बस बोझ कम करना है!


“બસ બોજ કમ કરના હૈ! “

આવા સોસીયોઈડિયોટીક સંવાદ સાથે ભેલપૂરીવાળા એ ચર્ચા પૂરી કરી.

એક વ્યક્તિ જ્યારે અજાણ્યા શહેરમાં સેટ થવાનું વિચાર કરે ત્યારે તે અજાણ્યા શહેરમાં એ વ્યક્તિના પ્રથમ મિત્રો હંમેશાં રહેઠાણની આજુ બાજુ ધંધો કરતા ખાણીપીણીવાળા અને ટફરી વાળા હોય છે. એજ પ્રમાણે હું મુંબઈથી અમદાવાદ આવ્યો ત્યારથી જ કાલુપુરની પોળમાં જ રહું છું. અને આગળ કહ્યું એ પ્રમાણે એક-બે પાણીપુરીવાળા, એક ભેલપુરીવાળો અને એક ચવાણાવાળાઓનો કાયમી ઘરાક હોવાને લીધે મિત્રતા જેવું થઇ ગયું છે. મિત્રતામાં સવાલોની આપ-લે તો હોય જ. એટલે થોડો સમય થતા ભેલપૂરીવાળા એ મને એક પ્રશ્ન પૂછ્યો કે, 

“ સાહેબ ૧૦ વી કે બાદ લડકી કો ક્યાં પઢાના બહેતર હોતા હૈ?”

મેં પૂછ્યું કે, “ કિસકે લીએ પૂછ રહે હો?”

એમણે કહ્યું મારી દીકરી માટે, અને એ પણ કહ્યું કે આ વખતે ૧૦માં પ્રવેશ મળ્યો છે અને લાગે છે સારા માર્ક આવશે. વર્ષ એક જેટલો સમય વીત્યો અને એ વખતે ભેલપૂરી સાથે એમણે મને મીઠાઈ પણ આપી અને મેં પૂછ્યું કે શું વાત છે? તો એમણે કહ્યું કે, “ લડકી ૧૦વિ મેં ૯૩% સે પાસ હુઈ હૈ” અને પછી મને જે આંનદ થયો કે ન પૂછો ને વાત.

પછી તો મેં ઘણી વાત કરી કે આ કરી શકાય, ફલાણું કરાય, IAS માટે પણ જી શકો, અને બીજા ઘણા બધા પ્રવાહ બતાવ્યા. અને તેઓ પણ પોતે એમની દીકરીને લઈને ઘણાં ઉત્સાહી દેખાઈ રહ્યા હતા. દીકરીને ભણાવવા માટે ફાઇનાન્સિયલ તકલીફ તો એમને થાય એમ હતી જ નહીં.  તેઓ જમીન મિલકત વાળા છે પણ શહેરમાં ધંધો કરવાની લાલસા એ અહીં આવી આ ભેલપુરીનો ધંધો કરી રહ્યા છે. ભેલપૂરીનાં ધંધાને જેવો તેવો ન આંકતા. દિવસમાં ૩૦૦૦ ની નોટ છાપે છે. ફૂલ પ્રોફિટ. પછી થોડો ટાઈમ હું મુંબઈ રહ્યો હતો અને ઘણા સમય પછી અમદાવાદ આવ્યો એટલે એ સમયમાં ઘણું બધું થઇ ગયું. 

આજે એ ભેલ ખાવાની ઈચ્છા થઇ એટલે હું ત્યાં ગયો અને પ્રાથમિક ફોર્માલીટી પૂરી કરીને મને એક બીજા સમાચાર આપ્યા... “ કમલ ભાઈ અપની લડકી શાદી તય કરદી હૈ, અગલી ૨૮ કો”

મને સમજમાં ન આવ્યું કે હું શું કહું? આગળ મેં એમને કહ્યું, “ અરે ભાઈ પર ઉસકી પઢાઈ ઔર વૈસે ભી વો નાબાલિક હૈ ઔર શાદી કી ઉમર ભી તો નહીં હૈ? “

“ અરે કમલભાઈ લડકા ITI કરકે ફીટર કી જોબ કર રહા હૈ ઔર આપ યે બાત છોડો... ઔર યે બતાઓ ક્યાં ખાઓગે......” અને પછી થોડી વધારે ધડ્મારી કરી મેં, પણ મારું મન મરી ગયું.... હું ત્યાંથી જલ્દી પતાવી ને નીકળી ગયો અને એમને છેલ્લે કહ્યું કે, આપને અપની લડકી કે સાથ બહોત ગલત કિયા ભાઉ.

ત્યાં જ એમણે મને સંભળાવ્યું કે, “ કમલ ભાઈ સીર પેસે બોજ કમ કરના થા!!!!”

હે ભગવાન. અહીં મને એ વાત થી તકલીફ નથી થઇ કે એક બાપ એ એની છોકરી માટે લગ્નનું વિચાર્યું  પરંતુ મને સૌથી વધારે જે વાત લાગી આવી એ, એ હતી કે, “ભાર” શબ્દ નો પ્રયોગ!

અલ્યા ટોપા, શેનો ભાર...???? અને શેનો દબાણ? અને ટોપા તમને તમારા બાળકો(સ્પેશિયલી સ્ત્રી બાળક) જો ભાર જ લાગે છે તો લગ્ન શુંકામ કરો છો અને શુકામ પેદા જ કરો છો? ભે***

અને સાહેબ, એ છોકરીમાં પ્રતિભા હતી કૈંક બનવાની. મેં એમની સાથે ફોન પર વાત કરી હતી અને એ સમયે એ છોકરી ઘણી ઉત્સાહી હતી હોશિયાર પણ. અહીં પુરુષને ભલે કૈંક ઈચ્છા હોય પરંતુ સમાજ અને અન્ય દબાણના લીધે બાળકોની પ્રાથમિકતા ઉપરથી સ્વતંત્રતા કેવી રીતે છીનવી શકો?

અહીં બીજું એ કે, શિક્ષણથી મળતી સ્વતંત્રતાનો બાળકો ઉપયોગ ખોટી જ દિશામાં કરે છે એ મુદ્દો પણ સાવ ફેંકી જેવા જેવો નથી. અહીં સ્ત્રીઓની છબી ને લઈને જે માન્યતાઓ બંધાઈ ચુકી છે એ ઘણી વિચિત્ર છે. પરંતુ સૌ પ્રથમ એ વિચારવું જરૂરી છે કે, બધાને એક જ ત્રાજવે તોલવું એ કેટલું વ્યાજબી છે?

- કમલ ભરખડા





ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ