ઇકોનોમી કઈ રીતે ચાલે છે એની સરળ સમજૂતી

એક જાણીતી વેબ વિડિયોઝ પબ્લિશ કરતી કમ્પનીએ જાહેર નોટિસ આપી કે,

"અમારા કન્ટેન્ટ વધુ જોવા એટલે સમયની બરબાદી છે. કૃપયા કરી કામમાં ધ્યાન આપો"

લોકો ને આ જાહેરાત મુર્ખામી ભરી લાગી.

અને બકા ને પણ. "કે કોણ એવી કંપની હોય કે જે પોતાના જ સેલ્સને તોડે?"

એટલે બકા ને નોટીસનો મેસેજ ગમ્યો એટલે એને ગંભીરતાથી લીધો અને પોતાના ડ્રિમ પ્રોજેકટ પર કામ કરવાનું શરૂ કરી દીધું.

બકા માં એક નવી જ ઉર્જા હતી 3 એક મહિનામાં તો એણે કંપની સેટ કરી લીધી. અને લોકો ને જોબ આપવાની પણ શરૂ થઈ ગઈ..

આજ બકા ની કંપનીમાં 200 જણા કામ કરે છે અને એ દરેકના મોબાઈલમાં એ વેબ વિડિયોઝ પબ્લિશ કરતી કંપનીની એપ.છે અને સબસ્ક્રીપ્સન પણ છે..

જોયું એક જ વ્યક્તિની ખોટ પણ સેલ્સમાં નવાં 200 મળ્યાં. આ રીતે જ ઇકોનોમી ચાલે છે.. ;)

#પૂર્ણવિરામ

#કમલમ

જીવન જીવાઈ ગયું

ચર્ચા ઓછી થઇ,
ને પરજા મોંઘી થઇ.

ખર્ચા ઓછા થયા,
ને ખાલીપો મોટો થયો.

પગથીયા લાંબા થયા,
ને પગ ટૂંકા થયા.

નીતિ સાફ થઇ,
ને પ્રીત વધેરાઈ ગઈ.

મગજ હળવું થયું,
ને મન ભારે.

રડતા આવડી ગયું,
ને જીવન જીવાઈ ગયું.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો