જાતિવાદ નાબુદી તરફ પાયાનાં પ્રયાસો અને આઈડીયાઝ

જ્યાં સુધી કોઈપણ રાષ્ટ્રમાં જાતિવાદ કેન્દ્રમાં રહેશે ત્યાં સુધી રાજકીય પક્ષો પોતાના નીજી અને રાજનૈતિક ફાયદાઓ માટે જાતિવાદ જેવા ઝેરનો ઉપયોગ કરતાં જ રહેશે. જાતિવાદ જો ખરેખર વીંછીનાં ઝેરની જેમ એક જ વખતમાં રીઝલ્ટ આપતું હોત તો સારું હતું પરંતુ ભારતમાં જાતિવાદ ધીમાં ઝેરની જેમ પ્રસરે છે. એ રાષ્ટ્રને કોઈપણ ક્ષેત્રે ઉર્ધ્વગતી ગતિ અપાવે એના ચાન્સીસ લગભગ અશક્ય છે. 

હાલના સમયમાં દરેક રાષ્ટ્રો એકબીજા પર અવલંબિત થવા માંગે છે. ગ્લોબલાઇઝેશનનો સુવર્ણ કાળ શરુ થઇ ચુક્યો છે. ચીન એક પછી એક પોતાની જ જનતાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે કરીને ગ્લોબલ માર્કેટમાં ભારત જેવા પ્રગતિ તરફ જનાર રાષ્ટ્રોની રીતસર બેન્ડ વગાડી રહ્યું છે. 

રાજનીતિમાં સીધો નિયમ છે. જનતાની દુખતી નસોમાં જે સૌથી વધારે પીડા આપે એને જ દબાવીને પોતાના રાજનૈતિક તખ્તા તૈયાર કરવામાં આવે છે. આપણા રાષ્ટ્રની અધોગતિ માટે આપણે દોષ હંમેશા આપણા જ નેતાઓ અને રાજકીય વ્યક્તિઓને આપીએ છીએ પરંતુ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક દ્રષ્ટિએ એમનો વાંક કાઢવો ઉચિત નથી. જેમ સિંહની સામે બકરી લાવીને મુકો તો સ્વાભાવિક છે સિંહને એ બકરી માટે હમદર્દી ઉભી તો નહીં થાય. એવી જ રીતે આપણે લોકો જ એમને આપણી દુખતી નસો બતાવી આપીએ છીએ અને પછી ભલે ને એ લોકો દબાવે રાખે અને રીઝલ્ટ તમારા બધાની સામે જ છે. 

આપણે બધાએ આપણી પ્રાથમિકતાઓમાં સુધારા કરવા પડશે. પોતાની જાતીને બાજુ પર મૂકી પોતાના આર્થિક, શારીરિક અને સર્વાંગી વિકાસ માટે વિચારતા થવું પડશે. હવે હાલની પેઢી માટે તો આ બદલાવ અઘરા છે પરંતુ આજથી વીસ વર્ષ પછી જે પેઢી આવવાની છે એજ આપણા દેશનું ભવિષ્ય છે. 

ગ્લોબલાઇઝેશન જ દરેક સમસ્યાઓનો હલ છે. પોતાના સર્વાંગી વિકાસ માટે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પ્રાપ્તિ માટે દરેક રાષ્ટ્રને દરેક રાષ્ટ્રોની જરૂરિયાત છે. આ બધો વહીવટ આજથી ૨૦ વર્ષ પછી કોણ ચલાવશે? એ જ અત્યારનાં ભૂલકાઓ. પરંતુ પ્રશ્ન એ છે કે શરૂઆત કેવી રીતે થવી જોઈએ? 

મારા પોતાના વિચારો એ છે કે, જો શાળાથી શરૂઆત કરવામાં આવે તો પરિણામ સારું આવી શકે છે. કોઈપણ વિદ્યાર્થીને શાળામાં “અટક” કે “સરનેમ”ની જરૂરિયાત જ ન હોવી જોઈએ. વિદ્યાર્થી ફક્ત એમનાં માતૃશ્રી/પિતાશ્રી/પાલકગણથી જ ઓળખવા જોઈએ. આ ખુબજ ચોટદાર વિચાર સાબિત થઇ શકે છે. 

જ્યાં સુધી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ બદલશે નહીં ત્યાં સુધી આમને આમ જ ચાલતું રહેવાનું. જરૂરી નથી સમય વધતા રાષ્ટ્રની પ્રગતિ જ થાય દુર્ગતિ પણ થાય જ છે જોઈલો ઝીમ્બાબ્વે જેવા દેશનો કેસ. 

ટૂંકમાં દુનિયાનું એવું કોઈપણ કાર્ય બચવું ન જોઈએ કે જે ભારતીયો ન કરી શકે. તેના માટે શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારા લાવવા રહ્યા. જેમ દલિત મુદ્દે અને બીજા ઘણા મુદ્દે લોકોને રોષ ચડી આવે છે તો ક્યારેક શિક્ષણ વ્યવસ્થા અને ગ્લોબલાઇઝેશન જેવા વિષયો પર પણ લડી જોવો. આપોઆપ જરૂરિયાતો બદલાશે. દુખતી નસો પણ બદલાશે અને નેતા ઓ પણ બદલાશે. 

આ હતા મારા વિચારો. તમારા બધાના આઈડીયાઝને આવકાર્ય છે. 

જય હિન્દ. 





ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ