડર બની શકે છે જે આ મહાનુભાવો એ સમયે કરી ગયા?

અહિયાં જોવાની અને સમજવાની વાત એ છે કે, એ સમયમાં આઝાદી મેળવવી એ એકમાત્ર અને ઘણી મોટી સમસ્યા હતી. જેના માટે તમારી કોઈપણ બાબતો ગૌણ હતી. પરંતુ આઝાદી મળવાની સાથે સમાજરચના ઉભી થાય છે. અને સમાજરચનામાં આવતી સમસ્યાઓ જે ભૂતકાળમાં આઝાદી વખતે ગૌણ હતી એ હાલ મુખ્ય સમસ્યા બની રહે છે. એટલે એ તમામ મુખ્ય સમસ્યાઓને પહોંચી વળવા માટે દરેક વ્યવ્ક્તીમાં એક્પ્રકારનું ક્રાંતિ તત્વ હાજર હોવું જરૂરી છે.

વિકસિત દેશોમાં મોટે ભાગે લોકોમાં પોતાના દેશ અને પોતાની સામાજિક ફરજો પ્રત્યે એ ક્રાંતિ તત્વ મોટાભાગના લોકોમાં હાજર રહે છે. જેથી તે દેશના તંત્રને સમાજ રચના, આંતરિક સુરક્ષા, અંતરરાષ્ટ્રીય વાટાઘાટો, આર્થિક સમાનતા જેવા મુદ્દાઓ પર આસાની થી કાર્ય કરી શકે છે અને કંટ્રોલ પણ કરી શકે છે.

અને જયારે વ્યક્તિ આર્થીક સ્વતંત્ર થાય છે અથવા તેની સંન્ય જરુરીયાતોના સ્ત્રોત આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે તે આસાનીથી તંત્ર સ્દ્વારા કે અન્ય તંત્ર દ્વારા થતા અન્યાયની સામે લડવા સક્ષમ થાય છે.

અહીં તકલીફ જ એ છે કે, લોકો ગૌણ અથવા પ્રાથમિકતા ન આપી શકીએ એ સમસ્યાઓને બાજુ પર મૂકી દેવાય છે. આ બધી વાતો આમપણ મોટી લાગે....પરંતુ હકીકત તો આ જ છે અને સમધાન પણ આ જ રીતે નીકળે.

???

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ