ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

આજે સવારે જ મારી બેનને મેં એની કંપનીના બોસને આ અતિ અસામાન્ય પ્રશ્ર્ન પૂછવાનું કીધું!
મારી બેન સિવિલ એન્જિનિયર છે. અંધેરી, મુંબઇમાં એક સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં છેલ્લાં 5 એક વર્ષથી જોબ કરે છે. મુંબઈની પ્રતિષ્ઠિત ભગુભાઇ કૉલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા પુરૂ કરીને ટ્રેનિંગ દરમ્યાન જ જોબ મળી ગઇ.

હવે પ્રામાણિક પણ કેલ્ક્યુલેટર જેવી મારી બેનને કોણ કંપની છોડે? આજે સવારે સવારે એનો મગજ ઉખળેલો હતો. મેં પરિસ્થતી હાથમાં આવતાં પુછ્યું, શુ થયું? એણે કહ્યુ કે, "યાર ઓલો કંપનીમાં કંઇજ નથી કરતો અને એની સેલેરીમાં 25ટકા વધારો કરી દીધો અને હુ આજે રવિવારે પણ કામ હોય તો જાઉં છે એની સાથે કેમ આવું ? અને એ વ્યક્તિએ કંપની સાથે ફ્રોડ પણ કર્યું છે. અને અમારાં બોસને બધી ખબર છે છતાં?"

પછી મેં એને શાંતિથી સમજાવ્યું કે, "સમાજમાં બે પ્રકારનાં લોકો હોય. એક તો તારા જેવા કેલ્ક્યુલેટર જેને એક વાર પ્રોગ્રામિંગ કરી આપો એટલે મંડ્યા રહે અને બીજો વર્ગ ઓછો છે પણ તેઓ તમામ કેલ્ક્યુલેટરોનાં પ્રોગામર છે.
જે બેઠા બેઠા આજ ધંધો કરે બસ પ્રોગ્રામિંગ! અને કંપનીની દુખતી નસો પણ આવા જ લોકોના હાથમાં હોય છે. એક વાર ભ્રષ્ટાચારનો હાથ પકડો એટ્લે તેનાં ડાઘા અમર થઈ રહે."

પછી મેં એને આગળ કહ્યુ કે, "બસ તું પણ પ્રોગ્રામર બની જા એટલે તારી બધી તકલીફો બિજા કેલ્ક્યુલેટરોને સોંપી દેજે."

પછી તરતજ એણે મને વેધક પ્રશ્ન પૂછ્યો કે,

"કમલ, તું કહે છે એમ પ્રોગ્રામર બનીને તું તારાં જ જમિર વિરૂદ્ધ કામ કરી શકે? મને ખબર છે તું ન જ કરી શકે પણ એ મારા સિનિયરએ કંપની સાથે પણ ફ્રોડ કર્યું છે છતાંય મારા બોસ એને એટલો સપોર્ટ કરે છે અને કમલ કંપનીમાં મારી વેલ્યુ મને ખબર છે. મારા વગર એ લોકોનો એક દિવસ પણ અધુરો છે કારણકે કંપનીમાં કામ પર મારી પકડ છે. જો હું એનાથી ઓછું કામ નથી કરતી તો એ મારા જેટલું પણ કામ નથી કરતો, તો પણ? પ્રોજેક્ટ લેવાં માટે કોઇપણ પ્રકારના કરપ્શન કરવાની જરૂર જ નથી એટલી તો આપણી સિસ્ટમ સુધરી છે. પણ આવાં લોકોની જરૂરિયાત કંપનીને કેમ રહે છે? અને મૉટે ભાગે આવા લોકો પુરુષો જ હોય છે."

મેં પછી કહ્યુ કે, "બેટા, આપણાં સમાજમાં સ્ત્રીઓને બાય ડિફોલ્ટ કેલ્ક્યુલેટર જ ગણી લેવામાં આવે છે અને એ ક્યાં સુધી ચાલશે એ તમારાં પર છે. બસ તને લાગે કે તારી સાથે યોગ્ય નથી થયુ તો લડવાની હિંમત પણ લાવો"
પછી આગળ કહ્યુ કે, તારા બોસને એક વાર શાંતિથી કહેજે કે, "સર, જો કામ સાથે સાથે આપણી કંપનીમાં હું પાર્ટ ટાઈમ ફ્રોડ પણ કરૂં અને એ પણ મારા નિજી ફાયદા માટે તો તમે મારા પગારમાં કેટલા ટકા વધારો કરશો? એ . હશે તો આટલાંમા જ સમજી જશે. "

આટલું કહ્યાં પછી તેનામાં કોણ જાણે એક આત્મવિશ્વાસ વધ્યો અને પ્રોગામર બનીને લડવા તૈયાર થઈ એવું મને લાગ્યું. અને એ લડે એવી શુભેચ્છા.

ખરેખર, આવા નાના નાના મોકા જ આપણે ઉપાડી લેવાં પડશે. હા મને એ વાતનો પણ ખ્યાલ છે કે ધંધાકીય ક્ષેત્રે પ્રામાણિકતાને જો પ્રાથમિકતા આપવામાં આવેતો ભાગ્યે કંપની ચાલે. પોતાનાં પરિવારનું ભરણપોષણ માથે હોવાનાં લીધે ઘણાં ખરાં પ્રામાણિક વ્યક્તિઓ સહન કરી લેતા હોય છે. પણ એનો મતલબ એ નથી કે લાફો મારવાનો મોકો ગુમાવી દેવો! ક્યારેક તો પોલિસી ચેંજ કરવી જ પડશે ને?

જો કાંઈ ન કરી શકિયે તો શબ્દોનો એવો પ્રહાર કરી દેવો જેનાથી સામે વાળાને આપણી મનોદશા ખબર પડી જાય અને એને એનું કૃત્ય. નહીંતર આ પ્રોગ્રામરો પોતાના નિજી ફાયદાઓ માટે દેશના વ્યક્તિ ધનનો ગેર ફાયદો લેતાં રહેશે અને દેશને પરોક્ષ રીતે ક્ષતિ પણ પહોંચાડતાં જ રહેશે. દેશને ભ્રષ્ટાચાર મુકત કરાવવાંનું કાર્ય આપણું જ છે. શરૂઆત આપણે શિક્ષિત વર્ગ જ કરીએ.
જય હિંદ.

કમલ ભરખડા

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ