દેવીપુજક સમાજની સ્ત્રીઓ અને સમાનતા

ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે જો તમામ પ્રકારની સમાનતા અને માનસિક-શારીરિક દબાણની સમાન વહેંચણી જો ક્યાંય હોય તો એ છે દેવીપૂજક/પટની સમાજનાં લોકોમાં. અને તકલીફની વાત એ છે કે લોકો તેઓને સામાજિક દ્રષ્ટિએ નીચલી નજરે જોવે છે.

ભાષાવ્યવહાર અને રહેણીકરણીને જો બાદ કરવામાં આવે તો તેમનામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ જોવા મળતો નથી.

જેટલો હક પુરુષનો તેની સ્ત્રી પર હોય એટલો જ હક સ્ત્રીનો પુરુષ પર. અને મોટેભાગે તેઓ લગ્ન બાદ અલગ રહી ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરે છે જેમાં સ્ત્રી પુરુષ બંને સરખો ભાગ ભજવે છે.

દેવીપુજક સમાજની સ્ત્રીઓનું જીવન જોવાનું જે જીગર હોય છે એ મુજબ જો તેઓ કોઈ  "વાદ" ના શિકાર ન થયા હોત તો છતાં પણ એમના વીલ પાવર, લડવાની ક્ષમતા અને વ્યવસાયિક સુઝબૂઝમાં કોઈ જાજો ફેર ન પડ્યો હોત.

ઘણી વખતતો શાક ભાજી લઈને પતિ પત્ની બેઠા હોય ત્યારે એ સ્ત્રી મેનેજ પણ કરે, છોકરો પણ સાચવે અને વેપાર પણ કરે...અને એનો વર જો કામના ટાઈમ પર કામ ન કરે તો એક-બે ગાળો પણ આપે. પણ તેનો પતિ તેની સામે થોડી ધડ કરે પણ છેલ્લે મારું બૈરું કે ઇજ હાંચુ કૈને વાત પતાવી નાખે. :D એક અનોખી પ્રકારની રિસ્પેક્ટ એ પુરુષોની એમની સ્ત્રીઓ માટે જોવા મળે છે.

એ લોકો વર્તમાનમાં જીવનાર લોકો છે. એટલે જ એમને એકબીજાની કદર છે. સાચી કદર.

દેવીપુજક સમાજની સ્ત્રીઓની ભાષા વ્યવહારમાંથી ગાળોનાં સંવાદ બાદ કરીએ તો તેઓ તમને એમના જ વિષયની ધારદાર અને અતિ સંશોધનાત્મક દલીલો રજુ કરી શકે છે.

હવે એજ સ્ત્રીઓ જો શિક્ષિત બને તો મારું માનવું રહ્યું કે એ સ્ત્રીઓ નવો ચીલો ચાતરી શકે છે.

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ