સમય અને સાવધાની

સમય અને સાવધાની



અત્યારે હું ઘણાં મુસેજ વાંચી રહ્યો છું જેમાં ચાઈનાને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. કદાચ સાચ્ચું જ હશે.

પણ આપણે એક પ્રોગ્રેસીવ માણસો છીએ જે આગળનું વિચારી શકે છે. આમ જો આવી રીતે જ ચાલતું થઇ જશે તો ચાઈના શું પણ કોઈ બાઈના. ડાઈના, અને ગમ્મે તે લલ્લુ પંજુ વાઇરસો બનાવી બનાવીને દુનિયામાં ફેલાવતા રહેશે. તો આપણે શું કરી શકીશું?

આપણે જીવનભર માટે તો લોકોને પરદેશ થી આવતા નહીં રોકી શકીએ? ક્યારેક તો નોર્મલ થશે ને બધું?

એટલે આ જ સમય છે આપણા બાળકો અને યુવકો જેઓ અભ્યાસ લઇ રહ્યા છે તેઓ આ દિશમાં વિચારવાનું શરુ કરે. આપણે એડવાન્સ થવું જ પડશે. આપણે એટલા તો એડવાન્સ થવું જ પડશે કે કોઈ પ્રકારની આપદા નું સોલ્યુશન ગણતરીની ક્ષણો માં નીકળે.

દુનિયાના ત્રણ સૌથી મોટા સ્ત્રોત

૧. જમીન (ફળદ્રુપ)
2. પાણી (નદી)
૩. માણસો (ખેડૂતો, ઈજનેર અને તબીબ)

આ ત્રણથી મોટું કશું જ નથી... જે દેશ પાસે આ ત્રણ વસ્તુઓ હશે એજ સાચો સુપર પાવર કહેવાશે. પણ આપણે સુપર પાવર ની પાઘડી પહેરીને જાવું પણ ક્યાં જો ભૂખ્યા જમાડી પણ નહીં શકીએ કે તરસ્યા ને સારું પાણી પણ નહીં પીવડાવી શકીએ?

એટલે જ આ સમય છે ચેતી જવાનો અને અભ્યાસમાં મોડર્ન વિજ્ઞાન અને પૌરાણિક વિજ્ઞાનની સમજણ ને સાથે લઈને ટેકનીક્સ વિકસાવવી પડશે. જે ક્યારેય દેશને પાછળ નહીં લઇ જાય.

બધાને ખબર છે કોઈપણ પ્રકારનો વાઇરસ, આપણી ઈમ્યુન સીસ્ટમ કરતા મોટો નથી. એજ રીતે, જો આપણો ખોરાક, અને પાણી સ્વચ્છ હશે તો દરેક પ્રકારની પરિસ્થતિઓને સંભાળી શકીશું. ઉપરાંત મોડર્ન વિજ્ઞાનનાં જોર સાથે આપણે એવી તકનીક પણ વિકસાવવી પડશે જેનાથી કોઈપણ ઉપચાર તાત્કાલિક બેઠો થઇ શકે.

એટલે અભ્યાસને એ સ્તરે પણ લઇ જવો પડશે જેમાં માહિતી સાથે સાથે પ્રાથમિક ઉપચાર અને અન્ય પ્રકારની કોમનસેન્સની જાણકારી આપવામાં આવે. ખેતી, ફૂડ ઇન્ડસ્ટ્રી, નેનો ટેકનોલોજી, બાયો ટેકનોલોજી અને હેલ્થ સેક્ટર આવનાર સમયમાં સૌથી મોટા પાયદાન પર રહેશે. સરકારશ્રી એ આ પ્રકારનો અભ્યાસ સામાન્ય લોકો સુધી પંહોચે એ સુવિધા ઘડવી પડશે.  જો સરકાર આ બાબતે કશું ફેરફાર નહીં કરે તો યુવક યુવતી ઓએ ઝુંબેશ શરુ કરવી પડશે...

આજે ક્યુબા જેવડો નાનો દેશ દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ આપે છે. કારણકે એ એમનાં ઈરાદામાં હતું. એટલે ઈરાદો મહત્વનો છે.

#કમલમ

પ્રત્યાહારા

સદગુરુ એ આજે એક અતિમહત્વની વાત પર પ્રકાશ પાડ્યો.

પ્રત્યાહારા



પ્રત્યાહાર એટલે બહારની દુનિયા સાથે તમામ પ્રકારના કનેક્શન પડતા મૂકી એ તમામ ઉર્જા પોતાને આપો... એટલે?

એટલે કે, પોતાની સાથે સમય ગાળો. પણ કઈ રીતે?

*આંખ બંધ કરી ને!*

સદગુરુ એ તો દિવસમાં 6 થી ૧૨ કલાકનો સમય આંખ બંધ કરીને જાગૃત અવસ્થામાં રહેવા કહ્યું છે પણ આપણે શરૂઆત 2 કલાકથી કરી શકીએ છીએ. ખબર છે આ યોગ (પ્રત્યાહારા) કરવાથી શું થશે? તમારી આંતરીક ઉર્જા વધારે પ્રફુલ્લિત થશે અને તેને લીધે તમે અગણિત સારું કાર્ય આપી શકશો.

જેમ કે, જો તમે સારું લખતા હોય કે સારું નૃત્ય કરતા હોય. જો તમને યાદ હોય તો તમે ક્યારેક અચાનક જ સારું લખવા માટે કે નૃત્ય કરવા માટે પેન પકડી લ્યો છો કે નૃત્ય કરવા માટે ઉભા થઇ જાઓ છો! કારણક ખબર છે શું કામ? કારણકે ફક્ત બે ત્રણ મિનીટ જેટલી નાની કોઈ ઘટના તમારા હ્રદયને પ્રફુલ્લિત કરી દે છે અને એ પ્રફુલ્લિત હૃદય તમને લખવા કે નૃત્ય કરવા પર મજબુર કરે છે. તો જો એ બે થી ત્રણ મિનીટ નો સમય કલાકો નો થઇ જાય તો? તો તમારા કાર્યની ક્ષમતા અને કક્ષામાં કેટલો વધારો થઇ શકે છે? એ બધા કરતા પણ તમે માણસ તરીકે એક ન જોયેલી અદ્ભુત અનુભૂતિ મેળવો છો જે તમને અત્યાર સુધી મેળવેલા તમામ અનુભવો કરતા પરે લઇ જાય છે.

#કમલમ
સોર્સ : સદગુરુ

કોરો ડાટ માણસ

જે-જે વ્યક્તિ હાલ પોતે જે શહેરમાંથી રોજી-રોટી મેળવે છે એ લોકો એ છોડી ને પોતાનાં વતને પાછાં ફરે છે એમણે ખરેખર પાછું આવવું જ ન જોઈએ...! કારણકે જે ભૂમિ તમારું અને તમારા પરિવારનું પેટ ભરે છે એ ભૂમિ માટે આ કપરા ક્ષણોમાં તમારી ભાવનાત્મકતા શૂન્ય થઇ જાય એ અમાનવીય લક્ષણો છે. તમે જે ગામ મુકીને રોટલી માટે અહી આવ્યાં તે એ ગામ અત્યારે તમને શું આપી દેવાનું છે? અને જો ત્યાં અત્યારે તમે જે પણ કરી ને ગુજરાન ચલાવશો તો આગળ એ રીતે જ ભેગું કરજો...અને શહેરો ને માફ કરજો વ્હાલા. અને ટોળે ને ટોળા નીકળી જ પડ્યા જેમકે દુનિયાનો અંત થવાનો હોય એમ. એ લોકો જ્યાં જઈ રહ્યા છે એ એમનાં વતન ની પણ ચિંતા નથી કરતા!

અને હા બાપુ જે દોઢડાહ્યાંઓ આ બાબતે બિચારા લોકોનો પક્ષ લઈને અહી કમેન્ટ કરવા આવશે એમને કોઈ સ્થાન નથી કારણકે એમને ફક્ત બિચારા પણું દેખાય છે પણ એમની માનસિકતામાં બેસેલી અસ્થિરતા નહીં દેખાય. એ લા ભાઈ, અહિયાં લગભગ બધાની એક જ પરિસ્થતિ છે. દરેકની સુરક્ષા એટલી જ મહત્વની છે જેટલી એમની છે. આ વિષયે ઘણું વિરોધાત્મક બોલી શકાય છે પણ નથી બોલવું. આટલું બસ છે. આ પરિસ્થતિમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ. સરકારનો સપોર્ટ દરેક માટે સરખો જ છે.

#કમલમ

World Poetry Day

World Poetry Day

આજે કવિતા, કાવ્ય, કે પછી રચના જે પણ કહો, આજે તેનો દિવસ છે. ખરેખર કહું તો ક્યારેય લખી નથી શક્યો પણ પ્રયાસ જરૂર કર્યા છે. મારા મત મુજબ કવિતા એટલે અંતરમાં લાગણીઓનાં ફુવારા નીકળતાં હોય ત્યારે શબ્દો બની જે બહાર આવે તે કવિતા!

આવી જ રીતે, થોડા દિવસ પહેલા ફેસબુક પર જ જોડાયેલાં એક વડીલ શિક્ષકની ભૂમિકા માંથી નિવૃત થવા જઈ રહ્યા હતા. તો તેઓ પોતાના વક્તવ્ય માટે સારી પંક્તિઓ શોધી રહ્યા હતા અને Rikin Pandya દ્વારા મને એ વાત ની ખબર પડી તો મેં જટ પ્રયત્ન કર્યો અને કઇંક તૈયાર કર્યું. કદાચ ઈશ્વરની કે માં સરસ્વતીની કૃપા જ હોય છે જયારે લાગણીઓ શબ્દો બની નીકળે.

તો આ રહી એ રચના:

અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને પૂર્ણ કરી

બાળક હતી ત્યાં સુધી જ્યાં સુધી હું ભણતી હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને વડીલ કરી

સંસ્કાર અને શિક્ષણનો ખોરાક લીધા કરતી હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી સંસ્કાર આપતા કરી

જવાબદારી શું હોય એ બે આના ની વાત હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી જવાબદારી લેતા કરી

અઘરો હતો દરેક પડાવ જીવનનો
ઈશ્વરે શિક્ષક બનાવી સરળતાથી જીવતા કરી

ચાલતો જ રહેશે મારો પ્રયત્ન શિક્ષા તરફનો
આજે જે નથી એ અહી લાવવા આ તરફનો

આજે ફરી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણાનો વેશ ઉતારવા જઈ રહી છું.
આશા છે ઈશ્વર સાથ આપશે
આજે વિરાસત સમાજ ને સોંપવા જઈ રહી છું.

જવાબદારી અને વિરાસતમાં ગફલત કરતા નહીં
વિરાસત તો ટૂંકી હોય છે જીવનમાં
જવાબદારી તો મબલખ છે આ જગતમાં.

આજે ફરીથી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણા નો વેશ ઉતારવા જઈ રહી છું.
અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી અને પૂર્ણ થવા જઈ રહી છું.

#કમલમ

#WorldPoetryDay

કોરોના

ધમધમતાં શહેરોનાં શહેરો અને દેશોના દેશોને શાંત પાડી દેનાર કોરોના પાસેથી કઇંક શીખવા જેવું.

કોરોના ની સાઈઝ નેનોમીટરમાં છે. આપણા જેવા કે જેઓ આંખની દ્રષ્ટીએ જ જોઈ શકાય એ દુનિયાને દુનિયા કહે છે એ મુજબ કોરોના ઘણો ઘણું શુક્ષ્મ છે. પણ... તાકાત?

ભાઈ ભાઈ...

એમ જ જો તમારા શુક્ષ્મમાં શુક્ષ્મ પ્રયાસને પણ ઓછો ન તોળતા.. જો યોગ્ય સમય, તક, માહોલ, પરિસ્થતિઓ નો સંયોગ થયો તો બધું જ સંભવ છે.

#કમલમ

ગુણીજન

જે ગુણીજનો સાચીવાત મોઢે-મોઢ કહેવાની તાસીર ધરાવતા હોય એને લોકપ્રિય થવા જેવી મામુલી ઘેલછા પણ નથી હોતી.

એને મન તો સત્ય એજ ઈશ્વર અને સત્ય એજ વાણી.

એને ન તો કોઈ આનંદ આપી શકે છે ન કોઈ દુઃખ આપી શકે. આવા ગુણીજન જેટલા બરછટ દેખાતા હોય છે એમનાં નીજી જીવનમાં તેઓ એટલા જ સંયમી અને સરળ હોય છે.

એવા તમામ ગુણીજનો ને દંડવત પ્રણામ અને જય શ્રી ગોપાલ.

#કમલમ

इंसानी स्वभाव और जंगलियत

इतना ध्यान अगर और दूसरी गंदकी, आदतें और विकृत मानसिकता पर लगता तो शायद कोरोना इतना परेशान न करता!

हालांकि इंसानी स्वभाव और उसके जँगलीपने में अब कुछ परदे जैसा नहीं है ! जंगली जानवर हो या इंसान अगर मजा आ रहा हो तो गंदकी में भी आसानी से रहेंगे पर अगर जान पे बनी तो शराफ़त ज़रूर दिखेगी!

#कमलम

અહમના તાળાની ચાવી

સૌથી અઘરું કાર્ય એ છે કે, પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિની સમક્ષ ઉભા રહી એની સામે નમી પોતાની ક્ષમતાનું પ્રમાણપત્ર લેવું. 

સૌથી અસંભવ કાર્ય એ છે કે, પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિ આપણે માનીએ તો છે પણ જાહેર નથી કરી શકતા એ વ્યક્તિની સમક્ષ ઉભા રહી તેની સાથે કાર્ય કરી પોતાની ક્ષમતાનું પ્રમાણપત્ર લેવું.

જો આ અસંભવ કાર્ય ને સંભવ કરતા આવડી જાય તો ભાઈ ભાઈ.. જગ જીતી જશો... દોસ્ત.

અહમનાં તાળાની ચાવી ખીચાંમાં જ હોય છે પણ હાથને ત્યાં સુધી લઇ જવામાં જીવન નીકળી જાય છે. અને અમુકના તો જીવ જ નીકળી જાય છે. 

અહમનો સ્વીકાર શ્રેષ્ઠતા તરફ લઇ જશે અને વ્યક્તિ તરીકે સરળતા તરફ.

શુભ પ્રભાત

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો