जीवन हो किताब जैसा

बातोँ को दिल में रखने के इलावा और कुछ नहीं है जीवन
जिसने अपनी किताब खुली छोड़दि
या तो उसके पन्ने फटे
या तो वो गीता बने

#कमलम्

શું કાલે હું કે તમે હોઈશું?

UK માં મારા એક મિત્ર છે. વડીલ મિત્ર છે. થોડા સમય પહેલા અમે કોરના ટાઈમ વખતે linkedIn પર મળ્યા હતા. અમે બંને એક જ ફિલ્ડમાં એક્સપર્ટ છીએ એટલે વિચારો અને આચાર મળતા આવે.

થોડા દિવસ પહેલા એમણે મને કહ્યું કે, કમલ કાલે આપણે નહીં મળી શકીએ કારણકે કાલે મારો સૌથી મોટો દિવસ છે.

એટલે, મેં વળતા જવાબમાં કશું જાણ્યા વગર જ જન્મદિવસની શુભેચ્છા પાઠવી. એમણે કહ્યું કે, "મારો જન્મદિવસ તો જોકે તેને હજી ૫ મહિનાની વાર છે. પણ તારો આભાર. પણ મેં તારી શુભેચ્છા એટલે સ્વીકારી કે હું કદાચ મારા જન્મદિવસ સુધી ન તાકી શકું."

મને તો ભાઈ જબરદસ્ત ફાળ પડી. એટલે હું ગંભીર થઇ ને બધું પૂછવા લાગ્યો કે, સર શું થયું છે તમને?

પછી એમણે હસતા હસતા જવાબ આપ્યો કે, "ભાઈ મને કશું જ થયું નથી. પણ હું જીવન તો એવી જ રીતે જીવું છું કે ત્યાં સુધી ખેચાશે કે નહીં?"

મને હાશ થઇ પણ ખરેખર એમનું જીવન જુઓ તો ભૈસાબ, એકદમ બિન્દાસ અને રંગીન વ્યક્તિ. એ આખા જીવનમાં નહીં કમાણા હશે એટલા રૂપિયા તો એમણે યુવાની થી પોતાના શોખ સંગીત પાછળ ખર્ચી નાખ્યા છે.

મજા આવે જયારે આવું વ્યક્તિત્વ તમને ભટકાય.. એક જ જાટકે જીવનની શૂન્યતાના દર્શન કરાવી દે છે. પણ એ શૂન્યતા એવી છે કે, એને કોઈના એક્ડાની જરૂર નથી. એ પોતે જ એના સ્વયમ સાથે પોતાના ઈશ્વર સાથે એકડો છે. એટલે ગમે તેટલા મીંડા લગાડી લે છે.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો