દૂધનાં ધોયેલા અને મજબુરીનાં તૂટેલા



આ અહેવાલનાં અંતમાં જરૂર ખ્યાલ આવી જશે કે, દૂધનાં ધોયેલાં કોઈ નથી અને મજબુરીથી કોઈ તૂટતું પણ નથી. આખરે તો અસલામતી, ફક્ત બોલવામાં અને લખવામાં ક્રાંતિકારત્વ, અંધવિશ્વાસ, રૂઢીવાદી અને અશિક્ષિત જેવા અવગુણ જ રાષ્ટ્રને તોડે છે.

તો મુદ્દાની વાત એ કે, આપણે અસલામતી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંધશ્રદ્ધા, બેરોજગારી અને બીજા અનેક સામાજિક દૂષણો દેશમાં અનુભવીએ છે અને ફક્ત ટિપ્પણીઓ કરવાથી દુષણો દુર તો નથી જ થવાના!

નીચે તમને પશ્ચિમ જગતનાં, જે તે ક્ષેત્રનાં નામી લોકો દ્વારા કહેવામાં આવેલ સામાજિક દૂષણો ઉપરનાં તેમનાં વિચારો રજુ કરવા માંગું છું, જે નીચે પ્રમાણે છે.

“Power does not corrupt. Fear corrupts... perhaps the fear of a loss of power.” ― John Steinbeck

(પાવર કે તાકાત ભ્રષ્ટાચારી નથી. ડર કરે છે... કદાચ, તાકાત ગુમાવવાનો ડર જવાબદાર છે ભ્રષ્ટાચાર માટે)

“Religion is regarded by the common people as true, by the wise as false, and by rulers as useful.” ― Seneca

(ધર્મ, સામાન્ય માણસ માટે સર્વસ્વ છે, સમજદાર માટે મિથ્યા અને શાશકો માટે ઉપયોગી!)

“A man who has never gone to school may steal a freight car; but if he has a university education, he may steal the whole railroad.” ― Theodore Roosevelt

(એક માણસ જે ક્યારેય શાળામાં ગયો ન હતો એ કાર ચોરી કરી શકે છે; પરંતુ જો તે યુનિવર્સિટી શિક્ષણ ધરાવે છે, તો તે સમગ્ર રેલરોડ ચોરી શકે છે. "- થિયોડોર રૂઝવેલ્ટ)

“No matter how corrupt, greedy, and heartless our government, our corporations, our media, and our religious & charitable institutions may become, the music will still be wonderful.” ― Kurt Vonnegut

("કોઈ પણ પ્રકારની ભ્રષ્ટ, લોભી, અને નિરાશાજનક અમારી સરકાર, અમારા કોર્પોરેશનો, અમારા માધ્યમો, અને અમારા ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ બની શકે છે, સંગીત હજુ પણ અદ્ભુત રહેશે." - કર્ટ વોનગેટ)

વાંચ્યા બાદ એવું જ લાગે છે કે, એ લોકો આપણા જેવી જ ટીપ્પણી કેમ આપી રહ્યા છે. આ અતિ-અનુભવી શબ્દોનાં ઘડવૈયાઓ પશ્ચિમ દુનિયાનાં છે. હા એજ સ્વર્ગ જેવી પશ્ચિમ દુનિયા, કે જ્યાં જવાનું અને નાગરિકત્વ મેળવવાનું સપનું લગભગ દરેક વ્યક્તિ જોવે જ છે. હવે મુદ્દા પર આવીએ. એ દરેક મહાનુભાવોએ પોતાનાં અનુભવો પરથી પોતપોતાનાં રાષ્ટ્રને દુષિત કરતા દુષણો પર પ્રચંડ તાકાત સાથે શાબ્દિક પ્રહારો કર્યા છે, અને એ શબ્દોનું વજન એટલું બધું વધારે છે કે, પોતાના રોજીંદા જીવનમાં અનુભવેલ દુષણોની અનુભૂતિ વગર એ વિચારોની ઉત્પત્તિ થવી લગભગ અશક્ય જ છે.

આપણે ભારતીયો હંમેશા એક બાબતે સ્પષ્ટ હોઈએ છીએ કે, પશ્ચિમ જગતનાં મોટા ભાગના દેશોની પ્રામાણિકતા, એની કાર્ય પ્રણાલી, કાર્ય વ્યવસ્થા અને મોટા ભાગે જે દુષણો ભારતભરમાં રસ્તામાં પડેલ કચરાની જેમ દરેક ક્ષેત્રોમાં, વ્યક્તિઓમાં, સરકારી વિભાગોમાં, વ્યવસ્થાઓમાં જોવા મળે છે, એ ૯૦% એમને ત્યાં હોતા નથી! એટલે ભારતીયોએ એવું માની લીધું કે, એમનો સમાજ પહેલેથી જ ઘણો વિકસિત છે જેનું પરિણામ આ ફકરામાં વાંચ્યું એ છે.

શું ખરેખર એવું જ છે? શું એ દરેક રાષ્ટ્રોમાં ક્યારેય હાલનાં ભારત જેવી પરિસ્થતિમાંથી પસાર થયા જ નથી? જો એવું હોત તો મારા સાહેબ તમે ઉપરનાં જે વિચારો વાંચ્યા એ શું એ આપણામાંથી કોઈએ જઈને એમને લખાવનું કહ્યું હતું? જી ના! એ સંપૂર્ણત: પોતાના અનુભવોની શાહીથી સિંચેલાયેલા શબ્દો છે. તમને દરેક શબ્દો પોતીકાં લાગશે. તમને દરેક શબ્દોનાં અર્થમાં હાલનું અને ભૂતકાળનું ભારત નજર આવશે. પણ શું કામ? એ એટલા માટે કે, એ દરેક પશ્ચિમ જગતનાં મોટા ભાગના દેશો/રાષ્ટ્રો હાલની ભારતીય પરિસ્થતિમાંથી પસાર થઇ ચુક્યા છે. દરેકે એ તમામ પ્રકારના દુષણો અને અત્યાચારોના ભોગ બન્યા છે.

એ સમયે, પશ્ચિમ જગતના દરેક વ્યક્તિને આપણી જેમ જ સ્વતંત્રતાની જરૂર હતી, શિક્ષણની જરૂર હતી, દરેક પ્રાથમિક જરૂરિયાતોની જરૂર હતી. ટૂંકમાં એક વિકસિત રાષ્ટ્રનાં ફાઉન્ડેશન માટેની તમામ જરૂરિયાતોની માંગ હતી.

એ જ તો ટર્નીંગ પોઈન્ટ હતો એમનો, જો એ સમયે પશ્ચિમ જગતનાં હાલનાં કોઈપણ વિકસિત દેશના નાગરિકે આપણા ભારતીયોનું પોતાના દેશ માટેના વલણ જેવું વલણ રાખ્યું હોત તો, શું એ વિકસિત થયા હોત? ના જરાય નહી! એ વિકસિત દેશના નાગરિકોએ કપરાંમાં કપરાં સમયમાં પણ કયારેય એવો ઉચ્ચાર સુધ્ધાં નથી કાઢ્યો કે, “આ દેશનું કંઇજ થવાનું નથી! આપના દેશનું ભવિષ્ય જ્યાં સુધી આ દેશદ્રોહી અને ભ્રષ્ટાચારી લોકોના હાથમાં છે ત્યાં સુધી “આપણા” ભારત દેશનું ભવિષ્ય રસ્તે રખડતા જાનવરો જેવું જ રહેવાનું!”

પરંતુ એ ભૂતકાળમાં પશ્ચિમ જગતના ભવિષ્યનાં વિકસિત રાષ્ટ્ર સાથે થઇ રહેલા અત્યાચાર સામે લડવા તેમના જ રાષ્ટ્રનો દરેક નાગરિક હાથ સાથે હાથ મિલાવીને દેશ માટે કુરબાન પણ થવું પડ્યું તો થયા પણ પોતાનાં રાષ્ટ્રોને અત્યાચારોમાંથી મુક્ત કરાવ્યાં અને ભવિષ્યમાં વિકસિત રાષ્ટ્ર થવાની હોડમાં લાગી પડ્યા અને હાલ તેઓ વિક્સીત રાષ્ટ્રોમાં જ છે!

ભારતીયો જે પણ વિકસિત દેશોથી અંજાઈ જાય છે એ વિકસિત દેશોએ પોતાની પ્રગતિ અને વિકાસ પોતાનાં નાગરિકોએ અને સંચાલકોએ સાથે મળીને નક્કી કરી હતી. એક નહિ પણ સુધારાનાં સમય પછી જન્મ લીધેલી દરેક પેઢી પોતાનાં દેશ સાથે વફાદાર અને બની શકે એટલા દુષણોથી દુર રહેવાનાં પ્રણ લીધાં છે. તમે એ પણ જોયું કશે કે કોઈપણ વિકસિત દેશ ધર્મની કે બીજી હલકી રાજનીતિમાં ઇન્વોલ્વ નથી. દરેક વિકસિત દેશના નાગરિકનો ધર્મ એક જ છે અને એ છે, પોતાનો દેશ.

ભારતને જરૂર છે એ પેઢીની, કે જે અંદર અંદર ન લડીને પોતાનાં દેશને વિશ્વ સમક્ષ દરેક ક્ષેત્રોમાં વિકાસશીલ દેશોની હોડમાં પ્રમુખ સ્થાન સાબિત કરાવી શકે. દરેક દુષણો પર પોતે જ પૂર્ણવિરામ મુકે અને આગળ આવતી પોતાની પેઢીને પણ શરૂઆતથી જ એવી કેળવણી આપે કે, જ્યાં દુષણોને આચરવાનું વિચારી જ ન શકે. દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારવાની જરૂર નથી પરંતુ દેશના દરેક નાગરિકોએ શિક્ષણ વ્યવસ્થાને ફક્ત અને ફક્ત પેટનાં ખાડા ભરવામાટેનાં ખીંચા સાધન તરીકેનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને એવા તમામ દુષણો પર લડીને નામોનિશાન મિટાવી શકે એવી આત્મીય તાકાતની જરૂર છે.

વ્યક્તિ શિક્ષિત આત્માથી બને છે દિમાગથી નહીં.

એટલે જ મેં કહ્યું હતું કે, કોઈ દૂધનાં ધોયેલા ન હોય પણ દરેક વિકસિત દેશનાં નાગરીકોએ પોતાની પેઢીની પેઢી કુરબાન કરી છે પોતાના દેશને ટોચ પર લઇ જવા માટે! શું આપણે ભારત માટે એ જરૂરી પ્રથમ પેઢી બની ન શકીએ? શું જરૂરી છે દરેક વખતે મજબૂરીનાં માર્યા માર્યા ફરવું? જો આપણે નહિ કરીએ તો આપણી આવનાર પેઢી પણ કશું જ નહિ કરે.

જરૂર છે સ્વાર્થી થવાની. જરૂર છે દેશ પ્રત્યેનાં સ્વાર્થને મોટો કરવાની. જેમ વાલી પોતાના બાળક માટે કઈપણ કરી છુટવાની હિંમત બતાવે છે એજ રીતે આપણા દેશને બાળક સમજી તેને પોષણ અને માવજત આપવાની જરૂર જણાય છે. આપણે જાતે જ એક પ્રણ લઈએ કે એક પછી એક તમામ દુષણોને જડમાંથી કાઢી નાખીશું અને દેશ ને એમ ટીંપે ટીંપે વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ લાવી દઈશું.

ચાલો કરીએ ભારતને દરેક ક્ષેત્રોમાં સંપુર્ણ વિકસિત.

જય હિન્દ.

- Kamal Bharakhda

ટિપ્પણીઓ

  1. હું એરોનોટિકલ એન્જીનીયરીંગનો સ્ટુડન્ટ છું. શરૂઆતમાં હવા અને ગતિના સંદર્ભે એરોપ્લેનમાં અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતો હતો. હવે બદલાતી "હવા"ના સંદર્ભે માણસોની વધતી ઘટતી "ગતિ" તપાસવાનું કામ કરૂં છું. ;) ઈન શોર્ટ એરોપ્લેન કરતાં પણ ઊંચે ઉડનાર આ કાળા માથાંનો માનવી જ હોઈ શકે. એટલે પ્રથમ એને સમજવો ખૂબ જરૂરી. (વાહ ખૂબ સરસ ૧૦૦% સાચી અને સો ટચના સોના જેવી વાત કહી )

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ