કડવી ખાંડની ચાં!

ચાં ભલેને ગમે ત્યાંથી લાવો...પરંતુ ખાંડ કડવી નીકળે તો? આ અહેવાલથી સુરતમાં કાર્યરત એકમાત્ર PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં થયેલા મારા કડવા અનુભવ વિષે જણાવવા ઈચ્છું છું. 

PSU એટલે? રાષ્ટ્રની પ્રજાને ધ્યાનમાં રાખીને એમની ઔદ્યોગિક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોનો પુરવઠો અને સપ્લાયને સરભર રાખવા સરકાર પોતે જે પણ ઉદ્યોગમાં જંપલાવે તેને બંધારણીય શબ્દોમાં PSU (PUBLIC SECTOR UNIT) કહે છે. પેટ્રોલીયમ, ખેતી, રસાયણો, વાહનવ્યવહાર, શિક્ષણ, બેંક વગેરે વગેરે ક્ષેત્રોની પ્રોડક્ટ અને સર્વિસીસનો PSUમાં સમાવેશ થાય છે. 

કોઈક કારણસર મારે સુરત મારા મિત્ર તેજસને ત્યાં જવાનું થયું. તેજસ, હજીરા, સુરત સ્થિત પ્લાન્ટમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. અમારી ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાતનાં ૧ વાગ્યે પ્લાન્ટમાંથી ફોન આવે છે કે, પ્લાન્ટમાં એક પ્રોબ્લેમ ઉભો થયો છે. 

પ્રથમતો તેણે ફોન ઉપરજ ઉપાય આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પ્લાન્ટમાં તેજસથી પણ વધારે અનુભવી વ્યક્તિઓએ કશુંજ પ્રયત્ન કર્યા વગર હાથ ઉપર કરી લીધા. પરંતુ પોતે પ્રમાણિક અને કાર્યનિષ્ઠ હોવાને લીધે એ પ્રોબ્લેમનો ઉપાય કરવા માટે હું અને તેજસ રાતના ૨ વાગ્યે અમે સુરતથી હજીરા માટે રિક્ષામાં રવાના થયા. પ્લાન્ટમાં પ્રોબ્લેમ એટલો ગંભીર હતો કે જો તેજસ દ્વારા ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં ન આવત તો સવાર સુધીમાં પ્લાન્ટ બંધ પણ થઇ શકત. (પેટ્રોલીયમ પ્રોડક્સન પ્લાન્ટ જો ૧૦ મિનીટ પણ બંધ થાય તો કેટલું નુકશાન થાય છે એની જાણ કદાચ બધાને નહીં હોય એટલે ગુગલ કરવા વિનંતી છે.) 

તેજસે ૫૦૦/- રૂપિયા ખરચ્યાં અને રાત્રે ૨ વાગ્યે અમે પ્લાન્ટના ગેટ પાસે પહોચ્યા અને અધિકારીઓની જ જરૂરિયાત હોવા છતાં એમની એટલી તો બેદરકારી હતી કે અમારા ગેટપાસની કોઈ જ ગોઠવણ ન હતી અને અમે એમને જાણ પણ કરી હતી કે અમે ગેટ પાસે પહોંચીએ એ પહેલા પ્લાન્ટમાં પ્રવેશ માટેની જોગવાઈઓ પૂર્ણ કરી રાખશો જેથી સમયનો દુર્વ્યવ ન થાય. 

પછી તો પ્લાન્ટમાં પ્રવેશ માટેની બધીજ પ્રક્રિયા ગેટ પાસે કરી અને ૨૦ થી ૩૦ મિનીટનો સમય પણ આપ્યો, (જે એક ત્યાજ હાજર અધિકારીનાં ફક્ત એક ફોનથી પણ સંભવ હતું) પણ અધિકારીઓ એટલા બધા તો આળસુ હતા કે ન પૂછો ને વાત. 

હવે અમને એન્ટ્રી તો મળી પણ કંટ્રોલ રૂમ ગેટથી ૨ કિલોમીટર અંદર હતો. પરંતુ પ્લાન્ટ પાસે એમનું એક પણ વાહન વ્યવસ્થાન હતી કે અમને ગેટથી કંટ્રોલ રૂમ સુધી પહોચાડી શકે. અમેં ચાલતા ગયા અને સમસ્યાનું સમાધાન પણ કર્યું અને એ પણ ૧૦ જ મિનીટમાં! અને સાથે સાથે ઉપરી અધિકારીઓને પણ એ સમજાવ્યું કે હવે જો આ પરિસ્થિતિ ઉભી થાય તો આગળ શું કરવું! પરંતુ સ્વાર્થ અને કટુતાની હદને જાણવી હોય તો ભારતીય સરકારનાં અધિકારીઓને જ મળો. 

એ કાર્ય તેજસની જવાબદારીની હદમાં હતું પણ એ કાર્ય બદલ એ એક અપેક્ષિત સામાન્ય આભાર પણ ન પામી શક્યો. કામ પુરૂ થતા થતા રાત્રીનાં ૩ વાગ્યા એટલે પાછા વળવાની ગણતરી હતી પરંતુ આટલા અધિકારીમાંથી એકપણ ભાયડાએ લેશમાત્ર વિવેક પણ ન કર્યો કે, ચાલો તમે ચિંતા ન કરશો અમે તમને મુકવા આવશું તમને વાહન મળી રહે ત્યાં સુધી. પ્લાન્ટનાં આટલા વિશાળ તંત્રમાં આવી એકપણ ઈમરજન્સી વાહનની વ્યવસ્થા પણ નહીં! 

અમને ગેટ પાસેથી કોઈપણ વાહન મળે એ સંભવ ન હતું અમારે વાહન મેળવવા ગેટ થી ૫ કિલોમીટર દુર એક ચારરસ્તા પાસે પહોંચવું પડે એમ હતું, અને એ ત્યાં હાજર બધાજ અધિકારીઓને ખબર છે છતાં કોઈનાં પેટનું પાણી પણ નથી હલતું. અમે અધિકારીઓને જાણ પણ કરી કે અમારી પાસે કોઈજ વાહનની વ્યવસ્થા નથી પણ એમનું તો કામ થઇ ગયું હતું ને.!! 

અમારા દ્વારા અનુભવેલી સમસ્યા કદાચ ઘણી સમાન્ય હોઈ શકે છે પરંતુ પેટ્રોલીયમ પ્લાન્ટ જેવા ઔદ્યોગિક માળખામાં ઈમરજન્સીની કોઈ પણ સગવડતા પોતાનાજ અધિકારીઓ માટે પણ નથી, એ વાતનો અનુભવ જયારે મને પ્રથમ વખત થયો ત્યારે મને ઘણુંજ દુ:ખ થયું. જ્યાં એક એક મિનીટના ઉત્પાદનનું કરોડોમાં મૂલ્યાંકન થતું હોય એ વ્યવસ્થામાં જો આટલી શુક્ષ્મ વ્યવસ્થાનું બંધારણ નથી એ વાતે મને આ અહેવાલ લખવા મજબુર કર્યો. 

ચાલો વ્યવસ્થા કદાચ ભૂલ કરી શકે પરંતુ એ વ્યવસ્થાનો ઘડનાર કોણ? એજ પ્લાન્ટમાં કાર્યરત એમના જ અધિકારીઓ, બરાબર ને? અને બધાજ અધિકારીઓ એમના કાર્ય પ્રત્યે પ્રામાણિક ન હોય તો’જ એ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે અને થઇ. પરંતુ આ પરિસ્થિતિ પ્રાઇવેટ કંપનીઓની વ્યવસ્થામાં નથી કારણકે એમની પ્રાયોરીટી દેશ નથી પરંતુ પ્રોફિટ છે. 

આ બધાનું મૂળ એ નીકળ્યું કે, જો ભારતીય તંત્રના સરકારી અમલદારોજ આટલા બિનવ્યવહારિક, કુટીલ અને સ્વાર્થવૃત્તિ કેળવતા રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે ભારતીય સમાજમાં ક્યારેય પણ સારા દિવસો આવશે!! એક મિનીટ, એ અધિકારીઓ પણ આપણાજ સમાજમાંથી કોઈ એક છે. એનો મતલબ એમ કે જો શરૂઆત પોતાનાથી નહીં થશે અને અન્યાય, પ્રામાણિકતા અને પોતાની કાર્યનિષ્ઠા હેતુ લડત ઉભી નહીં કરીએ તો હાલની પરિસ્થતિંઓનો કોઈપણ ઈલાજ સંભવ નથી. શિક્ષિત હોવાનો લાભ તમે દેશને ન આપી શકો તો વાંધો નથી પરંતુ તમે તમારા માટે તો આપો! 

આ કડવી ચાં ના ઘૂંટ અમારે તો પીવા જ પડ્યા અને તમે વાંચનારે પણ આવા અનુભવો લીધા જ હશે પરંતુ આપણે અનુભવ આપનાર ન બનીએ એની તકેદારી ભારત સરકાર સાથે સાથે ભારતીય સમાજને પણ લેવાની છે. 

જય હિંદ

કમલ ભરખડા | 
સોમવાર, 23 ફેબ્રુઆરી 2015





ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ