લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન - કર્નલ અનીલ અથાલે

નિવૃત કર્નલ અનીલ અથાલેનું કાશ્મીર બાબતે એમની જ બુક “લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન”માં (રવિપૂર્તિમાં ભવેન કચ્છીનાં લખાણમાંથી) કરાયેલ તટસ્થ અવલોકન સાબિત કરે છે કે, કાશ્મીરમાં વધતી જતી જન સંખ્યા જ કાશ્મીરની અધોગતિનો ખાસ મુદ્દો છે. હાલની પરિસ્થતિ મુજબ કાશ્મીરની જનતા પાસે એ કોઈ જ પ્રશ્નોના જવાબો નથી કે જે ભારત સરકારને એમની પાસેથી અપેક્ષા છે. પાકિસ્તાન સતત આઝાદ કાશ્મીરના મુદ્દે કાશ્મીરીઓને ચડાવ્યા કરે છે અને કાશ્મીરની જનતા કોઈ ભવિષ્યની ચિંતા કર્યા વગર બીનવ્યવહારિક એક્શન લીધા કરે છે.

આ બધામાં અંતે સૌથી મોટુ અને એકલું નુકશાન ફક્ત કાશ્મીરની જનતાને જ છે. ફાયદાઓ કોઈ પણ પક્ષે નથી એ દેખાઈ આવે છે. પોતાના જ દાઝેલાનો અહમ સંતોષવા પાકિસ્તાન સતત ધર્મની રાજનીતિ ચલાવીને ભારતીય કશીમીરીજનતાના સ્વાભિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણો સાબિત કરે છે કે, શાંતિ જેવા મુદ્દાઓ ફક્ત એમના માટે શિયાળામાં કેરીના પાક જેવી વાત છે.

કાશ્મીરના મુદ્દે જયારે કોઈપણ વિચારવાદી વ્યક્તિઓ સાથે ચર્ચા થાય છે ત્યારે મુદ્દો ફક્ત કાશ્મીરીઓની પ્રાથમિક જરૂરિયાતો પર આવીને અટકી પડે છે. કોઈપણ પરિસ્થતિમાં એક વાર ખરાબ થયેલી છાપ સુધારવામાં કોઈપણ સિસ્ટમને ઘણો ટાઇમ નીકળી જાય છે જયારે કાશ્મીરની જનતા હાલમાં કરેલા કોઈપણ પ્રત્યાઘાતો એ છાપને વધુ મજબુત કરે છે. આર્મી ફક્ત એક મશીનરી છે જેનું કાર્ય અવલોકન કરી પરિસ્થતિઓ પર કાબુ લાવવાનું છે. મોટા ભાગે થયેલા અવલોકનોમાં આર્મી સાચી સાબિત થઇ છે.

હવે વાત કરીએ એ નિર્દોષ કાશ્મીરી જનતાની કે જેમનો ખરેખર ઉદ્દેશ કાશ્મીરમાં રહીને કાશ્મીરની જ જળ જમીનો ઉપયોગ કરી પોતાનું જીવન હંકારવાથી જ નિસ્બત છે. એ તમામ લોકો આ બધાની વચ્ચે પીસાય રહ્યા છે. પોતાની જીવન જરૂરિયાતો પોતાના જ પ્રદેશમાંથી મળી ન શકે એટલે ઘરનો વ્યક્તિ અવળા કાર્યોમાં હાથ ડુબાડે એ કાળી વાસ્વિકતા છે.

આર્મીનો જે પ્રવાહ કાશ્મીરમાં છે એ કાશ્મીરની જનતાને જ આભારી છે. જનતાનો વિરોધ અને પ્રત્યાઘાતો ફક્ત કાશ્મીરમાં જ થાય છે એ ઈતિહાસ નથી. પાકિસ્તાન પોતાના વાગેલાને મટાડવા પોતાનો ઈલાજ કરવાની જગ્યા એ ભારતને પણ કાશ્મીર મુદ્દે ઘા આપવા માંગે છે. આ પાકિસ્તાનની એક નબળી અને ગાંડી રાજનીતિ છે અને પાકિસ્તાન આ માટે ભારતીય કાશ્મીરની જનતાનો ઉપયોગ કરી રહી છે.

પરંતુ આ સિલસિલો ચાલુ જ રહેશે એ નક્કી છે અને એ દેખાઈ પણ આવે છે. (અને એ પણ પાકિસ્તાના કહેવા પ્રમાણે ૧૦૦૦૦ હજાર વર્ષો સુધી!) આપણી ભારતીય સરકાર આમ બેઠા બેઠા કંઈ નથી કરી શકવાની. જરૂર છે ભારતીય કાશ્મીરી જનતાને ભારતનાં બીજા રાજ્યો સાથે સિંક્રોનાઈઝ (Synchronize) થવામાં મદદ કરવાની.

ભારત સરકારે એ ખાસ પ્રકારની પોલીસી ઉભી કરવાની જરૂર છે જેમાં જે પરિવારો ભારતના બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે એમને દરેક ક્ષેત્રે સહાય મળશે. પરંતુ એ પોલીસી કાશ્મીરમાં દાખલ કરવાથી દેશને સદંતર નુકશાન છે. એટલે જ તો અત્યાર સુધીની તમામ સરકાર કાશ્મીર મુદ્દે નિષ્ફળ રહી છે.

ભારતમાં જો ખરેખર કોઈપણ સરકારને કે પાર્ટીને કાશ્મીર મુદ્દો વ્યવહારિક રીતે સુધારવો જ છે તો બસ આ જ એક માર્ગ બચ્યો છે.


૧. કાયમી ધોરણે સ્થળાંતર કરતા પરિવારને તે જે તે રાજ્યની તમામ સુવિધાઓ મળવી જોઈએ અને એ પણ તાત્કાલિક ધોરણે.

૨. પોતાનો ધંધો ચાલુ કરી શકે એ બદલ અમુક ૧૦૦% સબસીડી વાળી લોન આપવી પડે.

૩. નોકરી કરવા માંગતા યુવાનો ને જે તે રાજ્ય સરકારે લગતા વળગતા વિભાગોમાં નોકરીની સહુલીયાતો ઉભી કરવી રહી.

૪. જે તે રાજ્યમાં એમના સમાજમાં સહેલાઈથી ભળી શકે એવું વાતાવરણ ઉભું કરવું રહ્યું. આ કઇ પહેલી વખતનું નથી. ભારતે એ પહેલા પણ કર્યું છે. ભાગલા પછી તમામ પાકિસ્તાનમાં રહેતા હાલના ભારતીયો ખુબ જ સરળતાથી ભળી શક્યા છે.

બસ આ જ ઉપાય રહ્યો છે.

- Kamal bharkahda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ